Premrog - 18 in Gujarati Fiction Stories by Meghna mehta books and stories PDF | પ્રેમરોગ - 18

Featured Books
Categories
Share

પ્રેમરોગ - 18

ત્યાં થી એ લોકો મ્યુઝિયમ જોવા માટે નીકળ્યા. ત્યાં ગોવા નું જૂનું કલ્ચર દર્શાવતા શિલ્પો હતા જે ખૂબ સુંદર હતા. ખરીદી કરવા માટે એક નાનકડી દુકાન હતી જેમાં કી-ચે ઇન અને ખાવા પીવા ની વસ્તુઓ મળતી હતી. ત્યાં થી મીતા એ થોડી વસ્તુઓ લીધી. પછી એ લોકો એરપોર્ટ માટે નીકળ્યા.
પ્લેન માં સુદેશે મીતા ને એની સામે ની સીટ માં બેસવા કહ્યું. કેમ સર? શું થયું? મીતા તમે ઓફિસ માં મને સર કહો બરાબર છે. પણ બહાર જ્યારે કોઈ ઓફિસ કામ ન હોય ત્યારે મને મારા નામ થી બોલાવી શકો છો. સર, સાંભળીને હું જાણે ઘરડો હોઉં એવું લાગે છે.
ઓકે સર, સોરી સુદેશ. જોયુ , પ્લેન ટેક ઓફ થઈ ગયું અને તમને ડર પણ ના લાગ્યો. ઓહ! એટલે તમે મને તમારી સામે બેસાડી હતી. સુદેશ એના લેપટોપ પર કામ કરવા લાગ્યો અને મીતા બારી ની બહાર વાદળો ને જોઈ રહી હતી. શાંત વાતાવરણમાં એની આંખ મીંચાઈ ગઈ.
એના વાળ એના ચહેરા પર વિખરાયેલા હતા. જેમાં તે સુંદર લાગી રહી હતી. સુદેશ એને અપલક નજરે જોઈ રહ્યો. કેટલી માસુમ છે! દુનિયા થી બેખબર બની ને જીવે છે. કોઈ પણ એના પ્રેમ માં પડી જાય એટલી સુંદર.
તે ઉભો થયો મીતા ની નજીક ગયો. એને મીતા ને કિસ કરવાની અદમ્ય ઈચ્છા થઈ. પણ એ ઈચ્છા ને પુરી ના કરતા મીતા ના ચહેરા ના વાળ સરખા કરી એ પાછો પોતા ની સીટ પર બેસી ગયો.
થોડી વાર માં મીતા જાગી ગઈ. સોરી, મારી આંખ મીંચાઈ ગઈ. It'ok આમ , પણ બોર થવું એના કરતાં સુઈ જવું એ વધારે સારું છે. પ્લેન લેન્ડ થયું. સુદેશે મીતા ને એના ઘરે ડ્રોપ કરી અને નીકળી ગયો.
ઘરે પહોંચી ને મીતા મનુ ભાઈ સાથે પ્લેન માં બેસવાનો અનુભવ , મીટિંગ માં થયેલી વાતો કરવા લાગી.હવે તેને આ કામ ગમવા લાગ્યું છે એમ પણ કહ્યું. બધા ની સાથે વાતો કરી રુમ માં ગઈ અને મોહિત નો મેસેજ આવ્યો.
ઘરે પહોંચી ગઈ. સોરી, ગોવા માં તને હેરાન કરવાની ઈચ્છા નહોતી પણ તને કોઈ બીજા સાથે જોતા જ મારી સમજ શક્તિ ગાયબ થઈ જાય છે. તારા પ્રત્યે નો પ્રેમ મારા મગજ પર કાબુ કરી લે છે. મને માફ કરીશ.
બહુ મોડું થઈ ગયું છે સુઈ જા. કાલે સવારે વાત કરીશું. એવો જવાબ આપી કપડાં બદલી ને સુઈ જાય છે. બીજા દિવસે મોહિત એના ઘર ની બહાર રાહ જોતો ગાડી માં બેઠો હોય છે.
રીટા પણ મીતા ને લેવા માટે પહોંચે છે અને એ મોહિત ને ત્યાં જુવે છે. મોહિત ને જોઈ ને તે એની પાસે જાય છે અને પૂછે છે? તું અહીં શુ કરે છે? હું અહી મીતા ની રાહ જોવું છું
.તું જા, મીતા ને આજે હું કોલેજ લઈ ને આવીશ. આ સાંભળી રીટા ઈર્ષ્યા થી બળી ઉઠે છે. પણ, હસતો ચહેરો રાખી બાય કહી નીકળી જાય છે.
મીતા ગેટ ની બહાર જ નીકળી રહી હોય છે. તે રીટા ને જતા જુવે છે અને બુમ પાડે છે પણ રીટા સાંભળ્યું ન હોય એ રીતે જતી રહે છે. એટલા માં મીતા ની નજર મોહિત પર પડે ચી બધી વાત સમજી જાય છે. ચુપચાપ રીક્ષા પાસે જઈ તેમાં બેસી ને કોલેજ જવા માટે નીકળે છે.
મોહિત એ રીક્ષા ની પાછળ જાય છે અને ઝડપ થી ગાડી ચલાવી રીક્ષા ની આગળ જઈ ને ઉભી રાખી દે છે. ગાડી માં થી ઉતરી મીતા પાસે જાય છે અને ગાડી માં બેસવા કહે છે. કંટાળેલી મીતા ચુપચાપ એની ગાડી માં બેસવા માટે જાય છે.