Be pagal - 16 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ - ભાગ ૧૬

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ - ભાગ ૧૬


જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
મહાવીર રુહાન અને રવીને હોસ્પિટલથી સારવાર લીધા બાદ રવીના રૂમે લઈ આવે છે અને પિતાને ખબર ના પડે એટલે પિતાને ફોનમાં મેસેજ કરીને બહાર મિત્રો સાથે ફરવા જવાનુ બહાનુ રુહાન બતાવી દે છે અને બે દિવસ રવીના રૂમે જ રોકાય છે. બે દિવસ વિતે છે. પુર્વીના કહેવાથી જ્યા સુધી જીજ્ઞાના લગ્ન ન થાય ત્યા સુધી તેને કોલેજ આવવા દેવા ગીરધનભાઈ પરાણે રાજી થાય છે. બંને વડોદરા પહોચી જાય છે. જીજ્ઞા પોતાના દરેક સ્વપ્નાઓ ભુલી ગઈ હતી. જીજ્ઞાનો કોલેજ આવવાનો ઉદેશ્ય માત્ર એટલો જ હતો કે એ રુહાન અને બાકીના મિત્રો સાથે થોડોક સારો સમય પસાર કરે.
બીજા દિવસે સવારે કોલેજની શરૂઆત થાય છે. જીજ્ઞા અને પુર્વી બંને કોલેજની અંદર પ્રવેશ કરે છે અને જીજ્ઞાની નજર કોલેજમા પ્રવેશતા જ રુહાનને શોધવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. ઘણા દિવસોથી ન જોયેલા રુહાનને જોવાનુ જીજ્ઞાનુ ખુબ જ મન હતુ. જીજ્ઞા અને પુર્વી લોબી પર ચાલતા ચાલતા પોતાના ક્લાસરૂમ તરફ જઈ રહ્યા હતા અને સામેથી સંજયસિહ અને તેના મિત્રો આવી રહ્યા હતા.
ઓહ જરા જુઓ તો ખરા સામેથી કોણ આવી રહ્યું છે... સંજયસિહ જીજ્ઞા પાસે ઉભો રહીને બોલ્યો.
અત્યારે અહીથી જતો રહે આમેય તારા કારણે મગજ અને જીંદગી બંને ખરાબ છે ક્યાક મારા હાથે તારૂ ખુન ના થઈ જાય...જીજ્ઞાએ ગુસ્સા સાથે સંજયસિહને કહ્યું.
તારા આ બોલવાના અંદાજથી મને એક કહેવત યાદ આવી ગઈ કે રસ્સી જલ ગઈ પર બલ નહીં ગયા...હસ્તા હસ્તા જીજ્ઞાને કહ્યું.
જીજ્ઞા આગળ ચાલવા લાગી. જતી જીજ્ઞાને સંજયસિહે કહ્યું.
જો તુ તારા એ દોસ્તને અહીં શોધતી હોય તો તે અહીં નહીં મળે. પડ્યો હશે ક્યાક ગટરમાં દારૂ પીને...સંજયસિહે કહ્યું.
ગટરમા નહી સંજયભાઈ હોસ્પિટલમાં કેમ કે આપણા હાથનો માર ખાધા બાદ એનામા એટલી તાકાત જ ક્યાથી હશે કે એ ગટર સુધી પણ જઈ શકે... હસ્તા હસ્તા સંજયસિહનો એક સાથી બોલ્યો.
સંજયસિહના મિત્રના આ વાક્ય પર સંજયસિહ અને તેના મિત્રો હસવા લાગ્યા. જીજ્ઞા અને પુર્વી તેમને જવાબ આપ્યા વગર જ ત્યાથી ચાલ્યા જાય છે. કોલેજનો સમય પુર્ણ થવા આવે છે પરંતુ ત્રણેય મિત્રોમાથી એકેય મિત્રો કોલેજમાં દેખાઈ રહ્યા નહોતા. સંજયસિહના કહ્યા પછી જીજ્ઞા રુહાનને લઈને ખુબ જ ચિંતામાં આવી ગઈ હતી. કોલેજનો સમય પુર્ણ થાય છે બંને હોસ્ટેલ જવા રવાના થઈ જાય છે. જીજ્ઞા હોસ્ટેલે ગયા પછી પણ રુહાનની ચિંતામાં જ હતી.
રાત્રીનો સમય થાય છે.
રવી અને રુહાન બંને રુહાનના ઘર તરફ જઈ રહ્યા હતા. રુહાનને જાણ નહોતી કે તેના પિતા આજે ઘરે છે. રુહાન આજે પણ દારૂના નશામાં જ હતો. રુહાન જાણી જોઈને દારૂના નશામાં જ રહેતો હતો જેથી કરીને તેને જીજ્ઞા યાદ ના આવે. રવી રુહાનને તેના ઘરે છોડવા માટે જઈ રહ્યો હતો. રવીના ઘરથી રુહાનના ઘરે જવાના રસ્તામા જ જીજ્ઞાની હોસ્ટેલ આવતી હતી. જેવી જ જીજ્ઞા અને પુર્વીની હોસ્ટેલ આવે છે તુરંત જ રુહાન રવીને કહે છે.
એક્ટિવા રોક રવી...નશાની હાલતમાં શરાબીની જેમ જ રુહાને રવીને કહ્યું.
તારૂ ઘર હજુ નથી આવ્યુ બેસી રહે છાનો માનો...પપ્પા જેમ દિકરાને દાટ લગાવતા હોય તેમ રવીએ રુહાનને કહ્યું.
તારે ઉભુ રાખવુ હોય તો રાખ બાકી આપણે ચાલતી ગાડીએ પણ ઉતરવાની પ્રેક્ટિસ છે જ...ફરીથી રુહાન શરાબી જેમ ગાંડા કાઢતો હોય તેમ ગાંડા કાઢતા રુહાન બોલ્યો.
અંતે રવી પોતાનુ એક્ટિવા એક્ઝેટ હોસ્ટેલની સામે ઉભુ રાખે છે. રુહાન એક્ટિવા પરથી નીચે ઉતરે છે અને આડુ અવળુ બધુ જોર જોરથી બબળવા માટે છે.
બેવફા સનમ તારૂ નહીં થાય સારૂ. એકદમ સાચી વાત કરી છે જીજ્ઞેશદાદાએ...રુહાને જોરથી લથડીયા ખાતા ખાતા શરાબી અંદાજમા બોલવા લાગ્યો.
રવી એક્ટિવાનુ સ્ટેન્ડ ચડાવીને રુહાન પાસે આવે છે અને લથડિયા ખાતા રુહાનને સંભાળતા રવી કહે છે.
બે જીજ્ઞેશદાદા નહીં જીજ્ઞેશકવિરાજ. અને ચાલ અહીથી નહીતર ફરીથી આપણે માર ખાવો પડશે...રવીએ કહ્યું.
એ...એે તુ રાજની વાતના કર હો ભાઈ અહી લોકશાહી ચાલે છે જો તે હવે વાત કરી તો સરકાર ઉથલાવી દઈશ...રુહાને લથડ્યા ખાતા ખાતા રોફથી શરાબીની જેમ જ બોલ્યો.
હોસ્ટેલની અંદર પરેશાનીના વાદળમા ઘેરાઈને બેઠેલી જીજ્ઞા બહાર તમાસો કરી રહેલ રુહાનનો અવાજ સાંભળી જાય છે. અને ફટથી દોડીને જીજ્ઞા અને પુર્વી બારી પાસે આવી જાય છે અને નિચે ઉભેલા રુહાનને જુએ છે.
બે રવી...રુહાને કહ્યું.
હા...રવીએ કહ્યું.
આ બારીમાં સાચેજ બંને ઉભી છે કે હુ સ્વપ્ન જોઈ રહ્યો છું...શરાબી અંદાજમાં રુહાન બોલ્યો.
હાય...સાચેજ બંને છે...જીજ્ઞા અને પુર્વી તરફ હાથના ઈસારાથી હાય બોલીને રુહાનને જવાબ આપ્યો.
