pruthvi ek prem katha bhag - 44 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 44

Featured Books
Categories
Share

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 44

આપણે આગળ ના ભાગ માં જોયું કે અંગદ એ સારંગદેશ ના કેદ ખાના માં છે ,આર્દ્રા અંગદ ને એ કેદ ખાના માથી બહાર કાઢે છે અને સારંગદેશ ની સંપૂર્ણ હકીકત અંગદ ને જણાવે છે ,એમાં એ એક દિવ્ય અશ્વ વિષે જણાવે છે જે એક અશ્વત્થ નામ ના વૃક્ષ ની જાણકારી આપે છે ,આર્દ્રા જણાવે છે કે અશ્વત્થ વૃક્ષ માં અનેક રહસ્યો છે જે કદાચ પૃથ્વી ની પાછા લાવવા માં મદદ કરી શકે છે, એ વાત જાણી અંગદ આર્દ્રા ને એ અશ્વ સારંગ દેશ માં થી બહાર લઈ જવા માં મદદ કરે છે,આર્દ્રા અને અંગદ એ અશ્વ પર સવાર થઈ ને જંગલ ના રસ્તા થી ભાગી નીકળે છે ,ત્યાં સારંગદેશ ના દુશ્મન werewolf એમના પર આક્રમણ કરી દે છે ,ત્યાં અવિનાશ અને વિશ્વા ઉચિત સમય પર આવી ને એ લોકો ને બચાવી લે છે,અંગદ એ લોકો નો પરિચય આર્દ્રા સાથે કરાવે છે ,આર્દ્રા અશ્વત્થ વૃક્ષ વિષે તેઓ ને પણ જણાવે છે.

હવે ક્રમશ : ...............

અવિનાશ : જો આર્દ્રા ની વાત સત્ય છે ,તો બની શકે આપણ ને માયાપૂર સુધી પહોચવાનો કોઈ માર્ગ મળી જાય.

આર્દ્રા : હા .... ત્યાં પહોચ્યા બાદ આપણ ને દરેક પ્રશ્નો ના ઉત્તર મળી શકે છે.

વિશ્વા : તો આપણે વિલંબ ના કરવો જોઈએ.

અંગદ અને આર્દ્રા ફરી થી દિવ્ય અશ્વ પર સવાર થઈ ગયા. વિશ્વા અને અવિનાશ પણ એ સૈનિકો ના અશ્વ લઈ લીધા.

અંગદ નો દિવ્ય અશ્વ એક દિશા તરફ ભાગવા લાગ્યો.અવિનાશ અને વિશ્વા એ તેમનો પીછો કરવા લાગ્યા.

યાત્રા કરતાં કરતાં પ્રાતઃ કાળ થઈ ગયો.

અંગદ નો અશ્વ સૂર્ય ના ધીમી કિરણો વચ્ચે પસાર થઈ ને એક જગ્યા પાસે આવી ને ધીમો પડી ગયો.અને સુંદર મનમોહક તળાવ ના કિનારે આવેલા એક ઘટાદાર વિશાળ વૃક્ષ ની નીચે આવી ને ઊભો રહી ગયો.એ વૃક્ષ બીજા સામાન્ય વૃક્ષો કરતાં અલગ હતું .... એના પર અનેક રંગ ના અલગ અલગ પાંદડા હતા ,વિશાળ એની શાખાઓ હતી.

એ વૃક્ષ સાચે જ ખૂબ વિશાળ હતું.પાછળ વિશ્વા અને અવિનાશ પણ ત્યાં પહોચ્યા.

અને બધા પોત પોતાના અશ્વ પર થી નીચે ઉતર્યા.

આર્દ્રા : આ જ અશ્વત્થ નું એ ચમત્કારિ વૃક્ષ છે.

વિશ્વા : વૃક્ષ સાચે જ ખૂબ સુંદર છે ,પરંતુ ....

અવિનાશ : આમાં ચમત્કારિ શું છે ?

આર્દ્રા : જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ,આ વૃક્ષ માં કોઈ રહસ્યમયી દ્વાર છે.

અંગદ : દ્વાર ? પણ નઝરે તો નથી પડી રહ્યો.

