EK FOJINI SAFAR - 2 in Gujarati Motivational Stories by Ami books and stories PDF | એક ફોજીની સફર - 2

The Author
Featured Books
Categories
Share

એક ફોજીની સફર - 2

દિવાળીનો તહેવાર હતો ચારેબાજુ ઉત્સાહ જ ઉત્સાહ... એમાય કાઢીયાવાડ જે આપણા ગુજરાતનું કાળજુ છે... એના દરેક ગામ શહેરમાં તહેવાર આવે એટલે માણસ ખીલી ઉઠે... ચારેબાજુ દિવા નાસ્તા..મિઠાઈઓ..,બધાની દુકાનો ધમધમતી જ હોય . દર તહેવારે આપણો ગુજરાતી એટલા પૈસા ખાવાપીવામાં ને કપડામાં વાપરે છે..કે આપણે પાકિસ્તાન ખરીદી શકીએ?છે ને ગુજરાતીઓની મોજ ... ??
એવામાં એક બેન પોતાના એક બાળક સાથે કરીયાણાની દુકાને ખીચડીના ચોખા ઉધાર લેવા માટે આવી કેળમાં એક બાળક જેણે સામાન્ય કપડા પહેરેલા અને બેને પણ ઘસાઈ ગયેલા રંગઆછા થઈ ગયેલા પણ પૂરા સભ્યતાથી શરીર ઠંકાય એવા કપડા પહેર્યા હતાં ન તો શરીર પર કોઈ દાગીના કે કોઈ શૃંગાર... પણ છતાય એ બેન સાદગીમાં પણ શોભી રહ્યા હતાં....ખીચડીના ચોખા દાળ લઈ બાળકને તેળી એ પોતાના ઘરતરફ ચાલવા લાગી....ત્યાં જ રસ્તામાં કોઈએ એમને બૂમ પાડી..... શારદાબે....ન.... ઓ.... શારદા...બે...ન આમ આવો.... એટલે પેલા બેન અટક્યાને એ અવાજ તરફ ગયા... પેલા બહેન બહાર આવી મીઠાઈ થોડો નાસ્તા અને જૂના કપડાનું એક પોટલું શારદાબેન ને પકડાયું .. શારદાબેન આભાર માની અને કંઈક કામ હોય તો યાદ કરજો કહી ઘર તરફ ચાલ્યા..
આ હતાં શારદા બેન તે એમના પરિવાર સાથે ગામમાં રહેતાં એમના પરિવારમાં ચાર છોકરા અને એમના ઘરેથી મનોજભાઈ એમના પતિ બન્ને દંપતિ સાથે મળી ખૂબ મજૂરી કરી ઘર ચલાવતા.. પણ સમાજના ખોટા રીત રીવાજ અને વારસો બધુ મળી એમને ત્રણ લાખ દેવું હતું. પણ બાળકોને જરા પણ આ બધાની અસર તેઓ થવા દેતા નહીં ખૂબ જ પ્રેમથી બાળકોનો ઉછેર કરતાં હતાં..એવામાં એમને શહેર રહેવા જવાનો વિચાર આવ્યો... ગામ કરતા શહેરમાં મજૂરી વધુ મળશે... અને બાળકોને ભણવાની કોઈ ચિંતા જ ન્હોતી તેઓ સરકારીમાં ભણી લેશે... પણ ચિંતા ખાલી શહેરમાં રહેવાની હતી..રહેવા માટે ભાડુ આપવું પડે ઘરનું પણ... ભાડુ ચૂકવી શકે એવી પરિસ્થિતિ એમની ન હતી બાળકો મોટા થઈ રહ્યા હતાં . ચારે બાળકો ભણવામાં હશિયાર હતાં..એટલે શારદાબેન બધી પરિસ્થિતિનો સામનો કરીને પણ શહેર જઈ મજૂરી કરવા તૈયાર થઈ જાય છે. જરૂરીયાત પૂરતો જ સામાન લઈ એ શહેર ચાલ્યા... ત્યાં જઈ એક તળાવ કિનારે ઝૂપડું બાંધ્યું અને રહેવાં લાગ્યાં.... કંઈક કરવાની ધગશ હોય તો રસ્તા પણ આપો આપ મળી જાય છે...
શારદાબેનને પણ નાનામોટા કામ મળવા લાગ્યા અને મનોજભાઈ પણ જ્યાં કામ મળે જેવું કામ મળે તે કરવા લાગ્યા..મજબૂરી કહો કે જરૂરીયાત શારદાબેન બધા કામથી છૂટે એટલે જંગલ જેવા વિસ્તારમાં લાકડા વિણવા જાય જેથી ઘરમાં ચૂલો સળગે.... ઘણાં દિવસો તો એવા કાઢવા પડતા કે રાતે બાળકોને જમાડવા બપોરે જમવાનું વધારતા ઓછું જરૂરીયાત પૂરતું જમતા જેથી રાતે ભૂખ્યું રહેવું ના પડે... આપણે ઘણીવાર કેટલી સહેલાઈથી ખાવાલાયક ખોરાક પણ કચરામાં નાખી દઈએ છીએ... પણ એ ખોરાકનું મૂલ્ય સમજતા નથી..જેણે ભૂખ સમજાય એને જ કદાચ ખોરાકની કિંમત સમજાય...ઘણીવાર કોઈકે આપેલું કે લગનમાં વધેલું જેવા ઘણાંય ઉપાય અને જાત નીચોવી નાંખે એટલી મહેનત પછી એમણે બાળકો મોટા કર્યા... પોતાના સપનાં ઘણાંય હતાં પણ પૂરા નઈ થઈ શકે એ આ દંપતિને સમજ હતી એટલે એ બાળકોને આ બાબતોથી હંમેશા દૂર રાખતા.. ભણવું એ જ બાળકો માટે સપનાં બને એવા પ્રયત્નો બન્ને કરતાં...મોટો દિકરો અલ્પેશ હવે પંદરનો થવા આવ્યો ત્યાંર પછી બીજા નંબરે કલ્પેશ.. ત્રીજા નંબરે મન અને સૌથી નાનોને બધાનો લાડકવાયો દિકરો અર્જુન ચારે બાળકો એટલા સંપથી અને શાંતિથી જીવતા કે ઝુપડીમાં પણ સ્વર્ગ જેવું સુખ એ બન્ને દંપતિને મળતું.. પછી તેઓ એક ચાલીમાં રહેવા ગયા ત્યાં પણ લાઈટની સગવડ ખૂબ મોડે થઈ..બાકી પાકી છત મળી ગઈ રહેવા માટે.... અલ્પેશને સમજણ આવતા તે ઘરમાં મદદ રૂપ થવા માટે .. અભ્યાસ છોડી નોકરી કરવા લાગ્યો.. જેથી એના નાના ભાઈ સારો અભ્યાસ કરી શકે....
કહેવાય છે, ને પરિસ્થિતિએ બાળકને ઉંમર પહેલા મોટા અને સમજદાર બનાવી દે છે.. અલ્પેશ પણ તેમાનો એક હતો.
ક્રમશ:..