Yara a girl - 3 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | યારા અ ગર્લ - 3

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

યારા અ ગર્લ - 3



પુરા સોળ કલાક ની મુસાફરી કર્યા પછી યારા કેદારનાથ પહોંચી ગઈ. એ દિવસે યારા ત્યાં જ એક ધર્મશાળામાં રોકાય ગઈ. મુસાફરીથી યારા થાકી ગઈ હતી. બીજા દિવસે યારા એ કેદારનાથ ના અલગ અલગ ધાર્મિક સ્થળો ની મુલાકાત લીધી. ને એ જંગલો ની પણ માહિતી ભેગી કરવા લાગી. જેથી એને મદદ મળે.

યારા ને જ્યાં જવાનું હતું એ રુદ્રપ્રયાગ નો વિસ્તાર હતો. ત્યાંના જંગલો ખૂબ મોટા અને ગીચ હતા. ને ત્યાં થી મંદાકિની નદી વહેતી હતી. યારા એ ત્યાંના પાંજરી આદિવાસીઓ વિશે પણ માહિતી મેળવી લીધી હતી. આ આદિવાસીઓ ખૂબ ધાર્મિક અને સમજદાર હતા. એ આખો વિસ્તાર ધાર્મિક સ્થળો નો હતો ને જંગલોમાં પણ આવા ધાર્મિક સ્થળો આવેલા હતા. આ આદિવાસીઓ લોકો ને આ સ્થળો એ પહોંચાડવાનું, માહિતી આપવાનું કામ કરતા હતા. આ લોકો જંગલ ને સારી રીતે જાણતા હતા. યારા માટે આ બધી માહિતી ખૂબ ઉપયોગી હતી. વળી એણે અમુક માહિતી પુસ્તકોમાં થી પણ મેળવી લીધી હતી.

હવે યારા પોતાની જીંદગીના એક મહત્વપૂર્ણ સફર માટે નીકળી પડી. એનો ધ્યેય એકદમ નક્કી હતો અને હિંમત ખૂબ હતી. યારા એ રુદ્રપ્રયાગ માટે પ્રયાણ કર્યું. એને બસ દ્વારા મુસાફરી ચાલુ કરી. એના મનમાં કેટલાક વિચારો બસ ની ગતિ ની જેમ ચાલી રહ્યા હતા. શુ થશે? કઈ માહિતી મળશે? પોતે જે કરી રહી છે તે યોગ્ય તો છે ને? ને આવા ઘણા સવાલો તેના મગજ માં રમી રહ્યા હતા. ને ત્યાં જ,

હું અહીં બેસી શકું?

ને યારા એકદમ વિચારો ની દુનિયામાં થી વર્તમાન પરિસ્થિતિમાં આવી ગઈ. એણે જોયું એક પચીસેક વર્ષ ની યુવતી તેને જગ્યા માટે પૂછી રહી હતી.

હા હા કેમ નહિ. ને યારા થોડી ખસી ગઈ જેથી પેલી યુવતી ત્યાં બેસી શકે.

પેલી યુવતીએ પોતાનો સમાન ગોઠવ્યો ને પછી યારા ની બાજુમાં બેસી ગઈ.

હાય મારુ નામ વેલીન છે.

હું યારા. થોડીવાર માટે શાંતિ છવાય ગઈ.

પછી વેલીને પૂછ્યું, ફરવા માટે આવ્યા છો?

હા, યારા એ ટૂંકો જવાબ આપ્યો. એ વધારે વાત કરવા માંગતી નહોતી.

હું પણ. વેલીન ને લાગ્યું કે યારા વાત કરવા નથી માંગતી એટલે એણે આગળ કઈ પૂછ્યું નહિ.

