Thar Mrusthal - 9 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | થાર મરુસ્થળ (ભાગ-૯)

Featured Books
Categories
Share

થાર મરુસ્થળ (ભાગ-૯)



"જિંદગી જીવવાની મજાતો ત્યારે જ આવે,કે પહેલા
તમે તમને ઓળખો કે હું કોણ છું"

લી.કલ્પેશ દિયોરા.

મહેશ અને સોનલના પણ એ જ હાલ હતા.સોનલને કડકડતી ભૂખ લાગી હતી.પણ ઉપર બાજ અને સમડીના અવાજ સાંભળી તેની ભૂખ મટી જતી હતી.
મહેશના ખોળામાં માથું નાંખી સોનલ ધીમે ધીમે શ્વાસ લઈ રહી હતી.

********************

મિલન સાપ...!!!
ક્યાં છે કવિતા?મને તો દેખાયો નહિ.તું મજાક ન કર કવિતા.

અરે મિલન મેં જોયો તારી પાછળ જ હતો.તારી પાછળથી જ જતો મેં જોયો.હું ખોટું શા માટે બોલું મિલન.

હા,અહીં સાપ રેગીસ્તાનમાં જોવા મળે છે,મિલન
એકવાર દેખાય પછી બીજીવાર તેને જોવા અશક્ય છે.રેતીમાંથી તે બહાર નીકળી તરત જ અંદર વહી જાય છે.પણ અહીં કોઇ સાપ ઝેહેરીલા હોઈ છે તો કોઈ સાપ ઝહેરીલા હોતા નથી.એટલે ડરવાની જરુર નથી.કયારેક જ કોઈ સાપ ઝેરીલો જોવા મળે છે.

સવાર થવાને થોડી જ વાર હતી.મહેશ આપણી સાથે પહેલો છોકરો હતો તે ક્યાં છે.તે હમણાં જ મારી પાસે હતો.મને કહીને જ ગયો હું આવું છું,પણ અત્યારે તે કઈ દેખાય નથી રહીયો.હું પણ તેને જ શોધી રહીયો છું.મહેશ મેં તને કહ્યું હતું કે તેને તું તારી પાસે રાખજે કહી જવા નહિ દેતો.એ કહી જતો રહેશે તો ઊંટને આપડે કેવી રીતે આગળ લઇ જશું.

હું તપાસ કરું છું,મિલન તે અહીં કહી જ હશે.મેં તપાસ કરી પણ તે કઈ જોવા ન મળ્યો નક્કી તે અહીંથી એકલો ચાલી ગયો.

મિલન આપણું શુ થશે?મને તો ડર લાગી રહીયો છે.પહેલો છોકરો હતો ત્યારે મને લાગતું હતું કે તે કોઈ ગામ પર અમને લઈ જશે.પણ હવે તે પણ શક્ય નથી.મને તો કઈ સમજણ પડતી નથી આ રસ્તો કેમ આપડે પસંદ કર્યો.

સોનલ જે થયું એ પણ હવે આપડે અહીંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડશે જલ્દી.સવાર પડી ગઈ છે.મને નથી લાગતું કે ઊંટ પર આપડે બેસીને જઈ શકીશું.

નહીં આપડે ઊંટને સાથે લેશું.હું ઊંટની રાશ પકડી આગળ ચાલીશ.તમે બધા ઊંટ પર બેસી જાવ.
ના,જીગર એવું નથી કરવું.રેગીસ્તાનમાં ગમે તૈયારે રેતીની આંધી આવી શકે.કઈ પણ થઈ શકે.

જો મિલન અહીંથી નીકળવાનો એક જ રસ્તો છે.જો તમારી પાસે ઊંટ હશે તો જ તમે નીકળી શકશો.નહીં તો નહીં.ક્યારે રેતીની આંધી આવે એ કહીનો શકાય.જો આપણી પાસે ઊંટ હશે તો આપણો જીવ જોખમમાં નહિ મુકાય.

નહિ જીગર અહીં જંગલી ઘુડખર પણ હોઈ છે.આખા રેગીસ્તાનમાં મુર્ગજળની પાછળ પાણીની શોધમાં ફરતા હોઈ છે.આગળ ચાલવું હીતવાહક નથી.આગળ કોઈને કોઈ ગામ આવશે જ..!!!!

કિશન તે અહીંથી આગળ કોઈ ગામ જોયું છે?

નહીં..!!!!

તો તું કેવી રીતે કઈ શકે કે આગળ કોઈ ગામ આવશે જ.આપણે આ રેગીસ્તાનમાં કેટલી રાત સૂવું પડશે એ કોઈને ખબર નથી.આ રેગીસ્તાનમાંથી જીવતા બહાર નીકળશું કે નહીં એ આપણા માંથી કોઈને ખબર નથી.
અત્યારે આપડે ઊંટ થકી આપણો જીવ બચાવી શકીએ છીએ.તો આપડે આ ઊંટને સાથે લેવા જોઈએ.

જીગર હું તારી વાત સાથે સહમત છું..!!!!

બધા જ ઊંટ પર બેસી ગયા.જીગર ધીમે ધીમે ઊંટને આગળ ચલાવતો હતો.કોઈ ગામ દેખાય રહીયું ન હતું.બધાના ધબકારા હવે વધી ગયા હતા.

જીગર કોઈ ગામ આવે એવી જગ્યા પર ઊંટ લઈ જા ને?આ ઊંટ પણ ધીમે ધીમે ચાલે છે.રેગીસ્તાનમાં ઊંટને બદલે ઘોડા હોવા જોઇએ.જ્યાં જવું હોઈ ત્યાં જલ્દી પહોંચી જઈએ.

કવિતા તું આ રેગીસ્તાનમાં મગજનું દહીં નો કર.
ઊંટ પર છો,તને વધુ ખબર હોઇ કે કોઈ ગામ દેખાય
છે,કે નહીં.મને તો કઈ દેખાતું નથી.અને રેગીસ્તાનમાં ઘોડા દોડી ન શકે એટલા માટે અહીં ચાલે નહીં. અમદાવાદમાં રેગીસ્તાનમાં દોડે તેવો કોઈ ઘોડો હોઈ તને કઈ દેખાય તો આપડે લઈ લેશું.

જીગર તું મારી મજાક ન કર...!!!!કવિતા શરૂવાત તે કરી મેં નહીં.

અલા જીગર શું તમે બંને બક બક કરો છો.
મિલન આને રેગીસ્તાનમાં ઘોડા જોઇએ છે.બધા એક સાથે હસી પડીયા.

જીગર ...જીગર...ઊંટ જમણી બાજુ લે..!!!
શું કિશન તને કોઈ એ બાજુ ગામ દેખાયું?નહિ સામે મને ઘણા બાજ દેખાય રહિયા છે.ત્યાં કોઈનું હાડપિંજર પડ્યું હોઈ એવું મને લાગી રહીયું છે.

અહીં કોઈ આજુબાજુ હોઈ શકે છે.સાવધાન રહેવું જરૂરી છે.મિલન મને એવું લાગી રહીયું છે પેહલા છોકરાનું જ હાડપિંજર હશે.તે જીવતો નહી રહીયો હોઈ.આવા રેગીસ્તાનમાં બાજ એકલા છોકરાને કેવી રીતે જીવતો રેહવા દે.

મને પણ એ જ લાગે છે.તેણે આપડાથી જુદા થવાની બોવ મોટી ભૂલ કરી.ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.મહેશ સાંજના પાંચ વાગી ગયા છે,હજુ પણ કોઈ ગામ દેખાતું નથી.આજે તો આપણે બપોરે આરામ પણ લીધો નથી.કેમ લાગે છે,કોઈ ગામ આવશે કે આજની રાત પણ રેગીસ્તાનમાં જ વિતાવવી પડશે.

જો મિલન આપણી પાસે હવે આજ સાંજ સુધીની જ ખાવાની વસ્તુ છે.કાલે સવારે કોઈને કઈ મળવાનું નથી.એ પણ થોડો થોડો બધા પાસે નાસ્તો છે,અને પાણી પણ હવે પૂરું થઈ જાય એમ છે.પાણીની ફક્ત ત્રણ બોટલ જ છે.

*************ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)