Prem Angaar - 25 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ-25

Featured Books
Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ-25

વિશ્વાસને થોડીક નવાઈ લાગી અંગિરા આજે કેમ આમ કહી ગઇ ? એના મનમાં શું હશે ? એ એક સારી મિત્ર છે પછી એણે મનને વિરામ આપી કામમાં પરોવાયો. પરંતુ કામમાં એનું દીલ લાગ્યું નહીં એને આસ્થા તીવ્રપણે યાદ આવી ગઇ. એ આસ્થાનાં વિહરમાં પીડાવા લાગ્યો એણે કમ્પ્યુટર બંધ કર્યું અને ફોનમાં આસ્થાને મેસેજ લખવા લાગ્યો પછી એનાં પ્રેમ વિરહમાં કવિતા સ્ફુરી અને લખ્યું.

“કવિતા સ્ફુરે છે તારાં પ્રેમ સ્મરણમાં મને હવે

લખી લખી ભરું પાના ધરાવો હદયને થતો નથી

શું કરું પ્રસંશા તારી પ્રભુએ રચના અનોખી કરી

પ્રેમમાં કર્યો પાગલ એવો હવે હું સંભલીશ નહીં

પાના ઊડે વેગે કવિતાનાં કલ્પનાઓમાં વિરહ કરે

કેમ કરી અટકાવું હૃદયને પ્રેમમાં ઝૂમી ઉઠે હવે

એક એક કવિતા તારા પ્રેમથી તરબોળ બની ઉઠી

શબ્દ છંદ રચનાની પ્રેમ કહેવાની વિસાત નથી

પ્રેમ એવો થયો ના બંધાય રોકાય સ્ફુરે જ ઘણો

નથી કોઈ ઉપાય “દિલ” નો પ્રેમમાં પવિત્ર ઘણો”

પછી આગળ લખતાં લખતાં અટકાયો. આંખોમાં ભીનાશ આવી ગઈ આસ્થાને યાદ કરી રહ્યો. એણે આસ્થાને લખ્યું. પ્રથમ દિવસે તને જોઈ એ સમયથી જ તને હૃદયમાં સમાવી. આવીને તને હમણાં જ બાહોમાં લઉં એવો પ્રેમ ઉભરાય. મારા હદય પર રાજ કરતી મારી સંસ્કાર પ્રેમ મૂર્તિ બસ તને કર્યો એવો પ્રેમ ક્યારેય કોઈના માટે ના થયો. બસ તું જ નજરોમાં જીવ ઓરામાં સમાઇ. લવ યુ આશુ. મીસ યુ વેરી મચ. કહી ફોનથી આસ્થાને મેસેજ ફોરવર્ડ કર્યો.

મંદ મંદ સ્વરે સંગીત વાગી રહ્યું છે મરીન લાઈનના પ્રખ્યાત ટેરેસ રેસ્ટોરાંમાં મદહોશી ભર્યું વાતાવરણ છે. હંગામા 9 નામની આ રેસ્ટોરામાં ડીનર લેવું એ પણ એક સ્ટેટસ છે. ટેરેસમાંથી સામે ઘૂઘવતો સાગર છે. નયનરમ્ય નજારો છે. ટેરેસ ઉપર ચાલતી આ રેસ્ટોરાંમાં કપલ્સ એમની મસ્તીમાં ડાન્સ ફ્લોર પર સંગીત સાથે થીરકી રહ્યા છે. ગ્રુપ બુકીંગવાળા કોર્નરનાં ટેબલ ઉપર વિશ્વાસ, સિધ્ધાંત, જાબાલી, ત્રિલોક, ત્રિશિરા, ઇશ્વા, શરદભાઈ, અનસુયાબહેન બધા જ બેઠાં છે મનહરભાઈનાં ફેમીલીની રાહ જોવાય છે. એટલામાં જ અંગિરા, મનહરભાઈ ત્યાં મીનાક્ષીબેન આવી ગયા. આજે વિશ્વાસનાં વિવાહ અંગે એણે પાર્ટી આપી છે. રેસ્ટોરાનું બુકીંગ વિગેરે જાબાલીએ નિપટાવી દીધેલું બધા પોતપોતાની ચેર વિશ્વાસને આશીર્વાદ સાથે કારની ચાવી આપી, જાબાલી, શરદમામા, નાના નાની અને માં બધાની ભેગી અમૂલ્ય ભેટ. વિશ્વાસ અવાચક જ રહી ગયો એણે પૂછ્યું આટલી મોંઘી ભેટ ? શરદમામા કહે, આશ્ચર્ય તું એકલો થોડી સર્જે આ ભેટ અમારા બધા જ કુટુંબીજનો તરફથી મારા એકના એક ભાણા માટે જે મારા પુત્ર સમાન છે.

જાબાલી કહે ભાઈ મને વિશ્વાસ છે કે તને આ કાર મોડલ ખૂબ ગમશે. ઇશ્વાએ સાથ પૂરાવ્યો, જાબાલીને ખબર જ તમારી પસંદ એમણે હોન્ડાનું આ સ્માર્ટ અને લેટેસ્ટ મોડલ પસંદ કર્યું છે. તમારા ગામથી જેવો મેસેજ આવ્યો અહીં કાર બુક થઈ ગઈ હતી. વિશ્વાસ જાબાલીને ભેટી પડ્યો એની આંખો ભરાઈ આવી ગળગળા સાથે એટલું જ બોલી શક્યો થેંક્સ...

અંગિરા ઉભી થઈ વિશ્વાસ પાસે આવી અને મોટો ગુલાબનો બુકે આપીને કહ્યું નવી ગાડી અને લાડી મુબારક કહીં આંખો મિલાવ્યા વિના પાછી વળી ગઇ વિશ્વાસે કહ્યું થેંક્યુ વેરી મચ. એ સાંભળે પહેલાં પોતાની ચેર પર આવીને બેસી ગઇ. વિશ્વાસને સમજાયું નહીં અંગીરાને શું થયું છે ?

ઇશ્વાએ કહ્યું અરે ભાઈ તમે લાઈવ વીડીઓ કોલ કરો આસ્થાને આ ઇવેન્ટમાં આપણે વીડીઓ થકી એને શામિલ કરીએ. બધાએ એકી સાથે કહ્યું ગુડ આઇડીયા. ત્રિલોક કહે મારા આ ટેબથી કનેક્ટ કરો મોટી સ્ક્રીન છે બધા સરળતાથી જોઈ શકશે કહી વિશ્વાસને આપ્યો – વિશ્વાસે કહ્યું ઓકે લાવો અને એણે ફોન વીડીઓ કોલથી આસ્થાને કર્યો પણ આસ્થાનો ફોન લાગી નહોતો રહ્યો. સંપર્ક થઈ શકે એમ નથી થોડી વાર પછી ડાયલ કરો એવું આવ્યા કરે. વિશ્વાસ કહે પહેલાં જમી લઇએ પછી ફરી ટ્રાય કરીશું.

બધા એકબીજ સાથે વાતોએ વળગ્યા. વિશ્વાસ અને જાબાલીએ મેનું કાર્ડમાંથી બધાની પસંદગી પ્રમાણે ઓર્ડર કર્યો પહેલાં બધા માટે ડ્રીંક્સ અને સ્ટાર્ટર મંગાવ્યું. મનહરભાઈ, શરદભાઈ સાથે બધાએ જ રેડવાઈન ઓર્ડર કર્યો મીનાક્ષીબેન ત્યાં અનસુયાબહેન માટે મોકટેઇલ્સ મંગાવ્યું. વેઇટર આવીને બધાને આપી ગયો અને ઇશ્વા ત્યાં સુધીમાં શેન્પેઇનની બોટલ લાવીને જાબાલીને આપી. જાબાલીએ ઉભા થઈને વિશ્વાસને એના એંગેજમેન્ટ માટે વધાઈ આપવા સાથે ખૂબ હલાવી હીપ હીપ હુરેરે.... વીશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ હેવ એ ગ્રેટ ડેઇઝ અહેડ કહી શેમ્પેઇન ફોડી અને ફુવારા સાથે બધાએ તાળીઓથી વધાવી લીધું સિધ્ધાંત વિડીઓ ઉતારી રહેલો. એણે અંગિરા તરફ લેન્સ કર્યો અને જોયું એ એન્જોય નથી કરી રહી એણે કેમેરા ફેરવી બાકીનું શુટ પુરુ કર્યું.

