Aryariddhi - 29 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૨૯

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૨૯

સર્વત્ર તું
છે સર્વસ્વ તું

છે પ્રાણ આર્ય નો તું
છે ધડકન રાજ ની તું
છે શ્વાસ ધર્મ નો તું

નથી ક્યાંય છવાઈ તું
છતાં સર્વત્ર છે તું

શ્વાસ નું નામ છે તું
આત્મા નો ચહેરો છે તું

ભૂમિપુત્રી છે તું
શ્રી અંશ છે તું

ખુદના બદલાવ નું કારણ છે તું
અંતિમ અંતની શરૂઆત નું કારણ તું

અંતિમ યુદ્ધ માં આર્ય ની સાથી છે તું
માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તું


આર્યવર્ધન રિધ્ધી ને રાજવર્ધન અને મેગના સાથે એરપોર્ટ પર મુકી ને જતો રહ્યો ત્યાર બાદ સિક્યુરીટી ચેક પોઈન્ટ પર મેગના નું ચેકીંગ થઈ ગયા પછી રિધ્ધી નો નંબર આવ્યો પણ રિધ્ધી તો હોશ માં નહોતી.

એટલે સિક્યુરિટી ઓફિસરને થોડો શક ગયો કે કંઈક ગરબડ છે. એટલે તેમણે રાજવર્ધન ને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે રાજવર્ધને ઓફિસર ને આર્યવર્ધને આપેલી ફાઇલ બતાવી. એ ફાઈલમાં મેડિકલ રિપોર્ટસ હતા. જે રિધ્ધી હતા.

બીજું એ કે રિધ્ધી અત્યારે મેગના ના રૃપમાં હતી અને મેગના એ રિધ્ધી નો વેશ ધારણ કર્યો હતો. એટલે સિક્યુરિટી ઓફિસરે રિધ્ધી ને રાજવર્ધન ની પત્ની સમજી લીધી.

થોડી વાર પછી તેમની ફ્લાઇટ રનવે પર દોડવા લાગી. કનેકટીંગ ફલાઇટ હોવાથી 13 કલાક પછી લંડન પહોંચી ગયા. લંડન એરપોર્ટ પર રિધ્ધી ને કે રાજવર્ધન ને કોઈ સમસ્યા થઈ નહીં.

એરપોર્ટ ની બહાર નીકળી ગયા પછી તેના Exit ગેટ પર રાજવર્ધન અને મેગના થોડી વાર ઉભા રહ્યા પછી રાજવર્ધને ઓનલાઈન એક રેન્ટલ કાર બુક કરી. દસ મિનિટ પછી એક માણસ કાર લઈને આવી ગયો.

અને રાજવર્ધન ને કાર ની ચાવી આપીને જતો રહ્યો. પછી મેગના એ રાજવર્ધન તરફ જોયું. મેગના વહીલચેર ને કાર ની પાછલી સીટ પાસે લાવી અને દરવાજો ખોલ્યો. એટલે રાજવર્ધને રિધ્ધી ને ઊંચકીને પાછલી સીટ પર સુવડાવી દીધી.

પછી સામાન ને કાર ની ડીકીમાં મૂકી દીધો. રાજવર્ધન દ્રાઇવર સીટ પર બેસી ગયો અને મેગના તેની બાજુમાં બેસી ગઈ. રાજવર્ધને મેગના ને આર્યવર્ધને આપેલું એડ્રેસ Google Map માં સર્ચ કરવા માટે કહ્યું.

મેગના એ આર્યવર્ધને આપેલું એડ્રેસ Google Map સર્ચ કર્યું. ત્યારે એ અડ્રેસ એરપોર્ટ થી 6 કલાક ના અંતરે રહેલા લંડન શહેરની બહાર એક ગ્રામ્ય વિસ્તારનું હતું.

એટલે રાજવર્ધને કાર ને ફૂલ સ્પીડ માં ડ્રાઈવ કરવા નું શરૂ કર્યું. ત્રણ કલાક સુધી ડ્રાઈવ કર્યા બાદ તેઓ માંડ લંડન શહેર ની બહાર નીકળી શક્યા પણ આટલો સમય કાર ડ્રાઇવ કર્યા બાદ રાજવર્ધન થોડો થાકી ગયો.

એટલે તેણે રસ્તા ની એક બાજુ કાર પાર્ક કરી. પછી મેગના ડ્રાઇવર સીટ પર બેઠી અને રાજવર્ધન તેની પાસે બેઠો. મેગના કાર સ્ટાર્ટ કરે તે પહેલાં રાજવર્ધને તેણે થોડી વાર રોકવા માટે કહ્યું.

પછી રાજવર્ધન કાર માં થી બહાર નીકળી ને રિધ્ધી ના પલ્સ ચેક કર્યા. ત્યાર બાદ તેણે પહેરેલા કોટ ના પોકેટ માંથી એક સિરિન્જ અને નાનકડી બોટલ કાઢી. બોટલમાં રહેલું પ્રવાહી સિરિન્જ માં લઇ તે સિરિન્જ ને રિધ્ધી ના શરીર માં દાખલ કર્યું.

ત્યાર બાદ કાર ની ડીકીમાં થી એક બ્લૅનકેટ બહાર કાઢી ને રિધ્ધી ને ઓઢાળી દીધો. પછી મેગના ને કાર ચલાવવા માટે કહ્યું. થોડા સમય પછી એક જગ્યાએ ચેક પોસ્ટ આવી પણ રિધ્ધી પર બ્લેન્કેટ હતું અને મેગના, રાજવર્ધન બે હતા એટલે તેમની કારનું ચેકીંગ થયું નહીં.

એટલે મેગના કારને આગળ ચલાવી. બીજા ત્રણ કલાક સુધી કાર ડ્રાઇવ કર્યા પછી મેગના અને રાજવર્ધન આર્યવર્ધને આપેલા એડ્રેસ પર પહોંચી ગયા.

આ નાનું પણ સુંદર ગામડું હતું. આ ગામની બહાર એક જુના સમય નો કિલ્લો આવેલો હતો. મેગના અને રાજવર્ધન ને એ કિલ્લા માં જ જવાનું હતું. રાજવર્ધન કિલ્લો નો દરવાજો ખોલવા માટે નીચે ઉતરે તે પહેલાં બે સિક્યુરિટી ગાર્ડ આવી ને દરવાજો ખોલ્યો.

એટલે મેગના એ કાર ને કિલ્લાની અંદર લાવી. મેગના અને રાજવર્ધન કિલ્લાની સુંદરતા જોઈ જ રહ્યા. ત્યારે એક સિક્યુરીટી ગાર્ડે મેગના ને કાર ને આગળ કિલ્લો ની બીજી બાજુ મહેલ તરફ લઈ જવા માટે કહ્યું.

મેગના એ કાર બ્રેક કરી ત્યાં મહેલનો એક સુંદર કલાત્મક દરવાજો હતો. ત્યાર પછી રાજવર્ધન અને મેગના કાર માં થી નીચે ઉતર્યા. થોડી વાર પછી એક માણસ રાજવર્ધન મહેલમાં જવાનું કહી ગયો.

થોડી વાર પછી બીજા ત્રણ માણસ આવ્યા. તેમણે કારની ડીકીમાં થી બધી બેગ્સ કાઢીને મહેલની અંદર લઈ ગયા. ત્યાર બાદ રાજવર્ધન રિધ્ધી ને પોતાની બાહોમાં ઊંચકીને મહેલમાં પ્રવેશ્યો અને મેગના તેની પાછળ પાછળ પ્રવેશી.

મહેલના બધા સિક્યુરિટી ગાર્ડ રાજવર્ધન ની સાથે રિધ્ધી ને બેહોશીની હાલતમાં જોઈને ચોંકી ગયા. તેમણે તરત પોતાના ચીફ સિક્યુરિટી ઓફિસરને કોલ કરી ને ત્યાં આવવા માટે કહ્યું.

ચીફ સિક્યુરીટી ઓફિસર પાંચ મિનિટ માં ત્યાં આવી ગયા. તે ઓફિસરને જોઈને મેગના ચોંકી ગઈ. પણ પછી તે હસીને ઓફિસરને ગળે મળી. આ જોઈ રાજવર્ધન શરમ થી લાલ થઈ ગયો. કેમકે તે સિક્યુરિટી ઓફિસર બીજું કોઈ નહીં પણ ભૂમિ હતી. જે મેગના સાથે LPU યુનિવર્સિટીમાં હતી.

ભૂમિ એ રાજવર્ધન અને મેગના ને પોતાની સાથે આવવા માટે કહ્યું. ભૂમિ તેમને મહેલ ની લિફ્ટ દ્વારા એક ભોંયરામાં લઈ ગઈ. ત્યાં બીજા એક ગુપ્ત દરવાજા ખોલી ને તે ત્રણેય એક વિશાળ ઓરડામાં દાખલ થયા.

આ ઓરડામાં ચારેય બાજુ અલગ અલગ વૈજ્ઞાનિક સાધનો હતા. જેને જોઈ ખબર પડી જતી હતી એ ઓરડો એક લેબોરેટરી હતો. ભૂમિ એ ઓરડામાં રહેલા કમ્પ્યુટર પર પોતાનું રેટિના અને ફિંગરપ્રિન્ટ સ્કેન કર્યા. એટલે તે ત્રણેય જ્યાં થી આવ્યા હતા તેની સામે ની દીવાલ પાછી ખસી ગઈ.

તેની જગ્યાએ એક ઓપરેશન થિયેટર ના સાધનો થી સજ્જ એક બીજો રૂમ આવી ગયો. એટલે ભૂમિ તે રૂમ માં પ્રવેશી અને તેની પાછળ મેગના અને રાજવર્ધન આવ્યા. આ દરમિયાન રિધ્ધી રાજવર્ધન ની બાહો માં જ હતી.

ભૂમિ એ તે રૂમ ની બધી લાઈટ ચાલુ કરી દીધી એટલે તેમને રૂમ ની વચ્ચે ના ભાગમાં એક મોટી માનવદેહ જેટલું કદ ધરાવતી ચેમ્બર જોવા મળ્યું. તે ચેમ્બર અલગ અલગ મશીનો સાથે જોડાયેલું હતું.

ભૂમિ એ મેગના ચેમ્બર ખોલવા માટે કહ્યું. એટલે મેગના એ ચેમ્બર ને ખોલી નાખી પણ તે ચેમ્બર ખાલી હતી. પછી ભૂમિ એ રાજવર્ધન ની સામે જોયું એટલે રાજવર્ધન તેનો ઈશારો સમજી ગયો અને તેણે રિધ્ધી ને તે ચેમ્બરમાં સુવડાવી દીધી.

ભૂમિ અને મેગના એ જોયું કે રિધ્ધી ના કપડાં ખરાબ થઈ ગયા હતા. એટલે તેમણે રાજવર્ધન ને તે રૂમ માં થી બહાર જવા માટે કહ્યું. એટલે રાજવર્ધન લેબોરેટરી વાળા રુમ આવ્યો કે તરત જ ત્યાં ફરી થી દીવાલ આવી ગઈ.

અડધો કલાક પછી ફરી થી દીવાલ પાછી ગઈ અને ઓપરેશન થિએટર વાળો રૂમ દેખાયો એટલે રાજવર્ધન દોડી ને રુમ માં ગયો ત્યારે તેણે જોયું કે હવે રિધ્ધી ના કપડાં બદલાઈ ગયા હતા અને તેના શરીર ને ચેમ્બર માં બંધ કરી દીધું હતું.

એટલે આટલું જોયા પછી રાજવર્ધન, ભૂમિ અને મેગના ત્રણેય પાછા ફર્યા. ભૂમિ એ રાજવર્ધન અને મેગના ને મહેલ નો એ રુમ બતાવ્યો જ્યાં તેમણે રહેવાનું હતું. ભૂમિ ના ગયા પછી રાજવર્ધને આર્યવર્ધન ને કોલ કાર્યો પણ કોલ લાગ્યો નહીં. એટલે તેણે મેસેજ માં લખ્યું, ભાઈ પાર્સલ સહીસલામત રીતે પહોંચી ગયું છે.

આટલું લખીને સેન્ડ બટન પર કિલક કરી ને રાજવર્ધન ફોનની સ્ક્રીન જોઈ રહ્યો. મેસેજ ડિલિવર થઈ ગયા નું ડબલ ટીક માર્ક થઈ ગયા પછી રાજવર્ધન શાંતિ થી સુઈ ગયો.
ભુમિ એ મહેલમાં કઈ રીતે પહોંચી ? હવે આર્યવર્ધન આગળ શું કરશે ? હવે રિધ્ધી સાથે શું થશે ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...

વાંચકમિત્રો આ વાર્તા અંગે આપના કિંમતી પ્રતિભાવ 8238332583 નંબર પર whatsapp મેસેજ કરી ને આપી શકો છો.