Yara a girl - 4 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | યારા અ ગર્લ - 4

Featured Books
Categories
Share

યારા અ ગર્લ - 4

બીજા દિવસે સવારે યારા એ અકીલ ને કહ્યું,

અકીલ હું આ જંગલ નો ખૂણે ખૂણો જોવા માંગુ છું. તો તું મને આ જંગલ બતાવી શકીશ?

જ્યાં સુધી મારી ગાડી જશે ત્યાં સુધી નું જંગલ હું બતાવી પણ જ્યાં ગાડી ના જઈ શકતી હોય ત્યાં હું કઈ નહિ કરી શકું.

કોઈ વાંધો નથી. જેટલું ગાડી થી ફરાય એટલું ગાડીમાં ફરીશું. બાકી નું હું ચાલતા ચાલતા ફરી લઈશ.

યારા એ શક્ય નથી આ જંગલ ખૂબ મોટું છે. ને એવી દુર્ગમ જગ્યાઓ છે જ્યાં માણસ પણ જઈ શક્યો નથી. ને ત્યાં જવું ખતરનાક સાબીત થઈ શકે છે? જોરીને કહ્યું.

કાકા ભલે ખતરનાક હોય પણ હું પ્રયત્ન જરૂર કરીશ. અકીલ તું મારી સાથે આવશે?

હા, મને મારા પૈસા થી મતલબ છે. બાકી તમે કહેશો ત્યાં લઈ જઈશ.

પૈસા ની તું ચિંતા ના કરીશ. બસ તું મને ગાઈડ કરજે. કાકા અમે હવે નીકળીએ. હું તમને મળવા પાછી જરૂર થી આવીશ.

યારા આ લેતી જા. આમા ખાવાનું છે અને રસ્તામાં તને જરૂર પડે શકે એવો સામાન છે, રોકીલે યારા ને ખાવા પીવાનો સામાન અને જંગલમાં રોકાય તો જરૂર પડે એવી વસ્તુઓ આપી.

Thank you કાકી. તમે મારી ખૂબ સંભાળ રાખી. હું જરૂર થી તમને મળવા આવીશ.

જરૂર થી આવજે ને તું સાચવજે. અકીલ તું જંગલ નો ભોમિયો છે તું યારા નું ધ્યાન રાખજે.

હા જરૂર. યારા અને અકીલ બન્ને ત્યાં થી નીકળી ગયા.

અકીલ ગાડી પહેલા કાલે ગયેલા એ જગ્યા એ લઈ લે.

કેમ પાછા ત્યાં જવું છે?

તું લઈ લે અકીલ.

કઈ પૂછ્યા વગર અકીલે ગાડી મંદાકિની નદી તરફ લઈ લીધી.
યારા પાછી ત્યાં એ જગ્યા એ આવી ઉભી રહી જ્યાં થી એ મળી હતી. એણે એની આજુબાજુનો વિસ્તાર ખૂબ ધ્યાન થી જોવા લાગ્યો. ત્યાં ઝાડ પાન, નદી અને મોટા મોટા પથ્થરો સીવાય કઈ નહોતું. અકીલ યારા ને જોઈ રહ્યો હતો પણ કઈ બોલ્યો નહિ. ચાલ અકીલ હવે આગળ જઈએ.

બન્ને જણ ગાડીમાં બેસી ગયા.

યારા તમને વાંધો ના હોય તો એક પ્રશ્ન પૂછું?

હા અકીલ.

તમને ફરી આ જગ્યા એ કેમ આવ્યા અને ત્યાં શુ શોધતા હતા?

મારા માતાપિતા શોધતી હતી.

અકીલે એકદમ ગાડી ને બ્રેક મારી ને ગાડી ઝટકા સાથે ઉભી રહી ગઈ. ને એ યારા ને જોવા લાગ્યો.

યારા એની સામે જોઈ ને બોલી, એ જગ્યા ઉપર કોઈ મને મૂકી ને જતું રહ્યું હતું. હું મારા જન્મદાતાઓ ને શોધવા અહીં આવી છું.

પણ આ જંગલમાં તો હવે ક્યાંય માનવ વસ્તી નથી તો તમારા માબાપ કેવી રીતે મળશે?

ખબર નહિ પણ મારુ મન કહે છે કે આ જગ્યા એ કઈક તો છે જે મને બોલાવે છે પણ હું એ શુ છે તે સમજી શકી નથી.

ત્યાં જોર જોર થી બચાવો બચાવો નો અવાજ આવવા લાગે છે. યારા અને અકીલ અવાજ ની દિશામાં જોવે છે. તો એક યુવતી દોડતી દોડતી પોતાને બચાવવા માટે બુમો પાડી રહી હતી.

અકીલે જોયું તો એની પાછળ ચિતો દોડી રહ્યો હતો. અકીલે તરત જ પોતાની ગન કાઢી ને હવામાં ફાયરીંગ કર્યું. ફાયરીંગનો અવાજ સાંભળી ને ચિતો ત્યાં થી ભાગી ગયો.

યારા અને અકીલ દોડી ને તે યુવતી ની પાસે ગયા. યારા એ એ યુવતી ને તરતજ ઓળખી કાઢી.

વેલીન તું અહીં, યારા બોલી.

વેલીને યારા ની સામે જોયું પણ હજુ તે હાંફતી હતી એટલે કઈ બોલી ના શકી.

તમે આ ને ઓળખો છો? અકીલે પૂછ્યું.

હા આ વેલીન છે અમે બન્ને બસમાં મળ્યા હતા. તને વાગ્યું તો નથી ને? તું ઠીક તો છે ને?

હા હું બરાબર છું. બસ હાથમાં થોડું વાગ્યું છે.

અકીલે જોયું વેલીન ના ડાબા હાથ ની કોણીમાં થી લોહી નીકળી રહ્યું હતું. અકીલે તેને ટેકો આપી ઉભી કરી ને એક ઝાડ પાસે બેસાડી.

યારા પોતાની બેગમાં થી ફસ્ટએડ બોક્સ લઈ આવી ને એને વેલીન ના હાથ પર સાફ કરી ને ડ્રેસિંગ કરી દીધું. હવે સારું થઈ જશે, યારા એ કહ્યું.

Thank you. હું બરાબર છું, વેલીને કહ્યું.

વેલીન આ અકીલ છે એ મને આ જંગલમાં ફેરવે છે, યારા એ અકીલ ની ઓળખ આપતા કહ્યું.

અકીલ અને વેલીને એકબીજા ને અભિવાદન કર્યું.

વેલીન તું અહીં શુ કરે છે? ને એ પણ એકલી? યારા એ પૂછ્યું.

યારા હું એક અર્કયોલોજીસ્ટ છું. હું જુદી જુદી જગ્યાઓ એ ફરી ને પુરાતન વસ્તુઓ ની શોધ કરું છું. આ જંગલમાં પણ હું છેલ્લા બે વર્ષ થી આવું છું. આ જંગલમાં એવું ઘણું બધું છે જે અજુગતું છે. જેની સમજ કદાચ આપણ ને નથી.

યારા એકદમ અચરજ પામી ગઈ. એટલે તું એમ કહેવા માંગે છે કે આ જંગલ રહસ્યો થી ભરેલું છે? અહીં એવું કઈ છે જે આપણે કે આ દુનિયા હજુ જાણી શકી નથી?

હા યારા એવું જ કઈક. હું એ શોધવા આ જંગલમાં આવી છું.

પણ તને કેમ એવું લાગે છે કે આ જંગલોમાં કઈક છે? તે એવું કશું જોયું છે?

યારા ની ઉત્સુકતા જોઈ વેલીન એની સામે જોઈ રહી.

મને ખબર છે તું શુ વિચારે છે? મને કેમ આ બાબત ની આટલી ઉત્સુકતા છે એમ જ ને?

વેલીન હજુ તેની સામે જ જોઈ રહી હતી. અકીલ પણ પ્રશ્ન વાચક દ્રષ્ટિ થી યારા ની સામે જોઈ રહ્યો હતો.

વેલીન હું આ જંગલોમાં મારા માતાપિતા ને શોધવા આવી છું. પછી યારા એ બધી વાત કરી.

