પ્રકરણ 27
પ્રેમ અંગાર
વિશ્વાસે ઓફીસમાં અઠવાડીયાની રજા મૂકી. ફાઈનલ એક્ઝામ માથે છે તૈયારી કરવામાં અને પ્રોજેક્ટ પણ એનાં હાથમાં હતો એ જ એનાં માસ્ટર્સમાં વિષયને અનુરૂપ હોવાથી એના ઉપર જ ફોક્સ કરેલું બન્ને રીતે મદદરૂપ હતું એના રીસર્ચમાં આગળ વધી શકાય અને પોતાનાં અભ્યાસમાં પણ આજ પ્રોજેક્ટ રાખેલો. દિવસ રાત થઈ શકે એટલું વાચંન અને કોમ્પ્યુટર પર એ કામ કર્યા કરતો. આસ્થાની યાદમાં કવિતાઓ લખતો. ફોન પર વાત કરતો. આસ્થાને પણ એની ગ્રેજ્યુએસનની ફાઈનલ એક્ઝામ હતી બન્ને વારે વારે ફોન પર ગોષ્ઠી કરી લેતા. ઘણીવાર રાત્રે વાંચવામાંથી બ્રેક લઇ કલાકો વાત કરી ફ્રેશ થઈ જતાં. વિશ્વાસે કહ્યું એક્ઝામ પુરી થાય તરત જ તારે અને માં બન્નેએ તરત જ મુંબઈ આવવાનું છે આસ્થા કહે હેય મારા રાજકુમાર હું પવનવેગે આવી જઈશ બસ રાહ જ જોઊં આ પરીક્ષાઓ પસાર થઈ જાય.
વિશ્વાસ હવે સંપૂર્ણ ગંભીરતાથી વાંચનમાં અને એના પ્રોજેક્ટ પાછળ જ હતો. જાબાલી ઇશ્વા કે અંગિરા કોઈ એને ડીસ્ટર્બ નહોતું કરતું ના એણે કોઈ ચાન્સ આપ્યો આખો સમય એ કોલેજ – લાઇબ્રેરી કે પોતાના રૂમમાં કોમ્પ્યુટર પર જ હોય.
આમ ફાઈનલ એક્ઝામ સરસ રીતે પુરી થઈ ગઇ અહીં એક વીકનાં સમય અંતરે આસ્થાની પણ પરિક્ષાઓ પુરી થઈ ગઇ વિશ્વાસે પહેલું જ કામ આસ્થા અને માં ની મુંબઈની ટીકીટો કરાવી માં અને આસ્થા કોઈ તકલીફ વિના પહોંચે એટલે મતંગને જ ટેક્ષી દ્વારા અમદાવાદ એરપોર્ટ લઇ આવવાનાં અને બેસાડવાનાં અને અહીં એ એરપોર્ટ લેવા જશે આ બરાબર બધું નક્કી કર્યું શરદભાઈ તથા અનસુયાબહેન પણ ખૂબ ઉત્સાહમાં હતા કે મોટી આવશે ઘણાં સમયે. કાકુથ અને વસુમા પણ ખૂબ ખુશ હતા સૂર્યપ્રભાબહેન સાથે હતા એટલે નિશ્ચિંત હતા અને વિશ્વાસ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો.
વિશ્વાસ આજે સવારથી ઘડીયાળ જોયા કરતો હતો ક્યારે ફ્લાઇટનો સમય થાય અને એરપોર્ટ જઈ માં અને આસ્થાને લઈ આવું આજે માં આવવાની છે. આસ્થા અને માં બન્નેને એક આશ્ચર્યજનક વધામણી આપવાની છે. માંડ કાબૂ રાખી રહેલો. ઘડીયાળમાં જોયું કે સમય થઈ ગયો પોતાની કાર લઇને એરપોર્ટ પહોંચી ગયો.
સીક્યુરીટી અને ચેકીંગ નીપટાવી માં અને આસ્થાને જોયા અને દોડી માં ને પગે લાગી વળગી પડ્યો. બીજા હાથે આસ્થાને વ્હાલ કરી લીધું. વેલકમ ટુ મુંબઇ. બન્ને મારા હદયથી નજીક અને સમાયેલાં જ. પછી પાર્કીંગમાં ગાડીમાં સામાન ગોઠવ્યો. આસ્થા તો વિશ્વાસને જોતાં જ નહોતી ધરાતી. વિશ્વાસને આનંદથી જોયા જ કરતી હતી. એણે કહ્યું નવી કાર મુબારક. માં કહે તને ગમી છે ને ? વિશ્વાસ કહે મામાએ ચાવી આપી ત્યારે ખૂબ આશ્ચર્ય થયું કહે અમારા બધાનાં તરફથી ભેટ છે. માં કહે હા દીકરા મેં જ તારા મામાને કહેલું મારે વિશ્વાસને કંઇક આપવું છે મારા માટે જે છું એ બસ તું જ છે. મામા કહે શું આપવું છે ? મેં કહ્યું મેં ઘણાં પૈસા બચાવ્યા છે મારે વિશ્વાસને કાર આપવી છે તારા જ પૈસા છે જે બચાવ્યા છે મામા કહે ઠીક છે હું બધું મેનેજ કરું છું દિકરા નાના નાનીની પણ ઇચ્છા હતી આપવા કંઇક. આમ અમે બધાએ ભેગા થઈને તારી ગમતી ગીફ્ટ તને આપી છે.
વિશ્વાસ કહે ખૂબ ગમી અને આમ અચાનક મળી એટલે બહું જ ગમ્યું આસ્થા કહે તમારો તો વટ છે કહેવું પડે બધુ વગર માંગે જ મળી જાય છે કહીને વિશ્વાસ સામે જોઈ હસવા લાગી. વિશ્વાસે કહ્યું હા બધી જ ઉપરવાળાની મહેરબાની છે. આમ વાતો કરતાં કરતાં ક્યારે ઘર આવી ગયું ખબર જ ના પડી.
આજે ઘરમાં ઉત્સવનું વાતવરણ થઈ ગયું છે શરદભાઈ એમની બેન આવી છે એટલે આનંદીત હતા. અનસુયાબહેન જ્યારથી માં આવ્યા ત્યારથી વાતો કરતાં જ થાકતા નથી. વિશ્વાસ માથેથી એક્ઝામ પુરી થઇ ગઇ એટલે હળવો ફુલ હતો. આસ્થા આવી છે એટલે કંસારમાં જાણે ઘી ભળ્યું ખૂબ જ ખુશ હતો.
વિશ્વાસે સાંજે બધાનાં જમીને પરવાર્યા પછી બધાને સાથે બોલાવીને સુખદ ધડાકો કર્યો. એણે બધાની સામે ખુશ થતાં એલાન કર્યું માં અને આસ્થાનાં મુંબઇમાં પગલાં થયા સાથે જ મારા પર મેઇલ આવ્યો છે મારી ટ્રાન્સફર બેંગ્લોર કરવામાં આવી છે. મારો પગાર ત્રણ ગણો વધાર્યો ત્યાં મને મારો આગવો એપાર્ટમેન્ટ મળશે મારી કંપનીમાં મને ચીફ પ્રોજેક્ટ ઇનચાર્જ તરીકે પ્રમોશન મળ્યું છે. હજી હમણાં થોડોક સમય હું પછી અહીંનો પ્રોજેક્ટ પુરો કરી સોંપુ પછી મારે જવાનું છે.
હા ! પણ એક વાતનું દુઃખ જરૂર છે કે મારે અહીં તમને બધાને છોડીને જવાનું છે. ત્યાં હું એકલો પડીશ. ભાઈની કંપની મીસ કરશ અને મારા માતા પિતા સમાન મામા મામીની ખોટ જરૂર પડશે. શરદભાઈએ તરત કહ્યું “દિકરા પ્રગતિ માટે જે જરૂરી હોય કરવાનું જ હવે તું એકલો નથી આવા સરસ સમાચાર જાણી હૈયું આનંદીત થઈ ગયું તારા લગ્ન કરાવી લઇશ પછી આસ્થા વિશ્વાસ ત્યાં સાથે જ. આસ્થા સાંભળી શરમાઈ ગઇ. વિશ્વાસ માં, મામા, મામીને પગે લાગ્યો બધાનાં આશીર્વાદ લીધા. માં એ કહ્યું દિકરા બસ આમ તુ દિન પ્રતિદિન ખૂબ પ્રગતિ કરે ખૂબ સુખી થાય એવા જ આશીર્વાદ.
