"ખુશી તો એટલી જ હોઈ છે, જેટલી તમેં માણી શકો.
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી અને ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલ
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે"
પણ,મિલન તમે બંને લોકો એ અત્યાર સુધી અમને કેમ ન કહ્યું?
અમને એમ હતું કે સાંજ સુધીમાં કોઈ ગામ આવી જશે પણ કોઈ ગામ દેખાયુ નહીં.જીગર જે થઈ ગયું એ થઈ ગયું એ વાતને યાદ કરી અફસોસ નહિ કરો
આપડે અત્યારે આગળ વધવું જોઈયે.
****************
મેં સાંભળ્યું છે કે દુઃખ આવે તૈયાર ભયંકર આવે છે.
જયારે પણ આવે છે,ત્યારે આપણને ઘણા દુઃખી કરે છે.પણ જયારે આવે છે,ત્યારે તમને જિંદગીનો પાઠ ભણાવી જાય છે.કોઈએ પણ ડરવાની જરૂર નથી આપણને બધાને ઈશ્વર પર પુરે પૂરો ભરસો છે.
સાંજની ૭:૩૦ કલાક થઈ ગઈ હતી.આજ રેગીસ્તાન માં રાત વિતાવીજ પડશે એવું બધાને લાગી રહીયું હતું.સોના જેવી રેતીવાળું રેગીસ્તાનની ઝલક જોવામાં હવે કોઈને રસ ન હતો.સાંજના સમયે રેગીસ્તાનમાં ઊંટની સવારી કરતા રેતીના ઢગલા ની પાછળ આથમતો સૂરજ જોવોમાં પણ હવે કોઈને રસ ન હતો.દરેકને તેની સામે મૃત્યુ દેખાય રહ્યું હતું.
મિલન હવે કોઈ સારી જગ્યા આપડે ગોતી લેવી જોઈએ રાતવાસો કરવા આ ઊંટને પણ થાકતો લાગે જ ને ક્યાં સુધી ઊંટ પર બેસી તમે જશો.આપડી પાસે આપણને બધાને થાય એટલું ખાવાનું છે.અને કાલ સાંજ સુધી પણ ચાલે..!!
હા,કિશન મારુ પણ એ જ કેહવું છે,કે આપણે હવે કોઈ સારી જગ્યા ગોતી બેસી જઈએ.દૂર સુધી મને એકય ગામ દેખાતું નથી.આ ઊંટ પણ હવે થાકી ગયા હોઈ એવું મને લાગી રહીયું છે.
થારમાં કોઈક કોઈક જગ્યાએ કાંટાળી વનસ્પતિઓ જોવો મળે છે.થોડે દુર જ આવી વનસ્પતિ જોવા મળી રહી હતી.બધા એ તે જગ્યા પર આરામ લેવાનું નક્કી કરીયું.
આજ કોઈને કઈ ખાવું ન હતું.બધાને ડર લાગી રહીયો હતો.શું થશે આજની રાત અહીં નીકળશે કે નહીં.આકાશમાં ટમટમતા તારલા થોડું અંજવાળું આપી રહિયા હતા.
જીગર મેં એવું સાંભળ્યું છે કે રેગીસ્તાનમાં ઘણી જગ્યા શ્રાપિત છે.ત્યાં કોઈ પણ રહી શકતું નથી.
કોