Aapni aaspaas kaik khaskhas in Gujarati Motivational Stories by Alpesh Karena books and stories PDF | આપણી આસપાસ કંઇક ખાસખાસ

Featured Books
Categories
Share

આપણી આસપાસ કંઇક ખાસખાસ

*એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે કે "ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહી." છતાં પણ અધકચરા ભૂખ્યા રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને હાથ, પગ અને હૈયાની કેણવળી આપવાનું કામ ભરતભાઈ વાળા "बाल देवो भव"નાં સૂત્રનિરધાર સાથે બાળકોનાં સુચારૂ જીવન માટે કામ કરી રહ્યા છે.*

કેટલો ભગીરથ પ્રયત્ન હશે ,કે જે બાળકો બીજા લોકોને જોઈને એની પાસેથી કંઇક ખાવા મળશે આટલું જ વિચારતા આજે એ જ બાળકો બધાને આદરભાવ સાથે ગુડ મોર્નિંગ કહેતા થયા ગયા. જેને ક, ખ, પણ નાં આવડતું એ આજે ફટાફટ અંગ્રેજી કવિતા બોલે છે, તેમજ સ્વછતા , વ્યસનમુક્તિ, નિયમિતતા જેવા અનેક ગુણો આજે આં બાળકોમાં જોવા મળે છે.

ગોકુલધામ એપાર્ટમેન્ટ,વેજલપુર અમદાવાદમાં રહેતા ભરતભાઈ પાસે પી. ટી. સી. ની ડીગ્રી હતી છતાં પણ એણે નોકરી કરવા ને બદલે આવો વિચાર શા માટે કર્યો?

ત્યારે ભરતભાઈ પોતાનો કિસ્સો સંભળાવતા કહે છે કે:- *હું અને મારા મિત્ર ૧૪ નવેમ્બર ૨૦૧૪ના રોજ મકરબા ક્રોસિંગ સામેની એક ઝૂંપડપટ્ટી આગળ મળ્યા હતા. ત્યાં એક નાનું બાળક અમારી પાસે આવીને ખાવાનું માંગવા લાગ્યો. દર વખતની જેમ કોઈ ભિખારી હશે એવું સમજીને એ બાજુ ધ્યાન ના દોર્યું. પણ થોડી વારમાં એ બાળક નીચે ધૂળમાં આમતેમ આળોટતું બરાડા પાડવા લાગ્યું કે મારી વાત કેમ કોઈ સાંભળતું નથી ! હું બે દિવસથી ભૂખ્યો છું. પછી હું એની પાસે જઈને તેને ઊભો કરી બધી વાત કરી તો ખબર પડી કે એના પપ્પાના બે દિવસ અગાઉ ટ્રેનમા જમણી બાજુના હાથ પગ કપાઈ ગયા છે અને આ ઘટનાના લીધે મારી મમ્મી ભાગી ગઈ છે હવે મને કોણ રાખશે? અને ટ્રેનમા આગલા તિવસે કોઈ કપાઈ ગયું હતુ એ મને ખબર હતી પણ આ બાળક ના જ પપ્પા હતા એ મને ખબર નહોતી. આમ, બાલ દિવસનાં રોજ બાળકો માટે કામ કરવાનો મને વિચાર આવ્યો.*

ત્યારબાદ ૧૭/૩/૨૦૧૫ માં ભરતભાઈએ *નવરચિત બાળવિકાસ ટ્રસ્ટ સંચાલિત નવરચિત સ્લમ સ્કૂલની*સ્થાપના કરી* અને *Tv9ગુજરાતી* ન્યૂઝચેનલના માધ્યમથી સરકારમાં રજૂઆત પણ કરી અત્યારે ૬૨ જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. બાવળનાં ઝાડ નીચે ચાલુ કરેલી આં સ્કૂલ આજે એક ૬ પંખા અને કૂલર ધરાવતી નિશાળ થઇ ચૂકી છે. લોકોનો અઢળક સાથ સહકાર મળવાથી આજે સ્કૂલની દશા ઘણી સારી છે.

ભરતભાઈ જણાવે છે કે સ્કૂલ ચાલુ થઈ પછી ત્યાંના ઝૂંપડપટ્ટીના બાળકોમાં ૪૦% જેટલો સુધારો આવ્યો છે
*નિયમિતતા, સ્વચ્છતા , આદરભાવ, વ્યસનમુક્તિ, લોભ અને લાલચ દૂર થવું તેમજ તેમની આંતર શક્તિ ખીલી છે*. તેમજ બાળકો ને અમે પ્રવાસમાં, હોટેલમાં અને સામાન્ય માણસ કરી શકે તેવી બધી પ્રવુતિ કરાવીએ છીએ.

સરકારને ભરતભાઈનો સંદેશ:-
*સરકાર ભલે 100% સાક્ષસતા અને કેળવણીની વાતો કરતી હોય પણ ખરા અર્થમા આવા ગરીબ બાળકો સુધી કોઈ સરકારી યોજના પહોચતી નથી. તેનો સરકારે ખ્યાલ રાખવો જોઈએ. બહેતર વસ્તુ એ છે કે જે લોકો આવા બાળકો માટે કામ કરે છે તેવા લોકોના પ્રતિભાવ લઈને તમારે આં દિશામાં આવા વિષયો સાથે કામ કરવું જોઈએ અથવા તો સરકારે અમારા જેવા લોકો પાસેથી માર્ગદર્શન લઈ અમને બાળ સેવાના કામો કરવા માટે જગ્યા ફાળવવી જોઈએ. કે જેથી કરીને કામને વેગવાન બનાવી શકાય*.

અને છેલ્લે ભરત ભાઈએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય હજુ આખા અમદાવાદના ૨૦૦ જેટલા ઝૂંપપટ્ટીમાં શિક્ષણ આપવાનો છે. "નવરચિત સ્કૂલ" માં અત્યારે ભરતભાઈ ની સાથે બીજા ૩ શિક્ષિક સાથી મિત્રો વેતન લઈને ત્યાં કામ કરી રહ્યા છે.આં સ્કૂલ પ્રહલાદનગરના ઝૂંપડપટી વિસ્તારમાં આવેલી છે. તમે પણ તમારે અનુકૂળ મદદ આપી શકો છો.

- અલ્પેશ કારેણા.