અનસૂયાબહેન કહે જમ્યા પહેલાં કહ્યું હોત તો સરસ મજાની વાનગીઓ બનાવીને બધાનું મોં મીઠું કરાવીને. શરદભાઈએ જાબાલી સામે જોયું જાબાલી કહે ચિંતા ન કરો મારી વ્યવસ્થા થઈ ગઈ છે હું બધા માટે ખૂબ સરસ વેરાયટીનો આઇસ્ક્રીમ લાવ્યો છું ચાલો હું બધાનું મોં મીઠું કરાવું. આમ બધાએ ખૂબ જ આનંદથી આઇસ્ક્રીમ ખાધો.”
વિશ્વાસ આસ્થાને લઇને બાલ્કનીમાં આવ્યો આસ્થાને કહ્યું આજે તમે લોકો થાકી ગયા હશો. આવતી કાલે હું ઘરે જ છું મેં બે દિવસની રજા લીધી છે આપણે ફરીશું મજા કરીશું. આસ્થાએ આજુબાજુ જોઇ લઇને પછી વિશ્વાસને વળગી ગઇ અને ચૂમી લઈ લીધી. વિશ્વાસે એને બાહોમાં ભરી વ્હાલ કરી લીધું બન્ને જણાં બાલ્કનીમાં હીંચકા ઉપર એકબીજામાં પરોવાઈને બેસી રહ્યા. વાતો કરતાં રહ્યાં. માં એ આવીને જોયું. બન્ને જણાં બેઠા છે એ તુરંત કંઇ જ અવાજ ના થાય એમ પાછા વળી ગયા.
સ્વાર્થી જ આસ્થા વિશ્વાસ ખુશ હતા. સાંજે બન્ને પ્રેમી પંખીડાને બધાએ છૂટા મૂકી દીધા હતા. જ્યાં જવું હોય ત્યાં જાવ. વિશ્વાસે ઘરમાં કહી જ દીધું હતું અમે બહાર જઈએ છીએ હવે રાત્રે જ આવીશું અમારી ચિંતા ના કરશો. માં એ કહ્યું ભલે દિકરા ખૂબ ફરી આનંદ કરી આવો. બન્ને જણાં માં ના આશિષ લઇને નીકળી ગયા. માં બન્નેને આનંદ કરતાં જતાં જોઈ ખૂબ જ ખુશ થયા અને સંતોષનો શ્વાસ લીધો.
વિશ્વાસે પાર્કીંગમાંથી કાર કાઢી આસ્થા બાજુમાં બેઠી અને પુરજોશમાં હંકારી દીધી. આસ્થાને આજે કંઇક અનોખી જ લાગણી થઈ રહી હતી. સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું પોતાનો માણીગર બાજુમાં બેઠો છે જેને ખૂબ ચાહ્યો માંગ્યો આજે મળી ગયો. વિશ્વાસની પ્રગતિ, મહેનત અને એને મળતું માન પ્રેમ જોઈ ખૂબ જ આનંદ થયો. વિશ્વાસ હવે ખૂબ પગભર થયો સમૃધ્ધિ વધતી રહી છે આજે સફળતાનાં શિખરે છે એ આજે મનોમન પ્રભુનો આભાર માની રહી છે. એ વિશ્વાસને ગાડીમાં જ વળગી ગઈ. વિશ્વાસ કહે મેડમ શું વિચારોમાં છો ? હવે હું પગભર થયો છું માં અને કાકુથને વાત કરી બસ જલ્દી જલ્દી મારી પાસે જ લઇ આવું. આસ્થા કહે “હું મા બાબાનો આભાર જ માની રહી હતી. બસ વિશુ હવે જુદા નહીં રહેવાય. વિશુ આમ તમારી પ્રગતિ જોઈને હૈયુ આનંદથી ઉભરાય છે. મારા વિશુ પર ખૂબ જ પ્રાઉડ થાય છે વિશુ પછી હું પણ તમારી ઓફીસમાં આવીશ તમારી સાથે કામ કરીશ. બસ આપણે સાથેને સાથે જ જુદા જ નહીં પડીએ. વિશ્વાસ કહે “એય પગલી મારી આશુ મારે તને રાણી બનાવીને રાખવી છે. કામ નહીં કરાવું હું સદાય તારામાં જીવીશ. હું જે કાંઇ કમાઇશ એ તારું જ તારે મારા દીલ ઘર જે કંઇ છે એ બધા પર બસ રાજ કરવાનું મને ખૂશ રાખવાનો અને આપણાં બાળકોનો સરસ ઉછેર કરવાનો તને મળેલા બધા જ સંસ્કાર શીખ આપણાં બાળકોને આપવાના એ જ જોઈએ.”
આસ્થા કહે “બસ હવે બહુ શરમાવો નહીં આપણાં લગ્ન થઈ જવા દો પછી આવી વાત કરો અને શરમાઈને વળગી પડી. વિશ્વાસે ગાડી શહેરની બહાર કાઢી પૂના હાઈવે તરફ લીધી અને આગળ જગ્યા જોઈને સાઇડમાં પાર્ક કરી આસ્થાનો ચહેરો હાથમાં લઈ આંખોમાં આંખ મિલાવી કહ્યું “એય આશુ હવે બધું જ તારું હું તને જ સમર્પિત. હવે મારી ટ્રાન્સફર થયા પછી બધી જ ગોઠવણ થયા બાદ આપણે લગ્ન કરી લઇશું હવે વિરહ નહીં સહેવાય મને તારી પાસેથી ખૂબ પ્રેમ, વફાદારી ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ ઉત્તમ સંસ્કારી સંતાન બીજું કાંઇ ના જોઈએ. પૈસો કમાઇ લાવ્યુ મારું કામ ફરજ છે બાકી બધું જ તારે સંભાળવાનું હું સતત તારી સાથે રહું સાનિધ્યમાં રહું તને તારાં કામમાં ખૂબ મદદ કરું એવા એવા સપના છે. એક ખાસ વાત તને કહું અહીં થોડા વરસો રહી સારા પૈસા કમાઈ બચાવીને રાણીવાવ આપણાં ઘરે જ ખેતરમાં સરસ મજાનું વિશાળ ઘર હોય અને કુદરતનાં ખોળામાં આપણે પ્રેમ કરતાં નિશ્ચિંત થઈને જીવીશું કાકુથે સમજાવેલ વેદ-ગ્રંથો ભણીશું અને માં બાબાનો સાક્ષાત્કાર કરીશું મારા આવા બધા સપના છે. આસ્થા વિશ્વાસની સામે જોઈ રહી અને પ્રેમઅમૃત પીતી રહી એને ખૂબ જ આનંદ થયો કે વિશ્વાસ શહેરમાં આવી અહીંની જહોજલાલી પૈસો ફેશન રંગ નથી ચઢ્યા એ સ્વભાવે હજી એવો જ છે એણે વિશ્વાસને હોઠ પર ચુંબન કરી લીધું કહ્યું મને ખૂબ જ ગમ્યું. બસઆવોજ હોય મારો વિશ્વાસ. હું કુદરતની રુણી છું મને તમારા જેવો વર મળ્યો પ્રેમી મળ્યો. મને જીવતા જ સ્વર્ગ મળી ગયું. જીવતાં જ સંગતમાં હું મોક્ષ પણ પામી જઈશ સેવા અડગ વિશ્વાસ છે. તમારા નામમાં ગુણ ખૂબ બધા ઊંડા છે. લવ યુ વિશ કહીને ખૂબ પ્રેમ કરવા લાગી.
વિશ્વાસ કહે હજી બાકી રાખ અહીં આગળ એક ખૂબ સરસ રીસોર્ટ છે આપણે ત્યાં જઇએ છીએ. ખૂબ સુંદર વૃક્ષો લીલોતરી અને સુંદર લેન્ડસ્કેપ છે. નિરાંત અને શાંતિ છે ચલ પહેલાં ત્યાં પહોંચી જઇએ પછી હું તને લૂંટી મારી જાત લુંટાવી દઇશ. એમ કહી હસતા હસતાં કાર દોડાવી.
પ્રકરણ 27 સમાપ્ત
પ્રકરણ : 28 માં વાંચો આસ્થા અંગિરા વચ્ચેની સમજણ……..