"હા પોસિબલ છે પણ હજુ હું સ્યોર નથી કે આ થઇ શકે છે કે પરંતુ જો થઇ શકે તો આ એક રસ્તો છે કેનિસ્ટર સુધી સરળતાથી પહોંચવાનો." કમાન્ડર ઓલિવેટ બોલ્યા.
"પરંતુ કાર્ડીનલસ ને તકલીફ નઈ પડે?"લોરા એ પૂછ્યું.
"ના કોંકલેવ હંમેશા કેન્ડલ લાઈટ માં જ થાય છે તેઓ ક્યારેય લાઈટ નો ઉપયોગ નથી કરતા.માટે તેમની ચિંતા નથી."કમાન્ડર બોલ્યા.
"ઓકે મને નથી ખબર કે તેમને લાઈટ ની જરૂર નથી." લોરા બોલી.
" હા એક વાર કોંકલેવ સીલ થઇ જાય (ચાલુ થઇ જાય) પછી મારા ભરોસાના ૧૦૦ ગાર્ડ ની સર્ચ પાર્ટી બનાવી ને ૫ કલાક માં અંધારા માં કેનિસ્ટર ને મેગ્નેટિક ફિલ્ડ થી સર્ચ કરીશું હોપફુલી આ તરીકો કામયાબ નીવડશે. "ઓલિવેટ બોલ્યા.
"ચાર કલાક કમાન્ડર, મારે કેનિસ્ટર ને લઇ ને પાછું CERN પણ જવાનું છે વિસ્ફોટ શક્ય છે જ્યાં સુધી બેટરી ચાર્જ ના થાય ત્યાં સુધી."
"બીજો કોઈ રસ્તો નથી કેનિસ્ટર ને ચાર્જ કરવાનો?"ઓલિવેટે પૂછ્યું.
"ના કંમાન્ડર અગર હોત તો હું જરૂર થી લઇ ને જ આવી હોત." લોરા બોલી.
"ઓકે તો ચાર કલાક આટલો સમય પૂરતો છે કેનિસ્ટર ને શોધવા માટે . ફાધર તમે કોંકલેવ માં જાવ અને ૧૦ મિનિટ માં કોંકલેવ સીલ કરો. મને અને મારા માણસો ને થોડો સમય આપો.જેમ જેમ ક્રિટિકલ સમય નજીક આવતો જશે તેમ તેમ આપણે નિર્ણય લેતા જઈશું."ઓલિવેટ બોલ્યા.
"હા પણ હું કોંકલેવ માં જઈશ તો મને બધા ચારે કાર્ડીનલસ વિશે પૂછશે નહિ?" ફાધર પીટર એ સવાલ કર્યો.
"અરે કહી દેજો કે તમે કોફી પર મળ્યા ત્યારે કોઈ નાની વાત પર ચર્ચા થઇ અને તે લોકો નારાજ થઇ ગયા માટે તેઓ હમણાં કોંકલેવ જોઈન નઈ કરે."ઓલિવેટે કહ્યું.
"સિસ્ટિન ચેપેલ ચર્ચ માં ઉભા રહી ને ૧૬૪ કાર્ડીનલસ ની આગળ જૂઠ બોલવા કરતા તો હું મરી જવું વધારે પસંદ કરીશ કમાન્ડર."ફાધર બોલ્યા.
" અરે તેમની સુરક્ષા માટે તમારે જૂઠ બોલવું જરૂરી છે ફાધર અને તમારે જૂઠ બોલવું જ પડશે ફાધર. ચાલો હવે મારે જવું પડશે ઓલ ઘી બેસ્ટ ફાધર ટ્રસ્ટ મી આ સમય પણ નીકળી જશે મારી જાન આપી દઈશ પણ વેટીકન સિટી પર ઉની આંચ પણ નહિ આવવા દવ.પ્રોમિસ છે આ મારી તમને અને પોતાની જાતને." ઓલિવેટ બોલ્યા.
