“કેવીન યાર બહુ જ ગુસ્સે છુ તમારાથી છ મહિના થઇ ગયા તમે મને મળવા પણ નહિ આવ્યા”
“જાન.., થોડો કામમાં હતો”
“અરે, પણ એક દિવસાનો સમયના મળે?, મારે તમને મળવુ છે. ”
“ઓકે…, હુ આવીશ જલદી; મારી જાનતો સમજી શકે ને મને ?”
“હા, આપળે બધા સાથે જાશુ મારા ફાર્મ પર”
આ છેલ્લા ૧૫ દિવસથી રોજ થતો વાર્તાલાપ હતો.તેઓ ખુબ જ ધ્યાન આપતા હતા કામમાં અને હુ પણ સમજીને શાંત રહેતી. છેલ્લે મેળ પળ્યો અને તેઓ તેમના ફેમિલી સાથે આવ્યા બધા સાથે ફાર્મ પર જવાનુ અને ત્યા જ જમવાનુ નક્કિ કર્યુ.
“ હુ અને કેવીન સાથે બાઇક પર આવીએ છીએ તમે ગાડીમાં જાઓ”:હુ
“સારુ, ધ્યાન રાખજો”
હુ અને મારા કેવીન સાથે નિકળ્યા. ડાકૉર પાસે જ ફાર્મ હતુ વાતો કરતા ક્યા પહેચી ગયા ખબર જ ના પડી. હા, અમારી હવે રોજ વાતો થાતી ઘરમાં પણ આમતો ખબર પડી જ ગઇ હતી. કદાચ બધાને અમારા આ સંબધથી કાંઇ વાંધો નહતો.
“વાહ એટલા ફાર્મ જોઇ લીધુ, હવે કેવીનને કોણ લઇ જશે?”
“તુ જ જઇ આવ, અમે આટલા જમવાનુ કરી લઇશુ”: મમ્મી
મને તો જે જોઇતુ હતુ તે મળી ગયુ. ઘણુ મોટુ ફાર્મ છે એટલે સlથે ગળવા સમય પણ વધુ મળશે. હુ અને કેવીન, ચાલતા સાથે દરેક નાની વસ્તુ અને તેના પાછળની મારી યાદો કહેતી ગઇ.તેમને પણ ગ્રામ્યજીવન ગમતુ હતુ તેઓ પણ પોતાની યાદો તાજી કરતા હતા. ઘરના જ જામફળ તોળી મે આપ્યા,એ ખાતા અને હાથમાં હાથ પરોવી પરસ્પરના સાનિધ્યને માનતા હતા.
“ઓય.... જોઇ ને” તેમને અચાનક મારો હાથ ખેચ્યો હુ તેમના પર ધોળાઇ ગઇ સદ્-નશિબે તેઓ ઘાસના થગલા પર પળ્યા. ઇશારાથી મને સાપને સરકી જતો બતાવ્યો, મને સમજાયુ હુ તેમના પરથી ઉભા થાવા મથવા લગી મને થોડી શરમ અનુભવાઇ.
“ઉઠ, જાડી”
“હવે તો નહિં જ ઉઠુ” મે થોડુ વધુ વજન આપ્યુ
“એમ” મને વધુ પાસે ખેંચી, વધુ જોર થી પકળી લીધી. મારુ ધ્યાન તેઓની આંખમાં પરોવાયુ, વર્ણવીના શકાય તેવી લાગણી મને તેમા દેખાઇ અમે આમ જ એક્મેક મા ખોવાઇ ગયા. મે તેઓના હોઠ પર હળવુ ચુંબન કર્યુ મને વધુ કસીને પકળી હુ હજી તેમના ઉપર જ હતી કઇ કેટલીક મિનિટો આમ જ વિંતાવ્યા બાદ તેઓને મારુ વજન લગતુ હશે એનુ મને ભાન થયુ મારા હોઠ દુર કર્યા ઉભા થઇને ચાલવાનુ શરૂ કર્યુ જાને કાંઇ બન્યુ જ ના હોય.
મારો આ પહેલો રોંચક અનુભવ હતો હુ તેમનાથી આંખ મળાવાનુ તાળવા લાગી થોડો સંકોચ થતો હતો તેઓ પારખી ગયા મને નજીક બોલાવી કપાળ પર ચુંબન કર્યુ એક આલિંગન કર્યુ મારો શ્રોભ જાણે દુર થઇ ગયો. મારા બાળપણના સંભારણા સાથે આ પણ એક સંભારણુ થઇ ગયુ.
આગળ કુવો હતો , હંમેશા પાણી થી ભરેલો. મે તેમના પાસેજ જળ સિંચાવ્યુ અને પાણી પિધુ. પિપળાના વૃક્ષ નિચે થોડો સમય બેઠા, હિંચકા ખાધા અને ઘર તરફ આવી ગયા.જમવાનુ બધુ તૈયાર હતુ જમ્યા થોડી વાતો કરી અને ત્યાથી ઘરે પરત થવાની તૈયlરી શરૂ થઇ.
“મારે વડતાલ જાવુ છે”: હુ
“મારે પણ હજી જ્ઞાનબાગ જોવાનો બાકી છે” : કેવીન
“તો તારે ફઇના ત્યા નથી આવુ?” :તેઓના મમ્મી, હજી સાસુ નથી કહ્યુ હ.
“ના, ચાલશે”
બાઇક પર અમે તો નિકળ્યા. હુ ચલાવતી હતી, હા મને આવળે છે તેઓ મારી પાછળ મને પકળીને બેઠા હતા તેઓને પણ કોઇ શ્રોભ નહતો લાગતો. ડાકૉરના રણછોડજી ના દર્શન કરી વડતાલ, ત્યા સ્વામિનારાયણના દર્શન અને જ્ઞાનબાગ જોયો અને આણંદ થઇ સિંધરોટ મહીના કાંઠે આવ્યા લગભગ થાકી ગયા હતા. રસ્તામા જ ઇડલી-સાંભાર ખાઇ ઘરે પહોચ્યા. પરંતુ મારુ મન તો હજી ત્યા જ હતુ, મારા ફાર્મમાં, એ ઘાસના ઢગલામાં