VISHAD YOG- CHAPTER - 44 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદયોગ - પ્રકરણ - 44

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

Categories
Share

વિષાદયોગ - પ્રકરણ - 44

ઉર્મિલાદેવીએ વાત કરવાનું ફરીથી ચાલું કરતાં કહ્યું “યોગેન્દ્રસિંહ ખુબ મહેનત કરી સરદાર પટેલને મળ્યાં અને બધી વાત કરી. સરદાર પટેલે તેને સમજાવ્યા અને કહ્યું હવે અખંડ ભારતમાં રજવાડાનું અસ્તિત્વતો શક્ય નથી પણ તમારો માન મરતબો જળવાઇ અને તમને સાલીયાણા પેટે અમુક રકમ દર વર્ષે મળશે એવી વ્યવસ્થા હું ચોક્કસ કરીશ. આ વાત સાંભળી યોગેન્દ્રસિંહને એક વાત સમજાઇ ગઇ હતી કે હવે તેના રજવાડા તો ટકી શકવાના નથી. તે હજુ તેમાંથી શું કરી શકાય તેની વિચારણામાં હતા ત્યાં તેને એક દિવસ ખુબ ખરાબ સમાચાર મળ્યાં. તે હજુ તૈયાર થઇને બહાર જતા હતા ત્યાં એક માણસે તેને આવી કહ્યું “ હૈદરાબાદથી કોઇ ખાસ મહેમાન આવ્યાં છે તમને મળવા માગે છે.” આ સાંભળી યોગેન્દ્રસિંહે બહાર ગયાં અને જોયું તો બહાર હૈદરાબાદના નિઝામના મંત્રી દેવશંકર બેઠા હતા. આ તેજ મંત્રી હતા જે યોગેન્દ્રસિંહ સાથે મળેલા હતા. દેવશંકર નિઝામના મંત્રી હતા પણ નિઝામના એકદમ કંજુસ સ્વાભાવને લીધે પ્રજાને હેરાન થતી જોઇને તેને દુઃખ થતું. દેવશંકરે નિઝામના ખજાનાના ભંડારમાં રહેલ અમુલ્ય સંપતી જોઇ હતી અને સામે ગરીબ જનતાને દુખી થતી જોઇ હતી એટલે જ તેણે યોગેન્દ્રસિંહને સાથ આપવાનું વિચાર્યુ હતું. યોગેન્દ્રસિંહે આ મંત્રી પર ભરોશો મુકીનેજ ભેગો કરેલો ખજાનો હૈદરાબાદમાં મુકવાનું નક્કી કર્યું હતું. આમ અચાનક દેવશંકરને આવેલો જોઇને યોગેન્દ્રસિંહને નવાઇ લાગી. તેણે દેવશંકરને ચા નાસ્તો કરાવ્યા બાદ સિધુજ પુછ્યું “બોલો મંત્રીજી કેમ આજ અચાનક અહીં આવવાનું થયું?” આ સાંભળી દેવશંકરે કહ્યું “એક ખુબ ખરાબ સમાચાર છે. એટલેજ મારે આ રીતે અચાનક આવવું પડ્યું છે.” આ સાંભળતાજ યોગેન્દ્રસિંહ સતર્ક થઇ ગયાં અને બોલ્યાં “હા બોલો શું છે સમાચાર?”

“તમનેતો ખબર છે કે હવે ભાગલા પડવાના તે લગભગ નિશ્ચિત છે. હવે પાકીસ્તાન થશે તે લગભગ નક્કી થઇ ગયું છે.”

“હા, તો તેમાં આપણે શું છે?” યોગેન્દ્રસિંહને હજુ દેવશંકર શું કહેવા માંગે છે તે સમજાતુ નહોતું.

“ હા તમને એજ સમજાવું છું. સરકાર લોકોને જે દેશમાં રહેવુ હોય તેની છુટ આપે છે. અને નિઝામ પાકિસ્તાન જવા ઇચ્છે છે. તે ગમે ત્યારે પાકિસ્તાન ભાગી જઇ શકે છે.”

આ સાંભળી યોગેન્દ્રસિંહને ઝટકો લાગ્યો અને બોલી ઉઠ્યાં “શું વાત કરો છો? તેને કાઇ ભાન પડે છે કે નહીં. તે ત્યાં જઇ શું કરશે?”

“એ બધુ તો એ જાણે પણ આપણા માટે ખરાબ ખબર એ છે કે તે તેનો ખજાનો ગમે ત્યારે પાકીસ્તાન ટ્રાન્સફર કરી શકે છે. આ માટે આપણે હમણાજ કોઇક પગલાં ભરવા પડશે.” દેવશંકરે તેનો મુળ મુદ્દો રજુ કરી દીધો.

આ સાંભળી યોગેન્દ્રસિંહ થોડો વિચારમાં પડી ગયાં અને પછી બોલ્યાં “ઓકે તમારે ત્યાં જે પણ આપણા માણસો છે તેને તૈયાર કરો અને બીજા માણસો હું રાતે લઇને આવું છું આજે રાતેજ આપણે એ કામ પતાવી દઇએ પછી નિઝામ ભાગવાની હિમત નહીં કરે. અને ભાગશે તો પણ તેના હાથમાં કંઇ નહીં આવે.” ત્યારબાદ દેવશંકર ત્યાંથી નીકળી ગયાં. એ રાત્રેજ તે લોકોએ નિઝામના ખજાના પર હુમલો કર્યો એક તો લોકો નિઝામના ત્રાસથી તેની વિરુધ થઇ ગયાં હતા તેમાં દેવશંકરે નિઝામ પાકીસ્તાન જતો રહેવાનો છે તેવી વાત ફેલાવીને સૈનિકોને પોતાના તરફી કરી લીધા હતા. થોડાઘણા સૈનિક નિઝામને વફાદાર હતા પણ યોગેન્દ્રસિંહની સામે ટકવું તેનું કામ ન હતું. આમપણ આ કોઇ ખુલ્લુ યુધ્ધ નહોતું. આ તો ગેરીલા પધ્ધતીથી છાપો મારવાનો હતો એટલે સૈનિકોને ઉંઘતાજ ઝડપી લેવામાં આવ્યાં. નિઝામ પાસે તો અઢળક ખજાનો હતો. યોગેન્દ્રસિંહ અને દેવશંકર બંન્ને એ જેટલો બને તેટલો ખજાનો ગાડાઓમાં ભરીને લઇ ગયાં. તેમાં પેલો ભેગો કરેલો ખજાનો હતોજ સાથે નિઝામના અંગત ખજાનો પણ તે લોકોએ લુટી લીધો હતો. નિઝામ પાસે લખલુટ ખજાનો હતો. યોગેન્દ્રસિંહે ગાડાઓ ભરીને ખજાનો લઇ લીધો છતા હજું તેના કરતા વધુ ખજાનો બાકી વધેલો હતો. યોગેન્દ્રસિંહ જાણતો હતો કે ખોટો લોભ કરીશું તો પકડાઇ જઇશું. બાકી વધેલો ખજાનો એમનેએમ મુકી તે લોકો ત્યાંથી નાસી ગયાં. ત્યાંથી તો તે લોકો નીકળી ગયાં પણ તેની સામે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો કે આ ખજાનો રાખવો ક્યાં? દેવશંકર અને યોગેન્દ્રસિંહ બંનેએ ખુબ વિચાર્યુકે આ ખજાનાનું શું કરવુ જોઇએ? અંતે તેઓ એક નિર્ણય પર પહોંચ્યાં કે હમણાં આ ખજાનાને કોઇ એવી જગ્યા પર છુપાવવો કે કોઇને પણ તે જગ્યા વિશે ખ્યાલ ન આવે. ત્યારબાદ બંનેએ આ જગ્યા શોધવા માટે ઘણી મહેનત કરી પછી યોગેન્દ્રસિંહને અચાનક યાદ આવ્યું અને બોલ્યા “મારા એક દુરના મામા મહિપાલસિંહ છે તેનું નાનું એવુ તેનું નાનુ એવુ રાજ્ય સુર્યગઢ છે. તે ભાવનગરની બાજુમાં આવેલું છે આમ તો તે મારાથી ઉંમરમાં ઘણા મોટા છે પણ તેને મારી સાથે લગાવ છે. તેના રાજ્યમાં જો ખજાનો છુપાવવામાં આવે તો કોઇને તેનો જરા ખ્યાલ નહીં આવે. અને પછી વાતાવરણ શાંત થતા ખજાનો ત્યાંથી લેતા આવશું. આ વાત દેવશંકરને પણ યોગ્ય લાગી પણ ભાવનગર કંઇ નજીક નહોતું ત્યાં સુધી આ સામાન પહોંચાડવો કંઇ રીતે? ત્યાં સુધી પહોંચાડતા જો કોઇના ધ્યાનમાં આવી જાય તો ખજાનો તો લુંટાઇ જાય અને બધા રાજાને ખબર પડી જાય અને પછી તો તે બધા દુશ્મન બની જાય. યોગેંન્દ્રસિંહ હવે આ કોઇ રાજાને આ ખજાનામાંથી ભાગ આપવા તૈયાર નહોતા. તેની પાછળનું કારણ એ નહોતુંકે તે ખજાનો હડપ કરી જવા માંગતો હતો. તેના પોતાના રાજ્યમાં ખુબ સંપતી હતી. તેને સંપતીનો મોહ નહોતો. પરંતુ તેણે યુનિયન બનાવ્યાં છતા અમુક રાજાઓએ કોઇને પુછ્યાં વિના અખંડ ભારતમાં જોડાવાનો કરાર કરી નાખ્યો હતો. યોગેન્દ્રસિંહ બધા માટે મહેનત કરી રહ્યાં હતાં ત્યારેજ આ લોકોએ પાછલા બારણેથી લાભ લઇ કરાર કરી નાખ્યાં. આ વાત જ્યારે યોગેન્દ્રસિંહને ખબર પડી ત્યારે તેને ખુબ ગુસ્સો આવ્યો અને તેને એ વાત સમજાઇ ગઇ કે તેની લડત હવે નકામી છે આ કોઇ રાજા તેને સાથ આપી શકે એમ નથી. તે વખતેજ તેણે નક્કી કરી નાખ્યુંકે હવે તેણે ભેગો કરેલો ખજાનામાંથી આ કોઇને ભાગ નહીં આપે. તે ખજાનો દેશ સેવામાં વાપરશે પણ આ સરકારને તો નહીંજ આપે તે તેની રીતે દેશસેવાના કામ કરશે. આથી તે બધા રાજાઓથી છુપાવીને ખજાનો સુર્યગઢ પહોંચાડવા માંગતાં હતાં. એટલેજ અત્યારે તેમની સામે એક મોટો પ્રશ્ન એ હતો કેખજાનો કોઇના ધ્યાનમાં આવે નહીં તે રીતે સુર્યગઢ કંઇ રીતે પહોંચાડવો? પણ તેના આ મુશ્કેલીનો ઉપાય કુદરતેજ શોધી આપ્યો. દેશ આઝાદ થતા ભાગલા પડ્યા અને લાખો લોકો સ્થળાંતરીત થઇ રહ્યા હતો તેમા જે ભાગ પાકીસ્તાનમાં ગયો હતો તેમાંથી લોકો સ્થળાંતર થઇને સૌરાષ્ટ્રમાં રહ્તા સગા સંબંધી પાસે જતા હતા. લાખો લોકો ચાલીને કે ગાડામાં હિજરત કરી રહ્યાં હતા તેની સાથેજ યોગેન્દ્રસિંહે છુટા છુટા તેના ગાડા રવાના કર્યા. ગાડામાં નિચે ખજાનો ગોઠવતા તેને ઢાંકીને તેના પર માણસો બેસાડી દેતા. જેથી કોઇના ધ્યાનમાં ન આવે. આમ ધીમેધીમે કરી સામાન સુર્યગઢ પહોંચ્યો અને પછી અહીં મહીપાલસિંહે તેને છુપાવવા માટે એક જગ્યા પસંદ કરી. આ જગ્યાએ ખજાનો છુપાવ્યો અને તેનો નકશો બનાવ્યો. આ નકશો તે યોગેન્દ્રસિંહને મોકલવા માટે વ્યવસ્થા કરતા હતા ત્યાંજ એક દિવસ સમાચાર આવ્યાં કે યોગેન્દ્રસિંહનું હાર્ટએટેકમાં અવસાન થયું છે. ત્યારબાદ મહિપાલસિંહે થોડા સમય રાહ જોઇ કે તે ખજાના માટે કોઇ તપાસ કરવા આવે તો તેને આ નકશો આપી દઉં. પરંતુ કોઇ ખજાના વિશે પુછ પરછ કરવા આવ્યું નહીં. આ ખજાના વિશે બેજ જણા જાણતા હતા. ખજાનો ગાયબ થવાની જાણ નિઝામના એક બીજા મંત્રીને પડી ગઇ. તેણે દેવશંકરનું ખુન કરી નાખ્યું. પણ અચાનક કોઇક કારણો સર નિઝામ રાતોરાત પાકીસ્તાન ભાગી ગયો. દેવશંકરના ખુનની વાત યોગેન્દ્રસિંહને ખબર પડી અને તેને ખુબ દુઃખ થયું. યોગેન્દ્રસિંહને મનમાં એવુ લાગી રહ્યું હતુ કે દેવશંકરનું મોત તેના લીધેજ થયું છે. તેના લીધે એક નિર્દોશ માણસ મરી ગયો આ દુઃખને લીધે તેને એક રાતે હાર્ટએટેક આવી જતા તે પણ ગુજરી ગયાં. ખજાના વિશે જાણનારા બંને જણ ગુજરી ગયાં.” આટલું બોલી ઉર્મિલાદેવી રોકાયાં અને બાજુમાં રહેલ પાણીનો ગ્લાસ લઇ એકજ ઘુટડે આખો ગ્લાસ પી ગયાં. પછી થોડીવાર રોકાઇ બોલ્યાં “આ વાત મે તમને એટલે કરી કે સુર્યગઢ જેવા નાના રાજ્યમાં આટલો મોટો ખજાનો ક્યાંથી આવ્યો? તે તમને ખબર પડે.” આટલું બોલી તે રોકાયા અને પછી નિશીથ સામે જોઇને બોલ્યા “તમને એવુ લાગતુ હશે કે આ ડોશી આડા પાટે ચડી ગઇ છે પણ એવુ નથી આ વાત કર્યા વિના અહીથી આગળની વાત તમને સમજાત નહી એટલે આવડી મોટી કથા કહી.”