અવિનાશ : આર્દ્રા એ કહ્યું કે રહસ્યમયી દ્વાર છે ,મતલબ કે એ દ્વાર સુધી પહોચવાનો માર્ગ પણ કઈક અલગ જ હશે , એ સરળતા થી ખોલે એમ નહીં હોય.

વિશ્વા : હવે આટલે સુધી આવ્યા છીએ તો દ્વાર તો અવશ્ય ખોલી ને જ રહીશું.

અંગદ : આર્દ્રા ... તને એ દ્વાર વિષે કોઈ જાણકારી નથી ?

આર્દ્રા : ના ... બસ એ લેખો માં એક મંત્ર લખ્યો હતો જે આપણે આ અશ્વ ને કહ્યો ....બસ એટલું જ લખ્યું છે કે આ મંત્ર જ દરેક રહસ્ય ની ચાવી છે.

અવિનાશ : જો એ મંત્ર જ દરેક રહસ્ય ની ચાવી હોય તો ,બની શકે કે એ મંત્ર જ આ રહસ્યમયી દ્વાર ખોલી દે.

આર્દ્રા એ તુરંત જ એ મંત્ર ઉચ્ચાર્યો ... પરંતુ કઈ પણ લાભ થયો નહીં.

વિશ્વા : મને લાગે છે ... કઈક અલગ જ ચાવી છે આ દ્વાર ની.

આર્દ્રા : મને પણ એવી જ શંકા છે.

બધા વિચાર માં પડી ગયા.

થોડીક વાર બાદ ....

અવિનાશ : અંગદ ...અને આર્દ્રા .... તમે કહ્યું કે આ અશ્વ જ ફક્ત અહી નો રસ્તો જાણે છે ?

આર્દ્રા : હા....

અવિનાશ : મતલબ કે જેણે આ રહસ્યમયી દુનિયા બનાવી છે .. એને પોતાના અશ્વ પર સંપૂર્ણપણે વિશ્વાસ હતો..... તો એવું પણ હોય શકે કે આ અશ્વ જ આ દ્વાર ની ચાવી હોય.

વિશ્વા : મતલબ ?

અવિનાશ : આ વિશાળ વૃક્ષ ની ફરતે બધે જ ખૂણે ખૂણે ધ્યાન પૂર્વક જોવો ...કોઈ પણ એવી વસ્તુ હોય કે જે આ અશ્વ ને લગતી હોય.

બધા ચારે બાજુ વૃક્ષ ની ફરતે જોવા લાગ્યા અને નાની નાની વસ્તુઓ ચકાસવા લાગ્યા.

શોધતા શોધતા ..વિશ્વા ને વૃક્ષ ના એક દિશા ના થડ પાસે એક પથ્થર ની નાની શીલા જમીન માં ખુપાયેલી દેખાઈ ... વિશ્વા એ તેના પર થી ધૂળ સાફ કરી .... તો એમાં કોઈ આકૃતિ દોરેલી હતી.

વિશ્વા : અવિનાશ ......અંગદ ..... અહી કઈક છે.

બધા ભાગી ને એ તરફ આવ્યા.

બધા એ ધ્યાન પૂર્વક જોયું ત્યાં પથ્થર પર એક લંબગોળ આકાર નો ખાડા વાળું નિશાન હતું.

અંગદ એ એને ખેંચી ને બહાર કાઢવા નો પ્રયત્ન કર્યો ... પરંતુ પથ્થર ખૂબ અંદર સુધી ખુપાયેલો હતો.

અંગદ : આ શીલા તો ખૂબ ઊંડે સુધી છે ,લાગે છે જાણી જોઈ ને કોઈ એ આને અહી લગાવેલી છે.

આર્દ્રા : પરંતુ આ છે શું ?

અવિનાશ : મને શંકા છે ...કે આ જ ચાવી છે આ દ્વાર ની.

,આ ખાડા વાળા ભાગ માં કોઈ એવી વસ્તુ મૂકાતી હશે જે આ દ્વાર ને ખોલતી હશે.

અંગદ : પરંતુ શું ? આવી લંબ ગોળ ચાવી તો કોઈ દિવસ જોઈ જ નથી.

વિશ્વા : એ જ તો શોધવાનું છે.આપણે સત્ય ના ખૂબ જ નજીક છીએ.

અવિનાશ વિચારતો વિચારતો એક બાજુ ચાલવા લાગ્યો .....

થોડી વાર સુધી ભ્રમણ કર્યા બાદ એની નઝર અચાનક જમીન પર પડી ... જ્યાં તેઓ ના પદ ચિન્હો હતા..

તેઓના અશ્વો ના પદચિન્હો માં એક પદચિન્હ એ પથ્થર ની આકૃતિ સમાન હતું.

અવિનાશ એ તુરંતુ એ દિવ્ય અશ્વ પાસે ગયો ....જ્યાં એ ઊભો હતો ...એને જોયું કે એ દિવ્ય અશ્વ નો આગળ ના જમણા પગ ની ખરી બીજા ત્રણ પગ કરતાં અલગ અને મોટી છે ....જેના અલગ પદચિન્હ પડે છે.

અવિનાશ એ અવાજ લગાવ્યો ...... “ મને ચાવી મળી ગઈ છે”

બધા એ તરફ આવ્યા.

આર્દ્રા : ક્યાં છે ચાવી ?

અવિનાશ એ અશ્વ ના જમણા પગ ની ખરી તરફ ઈશારો કર્યો.બધા એ અશ્વ ના પદચિન્હ જોઈ ને સમજી ગયા.

અંગદ : મતલબ કે ...આ અશ્વ નો આ એક પગ જ આ વૃક્ષ ની ચાવી છે.....અવિનાશ ...સાચે તારું દિમાગ ...બીજા લોકો કરતાં તેજ ચાલે છે.

અવિનાશ : અત્યારે શાબાશી નો સમય નથી મિત્ર .. આ અશ્વ ફક્ત તારો જ હૂકુમ માને છે ... એને એ પથ્થર પાસે લઈ જા અને જલ્દી થી આ દ્વાર ખોલ.

અંગદ તુરંત અશ્વ પર સવાર થઈ ગયો ....અને એના કાન માં એ મંત્ર ફૂંક્યો .... અશ્વ ધીમે ધીમે ચાલવા લાગ્યો.

અંગદ એને વૃક્ષ ના થડ પાસે એ પથ્થર પાસે લઈ ગયો અને અશ્વ ની લગામ ખેંચી ....અશ્વ ગર્જના સાથે આગળ થી ઊંચો થયો અને પોતાનો જમણો પગ એ પથ્થર ના મધ્ય માં જ માર્યો.અશ્વ નો પગ બિલકુલ પોતાની જગ્યા એ પડ્યો.અને એક ઝટકા સાથે અંગદ અશ્વ પર થી દૂર ફેંકાઇ ગયો.એક વિસ્ફોટ થયો.

વૃક્ષ ના પાસે ના તળાવ માં વચોવચ એક ઊંડું વંટોળ રચાયું....અને તળાવ ની પાણી સ્થિર થઈ ગયું.

બધા આ ચમત્કારી દ્રશ્ય જોઈ ને ચકિત થઈ ગયા.દિવ્ય અશ્વ ધીમે ધીમે તળાવ પર ચાલતો ચાલતો એ વંટોળ સુધી ગયો .... વંટોળ શાંત થઈ અંદર જવાનો એક માર્ગ બની ગયું.

અવિનાશ ,અંગદ ,વિશ્વા અને આર્દ્રા પણ એ અશ્વ ની પાછળ પાછળ તળાવ પર ચાલી રહ્યા હતા.

આખું તળાવ જાણે બરફ થી થીજી ગયું હતું .... આર્દ્રા એ નીચે જોયું તો એ બરફ ના સ્તર ની નીચે માછલીઓ અને અન્ય જળચર જીવો વિચરણ કરી રહ્યા હતા.એ બધા ને ભય પણ હતો કે ... આ બરફ નું સ્તર અચાનક તૂટી ના પડે.

બધા ધીમે ધીમે એ તળાવ ના મધ્ય પહોચ્યા.

જ્યાં અશ્વ ઊભો હતો.અને એ ઊંડા બખોલ માં નઝર નાખી .... જ્યાં ઘોર અંધકાર હતો.

અશ્વ પોતાની જ્ગ્યા એ પાછો ફરી ગયો અને એ વૃક્ષ નીચે જઇ ને ઊભો રહી ગયો.

અંગદ : લાગે છે .... આ જ રસ્તો છે.

આર્દ્રા : પરંતુ આ તો ...ખૂબ ઊંડું પ્રતીત થઈ રહ્યું છે.

વિશ્વા : સૌથી પેહલા હું જઈશ એમાં ....

અવિનાશ : બિલકુલ નહીં .....પહેલા મને જવા દે.

વિશ્વા : અવિનાશ ......હું vampire છું .... કઈ પણ વિચિત્ર હશે તો હું મારી ગતિ થી પાછી પણ ફરી શકીશ ....

અંગદ : વિશ્વા સત્ય કહે છે અવિનાશ .....

અવિનાશ : ઠીક છે ...પરંતુ કઈ પણ એવું લાગે તો અવાજ આપ જે.

વિશ્વા એ અવિનાશ નો હાથ પકડી ને હા માં માથું ધુનાવ્યુ અને એ બખોલ માં કૂદી ગઈ.

થોડીક ક્ષણો સુધી સન્નાટો છવાઈ ગયો.અવિનાશ ને પરસેવો છૂટી ગયો, એ વિશ્વા ને અવાજ લગાવવા જતો હતો ત્યાં ...વિશ્વા નો અવાજ આવ્યો ....

“ અવિનાશ ....અંગદ ....તમે પણ અંદર આવી શકો છો....આ તો અદ્ભુત છે”.

અવિનાશ એક ક્ષણ પણ રાહ જોયા વગર કૂદી ગયો.

અંગદ : આર્દ્રા ...તું પહેલા જા...હું અંત માં આવીશ.

આર્દ્રા : પરંતુ મને ...

અંગદ એ આર્દ્રા નો હાથ પોતાના હાથ માં લીધો ....

અંગદ : આર્દ્રા કઈ નહીં થાય ...હું તારી સાથે જ છું.

અંગદ એ આર્દ્રા ના આંખો પર પોતાનો હાથ મૂક્યો અને એને લઈ ને એ એમાં કૂદી ગયો.

આ માર્ગ જમીન થી ખૂબ જ ઊંડાઈ એ હતો .... અડધી મિનિટ સુધી લપસ્યા બાદ અંગદ અને આર્દ્રા નીચે પાણી ના ખાબોચિયા માં પડ્યા.....પરંતુ અંગદ એ આર્દ્રા ને જમીન સ્પર્શ થવા ના દીધી. પેહલા એ પડ્યો એના ઉપર આર્દ્રા આવી પડી....જેથી એને કોઈ પણ ઇજા ન પહોચી.

અંગદ એ આર્દ્રા ના આંખો પર થી પોતાનો હાથ હટાવ્યો.આર્દ્રા એ હજુ સુધી આંખો મીંચેલી જ હતી.

અંગદ : તું આંખો ખોલી શકે છે ..આર્દ્રા..... આપણે પહોચી ગયા.

આર્દ્રા એ આંખો ખોલી , એ એકદમ સકુશલ હતી ... એને સામે જોયું તો વિશ્વા અને અવિનાશ એ બંને ની સામે એકટસે જોઈ રહ્યા હતા.

અંગદ એ પણ જોયું ....બંને ફટાફટ ઊભા થઈ ગયા .

અંગદ : એ....એ તો આર્દ્રા ને ઊંડાણ થી ડર લાગતો હતો એટ્લે.

અવિનાશ :પણ મે ક્યાં કઈ કીધું છે ? હે ને વિશ્વા ?

વિશ્વા : હા ....

આર્દ્રા ...શરમાઈ ને એક તરફ ચાલી ગઈ ....વિશ્વા પણ એની સાથે ગઈ.

અવિનાશ અંગદ પાસે ગયો અને એના ખભા પર હાથ મૂક્યો ....

અવિનાશ : ટૂંક સમય માં પરિવાર મોટો થશે એવું લાગે છે.

અંગદ એ અવિનાશ ને પીઠ પર મજાક માં પ્રહાર કર્યો .... અને બંને હસતાં હસતાં ચાલ્યા.

થોડાક આગળ જતાં ચારેય જણ ઊભા રહી ગયા .....

એમના નઝર સમક્ષ જે દ્રશ્ય હતું ... એ અવિસ્મરણીય હતું .....

આર્દ્રા : જમીન ના આટલા પેટાળ માં આટલી સુંદર દુનિયા......

એ ચારેય એક અલગ દુનિયા ના પહાડ ની ટોચ પર હતા ....જ્યાં થી આખી વિશાળ દુનિયા દેખાઈ રહી હતી ...જે અત્યંત સુંદર હતી ...ચારેય બાજુ ...રંગ બેરંગી વૃક્ષો ફૂલો ના બગીચા .....અનેક નદીઓ ના સંગમ....નાના નાના ઝરણા .... જ્યાં સુધી નઝર જાય ત્યાં સુધી ફકત સુંદરતા જ હતી.

અંગદ : આ કઈ દુનિયા છે ...

આર્દ્રા : આ તો સપના ની દુનિયા છે ...

અવિનાશ : બિલકુલ જાણે માયપુર ની આબેહૂબ પ્રતિકૃતિ છે.

વિશ્વા : એક ક્ષણ તો મને પણ એવું લાગ્યું કે માયપુર જ આવી ગયા આપણે.

અંગદ : હા.... પરંતુ આટલી મોટી જગ્યા માં આપણે જે જોઈએ છે એ ક્યાં મળશે ?

અવિનાશ : હું જાણું છું ...ક્યાં મળશે .

આર્દ્રા : ક્યાં ?

અવિનાશ સામે પેલે બાજુ ....જ્યાં ઝરણા પાસે અમુક પશુઓ દેખાય છે ?

અંગદ : હા ....

અવિનાશ : ત્યાં કોઈ નિવાસ કરતું હોય એવું લાગે છે.

વિશ્વા : શું અહી કોઈ રહેતું પણ હશે ?

આર્દ્રા : આ વિચિત્ર દુનિયા છે ...અહી બધુ જ સંભવ છે.

અંગદ : તો ચાલો એ તરફ ....

બધા એ તરફ ચાલવા લાગ્યા...થોડીક વાર ચાલ્યા બાદ.બધા ત્યાં પહોચ્યા.

ત્યાં એક વિશાળ પથ્થર પાછળ એક નાની ઝૂપડી હતી ...... અને અમુક પશુઓ બાંધેલા હતા.

અવિનાશ : નક્કી કોઈક રહે છે અહી ...

“કોણ છો તમે બધા ?,અહી શું કરો છો ?”

પાછળ થી અવાજ આવ્યો ...

બધા એ પાછળ વળી ને જોયું તો એક વયોવૃદ્ધ માજી એમની પાછળ ઊભા હતા.

વિશ્વા : ક્ષમા કરશો ....અમારે આપની થોડી મદદ જોઈએ છે.

માજી : સૌ પ્રથમ તો એ કહો કોણ છો તમે ....અને કાયાપૂર માં શું કરો છો ?

અવિનાશ : કાયાપૂર ?

માજી : હા ....તમારો પરિચય આપો તુરંત... કોઈ પણ સાધારણ વ્યક્તિ આ દુનિયા માં પ્રવેશ કરી શકે નહીં ....

આર્દ્રા : હું ....સારંગદેશ ની રાજવંશી છું ...મારૂ નામ આર્દ્રા છે .

અવિનાશ : હું માયાપુર નો નિવાસી છું .અવિનાશ છે મારૂ નામ .

અંગદ અને વિશ્વા એ પણ પોતાનો પરિચય આપ્યો.

માજી : હું ... નીલાંજના છું... અને માયાપૂર ની રહવાસી છું .

બધા ની આંખો પહોળી થઈ ગઈ .

વિશ્વા : તમે હાલ માયાપૂર કહ્યું ?

નીલાંજના : હા ...તમે ઉચિત સાંભળ્યુ .હું માયાપૂર ની નિવાસી હતી.

અંગદ : તો તમે અહી ...શું ? કેમ ?

નીલાંજના : બધુ જ સમજાવીશ ...સૌ પ્રથમ અહી આવી સ્થાન ગ્રહણ કરો.

નીલાંજના વૃધ્ધા એ બધા ના બેસવાની વ્યવસ્થા કરી.

નીલાંજના : તમને આ કાયાપૂર એકદમ સુંદર દેખાઈ રહ્યું છે ......પરંતુ આ એક શ્રાપિત દુનિયા છે.

અવિનાશ : મતલબ ?

નીલાંજના : સદીઓ પહેલા ... માયા અને કાયા નામ ની બે witch બહેનો હતી ...જેમાં થી માયા ખૂબ નેક અને સજ્જન હતી અને કાયા એના થી વિરુધ્દ ...

માયા એ એના જેવી witches માટે માયાપૂર ની રચના કરી.અને ત્યાં શાસન કરવા લાગી.

કાયા એ સહન ના કરી શકી ....જેથી એને black magic અને બાધિત મંત્ર નો પ્રયોગ કરી ....આબેહૂબ માયાપૂર જેવી ..નગર ની સ્થાપના કરી કાયાપુર ,પણ એ પણ માયા ને જાણ કર્યા વગર ...કાયા પૂર માં કાયા શાસન કરવા લાગી ...માયા ને એનાથી આપત્તિ નહોતી . પરંતુ ..કાયા એ ફક્ત બાધિત મંત્ર નો જ ઉપયોગ કરી ને ચારેબાજુ ત્રાહિમામ પોકારી દીધો.સામાન્ય લોકો નું જીવવું મુશ્કેલ કરી દીધું.

જેથી માયા એ સંતુલન જાળવવા ....કાયા ના પ્રાણ એના શરીર માં થી કાઢી ને આ કાયાપુર માં નાખી દીધા ...અને સદાય માટે સમગ્ર કાયાપૂર ને દુનિયા થી દૂર પૃથ્વી ના પેટાળ માં સમાવી દીધું.

ત્યાંર થી આ દુનિયા શ્રાપિત છે ...અહી કોઈ પણ મનુષ્ય નિવાસ કરી શકતા નથી.

આ દુનિયા બધા લોકો થી છુપાયેલી છે ...અમારો પરિવાર સદીયો થી પેઢી દર પેઢી આ નગર ની રક્ષા કરીએ છે.

વર્ષો પહેલા ...સારંગદેશ નો એક werewolf રાજા પોતાની સઘળી સંપતિ અહી છુપાવી ગયો હતો ...અને સાથે સાથે અનેકો રહસ્યમયી વસ્તુઓ પણ .

પરંતુ તમે લોકો અહી કેમ આવ્યા છો ?

અંગદ એ નીલાંજના ને સર્વ કથાનક સમજાવ્યો અને એમાં પૃથ્વી અને નંદની વિષે વાત કરી .

નીલાંજના : ઓહહ .... મતલબ માયાપૂર નો નાશ થઈ ગયો છે ? પરંતુ એ સંભવ નથી ...

અવિનાશ : મને પણ લાગે છે કે માયાપૂર હજુ સલામત છે અને ...

નીલાંજના : કદાચ પૃથ્વી પણ ....

વિશ્વા : હા ....

અંગદ : શું આપ અમને અહી થી માયાપૂર જવા માં મદદ કરી શકશો ?

નીલાંજના : હા ...ચોક્કસ ...મે કહ્યું ને કે આ નગર માયાપૂર ની આબેહૂબ પ્રતિકૃતિ છે.

અને અનેક રહસ્યો થી ભરેલું છે.

માયાપૂર જવાનો રસ્તો હું બતાવીશ તમને .....

પરંતુ એના પહેલા તમારે એક વાર નઝરગઢ જવું પડશે.

ક્રમશ......

નમસ્કાર વાચક મિત્રો .... આપના પ્રતીભાવ હમેશ ની જેમ અત્યંત સુંદર અને પ્રેરણાદાયક છે,વાર્તા ના પ્રકાશન માં થઈ રહેલા વિલંબ માટે દિલગીર છું.હું આપ સુધી વાર્તા પહોચાડવા અનેક પ્રયત્ન કરી રહ્યો છું ,આવનારા અમુક ભાગ વિલંબ થી પ્રકાશિત થશે ,જે આશરે પંદરેક દિવસ ના સમય માં અચૂક આવી જશે.જેની નોંધ લેવી.આપ નવલકથા ને લગતા કોઈ પણ પ્રશ્ન અને સમસ્યાઑ મને મારા પ્રોફાઇલ પર Message કરી શકશો.તથા આપના અમૂલ્ય પ્રતીભાવ આ નવલકથા ના નવા ભાગ માં અચૂક આપશો .

જોડાયેલા રહો નવલકથા પૃથ્વી સાથે ...

આભાર......