Thar Mrusthal - 10 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | થાર મરુસ્થળ (ભાગ-૧૦)

Featured Books
Categories
Share

થાર મરુસ્થળ (ભાગ-૧૦)



"તમે યુવાન છો,તમેં કઈ પણ કરી શકો છો.ઘરનો એક ખૂણો પકડી લેવાથી દુનીયા તમને યાદ નહિ કરે.
અહીં અવાનો પણ તમારો એક મકસદ હોવો જોઈએ"

લી.કલ્પેશ દિયોરા.


જો મિલન આપણી પાસે હવે આજ સાંજ સુધીની જ ખાવાની વસ્તુ છે.કાલે સવારે કોઈને કઈ મળવાનું નથી.એ પણ થોડો થોડો બધા પાસે નાસ્તો છે,અને પાણી પણ હવે પૂરું થઈ જાય એમ છે.પાણીની ફક્ત ત્રણ બોટલ જ છે.ગમે તેમ કરી આજ કોઈને કોઈ ગામ ગોતવું જ પડશે.

****************

સાંજ પડવાને થોડી જ વાર હતી.કિશન મને આગળ કોઈ નાની ઝુંપડી જેવું દેખાય રહયું છે.અહીંથી દૂર નથી,નજીક જ છે.ત્યાં કોઈ માણસ હોઈ શકે છે.
બધાના શરીરમાં થોડા જીવ આવિયા.

કઈ બાજુ અવની?મને તો કહી દેખાય રહીયું નથી.
તું ઊંટને સીધી દિશામાં ચલાવ હમણે થોડીવારમાં દેખાશે.પવનને કારણે રેતીની આંધી આવી છે,માટે દેખાય નથી રહ્યું,મને એવું લાગે છે.મેં મારી નજરે જોયું.તમે લોકો મારા પર વિશ્વાસ કરો.

અવની તને કઈ દેખાયું એ જ સારી વાત છે.બાકી આપણે કઈ દિશામાં જઈ રહિયા છીએ એ પણ
નથી ખબર.મને તો એવું લાગે છે કે એ ગામ જ હશે.
થોડી જ વારમાં બધાને તે ઝૂંપડી દેખાણી બધાના ચહેરા પર ખુશી હતી.

થોડીજવારમાં બધા ઝુંપડી પાસે આવી ગયા,પણ આજુબાજુમાં કઈ દેખાય રહીયું ન હતું.ત્યાં જ સોનલે પાછળ જઈને રાડ પાડી.

શું થયું સોનલ..!!!મિલને પાછળ જઈને તપાસ કરી તો ત્યાં ઘણાબધા હાડપીંજર પડીયા હતા.કોઈએ અહીં કબ્રસ્તાન બનાવું હોઈ એવું લાગી રહ્યું હતું.
નહીં મહેશ આપણે અહીં નથી રહેવું કોઈ બીજી જગ્યાએ જઈએ.

સોનલ રાત્રીના આંઠ વાગી ગયા છે.આગળ જવા માટે
કોઈ આપણી પાસે રસ્તો નથી.અહીં રેગીસ્તાન માં જંગલી જાનવારો પણ હોઈ છે,અને પગમાં સાપ પણ આવી શકે છે.આજની રાત અહીં કબ્રસ્તાનમાં જ આપડે રેહવું પડશે.

આપણને એમ હતું કે અહીં કોઈ ગામ છે,કોઈ માણસ હશે,પણ અહીં આવિયા ત્યારે ખબર પડી કે આ એક કબ્રસ્તાન છે,હવે આપડે આગળ જઈ શકીએ તેમ નથી.આજની રાત આપડે અહીં કબ્રસ્તાનમાં જ રહીને પ્રસાર કરવાની છે.અને હા,રાત્રે આ ઝૂંપડીના પાછળના ભાગ પર કોઈએ જાવું નહિ.

ડરવાની કોઈએ જરૂર નથી.આપણે બધા એક સાથે જ છીએ કોઈને કઈ પણ થાય બધા જ તેની મદદ કરશે.હા,નાસ્તો આજ રાતનો જ છે,આપણી પાસે
અને પાણી પણ આજ બધાને થઇ રહે એટલું જ છે.

બધાને કડકડતી ભૂખ લાગી હતી,પેટમાં નાખવું કોઇને ગમતું ન હતું.કબ્રસ્તાનમાં કોને નાસ્તો કરવો ગમે..!!
તો પણ બધા એ થોડો થોડો નાસ્તો કર્યો.મિલન આજુ બાજુ ધ્યાન રાખજે.અહીં ઘણા જીવ જતું છે.અહીં બાજુમાં હાડપીંજર છે,તો રાત્રે બાજ અને સમડી પણ આવી શકે છે.

મારા દાદા કહેતા કે રાત્રે રેગીસ્તાનમાં લૂંટારા આવતા તેવો આવીને લૂંટ ચલાવતા.

માધવી તારા દાદા રેગીસ્તાનની જ વાર્તા કહેતા કે કોઈ
બીજી વાર્તા કહેતા.મારા દાદા આમ કહેતા મારા દાદા
આમ કહેતા જ્યાં બેસીએ ત્યાં શરૂ થઈ જાય.તને ડર નો લાગતો હોઈ પણ બીજાને તો ડર લાગતો હોઈને..!!

મિલન હું તો ખાલી બસ એમ જ કહી રહી છું.અને મારા દાદા ઘણી વાર્તા કહેતા એકલી રેગીસ્તાનની નહિ.નથી કરવી વાત મારે હવે..!!!

નહીં માધવી મિલન તો કે તું કે ને ઘણી પુરાણી કહાની
સાચી પણ હોઈ મને ગમે.અને હજુ પણ અહીં રેગીસ્તાનમાં લૂંટારા જોવા મળે છે.માણસોને જોઈને તેવોનો માલ-સામાન લૂંટી લે છે.

હા,મારા દાદા એમ જ કહેતા અમરસિંહ કરીને એક રેગીસ્તાનમાં લૂંટારો હતો.એ રેગીસ્તાનનો જાણકાર હતો.કયારે ક્યાં આંધી આવશે ક્યાં નદી છે.બધી જ તેની પાસે માહિતી હતી.તે રાત દિવસ રેગીસ્તાનમાં જ રહેતો તો.તે રેગીસ્તાનનો રાજા કહેવાતો.ઘણા બધા રાજા મહારાજા સાથે તેમને સારા સબંધ હતા.

એક વખત એક રાજા તેનો ખજાનો લઈ કોઈ સારી જગ્યા પર રેગીસ્તાનમાં મુકવા માટે જઈ રહ્યો હતો.
તે ખજાનો લઈ જાય છે,તેની જાણ અમરસિંહને થઈ.
તે જલ્દી ઊંટને લઈ તે રાજા પાસે ગયો.

રાજાને કહ્યું આ તારો બધો ખજાનો મને આપી દે
નહીં તો હું તને અહીંથી જીવતો જવા નહિ દવ.
રાજા એ ખજાનો આપવાની ના પાડી.પણ અમરસિંહ એ તેનો પીછો કર્યો.અંતે રાજા અડધો ખજાનો આપવા તૈયાર થયો.પણ અમરસિંહને બધો જ ખજાનો જોતો હતો.અંતે બંને વચ્ચે મારા મારી થઈ
અને અંતે રાજા અને રાજાના બધા જ સૈનિકને અમરસિંહના સાથીઓ એ કપટ કરીને મારી નાખીયા અને બધો ખજાનો લઈ ગયા.રેગીસ્તાનમાં આ જ રીતે લોકોને મારી નાંખતા આ એવા જ કોઈ લોકોના હાડપીંજર હશે.

તો પછી અમરસિંહ એ ખજાનો ક્યાં મુક્યો એ તારા દાદાને નોહતી ખબર.જો તારા દાદાને તને કહ્યું હોય કે ખજાનો આ જગ્યા પર છે,તો હું શોધ કરું અહીં રેગીસ્તાનમાં.

બધા હસી પડીયા.મિલન તું મારી મઝાકનો કર.
માધવી એ બધી પહેલાની વાતો છે,અત્યારે કોણ આવે અહીં લૂંટ કરવા.અને તારી પાસે પેહલા રાજા જેવો ખજાનો તો છે નહીં કે તેવો તે ખજાનાને લૂંટીને લઈ જાય.

કોઈને નિંદર નોહતી આવી રહી.બધા જ એકબીજાની સામે જોઇ રહિયા હતા.બધાના ચહેરા પર મૃત્યુનો ભય હતો.હવે એક જ લક્ષ હતું કે ગમે તેમ કરી
આ રેગીસ્તાનમાંથી બહાર નીકળવું

*************ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)