“ના,ના એવુ નથી અમને આખી વાત સાંભળવામાં ખરેખર ખુબ મજા આવી. તમે આ બધુ કહ્યું ન હોત તો અમને ક્યારેય ખબર ન પડી હોત.”

આ સાંભળી ઉર્મિલાદેવી હસ્યા અને આગળ બોલ્યા “આ વાત આજે પણ અમુક ગણ્યા ગાઠ્યા લોકો સિવાય કોઇને ખબર નથી.” અને પછી વાતને આગળ વધારતા બોલ્યાં “ ઘણા સમય સુધી મહિપાલસિંહે કોઇ ખજાના માટે આવે તેની રાહ જોઇ પણ કોઇ આવ્યું નહી. અંતે તેણે નક્કી કર્યું કે ખજાનો દેશને સોપી દઉં પણ ત્યાં ઇન્દીરા ગાંધી સરદાર પટેલે આપેલ વચન ફોક કરીને રાજાઓને મળતા સાલીયાણાની રકમ બંધ કરી દીધી. આ વાત પર મહિપાલસિંહને ખુબજ ગુસ્સો આવ્યો અને તેણે વિચાર્યુ માત્ર વિસજ વર્ષમાં જે સરકાર આપેલ વચનમાંથી ફરી જતી હોય તેવી સરકારને તો આ ખજાનો નથી જ સોપવો એવુ નક્કી કર્યુ. ત્યારબાદ ઘણા વિચાર કર્યા બાદ તેણે તે નકશો સાચવી રાખવા માટે એક યુક્તિ કરી તેણે નક્શાને એક લોકેટ બનાવી તેમાં ગોઠવ્યો અને તે લોકેટ તેના દિકરા દશરથસિંહના ગળામાં પહેરાવી દિધું. દીકરાને લોકેટ આપતી વખતે બધીજ વાત કરી અને આ ખજાનો યોગ્ય સમયે સરકારને આપવો અને ત્યાં સુધી વંશપરંમ્પરામાં આ લોકેટ અને તેની માહીતી આગળ વધારવી એવુ સમજાવ્યું. મહિપાલસિંહના મૃત્યું બાદ દશરથસિંહ ખુબજ હોશિયાર લોકોના માનીતા હતા તેણે જોયું કે તેના બંને પુત્રોમાં કૃપાલસિંહ અય્યાસ અને શરાબી છે અને મોટા પુત્ર પર પણ પુરો વિશ્વાસ મુકી શકાય એમ નથી. આજ વખતે તેના ધ્યાનમાં એક વ્યક્તિ આવી જે આ રહસ્ય જાળવી રાખવા માટે એકદમ યોગ્ય હતી. તે હતા ગામના શિવમંદીરના આચાર્ય. પરંતુ મહિપાલસિંહનો આદેશ વંશ પરંપરાગતનો હતો એટલે બંને વસ્તુ સચવાઇ રહે તે માટે દશરથસિંહે એક કામ કર્યું તેની પાસેના લોકેટમાં રહેલા નકશાના બે ભાગ કર્યા એક ભાગ તેણે તેના મોટા દિકરા શક્તિસિંહને આપ્યો અને બીજો ભાગ આચાર્યને આપ્યો. આ વાત તેના નાના દિકરા કૃપાલસિંહને ગમી નહીં. તેણે કોઇ પણ હિસાબે આ ખજાનો હાસલ કરવાનું નક્કી કર્યું. દશરથસિંહ હતા ત્યાં સુધીતો તે કંઇ કરી શક્યો નહીં પણ દશરથસિંહના મૃત્યુ બાદ તેણે તેની ચાલ ચાલવાની શરુઆત કરી. ધીમે ધીમે તેણે શક્તિસિંહના માણસોને પોતાના તરફી કર્યા. શક્તિસિંહના માણસોને ફોડ્યા બાદ એક દિવસે તેણે શક્તિસિંહનું ખુન કરાવ્યું અને તેની પાસેથી લોકેટ લઇ લીધું અને પછી તે આચર્યને મારવા માણસ મોકલ્યાં પણ એ પહેલા આચાર્ય રાજમહેલમાંથી તને લઇને જતાં રહ્યાં તારા હાથમાં જે ટેટુ છે તે પણ આ ખજાનામં અગત્યનું હતું એટલે આચાર્ય તને લઇને ભાગી ગયાં. કૃપાલસિંહના માણસોએ તેનો પીછો કર્યો અને આચાર્યને મારી નાખ્યા અને બાળકને છોડી દીધો પણ લોકેટ આ બાળક પાસે જ રહી ગયું હતું.” આટલી વાત કરી ઉર્મિલાદેવી રોકાયા અને પછી નિશીથ સામે જોઇ બોલ્યાં “અહીથી આગળની કહાની તો હવે તને ખબર જ છે. એકજ દિવસે મારુ સર્વસ્વ લુટાઇ ગયું. તે દિવસથી રોજ હું તારા આવવાની પ્રતિક્ષા કરુ છું” આટ્લુ બોલતા જ ઉર્મિલાદેવીનો ડુમો ભરાઇ ગયો અને તે બોલતા બંધ થઇ ગયાં. નિશીથ અને સમીર પણ આખી વાત સાંભળી સ્તબ્ધ થઇ ગયાં. થોડીવાર તો રૂમમાં એકદમ સન્નાટો છવાઇ ગયો. ઉર્મિલાદેવીની વાત સાંભળી નિશીથના મનમાં ઘણા પ્રશ્નો ઉભરી આવ્યાં નિશીથને લાગતું હતુ કે આ વાતમાં ક્યાંક કંઇક ખુટે છે અથવા તો કંઇક ખોટું છે. ઉર્મિલાદેવીએ જે કહ્યું તેમા થોડા મુદા એવા છે જે વાત સાથે મેચ નથી થતા. એ બધુ પછી વિચારશુ અત્યારે તો આગળ શું જાણવા મળે છે તે અગત્યનું છે તેમ વિચારી નિશીથે પુછ્યું “ત્યારબાદ ખજાનાનું શું થયું? તે ત્યાંજ છે કે પછી કૃપાલસિંહને મળી ગયો છે?”