યારા ની વાત સાંભળી અકીલ અને વેલીન એકબીજા ની સામે જોવા લાગ્યા. બન્ને ની આંખોમાં ઘણા પ્રશ્નો હતા.

યારા માફ કરજે પણ તારી આ શોધ નું કોઈ તથ્ય છે?

એટલે? તું કહેવા શું માંગે છે વેલીન? શુ તારી શોધ નું કોઈ તથ્ય છે?

હા યારા છે. વેલીને પોતાની બેગમાં થી એક નાનું બોક્સ કાઢ્યું. યારા આ જો આ પથ્થર મને આ જંગલમાં થી મળ્યો હતો. આ પથ્થર જેવો પથ્થર આ દુનિયામાં બીજે ક્યાંય નથી.

યારા એ પથ્થર પોતાના હાથમાં લીધો. એની આંખો એકદમ પહોળી થઈ ગઈ. એણે પોતાના ગળાનું લોકીટ બહાર કાઢ્યું. એના લોકીટ નો પથ્થર પણ એના જેવો જ હતો માત્ર રંગ અને સાઈઝ માં ફર્ક હતો. યારાનો પથ્થર લીલો હતો. જ્યારે વેલીન નો પથ્થર પીળો ને થોડો મોટો હતો. માનો કોઈ મોટો હીરો.

બધા આ બન્ને પથ્થર જોઈ એકબીજા ની સામે જોવા લાગ્યા.

વેલીન તને આ પથ્થર ક્યાં થી મળ્યો? યારા એ પૂછ્યું.

યારા આ પથ્થર મને મંદાકિની નદી ના ઉદ્દગમ સ્થાનના ધોધ બાજુ થી મળ્યો. ને યારા તને આ ક્યાં થી મળ્યું?

વેલીન આ લોકીટ મારા ગળામાં હતું જ્યારે હું પપ્પા ને આ જંગલમાં થી મળી હતી. યારા એ એની મમ્મી ની ડાયરીનું એ ચિત્ર બતાવ્યું જેમાં યારા નાની હતી અને તેણે આ લોકીટ પહેર્યું હતું.

વેલીન તો આશ્ચર્યચકિત થઈ ગઈ. કેટલું અદ્દભુત ચિત્ર છે યારા. ને આ તું છે ને?

હા. એનો મતલબ કે આ જંગલમાં એવું કઈક છે જે કોઈ ને દેખાતું નથી. કદાચ જોરીનકાકા કહેતા હતા તે વાર્તા સાચી હોય શકે? અકીલ તને શુ લાગે છે? યારા એ અકીલ ને પૂછ્યું.

સાચું કહું તો મને કઈ સમજ પડતી નથી. આ બધું જોઈને હું થોડો મુંઝવણમાં પડી ગયો છું.

આમા કોઈ મુંઝવણ નથી અકીલ. યારા બરાબર કહે છે આ જંગલ કઈક તો છુપાવી ને બેઠું છે. ને આપણે એ શોધવાનું છે. યારા તું મને સાથ આપીશ. કદાચ આપણે આ જંગલના રહસ્યો જાણી શકીએ.

હા વેલીન ચોક્કસ. મને પણ એ જાણવું છે કે આ છે શુ? અકીલ તું અમારી મદદ કરીશ?

હા હા કેમ નહિ. એક નવો અનુભવ મળશે. ને જો સાચે જ આ જંગલ રહસ્યમય હશે તો તે શુ છે તે જાણવા મળશે.

તો પછી ચાલુ કરીએ આપણી રહસ્ય શોધ ની સફર? વેલીને પૂછ્યું.

જરૂર થી વેલીન. ફ્રેન્ડ્સ? અકીલે પૂછ્યું.

Of course યાર. ને ત્રણેય હાથ મીલાવી હસી પડ્યા.

ત્રણેય જણે એક નવી સફર ની શરૂવાત ના શ્રી ગણેશ કરી દીધા. ત્રણેય ના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા જેનો જવાબ શોધવાનો હતો.

ને કુદરતે એમના જીવનનો નવો અધ્યાય રચી દીધો હતો ત્રણેય ને ભેગા કરીને. હવે સમય બતાવશે કે આ સફર કેવી અને કેટલી રોચક હશે.


ક્રમશ...................