Hello friends...
આગળ ના પાર્ટ માં આપણે જોયું કે દરેક મિત્રો આયુષ ની ગિફ્ટ લઈ લે છે. અને એના બીજા દિવસે જ તેમનો પ્રોગ્રામ હોવાથી બધી તૈયારી કરતા હોય છે.
હવે આગળ......
♥️ ?♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️
?? ?? ?? ?? ?? ?? ?? ?? ??
આજે party હોવાથી 8 વાગ્યે party hall માં પહોંચી જવાનું હતું. તેથી ચારેય girls સવારના 5 વાગ્યામાં જ આયુષ ના ઘરે પહોંચી ગઈ અને તૈયાર થવા લાગી. દરેકની બધી જ વસ્તુઓ સરખી જ હતી. નેકલેસ થી લઈને માથાની પીન પણ એકજ ડિઝાઇન અને પોતાના કપડાં ને મેચિંગ કલર ની હતી. તૈયાર થયા પછી બધા જ આયુષ ના ઘરે નાસ્તો કર્યો. આજે બધા exited હતા. દરેક આજે ખૂબ સુંદર લાગી રહ્યા હતા. આયુષ તો પૂર્વી ઉપર ફિદા જ થઈ ગયો પણ આયુષ પણ આજે એકદમ હટકે લાગતો હતો. ત્યારબાદ રામકાકીએ બધાંની નજર ઉતારી અને દહીં સાકર ખવડાવ્યા. બધા તેમને પગે લાગી party માં જાવા નીકળ્યા ત્યાંજ આયુષ બોલ્યો
"એક મિનિટ આજે મેં એક સરસ વ્યવસ્થા કરી છે તમારા માટે"
બધા :"શું???"
આયુષ :"બહાર પાર્કિંગ તરફ ચાલો. ''
પાર્કિંગ માં બધાના કપડાને મેચ કલર ની ચાર odi હોય છે. દરેક તે જોઈને ખૂશ થઈ જાય છે અને પૂર્વી તો આયુષ ને hug પણ કરી લે છે.
આયુષ :" જોયું હવે entry એકદમ હટકે લાગશે. "
All:"????"
પિયા :" ચાલો જઈએ લેટ થઈ છે. પછી સાંજે 7 વાગે આવીને જમવાનું બનવાનું છે. "
આયુષ:"(સૃષ્ટિના અંદાજમાં) દરેક માટે એક ખુશખબર હૈ કિ આજ રાત હમ સબ તુલસી રેસ્ટોરન્ટમાં જમવા જવાના છીએ. "
સૃષ્ટિ:"????મારો ચેપ લાગી ગયો હે "
વિહાન ":ચાલો હવે.."
પછી બધા પોતાની મેચિંગ ગાડીમાં બેસીને નિકળી ગયા પાર્ટી હોલ તરફ. ...
પાર્ટી હોલ નું ડેકોરેશન એકદમ જોરદાર હોય છે. એક મોટું ફૂલો થઈ સજાવેલું સ્ટેજ અને સ્ટેજની પાછળ કોલેજ નું બોર્ડ. ત્યાંજ જમણી બાજુ એક ટેબલ પાસે માં શારદા ની મૂર્તિ હોય છે. આખો હોલ ભાત ભાત ના ફૂલો થઈ શનગરેલો હોય છે. નીચે બેઠક વ્યવસ્થા હોય છે. પાર્ટી અરેન્જમેન્ટ ના લોકો આવી ગયા હોય છે. હોલ ની બહાર મેદાન માં નાસ્તા ની વ્યવસ્થા હોય છે આખો હોલ મધમધિ રહ્યો હોય છે. 8 વાગી ગયા છે. બધા મહેમાન, પ્રોફેસર, લેક્ચરર, આચાર્ય, ટ્રસ્ટી તથા વિદ્યાર્થીઓ આવી ગયા છે. બધા ખૂબ જ ખુશ હોય છે.
8:05 થતા આચાર્યના કહેવાથી G.S. ગોવિંદ સ્ટેજ પર આવે છે.
ગોવિંદ :" good morning evryone. આજની ફ્રેશર પાર્ટી મા આવવા બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર . આ પાર્ટી માં દરેક વિદ્યાર્થીઓ તેમની કોલેજ ની માહિતી અને તેની ઇતરપ્રવૃત્તિની માહિતીની સાથે ખૂબ જ એન્જોયમેન્ટ માટેની છે. આથી તેનો દોર તેમના ankering માટે 'રાધેય' ગ્રુપ ને હું બોલાવીસ. આપનો આગળ નો કાર્યક્રમ તેઓ સંભળશે. તો સ્વાગત છે ગ્રુપ રાધેય નું"
આટલું કહી ગોવિંદ ઉતરી ગયો અને હોલની બધી લાઇટ્સ બંધ થઇ ગઇ. સ્ટેજ પરથી અવાજ આવ્યો. ખૂબ જ મીઠો, જાણે ખળખળ વહેતા ઝરણાં નો અવાજ. આ અવાજ હતો પૂર્વીનો. .
"હજારો સૂર્યોથી ભરેલી આકાશગંગા નો એક આપનો સૂર્ય,
તે સૂર્યની સૂર્યમાળા માં પરોવાયેલી આપણી પૃથ્વી,
પૃથ્વી નો આપણી મહાન દેશ ભારત,
ભારતનું સુસંસ્કૃત લાગણીસભર રાજય ગુજરાત,
અને
ગુજરાત નું ડાયમંડ સીટી ગણાતું આપણું સુંદર સુરત,
અને,,,
સુરત માં ભાવિ દિગ્ગજો તૈયાર કરતી આપણી કોલેજ...."
એટલું પૂરું થતા બધે સ્ટેજ પર પ્રકાશ ફેલાયો અને સૌને એક અપ્સરાસમી સુંદરી પૂર્વી અને આયુષ એકબીજા ની પાસે ઉભા હતા. પૂર્વી એ આજે કોઈ સાધુ નું તપોભંગ કરવા સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા. આજે તો પૂર્વી ને જોઈને college ના યુવાનો ના હૃદય બંધ પડી ગયા. તેને આજે રેડ કલર નું ગાઉન પહેરેલું, high hill ના સેન્ડલ પર , જમણા હાથ ની ટેડ કલર ની ઘડિયાળ , ડાબા હાથમાં બ્રેસલેટ, ગાળામાં સુંદર ડાયમંડ નેકલેસ, તેવાજ કાનના લટકણ.. ચહેરો તો કોઈ મેકઅપ વગર જ સુંદર , તીણી આંખોમાં માત્ર આંજણ, કાળા વાળમાં માત્ર પફ કરેલો હતો. સામે આયુશે લાલ રંગના શર્ટ પાર કાળો કોટ પહેરેલા. વાળને સેટ કરીને કલીનસેવ કરેલો તે કોઈ હીરો થી પણ વધારે હેન્ડસમ લાગતો હતો.
ત્યારબાદ આયુશેના પ્રિન્સિપાલ પ્રોફેસર મહેમાનો નું અભિવાદન કર્યું. આમ કાર્યક્રમ આગળવધ્યો. દિપજ્યોતિ થઈ, પ્રેયર કરવામાં આવી. પછી આચાર્ય નું વક્તવ્ય રજુ કર્યું મહેમાનો , જેમના માટે પાર્ટી હતી તેવા ફ્રેશર કોલેજ ના પ્રિન્સીપાલ, પ્રોફેસર વગેરે નું સ્વાગત કર્યું. આમ કાર્યક્રમ આગળ વધ્યો. દિપજ્યોતિ થઈ. પછી આચાર્ય શ્રી એ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરી વક્તવ્ય આપ્યુ. ત્યારબાદ મુખ્ય મહેમાનનું પણ વક્તવ્ય રજુ કરવામાં આવ્યું.
હવે 12:45 થઈ એટલે પૂર્વી બોલી કે આ દરેક કાર્ય બાદ એક મહત્વની વાત એ છે કે દરેકની ઈચ્છા પ્રમાણે બહાર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી આપ સૌ નવા વીંન્તિ છે કે ભોજનથી પરિતૃપ્ત થઈને ફરીથી 1 વાગ્યે અહીં હાજર થઈ જાય.
ત્યારપછી બધા જમવા ગયા. 1 વાગે ફરીથી કાર્યક્રમ શરુ થાય છે. આ વખતે એન્કરિંગ પિયા અને શુભમ કરે છે. પિયા અને શુભમે આજે લાઈટ પિંક કલર નું કોમ્બિનેશન કરેલું હતું. હોવી બધી સ્પર્ધઓ શરૂ કરવામાં આવી. એક પછી એક ગ્રુપ નાટક, એકાંકી નાટક, વકતૃત્વ તથા સોલો ડાન્સ જેવું કાર્યક્રમો હતા. 2:30 થતા જ તેઓ પોતાનું એન્કરિંગ ધૈર્ય અને મેઘા ને સોંપે છે. તે બંને આજે ગ્રીન કલર નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. હસમુખી મેઘા આજે કોઈ રંગીન દુનિયાની પરી લાગે છે. સામે ધૈર્ય ઊંચો અને મજબૂત બાંધા નો કસરતી શરીર સાથે સરસ લાગે છે. તેઓ ગરબા, ક્લાસિકલ ડાન્સ, ફોક ડાન્સ, અને શાસ્ત્રીય સંગીત નું પ્રોગ્રામ થાય છે. આમ જ 4:30 વાગી જજાય છે હવે છેલ્લી પ્રવુતિ તેમની કપલ ડાન્સ ની છે. બધા ખૂબ ઉત્સુક છે મેઘા એનઉન્સ કરે છે કે સૌથી છેલ્લે અત્યાર સુધી બેસવા મજબૂર કરતી કૃતિ એટલે કે કપલ ડાન્સ. ધૈર્ય કહે છે કે આ કૃતિ અમારા ગ્રુપ રાધેય દ્વારા તૈયાર કરવામાં આવી છે
ત્યાં જ લાઇટ્સ ઓફ થઈ જાય છે. અને song ની શરૂઆત થાય છે. સસ્ટેજની બંને તરફ લાઈટ પડે છે. એકબાજુ સુષ્ટિ અને બીજી બાજુ વિહાન હોય છે. બંને એ યેલો કલર નું કોમ્બિનેશન કરેલું હોય છે. થોડી ઘઉંવર્ણી સૃષ્ટિ પાર આ ગાઉન ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. તેઓ કપલ ડાન્સ નું એક સ્ટેપ કરે છે. ત્યાંજ લાઈટ બંધ થઇ જાય છે. અને શુભમ અને પિયા એકબાજુ અને બીજીબાજુ ધૈર્ય અને મેઘા હોય છે. હવે ત્રણેય કપલ એકસાથે ડાન્સ ના સ્ટેપ્સ કરે છે. અને ફરીથી લાઈટ બંધ થાય છે હવે માત્ર બે બાજુ પ્રકાશ હોય છે એક તરફ આયુષ બીજી તરફ પૂર્વી. તેમની જોડી તદ્દન રાધા કૃષ્ણ જેવી લાગી રહી હતી. ધીમે ધીમે નજીક આવે છે અને ડાન્સ નું એક સ્ટેપ કરે છે. પછી બધી જ લાઇટ્સ ઓન થઈ જાય છે. આ સાથે ચારેય કપલ્સ એક સાથે ડાન્સ કરે છે. ચારેય બોયસ પોતાની મનની મણકને પોતાના તાલે એકસાથે થારકાવી રહ્યાં છે. સ્ટેજ નીચે પણ બધા તેમને જોવામાં ખુશ છે. છેલ્લે ડાન્સ ની પૂર્ણાહુતી વખતે ચારેય પોતાની પાર્ટનર ને ગોળ ફેરવીને પોતાની તરફ ખેંચી ને તેની આંખોમાં આંખો નાખે છે. આ દ્રશ્ય માં ઘણા એ તેમના ફોટા પણ લાઇ લીધા. અને તરત જ લાઈટ બંધ થઈ જાય છે. હવે સ્ટેજ પર માત્ર ધૈર્ય અને મેઘા રહે છે. આ દરમિયાન આખો હોલ રાધેય અને once more ની બુમો થઈ ભરાય જય છે. હવે ફરીથી બ્રેક હોવાથી બહાર જાય છે. થોડો નાસ્તો કરે છે.
5:20 એ પ્રોગ્રામ ફરી થી શરૂ થાય છે. આ વખતે સૃષ્ટિ અને વિહાન એન્કરિંગ કરે છે. તેઓ આચાર્ય ને સ્ટેજ પર બોલાવે છે. અને કાર્યક્રમ વિશે થોડું કહેવા કહે છે. 5:45 વાગી જય છે. એટલે સૃષ્ટિ પોતાના આગવા અંદાજ માં મુખ્ય મહેમાન ને સ્ટેજ પર બોલાવે છે. અને કાર્યક્રમ ની વિજેતા કૃતિ કકહેવા જણાવે છે. મહેમાન સ્ટેજ પર આવે છે અને કહે છે
"તમારી કોલેજ વિશે આમ તો કઈ કહેવું જ ના પડે એટલે સીધા વિષય પર આવીએ. દરેકે દરેક કૃતિ ખૂબ સુંદર હતી. પોતાની કૃતિ પાર દરેકે ચાર ચાંદ લગાવી દીધા. આથી દરેક કૃતિ માટે સૌપ્રથમ એક વાર તાલીઓનો પડીએ (બધા તાળીઓ પAપાડે છે) હવે દરેકને જેની ઉત્સુકતા છે તે સૌપ્રથમ દ્વિતીય ક્રમાંક પર આવે છે કિસન ચૌહાણ જેમને કૃષ્ણ અને માનવ પાર ખૂબ સરસ વક્તૃત્વ આપેલું હતું. "
કિસન સ્ટેજ પર જાય છે. તેને પ્રિન્સીપાલ ના હસ્તે ₹.2500 નું ઇનામ અને એક ટ્રોફી આપવામાં આવે છે.
મુખ્ય મહેમાન : "હવે આપ સૌ જાણો જ છો કે પ્રથમ ક્રમાંક પર કોણ છે છતાં હું જાણ કરું છું. " દરેક ના હૈયા સ્થિર થઈ જાય છે. હોલ માં pin drop scilent છે. અને મહેમાન બોલે છે. " તો પ્રથમ ક્રમાંક પાર આવે છે કપલ ડાન્સ કરનાર રાધેય ગ્રુપ. "
બધા જ એકબીજા ને ભેટી પડે છે પછી બધા સ્ટેજ પર જાય છે મહેમાન દરેક ને અભિવાદન કરે છે. તથા દરેકને ₹.2500 અને એક ટ્રોફી અને દરેક ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. આમ જ 6:15 થઈ ગઈ. હોવી બધા એકબીજા સાથે મળીને ડાન્સ કરવા લાગ્યા. સ્ટેજ ની નીચે પણ ખુરશીઓ એકબાજુ થઈ ગઈ અને બધા એક સાથે ઝૂમી ઉઠ્યા. ક્યારે 7 વાગ્યા તે ખબર પણ ના પાડી પછી પ્રિન્સીપાલ આભારવિધિ કરી અને બધા બહાર નીકળી ગયા.
આજે રાધેય ગ્રુપ ખૂબ જ ખુશ હોય છે બધા બહાર આવી.
આયુષ :"બોલો હોવી શુ કરવું છે?"
પિયા :"અત્યારે તારા ઘરે જઈએ ફ્રેશ થઈએ એને પછી જમવા જઈએ "
સૃષ્ટિ :"ઠીક હૈ જલ્દી ચાલો(વિહનનો હાથ ખેંચતા) ચાલ જલ્દી બવ ભૂખ લાગી છે"
આયુષ:"કhalo બધા ઘરે જઈએ"
...loding.....
♥️?♥️?♥️?♥️?♥️?♥️
Sorry friends,
હમણાં ઘરના ઘણા કામ અને exams ચાલતી હોવાથી ભાગ લખી ના શકી.
આગળ થઈ ઉતાવળેઅપલોડ કરી દઈશ
આ મારી પ્રથમ વાર્તા છે એટલે મને સુધરા વધારા કરવા અંગે માર્ગદર્શન આપો તેવી વિનંતી
Thank યૌ ....