Mitrata in Gujarati Motivational Stories by Tasleem Shal books and stories PDF | મિત્રતા

Featured Books
Categories
Share

મિત્રતા

મિત્રતા ના અર્થ,વિચાર,વ્યાખ્યા બધું ઘણું જુદું છે..અને બધા ના મિત્રતા વિશે ના વિચાર પણ જુદા છે...આથી તેને એક શબ્દ માં કે એક વાક્ય માં તો નહીં કહી શકાય... પણ મારા શબ્દ માં કહેવા ની કોશિશ કરીશ...


મિત્રતા,દોસ્તી,ફ્રેન્ડશીપ.... "નામ ગમે તે હોય પણ સંબંધ એક જ...."

મિત્રતા એટલે...."શબ્દ એક પણ અર્થ જુદા જુદા...."

મિત્રતા એટલે "વ્યાખ્યા એક પણ વિચાર જુદા જુદા...."

મિત્રતા એટલે "સ્નેહ ના સેતુ થી બંધાતો સંબંધ...."

મિત્રતા એટલે "બે પ્રેમીઓ ના પ્રેમ ને અભૂતપૂર્વ રીતે જોડતો સંબંધ...."


કોઈ પણ સંબંધ ને એક વ્યાખ્યા માં કે એક શબ્દ માં ન બાંધી શકાય....તો પછી આ તો મિત્રતા છે,તો આને કઇ રીતે એક વિચાર માં બાંધી શકાય....


મિત્રતા એ એક એવો સંબંધ છે જે માણસ ને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે,કોઈ પણ સંબંધ માં મળી શકે છે....એ માત્ર બે પુરુષ કે બે સ્ત્રી વચ્ચે નો સંબંધ નથી....પણ એક એવો સંબંધ છે જે બધા સંબંધો સાથે જોડાયેલો જ હોઈ છે...બસ એનો અહેસાસ ક્યારેક વહેલો તો ક્યારેક મોડો થાય છે...


મિત્રતા એ માત્ર બે અજાણ્યા વ્યક્તિ જ્યારે એક બીજાને જાણે, સમજે અને એક બીજા સાથે જોડાય ત્યારે તે સંબંધ ને મિત્રતા નું નામ આપે એટલા પૂરતી સીમિત નથી...પણ મિત્રતા એક એવો સંબંધ છે જે આપણા દરેક સંબંધ સાથે જોડાયેલો છે....એ પછી માઁ-બાપ હોઈ કે પતિ-પત્નિ....ભાઈ-બહેન હોઈ કે દિયર-ભાભી....એ સંબંધ ભલે ગમે તે હોય પણ તે બધા માં મિત્રતા જોવા મળે જ છે...બસ એનું પ્રમાણ ક્યારેક વધારે તો ક્યારેક ઓછું હોય છે.....


મિત્રતા કેવા વ્યક્તિ સાથે કરવી અને કેવા વ્યક્તિ સાથે ન કરવી એના કોઈ નિયમ નથી....એ તો બસ દિલ થી કોઈ અજાણ્યા ને પોતાનું માનવું અને એના પર વિશ્વાસ કરી નિભાવાતો સંબંધ છે...તેમ છતાં હમેંશા એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી જે આપણા સુખ દુઃખ માં હમેંશા સાથે રહે....અને જે આપણને હમેંશા સાચો રસ્તો બતાવે.....


બધી જ વસ્તુ કે વ્યક્તિ ના હમેંશા બે પાસાં હોય છે...એક સારો અને એક ખરાબ...તેમ ક્યારેક જો મિત્રતા ખરાબ વ્યક્તિ સાથે થઈ જાય તો માણસ ની ઝીંદગી તો ખરાબ થાય છે સાથે સાથે તે પોતાના પરિવાર થી પણ દૂર થઈ જાય છે...અને આવા લોકો ક્યારેક મિત્રતા જેવા પવિત્ર સંબંધ ને પણ બદનામ કરે છે....અને હાલ social network ને લીધે આવા કિસ્સા રોજ સાંભળવા મળે જ છે....તો આવી મિત્રતા થી હમેંશા દૂર જ રહેવું એ જ દરેક વ્યક્તિ માટે હિતાવહ છે...


જ્યાં સુધી આપણે ખુદ પોતાના અને પોતાના પરિવાર ના સારા મિત્ર નહીં બની શકીએ ત્યાં સુધી બીજા વ્યક્તિ ના સારા મિત્ર નહીં બની શકીએ...અને કોઈ સાથે મિત્રતા નો સંબંધ સારી રીતે નહીં નિભાવી શકીએ.....



મિત્રતા એટલે "એક દિલ થી નિભાવવા માં આવતો સંબંધ...જેમાં ક્યારેય કોઈ છળ કે કપટ હોતા નથી.....તેમાં માત્ર વિશ્વાસ અને પ્રેમ હોય છે.."


મિત્રતા એટલે "આપણા મિત્ર ના દરેક સુખ દુઃખ માં તેનો સાથ આપવો અને જ્યારે આપણે મુસીબત માં હોઈએ કે ખૂબ જ ખુશ હોઈએ ત્યારે આ વાત જેને સૌથી પહેલા કહેવા નું મન થાય એ જ સાચો મિત્ર...અને એ જ સાચી મિત્રતા....."


કહેવાય છે કે દુનિયામાં સૌથી વધુ જો કોઈ સંબંધ પવિત્ર હોય તે એ પ્રેમ છે....આ વાત જેટલી સત્ય છે તેટલું સત્ય એ પણ છે કે..."પ્રેમ નું પહેલું પગથિયું એટલે મિત્રતા"



વ્યાખ્યા તો ઘણી છે મિત્રતા ની પણ મારા માટે મિત્રતા એટલે....."પ્રેમ,વિશ્વાસ અને દિલ થી નિભાવતો સંબંધ એટલે મિત્રતા..."