સાલુ રવી તને ખબર છે દુઃખ મને એ વાતનુ નથી કે જીજ્ઞા મારી ના થઈ કેમ કે આપણા લોકો ખાલી હિંદુ મુસ્લિમ એકતાની માત્ર વાત જ કરે છે. જીજ્ઞા આઈ લવ યુ. મને દુઃખ ખાલી એ વાતનુ છે કે હુ તારૂ સ્વપ્ન પુર્ણ ના કરી શક્યો. પણ તુ યાદ રાખજે હુ તારી સ્ટોરી એકદિવસ જરૂર પરદા પર ઉતારીશ અને તારા બાપને બતાવી દઇશ કે એને જે કંઈ પણ કર્યુ છે ને એ સાવ ખોટુ કર્યું છે...પોતાની આખના આસુ લુછતા અને નશાની હાલતમાં ચારેય બાજુ ડોલતા ડોલતા રુહાને કહ્યું.
રુહાનની વાતો અને હાલત બંને જોતી જીજ્ઞા રડવા લાગે છે.
રુહાનના આ બબાલથી હોસ્ટેલનો સુતેલો વોચમેન જાગી જાય છે અને પોતાનો ડંડો લઈને રુહાન અને રવી તરફ આગળ વધે છે.
કોણ છે બે નિકળી જાવ અહીથી નહીતર પુલીસ બોલાવી પડશે...રુહાન અને રવી તરફ આગળ વધતા વોચમેને કહ્યું.
વોચમેનનો અવાજ સાંભળતા જ જીજ્ઞા અને પુર્વી દોડીને નિચે આવે છે. રુહાન પણ વોચમેનનો અવાજ સાંભળી તેની સામે જાય છે. રુહાન વોચમેન સાથે બબાલ કરશે એવુ વિચારીને રવી રુહાનને રોકવા માટે જાય છે. રુહાનને રોકતા રવીના હાથમાંથી એક્ટિવાની ચાવી લઈને રુહાન દુર ફેકી દે છે અને રુહાન વોચમેનની સામે બબાલ કરવા માટે દારૂના નશા માટે આગળ વધે છે.
કોણ છે બે મારો બાપ પુલીસ જ છે આવી જા. આમેય ઘણા લોકો અમારી લવસ્ટોરી ની વચ્ચે આવી ચુક્યા છે. રુહાન અને વોચમેનની ટક્કર થાય તે પહેલા જ આખોમાં આસુની સાથે જીજ્ઞા વચ્ચે આવી જાય છે અને વોચમેનને હાથ જોડીને રિક્વેસ્ટ કરવા લાગે છે.
પ્લીસ અંકલ જવા દો એને એ અત્યારે હોશમા નથી અને હુ એને ઓળખુ છુ તે ખુબ જ દુઃખી છે. અંકલ પ્લીસ તમે મને થોડિવાર બહાર જવાની પરમીશન આપી દો તો હુ એને ઘરે જઈને મુકી આવુ...જીજ્ઞાએ રિક્વેસ્ટ કરતા વોચમેનને કહ્યું.
કોણ થાય છે આ તમને. તમારો કોઈ સગો છે અને આમેય તમારા વાલી વગર હુ આટલી રાતે તમને ક્યાય પણ જવાની પરવાનગી ન આપી શકુ...વોચમેને કહ્યું.
અંકલ પ્લીસ આ મારો મંગેતર છે અને અમારા બંનેના લગ્ન થવાના છે અને અમે બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ પરંતુ એના મમ્મીનુ અમુક સમય પહેલા નિધન થવાના કારણે એ ખુબ જ દુઃખી છે પ્લીસ અંકલ જવા દો મને અને હા આ મારી બહેન છે હુ મારી જવાબદારી ઉપર જઈ રહી છું ...રડતી જીજ્ઞાએ વોચમેનને પ્રાથના કરતા કહ્યુ.
જીજ્ઞા રુહાન માટે જે ખોટુ બોલી રહી હતી તે જોઈને પુર્વી અને રવી સમજી ગયા હતા કે ગીરધનભાઈના દબાવના કારણે જ જીજ્ઞા સગાઈ કરી રહી છે બાકી જીજ્ઞા પ્રેમ તો રુહાનને જ કરે છે.
થોડુ વિચાર્યા બાદ વોચમેન માની ગયો અને જીજ્ઞાને સહી કરીને જવાની પરવાનગી આપી દીધી. જીજ્ઞા રુહાનને પકડવા જાય છે પણ રુહાનને અડતા જ રુહાન તેનાથી દુર જવા પ્રયત્ન કરે છે અને નિચે પડી જાય છે.
એય...એય અડતી નહીં હા તુ કોઈ બીજાની અમાનત છે. રવી અેક્ટિવા લઈને રુહાન પાસે આવે છે. જીજ્ઞા પરાણે રુહાનને ઉભો કરે છે.
જીજ્ઞા એક્ટિવા તુ ચલાઈ લે પાછળ તુ એને હેન્ડલ નહીં કરી શકે...રવીએ જીજ્ઞાને કહ્યું.
ઓકે ઠિક છે પકડ આને...જીજ્ઞાએ રવીને કહ્યું.
જીજ્ઞા એક્ટિવા ચલાવે છે અને રુહાનને વચ્ચે પકડીને રવી બેસાડે છે અને રવી પાછળ રુહાનના હાથ પકડીને બેસે છે.
પુર્વી હુ આવુ છું ...બોલી જીજ્ઞા એક્ટિવાને રુહાનના ઘર તરફ રવાના કરે છે.
જીજ્ઞાની હોસ્ટેલ અને રુહાનના ઘર સુધી જતા વચમાં થતો જીજ્ઞા અને રુહાનનો સંવાદ.
વચ્ચે બેઠેલો રુહાન જીજ્ઞાની કમરમા એવી રીતે હાથ નાખીને બેસી જાય છે જેવી રીતે કોઈ પાચ વર્ષનો છોકરો તેના પિતાની પાછળ પિતાની કમરમાં હાથ નાખીને બેઠો હોય.
પ્લીસ જીજ્ઞુ મને છોડીને ના જા ને. પહેલા અમ્મી પછી ઓલમોસ્ટ અબ્બા અને હવે તુ...આખોમાં આસુની સાથે નશામાં રુહાને કહ્યું.
રુહાન જે કઈ પણ બોલી રહ્યો હતો તે નશામાં જરૂર બોલી રહ્યો હતો પરંતુ નશો એના દિમાગમાં હતો દિલમાં નહીં અને રુહાન દિલથી બોલી રહ્યો હતો.
આગળ એક્ટિવા ચલાવતી જીજ્ઞા પણ રુહાનના આ શબ્દોનો જવાબ રુહાનને તો નહીં પરંતુ ઉપર આકાશમાં જોઈને પોતાના આસુઓ વડે ભગવાનને જરૂર આપી રહી હતી.
હે અલ્લાહ હવે બાકી શુ રહ્યુ છે સાથે સાથે મને પણ ઉઠાવી જ લે ને આમેય હવે અહીં દુઃખ સિવાય બીજું કશું બાકી રહ્યુ નથી...નશાની હાલતમાં ફરી દિલથી રુહાન બોલ્યો.
તો આમ બંને હાલ પોતાના જીવન અને હાલાતથી હારી ચુક્યા હતા. હવે તો કોઈ એવા વ્યક્તિની જરૂર હતી જે માનસીક રીતે રુહાન અને જીજ્ઞાને ફરી મજબુત કરે. ભાગ વધારે લાંબો ન થાય અને તમને લોકોને કંટાળો ન આવે તેના માટે આ ભાગને અહીજ અટકાવવામાં આવે છે. જીજ્ઞા અને રુહાનના પિતાની મુલાકાત અને એ મુલાકાતની અસર જોવા માટે અને હવે શરૂ થનારા આપણી વાર્તાના ક્લાઈમેક્સમાં શુ જીજ્ઞા અને રુહાન ભેગા થશે ? થશે તો કંઈ રીતે ? અને જો નહીં થાય તો બંનેનુ શુ થશે ? જીજ્ઞાનુ સ્વપ્ન આમજ અધુરૂ રહી જશે વગેરે જાણવા માટે વાચતા રહો બે પાગલ ના આવનારા દરેક ભાગો.
તમારો ભરપુર પ્રેમ મને અને મારી વાર્તાને આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર. તમારા અંગત અભિપ્રાય તમે મને મારા whats App no 6352100227 પર પણ આપી શકો છો.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
STORY BY:- VARUN S. PATEL
NEXT PART NEXT WEEK .