“કૃપાલસિંહ એક્દમ ખંધો અને ચબરાક માણસ છે. તેણે મારી પાસેથી જાણવાની ખુબ કોશિશ કરી પણ મને કશી ખબર નહોતી એટલે છેલ્લે તેણે શક્તિસિંહ પાસેથી મળેલા નકશાના અડધા ભાગ પરથી તપાસ આદરી. તેના ખાસ માણસો દ્વારા તેને શેત્રુંજય ડુંગરમાં તપાસ કરાવી હતી. પણ ત્યાંથી તેને કશું મળેલુ નહી પણ પછી એક સમાચાર એવા મળેલા કે તેને જેસર રોડ પર રહેલ એક ડુંગરમાંથી ખજાનો મળી ગયો છે. આ બધા તો મારા ખબરી દ્વારા મળેલા સમાચાર હતા. પણ મને લાગે છે કે ચોક્કસ તેને ખજાનો મળી ગયો છે નહીતર તે શાંતિથી બેસે નહીં. ત્યારબાદ કૃપાલસિંહ ઇલેક્શન લડ્યા. અત્યારે રુપિયાનીજ બોલબાલા છે જે કૃપાલસિંહની સુર્યગઢમાં એક ખરાબ માણસની છાપ હતી તેનેજ લોકોએ પૈસા માટે મત આપ્યા અને તે જીતી ગયાં.” આટલું બોલી ઉર્મિલાદેવીએ વાત પુરી કરી. થોડુ વિચારીને નિશીથે પુછ્યું “તમે કૃપાલસિંહ વિરુધ્ધ પોલીસ ફરીયાદ ન કરી?” આ સાંભળી ઉર્મિલાદેવી ચમક્યા પણ તરતજ તેણે તેના હાવભાવ છુપાવી કહ્યું “અત્યારે પણ સ્ત્રીઓનું કોઇ સાંભળતુ નથી તો પછી તે વખતે તો શું હાલત હશે? તે તુ સમજી શકે છે. અને મારી પાસે કોઇ સહારો નહોતો પતિ અને પુત્ર બંને ગુમાવી દીધા હતા. તેમા હું કોઇને શું કરી શકું?”

ઉર્મિલાદેવીનો જવાબ સાંભળી નિશીથને હવે પાકી ખાતરી થઇ ગઇ કે ઉર્મિલાદેવી જરુર કંઇક છુપાવે છે.

“શક્તિસિંહનું ખુન થયું તો પોલીશ તપાસ તો થઇ જ હશે ને?તેમા કંઇ બહાર ન આવ્યું?” આ સાંભળી ઉર્મિલાદેવીના ચહેરા પર થોડા ગભરાટના ભાવ આવ્યાં અને તરતજ ચાલ્યા ગયાં. “તને તો ખબર જ છે કે આપણુ પોલીશ ખાતુ કેટલુ ભ્ર્ષ્ટાચારી છે. કૃપાલસિંહે રુપીયા આપી તેનું મો બંધ કરાવી દીધુ અને બીજા માણસને રુપીયા આપી ખુનની કબુલાત કરાવી દીધી.” આ વાત યાદ આવતાજ નિશીથને સુરસિંહે કહેલી વાત યાદ આવી ગઇ. સુરસિંહ પાસેથી પોલીશે બળજબરીથી ખુનનો ગુનો કબુલ કરાવેલો એ યાદ આવતાજ નિશીથને ઉર્મિલાદેવીની વાત સાચી લાગી. અંતે નિશીથે તેની મુંજવણ રજુ કરતા કહ્યું “તમને શું લાગે છે હવે મારે શું કરવું જોઇએ?”

આ સાંભળી ઉર્મિલાદેવી બોલ્યાં “દિકરા મારા ઇશ્વરેજ તને અધુરુ કાર્ય પુરુ કરવા મોકલ્યો છે. તારા માટે હવે એક્જ લક્ષ્ય છે કૃપાલસિંહ પાસે રહેલ ખજાનો પ્રજાનો છે અને પ્રજા સુધી તે પહોંચવો જોઇએ. કૃપાલસિંહ પાસેથી તે દોલત તારે લઇ પ્રજા સુધી પહોંચાડવાનો છે. મે અત્યાર સુધી ભગવાન પાસે રોજ આજ પ્રાર્થના કરી છે એટલેજ મારા ભગવાને તને અહી સુધી મોકલ્યો છે. દિકરા તારા હાથેજ આ કાર્ય થવાનું લખાયું છે.” આ સાંભળી નિશીથ અને સમીર બંને ચોકી ગયાં. નિશીથે કહ્યું “પણ તે તો અત્યારે મિનિસ્ટર છે તેની સામે અમે કેમ ટકી શકીએ?”

“એતો તને મારી માતાજી જ રસ્તો બતાવશે. જે તને અહીં સુધી લઇ આવી છે તેજ શક્તિ તને અહીથી પણ આગળ રસ્તો બતાવશે.” ઉર્મિલાદેવી બે હાથ જોડીને બોલ્યાં. નિશીથ અને સમીરને હવે આગળ શું બોલવું તે સમજાયું નહીં. બંનેએ એક બીજા સામે જોઇને ઇશારાથી વાત કરી લીધી અને પછી નિશીથે કહ્યું “માતાજી હવે અમે નિકળીએ ત્યાં અમારા બીજા મિત્રો રાહ જુએ છે.” આ સાંભળી ઉર્મિલાદેવીની આંખમાં એક દર્દ આવી ગયું અને તે બોલ્યાં “ વિસ વર્ષ પછી દિકરો મળવા આવ્યો પણ 20 કલાક પણ સાથે નથી રહી શકતો. કેવો નસીબનો ખેલ છે? દિકરા તું જા અને ફતેહ કર. વિજય થઇને આવજે હું અહી તારી રાહ જોઉં છું.” આ સાંભળતા નિશીથ પણ લાગણીશિલ થઇ ગયો અને ઉર્મિલાદેવીને પગે લાગી ત્યાંથી નિકળી ગયો.

--------------********-------------********-----------*****------------------******--------------

વિલી સવારથી જ કામે નિકળી ગયો હતો આજે તેને ખુબ દોડધામ થવાની હતી ભાવનગર તે બે ત્રણ બિઝ્નેશમેનને મળ્યો અને તેને સાહેબ સાથે વાત કરાવી કેસ તૈયાર કરવા માટે કહ્યું. વિલીને ખબર હતી કે બધાજ એક બે દિવસની મુદત બાંધશે એટ્લે તેણે એકજ દિવસમાં બધાજ બિજનેસમેનને મળી લેવાનું નક્કી કર્યુ હતું. સાહેબના ફોન અને વિલીની હોશીયારીને લીધે લગભગ બધાજ બીજનેસમેન બીજા દિવસે કેસ પૈસા આપવા માટે તૈયાર થઇ ગયાં હતાં. ભાવનગરના બિજનેસમેનને મળીને વિલી અલંગ તરફ ગયો. અલંગમાં ખુબ મોટો શિપ બ્રેકિંગનો બિજનેસ ચાલતો હતો. અહી મોટા મોટા વહાણ અને સ્ટીમરને તોડી તેનો સામાન જુદો પાડી વેંચવામાં આવતો આ બિઝનેસના બે ત્રણ મોટા વ્યાપારીઓ સાથે કૃપાલસિંહને ખુબ સારા સંબંધ હતા. કૃપાલસિંહેજ તે લોકોને સસ્તા ભાવે જગ્યા અને લાઇસન્સ અપાવ્યા હતા. આ બધા બિજનેસ મેનને પણ વિલી મળ્યો અને બધાને બીજે દિવસે જેની જેવી કેપેસીટી હતી તે પ્રમાણે કેસ તૈયાર રાખવા કહી દીધું. આખા દિવસ વિલીએ બધા બિજનેસમેનને સમજાવવામાં અને કાર ચલાવવામાં કાઢ્યો હતો. સાંજે કામ પત્યુ ત્યારે તે ખુબજ થાકેલો હોવાથી તેણે પાછું સુર્યગઢ જવાનું કેન્સલ કર્યું અને તે ભાવનગરમાં આ પહેલા રોકાયેલો હતો તેજ ‘ઇસ્કોન ક્લબ રીસોર્ટ’ માં રોકાઇ ગયો. આજ વિલીની મોટી ભુલ હતી તે રાત્રે જો તે સુર્યગઢ ગયો હોત તો તેના જિવનમાં આવનારા ભયંકર તોફાનમાંથી બચી ગયો હોત.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********----

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM