( આપણે આગળ ના ભાગ માં જાણ્યું કે આદિત્ય અનેે મિહીકા એમના પેેરેન્ટ્સનેે તેેેઓ મેેેરેજ માટે તૈૈૈયાર છે એવું કહેે છેે. આદિત્યના ફાધર એમનેે ત્યાં સગાઈની વાાતચીત કરવા આવેે છે. મોટાઓ વાતચીત કરતા હોય છે ત્યારે મિહીકા આદિત્યનેે એના રૂમમાં લઈ જાય છે. હવેે આગળ જોઈશું શું થાય છે.)
મિહીકાનું ઘર આદિત્ય જેવું વિશાળ તો નથી પણ એકદમ સ્વચ્છ અને સુઘડ હોય છે. એનું ઘર એના દાદા ના સમયનું બનાવેલું બે બેડરૂમ, બેઠકરૂમ અને રસોડાનું બેઠાં ઘાટનુ નાનકડું પણ સુંદર ઘર છે. પાછળ સુંદર મજાનો વાડો પણ છે. મિહીકાને ફૂલછોડનો બહું શોખ હોવાથી જ્યાંથી વાડામાં જવાઈ એ જ રૂમમાં એ રહે છે.
મિહીકા અને આદિત્ય એના રૂમમાં જાય છે. રૂમમાં પ્રવેશતાં જ આદિત્ય ઢબ દઈને બેડ પર સૂઈ જાય છે. અને કહે છે,
આદિત્ય : હાશશશશ.. યાર મોટા લોકો કેટલી વાત કરે છે. હુ તો ખરેખર bore થતો હતો. મને એ લોકોની વાત સાંભળીને એટલો કંટાળો આવતો હતો. Thanks to uncle કે એમણે આપણને રૂમમાં આવવાની પરમીશન આપી.
મિહીકા : નહી યાર મને તો એમની વાત સાંભળીને દુઃખ થાય છે.
આદિત્ય : કેમ ?
મિહીકા : જોને એ લોકો આપણાં મેરેજનુ વિચારીને કેટલાં ખુશ થાય છે. જ્યારે એ લોકોને આપણે ડિવોર્સનું કહીશું ત્યારે એમની પર શું વિતશે એ વિચારી વિચારીને મને મારી જાત પર જ ખૂબ ગુસ્સો આવે છે.
આદિત્ય : દુઃખ તો મને પણ થાય છે પણ તુ જ કહે આપણી પાસે બીજો કોઈ રસ્તો છે ? અને પ્લીઝ તુ આમ વાતવાતમાં નિરાશ ના થા.
આદિત્ય મિહીકાના ચેહરા પર માયુસી જુએ છે અને પછી થોડીવાર પછી કહે છે, by the way તને આજે શુ થયું છે, તુ કેમ આજે અનારકલી બની છે. તે મિહીકાના દુપટ્ટાને હાથથી રમાડતાં રમાડતાં કહે છે. મિહીકાને પહેલાં તો કંઈ સમજ નથી પડતી પણ પછી એ એના ડ્રેસ તરફ જુએ છે અને એ સમજી જાય છે કે આદિત્ય એના ડ્રેસીંગ વિશે જ કહે છે.
મિહીકા : કેમ મે આ ડ્રેસમાં સારી નથી લાગતી !!
આદિત્ય : ના ના સારી જ લાગે છે પણ કંઈક અલગ લાગે છે. તને પહેલી વખત ઈન્ડિયન કપડાંમાં જોઈ એટલે.
મિહીકા : હા મમ્મીના કારણે આ કપડાં પહેરવા પડ્યા. એમનો બસ ચાલતે તો મને સાડી જ પહેરાવત.
આદિત્ય : તો પહેરવું જોઈએ ને સાડી.
મિહીકા : no way... હું સાડી તો નઈ જ પહેરું અને તને પણ કહી દઉ છું કે મેરેજ પછી પણ હું સાડી નથી પહેરવાની હો.
આદિત્ય : હા હા હુ ક્યાં તને કહું છું કે તારે સાડી પહેરવાની છે તારી જે મરજી હોય તે પહેરજે. અરે તારે મીડી, મીની સ્કર્ટ, શોર્ટસ જે પણ પહેરવું હોય તે પહેરજે બસ. આદિત્ય હસતાં હસતાં કહે છે.
મિહીકા : hahaha very funny..હુ એટલી પણ પાગલ નથી હો.. અને મારી મમ્મીએ મને એટલી તો સમજ આપી છે કે મારે ક્યાં શું પહેરવું જોઈએ. હું મારા સાસરે અને સસરા સામે કેવું રહેવુ એની મને સમજ પડે હો.
આદિત્ય : ના યાર seriously તારે કેવાં કપડાં પહેરવાં, ક્યાં જવું, શું ખાવું એ બધું તુ તારી મરજીથી કરી શકે છે.
મિહીકા : ઓહ thanks Aditya.. તું એક ખૂબ સારો હસબન્ડ સાબિત થશે.
આદિત્ય : no way.. હુ તો મેરેજ જ નથી કરવાનો.
મિહીકા : શું તુ મારી સાથે મેરેજ નહી કરશે.. ??
આદિત્ય : અરે ના.. હુ તારી સાથે તો મેરેજ કરવાનો જ છું. પણ આપણાં ડિવોર્સ પછી હુ કોઈ બીજા સાથે મેરેજ કરીને આ ઝંઝટમાં નથી પડવાનો.
મિહીકા : શું તુ પછી બીજી કોઈ છોકરી સાથે મેરેજ નહી કરીશ. જે તારી પસંદની હોય !!
આદિત્ય : ના હો આપણે તો આઝાદ પંછી છે. હુ કોઈ આવા બંધનમાં બંધાવા નથી માંગતો. હુ તો મારા બાઈક રેસના સપનાને પૂરું કરીને આખી દુનિયા ફરવાનો છું. મારા બધાં જ શોખ પૂરાં કરીશ. શું તુ કોઈ બીજા સાથે મેરેજ કરી લેશે !!
મિહીકા : હાસ્તો, હું કાઈ મેરેજના ખિલાફ નથી હો. પણ બસ મારે હમણાં મેરેજ નોહતા કરવાં. મારે પહેલાં મારું કરિયર બનાવવું હતું. પણ મારા બીજા પણ ઘણાં સપનાં છે હો. મિહીકા પણ એની બાજુમાં બેસી જાય છે.
આદિત્ય : અચ્છા તો શું સપનાં છે તારા !! જરા મને તો કહે !!
મિહીકા : પહેલાં તો મારે મારાં પસંદના યુવક સાથે મેરેજ કરવાં છે. એની સાથે આખી દુનિયા જોવી છે.
આદિત્ય : તો શું હુ તને પસંદ નથી.
મિહીકા : ના ના એવું નથી. તુ એક ખૂબ સારો વ્યક્તિ છે. અને એનાથી પણ વધારે સારો ફ્રેન્ડ છે પણ મને તુ મારા માટે હસબન્ડ તરીકે ફીટ નથી લાગતો.
આદિત્ય : હા તો મને પણ તારા હસબન્ડ બનવાનો કોઈ શોખ નથી. મને પણ તુ કંઈ મારી વાઈફ તરીકે નથી ગમતી.
મિહીકા : હા તો મે કંઈ પણ તારી સાથે મેરેજ કરવાં માટે મરી નથી રહી.
( કેટલું અજીબ છે, બંને જણાં એકબીજાં સાથે મેરેજ કરવા બિલકુલ રાજી નોહતા પણ જ્યારે બંને જણાં એકબીજાને હસબન્ડ વાઈફ તરીકે પસંદ નથી કરતા એ વાત બંને એકબીજાને કહે છે ત્યારે બંને except નથી કરી શકતાં. મિહીકા એને પસંદ નથી કરતી એ જાણી આદિત્ય ગુસ્સે થઈ જાય છે અને પોતાનો ગુસ્સો મિહીકા પર ઉતારે છે. આ તરફ મિહીકા પણ કંઈક આવું જ કરે છે પણ કેમ !! શું એ લોકો એકબીજાને પસંદ કરવા લાગ્યા છે !! ચાલો એ તો પછી જોઈશું હાલ તો આપણે એમની અત્યારની સફર માણીએ.)
આદિત્ય : અરે પણ આપણે ફાઈટ શુ કામ કરીએ છીએ. આપણને તો ખબર જ છે કે આપણને એકબીજા સાથે મેરેજ નથી કરવાં.
મિહીકા : હા, યાર વાત તો તારી રાઈટ છે. આપણે તો ટીપીકલ હસબન્ડ વાઈફની જેમ ફાઈટ કરીએ છીએ. અને બંને એકબીજાને હાઈફાઈ આપીને જોરથી હશે છે.
આદિત્ય : સારું છોડ એ બધું મને પહેલાં એ કહે કે તારા સપનાનો રાજકુમાર કેવો છે. મને કંઈક તો કહે તારા મિ. રાઈટ વિશે.
મિહીકા : વાહ તને ઘણી દિલચશ્પી છે ને મારા મિ. રાઈટ વિશે જાણવાની.
આદિત્ય : ના યાર એવું નથી. મને just curiosity થાય છે કે તુ ફક્ત સ્ટડીને જ મહત્વ આપે છે. તને હંમેશા બુક્સ સાથે જ જોઈ છે. એટલે મને વધારે જિજ્ઞાસા થાય છે કે તારા બીજા સપનાં કેવા હશે.
મિહીકા : હા યાર મને સ્ટડી કરવું ખુબ ગમે છે. બુક્સ મારા માટે એક ફ્રેન્ડ છે. પણ એની સાથે હુ મારી જીંદગી પૂરી રીતે નહી માણું એ પણ થોડું બને. હુ લવમાં પૂરી રીતે બિલીવ કરું છું. હુ પણ કોઈનો હાથ પકડી દરિયા કિનારે ભીની રેતી પર ચાલવા માંગુ છું. હુ પણ ઈચ્છું છું કે જ્યારે પણ હુ ઉદાસ હોવ તો એ મારી ઉદાસી વગર કહે સમજી લે. મારી આંખોમાં આવેલ આંસુ ખુશીના છે કે ગમના એ મારે એને કહેવુ ના પડે. એવું કોઈ હોય જે મને મારી રીતે સ્વીકારે. હુ જેવી છું એવી એને ગમે. મારે એના કારણે મારે કોઈ મારી ઈચ્છા મારવી ના પડે. એવું કોઈ હોય જે જીવનની ઢળતી સંધ્યાએ મારા ચેહરા પર આવેલ કરચલીઓ પછી કે પછી મારા વાળ સફેદ થયા પછી પણ મને એટલી જ ચાહે. ઓહો મારી વાતો તો પૂરી જ ના થશે ચાલ આપણે બહાર જઈએ.
આદિત્ય : wow મિહીકા તુ તો ખૂબ રોમેન્ટીક છે ને કંઈ.. ફરી જ્યારે મળીશું ત્યારે તારા બીજાં સપના વિશે વાત કરીશું. ચાલ હવે આપણે બહાર જઈએ.
આદિત્ય અને મિહીકા બહાર આવે છે. એમનાં પેરેન્ટ્સ પણ ખુબ ખુશ હોય છે. થોડાં દિવસ પછી સારું મુહુર્ત જોઈને સગાઈ કરવાનું તેઓ નકકી કરે છે. થોડી ઘણી ચર્ચા કરી આદિત્ય અને એના પપ્પા વિદા થાય છે.
** ** **
વધું આગળ ના ભાગ માં...
મિત્રો આ ભાગ થોડો મોડો આવ્યો છે માટે આપ સૌની માફી માંગું છું. પણ હવેથી નિયમિતરૂપે સ્ટોરી આગળ વધતી રહે, અને જલ્દી રીલીઝ થાય એવો પ્રયત્ન કરીશ. આપ સૌ મારી સ્ટોરી પસંદ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર...