Premrog - 17 in Gujarati Fiction Stories by Meghna mehta books and stories PDF | પ્રેમરોગ - 17

Featured Books
Categories
Share

પ્રેમરોગ - 17


રુમ પર આવી કપડાં બદલી બેેેડ પર આડી પડતા જ મીતાા ઘસઘસાટ ઊંઘી જાય છે. આ બાજુ સુુુદેેશ ના મન માં મીતા ના વિચાર ચાલી રહ્યા હોય છે. મીતા એકદમ સાાદગી થી જીવવા વાળી છોકરી છે.એના વર્ત્તન માં જરા પણ આછકલાઈ જોવા મળતી નથી. અત્યારેે તો એવું જ લાગી રહ્યું છે. આગળ કેેેમ નું રહેશે એ જોવા નું રહ્યું? વિચાર કરતા કરતા સુુદેેશ પણ સુુુઈ જાય છે.
મીતા ની આંખો વહેલી સવારે ખુલી જાય છે. તો એ સ્વિમિંગ પુલ બાજુ લટાર મારવા નીકળે છે. ત્યાં એને સામે મોહિત દેખાય છે. એને જોઈ ને મીતા ત્યાં થી બીજી તરફ જવા જાય છે તો મોહિત તેનો રસ્તો રોકી લે છે. મીતા પુલ ના કિનારા પર થી પડવા જેવી થઈ જાય છે અને મોહિત એનો હાથ પકડી ને એને બચાવે છે. મીતા જલ્દી i love you બોલ નહિ તો પુલ માં પડી જઈશ.
એ નહિ બને એટલું બોલતા તો મોહિત એનો હાથ છોડી દે છે.અને મીતા પુલ માં પડે છે. સુદેશ મીતા ને શોધતો પુલ પાસે પહોંચે છે અને મોહિત ની આ હરકત થી ખુબજ ગુસ્સે થઈ જાય છે. તે મોહિત ને ધક્કો મારી ને પુલ માં પાડે છે. મીતા નો હાથ ખેંચી ને બહાર કાઢે છે અને ટુવાલ ઓઢાડે છે.
મોહિત પણ પુલ ની બહાર આવે છે અને એ પણ ટુવાલ લઈ ને મીતા ને ઓઢાડે છે. મીતા માથું બરાબર લૂછજે તને શરદી ના થઈ જાય. એમ કહી હસતો હસતો ત્યાં થી જતો રહે છે. મીતા , આ તમારો મિત્ર થોડો વિચિત્ર નથી પેહલા પુલ માં પાડે છે અને પછી ટુવાલ પણ ઓઢાડે છે. સર, એ એવો જ છે. હું કપડાં બદલું ને આવું છું.
મોહિત મીતા ની પાછળ એના રુમ પાસે ગયો.મીતા એને જોઈ ને ડરી ગઈ. તું અહીંયા શું કરે છે? હું તને મળવા આવ્યો છું. હું તને કઈ નહિ કરું બસ તું મારી વાત સાંભળ. મોહિત પ્લીઝ, હું એક ની એક વાત સાંભળીને થાકી ગઈ છું. હવે , તો મને એવું લાગે છે કે મેં તને હા ના પાડી એ સારું કર્યું. તું આવું વર્તન કેમ કરી રહ્યો છે એ મારી સમજ બહાર છે.તારી પાસે હા પડાવવા માટે જ હું આવું વર્તન કરી રહ્યો છું. તું એ નથી જોઈ શકતી કે હું કેટલો insecure થઈ ગયો છું.તારી આસપાસ કોઈ પણ પુરૂષ ની હાજરી મારા થી સહન નથી થતી. મીતા તું પ્લીઝ હા પાડી દે.
મોહિત મેં તને કીધું ને મને સમય જોઈએ છે.અને તારી જોડે આવું વર્તન કરવું મને નથી ગમતું. તું જા અહીંયા થી. મીતા રૂમમાં અંદર ઘુસી અને બારણું બંધ કરી દિધું.
તેણે ફટાફટ કપડાં બદલ્યા અને બ્રેકફાસ્ટ માટે પહોંચી. બ્રેકફાસ્ટ પતતા સુદેશે તેને પૂછ્યું કે મીતા આપણે 12 વાગે નીકળવાનું છે. અને હજી ઘણો સમય બાકી છે તો ગોવા ફરવા આવશો મારી સાથે? આપણે હોટેલ માંથી ચેક આઉટ કરી લગેજ સાથે લઈ જઈએ.બચેલા સમય માં ગોવા ફરીયે. અહીં ના ચર્ચ અને બીચ જોવા લાયક છે. ઓકે સર, મને વાંધો નથી. હું મારું લગેજ લઈ ને આવું.
બન્ને જણા ચર્ચ પર પહોંચ્યા. ચર્ચ માં સન ડે પ્રેયર થઈ રહી હતી. બંન્ને એ એમાં પાર્ટ લીધો. પ્રેયર પુરી થતા ચર્ચ નો અંદર નો ભાગ જોવા ગયા અને પછી જીસસ પાસે કેન્ડલ સળગાવી. આ બધું જ મીતા ને નોર્મલી કરતા જોઈ ને સુદેશ ને બહુ ગમ્યું.
બહાર આવતા એને મીતા ને કહ્યું કે મને એવું હતું કે તમે ચર્ચ માં કમ્ફર્ટ ફિલ નહી કરો. પણ તમે તો ખૂબ નોર્મલ રહ્યા. સર, ભગવાન તો ભગવાન જ છે. ચર્ચ માં હોય કે મંદિર માં. મને તો શાંતિ મળે છે આ બધી જગ્યાઓ પર આવી ને. મીતા, તમે હંમેશા મને સરપ્રાઈઝ કરો છો.
મિત્રો , ઘણા સમય પછી વાર્તા પ્રકાશિત થઈ રહી છે તે માટે ક્ષમા કરશો. આશા છે વાર્તા ના આગળ ના ભાગ તમને વાંચવા જરૂર ગમશે.