"કમાન્ડર આપણા ચાર કાર્ડીનલસ નું શું થશે એ લોકો તરફ પણ આપણી જવાબદારી છે કે આપણે તેમની સુરક્ષા કરીએ.આપણે તેમને પીઠ ના બતાવી શકીએ."ફાધર એ ઓલિવેટ ને પૂછ્યું.
ઓલિવેટ દરવાજા પાસે આવી ને ઉભા રહી ગયા અને ફાધર તરફ વળી ને બોલ્યા," ફાધર કાર્ડિનલ બેગીયા અને ૩ બીજા કાર્ડિનલ આપણી પહોંચ માં નથી આપણે તેમને જવા દેવા પડશે . સમગ્ર વિશ્વ ના સારા માટે મિલિટરી માં આની માટે એક શબ્દ છે TRIAGE "
"તમારો મતલબ છે કે અમને બલી ચડાવી દેવાના?" ફાધર એ પૂછ્યું
"ફાધર જો મારી પાસે તેમને બચવાનો કોઈ એક પણ રસ્તો હોત ને તો મારુ જીવન આપીને પણ તેમને બચાવી લેતો ફાધર પણ..... "બહાર તરફ નજર કરી ને બોલ્યા, 'પાંચ મિલીઆન લોકો ની વચ્ચે તેમને શોધવા મારા પાવર ની બહાર છે અને હું મારો સમય જે જતું રહ્યું છે તેની પાછળ બગાડવા કરતા જે આવનારી મુસીબત છે તેની પાછળ વાપરવા માંગુ છુ ."
"પરંતુ આપડે જો હત્યારા ને પકડી લઈએ તો એ જ આપડને બતાવી દેશે કે એન્ટી મેટર ક્યાં છે અને ચાર કાર્ડીનલસ ક્યાં છે." લોરા વચ્ચે બોલી.
"મિસ લોરા મને સહાનુભૂતિ છે તમારી માટે અને તમારા પિતા ના મૃત્યુ માટે પણ આપડે પ્રેકટીકલી પણ વિચાર કરવાનો છે."ઓલિવેટ બોલ્યા.
"પણ......" લોરા આગળ કઈ બોલે તે પહેલા જ ઓલિવેટ બોલ્યા," બીલીવ મેં મિસ લોરા આપડે ચર્ચ પરથી સુરક્ષા હટાવી ને હત્યારા તરફ ફરીએ એવું જ ઈચ્છે છે ખાસ કરી ને બધો મેન પાવર તેમને શોધવામાં લગાવી દઈએ એ જ ....."
"શું આપણે પોલીસ ને ઇન્વોલ્વ ના કરી શકીએ?" લોરા એ પૂછ્યું.
" બીજી ભૂલ હશે મિસ લોરા હું કોઈ ની ઉપર ભરોષો નથી કરી શકતો કેમ કે કોઈ ઈલ્લ્યુમિનાટી નો માણસ પોલીસ માં પણ હોય એવું બની શકે અને આ વાત મીડિયા સુધી પહોંચી જાય એ જ હત્યારો ઈચ્છે છે." ઓલિવેટ બોલ્યા.
"હા પણ આપણે કૈક તો કરવું જ પડશે ને મિસિંગ કાર્ડીનલસ માટે." ફાધર બોલ્યા.
"સેન્ટ ફ્રાન્સિસ ની પ્રેયર શું છે યાદ કરો." ઓલિવેટ એ સીધા ફાધર ની આંખો માં આંખ નાખી ને પૂછ્યું.
"ઈશ્વર એ વસ્તુ સ્વીકારવાની તાકાત આપો જે વસ્તુ હું બદલી ના શકું." ફાધર બોલ્યા.
"ટ્રસ્ટ મી ફાધર આ એમની જ એક વસ્તુ છે જે હું કે તમે નથી બદલી સકતા ." આટલું બોલી ને કમાન્ડર બહાર નીકળી ગયા.