ઇશ્વાએ અંગિરા સામે આશ્ચર્યથી જોયું અને બોલી અરે અંગિ.. તું કેમ શાંત ?આવી ઇવેન્ટમાં તો તું... અને અંગિરાનાં હાવભાવ જોઈ અટકી ગઇ. કંઇક ગરબડ છે સમજી એણે જાબાલીને કહ્યું તમે લોકો ચાલુ રાખો હું વોશરૂમ જઇને આવું. એણે અંગિરાને સાથે લીધી. થોડેક આગળ જઇ પૂછ્યું કેમ શું થયું કેમ ઉદાસ છે તું ? અંગિરા કહે કંઇ નથી દીદી બસ એમ જ કંઇ મૂડ નથી. ઇશ્વા કહે સાચું કહે કંઇક તો છે જ વિશ્વાસ માટે આટલો સારો દિવસ છે તારા આવા મૂડથી એની પાર્ટી નિરસ થઈ જશે. પ્લીઝ કન્ટ્રોલ યોર સેલ્ફ, મને એવું લાગી રહ્યું છે તને વિશ્વાસનાં એંગેજમેન્ટની ખુશી નથી, બોલ શું કારણ છે ? અંગિરા કહે દીદી કંઇ નથી આતો સ્હેજ માથું ભારે હતું.. ચલો ચલો લેટ્સ એન્જોય ધ પાર્ટી – કહી ઇશ્વાને પાછી લઇ આવી.

અંગિરાએ મનની વાત દબાવી બધા સાથે રેડવાઇનની ચૂસકીઓ ચાલુ કરી. વિશ્વાસ ક્યારનો જોઈ રહ્યો હતો પરંતુ એને કંઇ સમજાઈ નહોતું રહ્યું. વિશ્વાસ આજે ખૂબ ખુશ હતો આજે પોતાનાં જીવનનો પ્રેમ રંગ ચઢ્યો હતો. એની પાર્ટી હતી એની ખૂબ ગમતી કાર ગીફ્ટમાં મળી હતી. પરંતુ આસ્થાનો સંપર્ક ના થયો એનું દુઃખ હતું અને અંગિરાનું ના સમજાય એવું વર્તન... હશે જે હશે એ એમ કહી એ પાર્ટી માણવા લાગ્યો.

ઘરે પાછા ફરતાં જાબાલી ઇશ્વા વિશ્વાસ અને અંગિરા વિશ્વાસની નવી કારમાં બેઠાં. વિશ્વાસે કાર ડ્રાઇવ કરી.

વિશ્વાસની બાજુમાં જાબાલી બેઠો. પાછળ ઇશ્વા અને અંગિરા. જાબાલી કહે ભાઈ તારું ડ્રાઇંવીગ તો ફાંફડું છે ને કાંઇ ? ક્યારે આટલી પ્રેક્ટીસ કરી ? વિશ્વાસ કહે સિધ્ધાંતની કાર પર અવારનવાર હાથ અજમાવ્યો છે કહી હસી પડ્યો એકવાર નક્કી કરું આ શીખવું છે પછી પાછો જ ના પડું. એ તો છે ખાસ તારી જ ક્વોલીટી જાબાલીએ કહ્યું તું જે નક્કી કરે એ કરીને જ રહે. ખૂબ સારું જ છે. પાપા વિગેરે તો હજી ઘર પહોંચવામાં વાર લાગશે ચાલો થોડીવાર દરિયે થઈને જઇએ ગાડી ત્યાં પાર્કીંગમાં મૂકી દે.

બધા ઉતર્યા... વિશ્વાસનો ફોન રણકી ઉઠ્યો. જોયું તો આસ્થા. આસ્થા કહે “એય વિશુ તમારો ફોન હતો પરંતુ અહીં નેટવર્ક જ નહોતું સોરી... તમારી કવિતા પણ હમણાં જ વાંચી દીલમાં વસી ગઇ લવ યુ વિશુ. વિશ્વાસ કહે એય આશુ લવ યુ વેરી મચ એનું મોં મલકી ઉઠ્યુ અહીં બધાને મેં તને કહ્યું હતું એમ પાર્ટી આપી આપણાં વિવાહની અને મામા અને જાબાલી, માં બધાએ ભેગા થઈને મારી ગમતી કાર મને ગીફ્ટ કરી છે બસ હવે કાર લઈને જ આવીશ તને મળવા. હવે ક્યારે આવું એમ જ થાય છે. “ઇશ્વા કહે અમારી સાથે તો વાત કરાવો ક્યારનાં એકલા જ મલકો છો વાતો કરો છો.” વિશ્વાસ કહે હા હા આપું કહી ફોન ઇશ્વાને આપ્યો. ઇશ્વાએ કહ્યું “આજે તમે ખૂબ મીસ થાવ છો. વિશ્વાસભાઈએ ભવ્ય પાર્ટી આપી. અમારા બધા વતી તમને ફરીથી કોન્ગ્રેચ્યુલેશન્સ. પછી એણે ફોન અંગિરાને આપ્યો. અંગિરાએ થોડા કચવાટ સાથે લઈ મોં સ્વસ્થ કરી કહ્યું. “હાય. આસ્થા કોન્ગ્રેચ્યુલેશન્સ. તમારી સાથે મુલાકાત તો નથી થઈ પરંતુ વિશ્વાસે કરેલી પસંદ વ્યક્તિ જેવી તેવી ના જ હોય. હજી તમારો ફોટ પણ નથી જોયો. બાય ધ વે હાર્ટલી કોન્ગ્રેચ્યુલેશન્સ.” આસ્થા કહે થેક્યું અને ફોન જાબાલીએ લીધો કહ્યું ભાઈ આજે તમને ખૂબ મીસ કરે છે તમે પણ મુંબઈ આવી જાવ એટલે બધી જ ખોટ પૂરી. જાબાલીનાં હાથમાંથી વિશ્વાસે ઝડપથી ફોન લઇને કહ્યું અરે આસ્થા ખૂબ સારા આઇડીઆ. મારી ફાઇનલ એક્ષામ પુરી થાય છે અને તારી પણ, બસ પછી તું આવી જા અહીં હું ટીકીટ બુક કરાવી લઉં છું તું અને માં બન્ને આવી જાવ. મોટાભાઈને ખૂબ સરસ વિચાર આવ્યો. ચલ હું પછી શાંતિથી ફોન કરું તું કાકુથ વસુમાને વાત કરી દે હું અને માં બન્ને એમને ફોન કરીને જણાવશું લવ યુ કહી ફોન મૂક્યો.

અંગિરા ખૂબ ધ્યાનથી વાતો સાંભળી રહી હતી. વિશ્વાસનાં હાવભાવ પ્રેમ નિતરતા શબ્દો... જેવો ફોન મૂકાયો એણે કહ્યું આસ્થાનો ફોટો તો બતાવો... વિશ્વાસ કહે હવે અહીં જ બોલાવું છું રૂબરૂ જ મિલાવી દઇશ અંગીરા કહે એ તો મળીશું જ ફોટો તો બતાવો.. નહીં નજર લાગી જાય. વિશ્વાસ કહે ચોક્કસ બતાવું કહી એણે ફોનમાં ગેલેરીમાં સેવ થયેલા આસ્થાનાં ફોટા બતાવ્યા. અંગિરાએ જોયા જ કર્યા. ઘણાં ફોટામાં એ બન્નેના સાથે લીધેલી સેલ્ફીનાં પણ હતા.

અંગીરાએ કહ્યું ખૂબ સરસ પસંદ છે તમારી... બરોબર તમારી સાથે શોભતી છે. બ્રાહ્મણ જ છે ને ? વિશ્વાસ કહે થેંક્યું હા પણ કેમ આમ પૂછ્યું ? અંગીરા કહે નહીં એમ જ દેખાવ જ કહી દે એ બ્રાહ્મણ છે શાંત અને ગંભીર કોન્ગ્રેચ્યુલેશન અગેઇન.. તમને તમારી પસંદ મળી ગઇ તમે કહ્યું હતું એમ જ પ્રથમ વખતમાં મનજીગરમાં સમાઈ જાય એવી...

પ્રકરણ : 25 સમાપ્ત…

અંગિરા… આસ્થા વિષે બધું જાણ્યા પછી કેવું વર્તશે ?............