બન્ને ચુપચાપ મુસાફરી નો આનંદ લેવા લાગ્યા. સાંજના સમયે યારા રુદ્રપ્રયાગ પહોંચી ગઈ. એણે પહેલા થી એક ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરી લીધી હતી. એ સીધી ત્યાં જ પહોંચી ગઈ. ભોજન કર્યા પછી એ ધર્મશાળાના સંચાલક પાસે ગઈ,

મારે આ વિસ્તારમાં ફરવા માટે એક ગાડી જોઈએ છે. વ્યવસ્થા થઈ શકશે? યારા એ સંચાલક ને પૂછ્યું.

હા બેન થઈ જશે? કેટલા લોકો માટે ગાડી જોઈએ છે?

માત્ર એક વ્યક્તિ માટે. ને હું કહું ત્યાં મને ફરવા લઈ જાય. ને માણસ બરાબર હોવો જોઈએ.

હા હા બેન મળી જશે. ને માણસ પણ એકદમ પ્રામાણિક અને હોંશિયાર મળશે.

સારું તો તમે એને કાલે સવારે બોલાવી લેજો. ને એને કહેજો કે એને મારી સાથે જ રહેવા નું છે.

જરૂર થી બેન. તમે નિરાંતે સુઈ જાવ. તમને ફરિયાદ કરવાનો મોકો નહિ આપું.

યારા સુવા માટે ચાલી ગઈ. આ એનો છેલ્લો પડાવ હતો. કાલ નો સૂરજ એના માટે નવી પરિસ્થિતિઓ અને નવા પડકારો લઈ ને આવવાનો હતો.

યારા સવારે ચા નાસ્તો કરી પોતાના જીવનના મહત્વના સફર પર નીકળી પડી. એ પહેલા પાંજરી આદિવાસીઓ પાસે જવા માંગતી હતી જેથી એને એ જગ્યા મળી શકે જ્યાં થી એ બાળકરૂપે મળી હતી.

સવારે એને માટે જે ગાડી ભાડે કરાવી હતી એ આવી ગઈ. ગાડી નો ડ્રાયવર અકીલ સ્માર્ટ, હોંશિયાર અને જાંબાઝ હતો. સ્વભાવે બોલકો અને પ્રમાણિક હતો. આ વિસ્તાર નો ભોમિયો હતો. એ જંગલ ને અને જંગલના રસ્તાઓ ને ખૂબ સારી રીતે જાણતો હતો. ત્યાંના આદિવાસીઓ ને પણ એ સારી રીતે ઓળખતો હતો.

તો મેડમ પહેલા ક્યાં જવું છે? અકીલે યારા ને પૂછ્યું.

મારે પહેલા પાંજરી આદિવાસીઓ ના કબીલા પર જવું છે.

અકીલે તેના ચહેરા સામે જોયું.

કેમ શુ થયું? કઈ અજુગતું કહ્યું મેં?

હા અહીં આવતા લોકો પહેલા રુદ્રપ્રયાગના મંદિરોમાં દર્શન કરવા જાય છે. ને પછી કુદરતી સૌંદર્ય નો આનંદ લે છે. ને કોઈ કોઈ જંગલ ને જોવાની ઈચ્છા કરે છે. તમે પહેલા એવા વ્યક્તિ છો જે અહીંના આદિવાસીઓ ને મળવાનું કહે છે.

હા તો એમાં વાંધો શુ છે?

કોઈ વાંધો નથી. આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ. તમે કહેશો ત્યાં ગાડી જશે અને કહેશો ત્યાં ઉભી રહેશે. અકીલે ગાડી ઉપાડી લીધી જંગલની અંદર.

ચારેબાજુ લીલોતરી હતી. સવારના સૂર્યના કિરણો જાણે સોનેરીવરખ લગાવી ને ના આવ્યા હોય એવા દેખાતા હતાં. પુરા એક કલાકની મુસાફરી પછી ગાડી પાંજરી કબીલા આગળ આવી ને ગાડી ઉભી રહી.

લો મેડમ આવી ગયું તમારું સ્ટેશન, અકીલ બોલ્યો.

યારા ગાડીમાં થી નીચે ઉતરી. ચારે બાજુ છુટા છવાય ઝુંપડા હતા. લોકો પોતાના પારંપરિક વેશભૂષામાં સુંદર દેખાતા હતાં.

ત્યાં એક માણસ આવી અકીલ ને મળ્યો, અકિલ તું અહીં?

હા ભાઈ આ મેડમને પાંજરી આદિવાસીઓ ને મળવું હતું એટલે અહીં લઈ આવ્યો.

પેલા માણસે યારા સામે જોયું ને પછી બોલ્યો, બોલો મેડમ શુ કામ છે?

મારે આ કબીલાના મુખ્યા ને મળવું છે, યારા એ કહ્યું.

ચાલો મળાવી લઉં, પેલા માણસે કહ્યું. તું આવે છે અકીલ?

ના ભાઈ તું લઈ જા હું અહીં રાહ જોવ છું.

યારા પેલા માણસ સાથે ચાલવા લાગી. થોડું ચાલ્યા પછી એક ખુલ્લી જગ્યા આવી જ્યાં ત્રણેક વડીલો બેસી ને વાતો કરતા હતા. પેલા લોકો ને આવતા જોઈ એ લોકો એમને જોવા લાગ્યા.

મુખ્યાજી આ મેડમ તમને મળવા આવ્યા છે, પેલા માણસે યારા તરફ ઈશારો કરી કહ્યું.

એમાં થી એક વડીલ જેમની ઉંમર ચોસઠ વર્ષ ની હશે કદાચ. એ બોલ્યા બોલો બેન શુ કામ હતું?

વડીલ મારુ નામ યારા છે. હું ચંદ્રાપુર થી આવી છું.

ચંદ્રાપુર નામ સાંભળતા જ એ વડીલ ઉભા થઈ ગયા. બેટા તું કમલભાઈ ની દીકરી? વડીલે પૂછ્યું.

હા વડીલ હું કમલભાઈ ની દીકરી છું યારા.

કેટલી મોટી થઈ ગઈ દીકરા. આવ મારી સાથે આવ. એ વડીલ યારા ને પોતાના ઘરે લઈ ગયા. મારુ નામ જોરીન છે. ને આ મારી પત્ની રોકીલ છે.

યારા એ જોરીન ની પત્ની ને પ્રણામ કર્યા.

જોરીન આ ચંદ્રાપુરવાળા કમલભાઈ ની દીકરી યારા છે.

યારા કેટલી મોટી થઈ ગઈ ને કેટલી સુંદર છે, જોરીને કહ્યું.

વડીલ તમે લોકો મને ઓળખો છો?

હા દીકરા. તને કેમ ભુલાય. કમલભાઈ વર્ષો થી અહીં આવે છે. એ જ્યારે આવે ત્યારે અમારા ઘરે જ રોકાય છે. આજે એ ના આવ્યા?

પપ્પા નું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું આટલું બોલતા એની આંખ ભરાઈ આવી.

માફ કરજે દીકરા મને ખબર નહિ હતી.

કઈ નહિ વડીલ જે થવાનું હતું એ તો થઈ ગયું.

જો દીકરા તારા પપ્પા મારા માટે ભાઈ જેવા હતા તો હું તારા કાકા થાવ. તું મને કાકા કહી બોલાવી શકે છે.

જી કાકા. કાકા પપ્પા એ એમના મૃત્યુ પહેલા મને મારા જીવનની સચ્ચાઈ કહી દીધી હતી. ને એટલે હું અહીં આવી છું.

પણ દીકરા તું શુ કરવા માંગે છે? તારા પપ્પા હંમેશા તારી ભાળ માટે અહીં આવતા હતા ને નિરાશ થઈ જતા રહેતા. હજુ સુધી અમને પણ તારા જન્મ વિશે કે તારા જન્મદાતાઓ ની કોઈ માહિતી મળી નથી. તો પછી અત્યારે.....

કાકા હું એ જગ્યા જોવા માંગુ છું જ્યાં થી હું મળી હતી. તમે મને ત્યાં લઈ જશો?

હા દીકરા જરૂર લઈ જઈશ. તું થોડું ખાઈ લે પછી આપણે જઈએ. તારી સાથે બીજું કોણ આવ્યું છે?

કાકા આમતો હું એકલી જ આવી છું. પણ એક ગાડી ભાડે કરી છે એનો ડ્રાયવર છે મારી સાથે અકીલ.

અકીલ, જોરીને જે માણસ યારા ને લઈને આવ્યો હતો તેને અકીલ ને બોલવા મોકલ્યો.

બોલો મુખ્યાજી શુ થયું? અકીલે પૂછ્યું.

આવ આવ અકીલ. તું સાચી જગ્યા એ યારા ને લઈ આવ્યો. તું પણ થોડું ખાઈ લે પછી આપણે મંદાકિની નદીના કિનારે આવેલા પહાડો બાજુ જવાનું છે.

મંદાકિની નદી? પણ ત્યાં તો કશું જોવાનું નથી મુખ્યાજી.

હા અકીલ ખબર છે મને, પણ યારા ને ત્યાં જ જવું છે.

જેવી તમારી ઈચ્છા એટલું કહી અકીલ ત્યાં બેસી ગયો.

જોરીને બધા ને ખાવાનું આપ્યું. જમીને બધા મંદાકિની નદી તરફ ગયા.

કેટલી સરસ જગ્યા છે કાકા? આટલી સુંદર જગ્યા મેં ક્યારેય નથી જોઈ.

સાચી વાત છે આ કુદરત ની કમાલ છે યારા. હજુ આને માણસો ની નજર નથી લાગી. એટલે આ જગ્યા આટલી સુંદર છે.

હા કાકા તમે સાચું કહ્યું. આવી જગ્યાઓ હવે બહુ ઓછી રહી છે. માણસે પોતાની પ્રગતિ કરવાની ધૂન માં કુદરત ને ઘણું નુકશાન કર્યું છે.

અકીલ ગાડી અહીં ઉભી રાખ. અહીં થી હવે આપણે થોડું અંદર ચાલી ને જવું પડશે.

અકીલે ગાડી ઉભી રાખી.

નદી નું સૌંદર્ય અને તેની આજુબાજુ ની લીલોતરી ખૂબ જ સુંદર હતી. માનો કુદરતે ધરતી પર લીલી ચાદર ના પાથરી હોય. યારા તો આ બધું જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ.

યારા અહીં થઈ અંદર થોડું ચાલી ને જવું પડશે, જોરીને કહ્યું.

કઈ વાંધો નહિ કાકા હું ચાલીશ.

અકીલ તું આવે છે?

ના મુખીયાજી તમે લોકો જઈ આવો હું અહીં જ રોકાઈશ.

કંઈ વાંધો નહીં. અમે જઈ આવીએ.

યારા અને જોરીન નદી તરફ ચાલવા લાગે છે.

કાકા આ જંગલ બહુ મોટું છે?

હા ખૂબ મોટું છે. અહીં ઘણા બધા પ્રાણીઓ રહે છે. પાણી ની પણ કોઈ કમી નથી.

કાકા આ પ્રાણીઓ હિંસક છે?

હા અહીં વાઘ, સિંહ, હાથી બધાજ પ્રાણીઓ છે. ને દરેક પોતાનું પેટ ભરવા કઈક તો કરે ને?

કાકા આ પ્રાણીઓ એ કદી તમારા કબીલા પર હુમલો કર્યો છે?

ના આજ દિન સુધી આવું બન્યું નથી. એ લોકો ચાલતા ચાલતા એ જગ્યાએ આવી ગયા જ્યાં થી યારા મળી હતી.

જો યારા આ એ પથ્થર છે જ્યાં થી તું એક છાબ માં મળી હતી.

યારા એ પથ્થર ને જોવા લાગી. એ એવો જ પથ્થર હતો જેનું ચિત્ર એની મમ્મી એ દોર્યું હતું. આજુબાજુ પણ એજ બધું હતું જે પેલા ચિત્રમાં હતું. તે ચારે બાજુ ફરી ને જોવા લાગી. એની આંખ પાણી થી ભરાઈ આવી.

જોરીને એ જોયું પણ એ સમજતો હતો કે અત્યારે યારા કેવું અનુભવી રહી હશે. દીકરા તું ઠીક તો છે ને?

હા કાકા. વિચારું છું કે એવા તો કેવા માબાપ હશે કે પોતાના ફૂલ જેવા બાળકને આમ રજળતું મૂકી દીધું.

બેટા એમની કોઈ મજબૂરી હશે? કોઈપણ માબાપ પોતાના બાળકને ક્યારેય પોતાના થી દૂર કરવાનું ના વિચારે.

એવી કેવી મજબૂરી? જે એક નિર્દોષ બાળકને આમ તરછોડી દીધું. જો મમ્મી પપ્પા ને હું ના મળી હોત તો કોઈ જંગલી પ્રાણી મને ખાઈ ગયું હોત કાકા. ને આજે હું આમ તમારી સાથે ના હોત.

તારી વાત સાચી છે યારા. પણ જીંદગી ઘણીવાર માણસ ની એવી એવી પરીક્ષા લે છે ને કે માણસે શુ કરવું તે એને સમજ પડતી નથી. તેની ઈચ્છા હોવા છતાં એ કઈ કરી શકતો નથી. તેની મજબૂરી તેને ઝકડી લે છે.

પણ કાકા એવી કઈ મજબૂરી.... ને યારા રડવા લાગી.

જોરીને એને રડવા દીધી. થોડીવારમાં યારા શાંત થઈ ગઈ.

માફ કરજો કાકા.

અરે એમાં માફી શાની બેટા. તું તો મારી દીકરી જેવી છે. હું તારી પરિસ્થિતિ સમજુ છું.

કાકા તમે મને એક મદદ કરી શકો?

હા કેમ નહિ? બોલ શુ મદદ જોઈએ છે?

કાકા હું થોડા દિવસ અહીં રહેવા માંગુ છું. હું અહીં રહી ને મારા માતા પિતા ને શોધવા માંગુ છું. તો તમે મારા રહેવા માટે વ્યવસ્થા કરી શકો?

હા હા કેમ નહિ. ને તારે બીજે ક્યાંય રહેવાની શુ જરૂર છે તું અમારી સાથે રહી શકે છે.

ના કાકા હું કોઈ ને તકલીફ આપવા નથી માંગતી.

અરે એમાં તકલીફ શાની દીકરા. તારા પપ્પા એ અમારી નબળી પરિસ્થિતિમાં મને ખૂબ મદદ કરેલી. આજે એ ઋણ ઉતારવાનો મોકો મને મળ્યો છે તો હું એ છોડીશ નહીં.

સારું પણ મારી એક શર્ત છે કાકા તમે મને મારા માતા પિતા ને શોધવામાં મદદ કરશો.

ચોક્કસ ને બન્ને હસી પડ્યા. ચાલ દીકરા હવે તને આ જંગલ બતાવું. બન્ને જણ ગાડી પાસે આવી ગયા.

ચાલ અકીલ આ મંદાકિની ની રમણીયતા બતાવી દે યારા ને.

હા મુખીયાજી. અકીલે મંદાકિની નદી ની આજુબાજુ નો વિસ્તાર અને રુદ્રપ્રયાગ મંદિરના દર્શન કરાવ્યા અને સાંજે બધા પાછા જોરીન ના ઘરે આવી ગયા.

રાત્રે બધા જમી ને સાથે બેઠા. ત્યારે યારા એ પૂછ્યું,

કાકા આ જંગલ વિશે મને કહો ને. કેટલું મોટું છે? શુ વિશેષતાઓ છે?

યારા આ જંગલ ખૂબ મોટું છે. એમાં નદી નાળા અને સુંદર ઝરણાં છે. અહીં નાના મોટા દરેક પ્રાણીઓ પણ છે. કહેવાય છે કે પહેલા ના જમાનામાં ભગવાન શિવ દેવી પર્વતી ને લઈને અહીં ભ્રમણ માટે આવતા હતા. આ જંગલ એ દેવી પાર્વતી ના ભ્રમણ ની પ્રિય જગ્યા હતી. અહીંના પશુ પક્ષીઓ તેમને ખૂબ વ્હાલા હતા. અહીં એક એવી દુનિયા હતી જેને આપણી દુનિયા સાથે કોઈ લેવાદેવા નહીં હતી. માણસ ની જેમ બોલતા પશુ પક્ષીઓ હતા, ઝરણાં ને નદીઓ નું પાણી કાચ જેવું સ્વચ્છ અને પવિત્ર હતું. ઝાડ પાન પોતાની રીતે ક્યાંય પણ હરીફરી શકતા હતા. અહીંના માણસો પણ અલગ હતા.

પણ કહેવાય છે કે એકવાર એક રાક્ષસે અહીં આવી ને આ જંગલ ને તહેસ નહેસ કરી નાંખ્યું. ને પોતે અહીં નો કર્તાહર્તા બની ગયો. ત્યારે અહીંના લોકો કોઈ એવી જગ્યાએ ચાલ્યા ગયા કે પછી એ રાક્ષસ ને મળ્યા જ નહીં. કહેવાય છે કે એ રાક્ષસ ના વારસદારો આજે પણ આ જંગલમાં રહે છે અને એ લોકો ને શોધે છે. આ જંગલ નો અમુક ભાગ એવો દુર્ગમ અને ભયંકર છે કે આજ સુધી કોઈ ત્યાં પહોંચી શક્યું નથી. જંગલ હજુ અંદર તો ખૂબ વિસ્તરેલું છે.

તો કાકા તમે લોકો અહીં કેવી રીતે આવ્યા?

અમારા પૂર્વજો પહેલા થી જ આ જંગલમાં રહેતા હતા. તેઓ શિવપાર્વતી ના ભક્તો હતાં. એટલે અમને ક્યારેય કોઈ મુશ્કેલી ના પડી.

ને પેલો રાક્ષસ કદી તમારા તરફ ના આવ્યો?

એતો ખબર નથી પણ આ બધી લોકવાયકાઓ છે. એ સાચી હશે જ એવું ના માની શકાય યારા.

અત્યાર સુધી ચૂપ બેસેલો અકીલ બોલ્યો, હજુ આ જંગલમાં એવા ઘણા રહસ્યો છે જે માણસ ની પહોંચની બહાર છે. માણસના વિચારો પણ ત્યાં ના પહોંચી શકે.

અકીલ તે ક્યારેય કશું અજુગતું જોયું છે આ જંગલમાં? યારા એ પૂછ્યું.

ના હજુ સુધી કઈ જ જોયું નથી.

ચાલો હવે સુઈ જાવ થાકી ગયા હશો? રોકીલે કહ્યું.

ને બધા સુવા માટે ચાલ્યા ગયા. પણ યારા ના મનમાં આ બધી વાતો ફરવા લાગી. એનું મન કહેતું હતું કે આ જંગલ એના માટે વિશેષ છે. કોઈ તો રહસ્ય છે જે તેને પોતાની તરફ ખેંચી રહ્યું છે. એને મનોમન નક્કી કરી લીધું કે કાલ થી એ આ જંગલનો ખૂણે ખૂણો ખૂંદી વળશે. એ ચોક્કસ થી કઈક તો જાણી જ શકશે. ને વિચારો ને વિચારોમાં એ સુઈ ગઈ.


ક્રમશ.................