jyare dil tutyu Tara premma - 37 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 37

Featured Books
Categories
Share

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 37

"પ્રેમનુ ઝરણું બની મને હંમેશાં જ તમારા દિલમાં રહેવાનું મન થાય છે. પણ, સપનું પૂરું કરવાના જુનુનમાં હું થોડી સ્વાર્થી બની જાવ છું. રવિન્દ જે વાત મારે તમને પહેલાં કેવી જોઈએ તે વાત હું અત્યારે કહ્યુ છું સાયદ એવું બની શકે કયારેક કે મારે મારુ સપનું તમારા પ્રેમ ખાતર છોડવું પડે તો હું તે સપનાની જગ્યાએ તમને છોડવાનું પસંદ કરીશ કેમકે મારો પહેલો પ્રેમ મારુ સપનું છે. રવિન્દ અત્યાર સુધી મને લાગતું કે મે તમને પસંદ કરી મારી લાઈફ ખરાબ કરી દીધી પણ અત્યારે જયારે હું તમને સમજું છું તો એવું લાગે છે કે મારી જિંદગી ખરાબ નહીં પણ સુદર બની ગઈ.આ પ્રેમ પત્યે હંમેશા મને નફરત રેહતી પણ આજે જયારે તમે તમારી લાઈફની બધી જ વાતો મારી સાથે શેર કરી તો મને અહેસાસ થયો પ્રેમનો કે પ્રેમ છે એટલે વિશ્વાસ છે. જેવી રીતે તમે મારા પર વિશ્વાસ કરી તમારી જિંદગી સૌથી ઈન્પોટન બુક મને વાંચવા આપી તેવી રીતે હું પણ તમારા પર વિશ્વાસ કરી એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે તે વાત સમજી શકો. રવિન્દ મારી જિંદગીની કોઈ કિતાબ નથી હું પોતે જ એક કિતાબ છું જેટલી લોકો ને સમજું તેટલી જ પોતાને સમજી શકતી હોત તો મારુ દિલ ખામોશ બનીને ખાલી ધબકતું ન હોત તે તમારી જેમ જોરજોરથી અવાજ કરી કેહતું હોત કે આ્ઈ લવ યુ રવિન્દ. કેવી અજીબ વાત છે ને જે શબ્દો કહેવા તમારે એક મિનિટ પણ નથી લાગી તે શબ્દો કહેવા મારે આટલું વિચારવું પડે છે. લો અહીં હું તમારી સાથે બીજી વાત કરતી હતી ને કંઈક બીજી વાત લ્ઈ બેઠી. રવિન્દ હું તમારા પર આટલો તો ભરોસો કરી શકું ને કે તમે મારા સપનાની આગળ કયારે આડો પગ નહીં મુકો. રવિન્દ મારી જિંદગી હવે તમારી સાથે જોડાઈ ગઈ છે કાલે ખાલી લોકોના કહેવાથી હું તમારી સાથે ચાલતીથી આજે હું મારા દિલના કહેવાથી તમારી સાથે છું. તમે કહેશો તો હું બધું છોડી દેય કોઈપણ સવાલ-જવાબ વગર કેમકે મને વિશ્વાસ છે તમારા પ્રેમ પર તમે મારુ સપનું કયારે પણ તુટવાં નહીં દો. " તે લેટરના શબ્દો પુરા થયા ને રવિન્દે રીતલ સામું જોયું તે ભર નિદરમાં આરામથી સુતી હતી. તે તેની બાજુમાં જ્ઈ બેસી ગયો ને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યો, -

"સોરી, રીતલ હું ભુલી ગયો હતો કે તારુ સપનુ તારી પણ કોઈ જિંદગી છે. મે તારા વિશ્વાસને તોડી નાખ્યો પણ હું તને પ્રોમીસ કરુ છું કે થોડાક સમયમાં ફરી તારી ખુશી તને લાવી આપી. તારી પેન્ટીગ નો સામાન, તને અનુકુળ જગ્યા બધું જ તારા માટે હું લાવી આપી. પણ પ્લીઝ ત્યાં સુધી તું મારો સાથ... " તેના શબ્દો પુરા થયા પણ ન હતા ને રીતલની આખ ખુલી ગઈ

" શું થયું રવિન્દ, તમે હજી જાગો છો???"

"કંઈ નહીં બસ નિદર નહોતી આવતી તો એમ જ તારી પાસે બેસી ગયો. "

"સિધ્ધિ વિશે વિચારો છો ને??? મને લાગે છે તમારે તેની મદદ કરવી જોઈએ...!!!!"

" તેની પ્રોબ્લેમ પહેલા હતી હવે તો તે ઠીક છે. મને નથી લાગતું કે મારે તેની લાઇફમાં કોઈ વધારે પ્રોબ્લેમ ઊભી થાય તેવું કરવું જોઈએ તે ખુશ છે તો તેની લાઇફમાં બસ આટલું જ પુરતું છે. રીતલ, એકવાત પુછી??

"હમમમ....!! "

" તું હંમેશાં જ બીજા વિશે વિચારતી રહે કયારેક પોતાના વિશે પણ વિચારતી હોત તો..?? "

"તમે છો ને મારા વિશે વિચારવા માટે તો પછી હું ટેશન લઇ ને શું કામ ફરુ" આખોમાં આખ ખોવાઈ ગઈ ને રીતલ રવિન્દ સામું જોઈ રહી જાણે તે કંઈક પુછી રહી હોય.

વાતોમાં નિદર કયારે આવી તે ખબર ના રહી ને સવાર વહેલું થયું. રુટીન કામમાં રવિન્દ ફરી વ્યસ્ત બની ગયો ને રીતલ તે બોરીગ સમયથી હેરાન થઈ રહી હતી. આ ખાલી સમયથી તે થાકી રહી હતી. તે જેટલીવાર રવિન્દને કહેતી તેટલી વાર એક જવાબ મળતો કે બસ થોડાક દિવસનો ઈતજાર કરી લે ને તે જ આશા સાથે તે ફરી તે દિવસનો ઈતજાર કરતી. સમયની સાથે તેને ધણા દોસ્ત બનાવી લીધા પણ મન આ લંડનની ધરતી પર માનતું ન હતું. એવું ન હતું કે રવિન્દ તેના માટે સમય નહોતો કાઠતો જે પ્રેમ તે પહેલાં કરતો તેટલો જ પ્રેમ તે આજે પણ કરતો હતો એટલે જ તો દિવસ રાત એક કરી ને મહેનત કરતો હતો. રીતલના સપના પુરા કરવા તેને પહેલા તો એક ઘર ખરીદવું હતું તેની શોધખોળમાં હવે વધારે સમય તે વ્યસ્ત રહેતો તેમાં રીતલ સાથે નો સમય ઓછો થઇ ગયો. રીતલ પણ રવિન્દની ખુશી માટે હંમેશા હસ્તી રહેવાની કોશિશ કરતી આજ કાલ તો તેને પણ કેટલા નવા દોસ્ત બનાવી લીધા હતા તેમાં જ રવિન્દની ફેન્ડ સિધ્ધિ પણ તેની ફેન્ડ લિસ્ટમાં સામેલ હતી. સિધ્ધિ સાથે તે હંમેશા ખરીદી કરવા જતી બાકી તો ફી સમયમાં તેની સાથે કલાકો ફોનમાં વાતો કરતી. તેને અહીં એક ફેન્ડ સારી મળી હતી જેની સાથે તેને વધારે જામતું તેનાથી રવિન્દને પણ કંઈ પ્રોબ્લેમ ન હતી. સમય ખુશીથી ઉછળતા મોજાંની મસ્તીમાં ખોવાઈ જતો હતો ને બે પ્રેમી એકબીજાની ખુશી માટે બધું જ કરવા તૈયાર હતાં.

રવિન્દની મહેનત ફરી એકવાર રંગ લાવી ને તેને કામયાબીના શિખર પર પહોંચાડી દીધો. રીતલ માટે તેને એક ધર ખરીદયું જે જગ્યાએ બેસી રીતલ આરામથી પેન્ટીગ બનાવી શકે. નવા ઘરમાં રીતલ એકલી હતી પણ તેની ખુશી તેની સાથે હતી એટલે એકલું નહોતું લાગતું. આખો દિવસ તે કેનવાસમાં અલગ અલગ પેન્ટીગ બનાવતી. હવે તે પણ ખુશ હતી ને રવિન્દ પણ ખુશ હતો. બંનેના અલગ રસ્તા કામયાબીની ટોપ લેવલ પર હતા. રીતલની પેન્ટીગની બજારમાં માગ વધતી જતી હતી. સમય ખરેખર બધું જ બદલી દેય છે. બે અલગ વિચારો વાળા માણસો આજે એકવિચાર થઈ ગયા હતા. કામમાં સમય વધારે જતો એટલે એકબીજા માટે સમય ઓછો થતો જતો હતો. કયારેક કામથી ફુરસદ મળે તો બંને બેસી લાંબી વાતો કરી લેતા પણ જેટલા મોટા સપના તેટલું વધારે કામ.

"રવિન્દ, સમય કેટલો વહી ગયો ને આપણે આપણા સપના પુરા કરવામાં એક બીજા સાથે વાતચીત કરવાનું ભૂલી ગયા."

" જરૂરી થોડું છે આપણે પાસે બેસી વાતો કરીએ તો જ કરી કેહવાય. દિલ એકબીજા ને સમજે તે જ પુરતુ છે. "

" રવિન્દ તમારુ ને મારુ દિલ એક છે એટલે સમજે છે" વાતોમાં એમ જ બંને ખોવાય જતા ને સવારનો સુરજ ફરી એ વ્યસ્ત જિંદગી લ્ઈને આવી જતો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

એક જિંદગીની ખુશી લઇ ને આવી હતી તેમની સવાર શું આ પળ આમ જ ખુશીની લહેર લઇ ને ખીલતી રહશે કે હજૂ પણ કંઈ નવો ખેલ બાકી હશે??? વધતા કામની વચ્ચે જયારે એકબીજાથી બંને દૂર ભાગી રહ્યા છે ત્યારે પણ તેમનો પ્રેમ એમ જ વહેતા પણીની જેમ વહેતો રહશે કે કોઈ તોફાન તેના રસ્તા ને અલગ કરી દેશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ :)