12:07 am
ક્ષમાં....આજે ખાસ દિવસ પછી પ્રસ્તુત થયો છું. જાણવા નહીં માંગો કેમ અદ્રશ્ય હતો?.હુંજ કહી દઉં છું પરીક્ષા માથે હતી હજુ પણ છે. પણ શબ્દો ની સરવાણી ને રોકી શકાય એવો બંધ હજુ સુધી કોઈ બાંધી નથી શક્યું. એટલેજ નાજુક વિષય સાથે હાજર થયો છું.
સ્ત્રી સહજ અધિકાર હોય છે કે એ કોઈની માફી ના માંગે, અને કેમ માંગે? જો ધરતી પર બાળક ને જન્મ આપવાનું કામ સ્ત્રીજ કારી શક્તિ હોય તો પછી એને દરેક અપરાધો ને ક્ષમા કરવા જોઈએ,
એક સ્ત્રી નું વર્ણન કરવા જઈએ ત્યારે આપણે ભૌતિક ગુણધર્મો વધુ જોઈએ છીએ, પરંતુ ભૌતિક ની સાથે, નૈતિક, સ્વાભાવિક, અધ્યત્મિક, અને વૈરાગીક ગુણધર્મો પણ જોવા જોઈએ.સ્ત્રી ના ગુણધર્મો માં જે નૈતિક ગુણધર્મ છે એમેનો એક મહત્વ નો ગુણધર્મ છે ક્ષમા.....
શાયદ એટલેજ કાનૂન ની દેવી બની છે દેવ નહીં બન્યો. કેમકે જો દેવ એટલે કે પુરુષ ના નૈતિક ગુણધર્મો માં ક્ષમા ની જગ્યા એ બદલો રહેલો છે.. કદાચ પુરુષ ક્ષમા કરી ભી દે તો પણ એ બદલા માં કૈક તમારી પાસે થઈ અવશ્ય માંગી લેશે. અને એ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ ક્યારેય બદલાય નહીં. એવીજ રીતે સ્ત્રી ના નૈતિક ગુણધર્મો માં રહેલી ક્ષમા એને પુરુષો કરતા આગવું અને ઉચ્ચ કોટી નું સ્થાન અપાવે છે. કેમકે ક્ષમા કરવા નું સાહસ ફક્ત યોદ્ધા અને યોગીજ બતાવી શકે છે. પણ સ્ત્રી સાંસારિક જીવન માં રહીને યોગી અને વૈરાગીક જીવનમાં રહી ને યોદ્ધા એમ બંને નું સમીકરણ બનાવી ને જીવે છે... તમને લાગતું હશે કે મેં પાછળ ના વાક્ય માં કેમ ઉલટું સુલતું લખ્યું... કે સાંસારિક માં યોગી ને વૈરાગીક માં યોદ્ધા.. એ એટલા માટે સાહેબ કે તમે જ વિચારો... જે સ્ત્રી સમાજ સામે અવાજ ઉઠાવે છે. પ્રથાઓ બદલવા માટે લડત આપે છે. કૃતઘ્ય પુરુષો સાથે બાથ ભીડી લડત આપી,માર ખાય છે. એવી સ્ત્રીઓ પાસે જો પૂરતું પીઠબળ ના હોય તો આ ક્રૂર અને સ્વાર્થી સમાજ એને કચડી નાખે છે અને એને સાધ્વી યોગી મોક્ષિકા, ઓરિકલ બનાવી દે છે. અને વૈરાગીક જીવન માં યોદ્ધા એટલા માટે કેમકે ઘર થઈ તરછોડાયેલી સ્ત્રી જ્યારે વૈરાગ્ય લે છે અને જે તે સંપ્રદાય ના ધર્મસ્થળ પર જાય છે. ત્યાં એને એ સમાજ ના કહેવાતા મહાન યોગી પુરુષો જે વૈરાગ્ય નો આડંબર કરતા થાકતા નથી એમની નખશીખ સુધી ઉભરાતી વાસના નો ભોગ બનવું પડે છે, અને સ્ત્રીઓ બને છે. બનતી આવી છે, અને કદાચ ના કરે નારાયણ પણ ભવિષ્ય માં બનતી રહેશે. પુરુષપ્રધાન..... શુ પુરુષ અરે જન્મ થીજ જે સ્ત્રી ના તમે ઋણી છો એના સ્વરૂપો બદલાય છે, તમારી એમની પ્રત્યે નો આદર સમાન રહેવો જોઈએ. કદાચ આદર ના આયામો બદલાઈ જાય છે પણ તોય સ્ત્રી ને આદરણીય રહેવાનો જન્મસિદ્ધ અધિકાર છે, અને એ એની પાસે થઈ કોઈ છીનવી નહીં શકે, પુરુષ ને આદર કમાવો પડે છે. પુરુષ પોતાનો આદર પૈસા જમીન જાયદાદ અને નામાંકિત લોકો ની શ્રેણી માં રહેલા પોતાના સ્થાન માં શોધતો હોય છે. જ્યારે તમે કોઈના ઋણી હો છો, કરજદાર હો છો ત્યારે તમને હંમેશા એક ભીતિ રહે છે. કે ક્યાંક એ લેણદાર આવી જશે ને કરજ માંગશે તો હું કેવી રીતે ચુકવીશ?...
અરે હે, પુરુષ પ્રધાન સમાજ ના પુરુષો.. તમે સ્ત્રી નું ઋણ ચૂકવવા જવાના.!! એ સ્ત્રી નું જેના શબ્દો થઈ બનેલા શ્રાપ ને સાક્ષાત ભગવાન પણ નકારી નથી શકતો. કે જના હાથ માં સમગ્ર સૃષ્ટિનું સંચાલન છે. ખરી વાત એ હતી કે ઋણ તો ચૂકવું પડે. પણ કેવી રીતે એટલે જ પુરુષ ના નૈતિક ગુણધર્મો માં રક્ષણ પૂરું પડવું એવી સમાવેશ થયેલો છે. ગુણધર્મ અને જવાબદારી માં ફરક છે સખી... ગુણધર્મ એ માણસ લઈને જન્મે છે અને જવાબદારી એને મળતા અધિકારો ના બદલામાં લેવામાં આવતી સેવા છે.. જવાબદારી,સેવા નું સ્વરૂપ લે તો જ સાચા અર્થ માં સમાજ માં શાંતિ સ્થપાય. એવીજ રીતે પુરુષ એ પણ સ્ત્રી નું અંતિમ શ્વાસ સુધી રક્ષણ કરવું પડે છે, અને લગ્ન માં જ્યારે એ કન્યાદાન આપે છે એ ખરેખર તો પોતાની વ્યક્તિગત ઋણ ચૂકવે છે જે એના પર અને સમાજ પર સ્ત્રીએ કરેલું હોય છે.
વધ કરવા માટે જેટલું સામર્થ્ય અને સાહસ જોઈએ એને થઈ લાખ ગણી ખુમારી ક્ષમા કરવા માં જોઈએ.. કેમકે તમે સામે વાળી વ્યક્તિ ને ફક્ત ક્ષમા નથી કરતા પણ સાથે સાથે એને એ ઋણ માંથી પણ મુક્ત કરો છો જે એને આજીવન તમારો દાસ બનાવી શકે છે,કેમકે ભૂલ જાણેઅજણે ભલે થઈ હોય પણ એ ભૂલ ની ગંભીરતા થી ઉત્પન્ન થતા અનિચ્છનીય ઘટનાઓ ની શૃંખળા અસ્વીકાર્ય પરિણામ ને જન્મ આપે છે. આ અસ્વીકાર્ય પરિણામ સમાજ ની દ્રષ્ટિએ અપરાધ સાબિત થાય છે, અને એક વાર અપરાધી બની ગયા પછી વ્યક્તિ દાસ બની જાય છે. જેમ કાળકોઠારી ના કૈદી ને કોઈ અધિકાર નથી હોતા એ દાસ તરીકે જીવે છે એમજ સમાજ નો દરેક પુરુષ સ્ત્રી નો દાસ થઈ ને જીવે છે. એટલે સ્ત્રી ને ક્ષમા માંગવાની જરૂર નથી. અને કદાચ એ માંગે પણ તોય એમ સમજ જો કે તમે કાયરતા નું સૌથી મોટું પ્રદશન કરેલું છે.સ્ત્રી ક્ષમા એટલે માંગી રહી છે કેમકે તમે ક્ષમા ને પાત્ર હોવા છતાં એ તમારા ખરાબ વર્તન કે બાલિશ બુદ્ધિ માટે એ સમાજ પાસે ક્ષમા માંગી ને તમને ક્ષોભનીય પરિસ્થિતિ માં મુકતા બચાવે છે.
પ્રયત્ન કરો કે તમે પણ ક્ષમા કરી શકો છો..... ક્ષમા નું કામ લીંબુ ના ટીપા જેવું છે..
ગુસ્સા થી અપરાધિક ભાવના, અપરાધિક ભાવના થી તિરસ્કાર કે હીન ભાવ જાગે છે. આ હીનભાવો બદલો લેવા માટે નું મનોબળ પૂરું પડે છે. એટલેજ આ તિરસ્કાર ની ભાવનાથી જન્મેલી બદલાની ભાવના ના વિષેલા દૂધ માં જો ક્ષમા રૂપી લીંબુ નું એક બુંદ પડી જય તો આખા દૂધ ને સરસ મજાનું મિશરી બનાવી શકે છે. આ મિશરી એટલે એનો તમારા માટે નો આદર... ઘૃણા થઈ ઘૃણા ઉત્પન્ન થાય છે અને એ અંતે પતન નોતરે છે જ્યારે ક્ષમા થઈ દયા ઉત્પન્ન થાય છે જે આશીર્વાદ લાવે છે.
આશા રાખું છું કે તમે પણ મને ક્ષમા કરશો. અથવા પ્રયત્ન કરશો.
લોકો ને મહાન એમના નિર્ણયો બનાવે છે, અને નિર્ણય લેવાની સત્તા ફક્ત વર્તમાન પાસે છે, અને તું મારુ ભવિષ્ય છે.
શુ તારા વર્તમાન માં મને તું માફ કરવાનો નિર્ણય લઈ શકીશ?
જવાબ ની આશા એન મીટ મંડી ને બેઠેલો આપનો વિશ્વાસુ...
- પ્રભુ નો સાથ અહીં સુધી... ફિનિટ હિસ ડિયો....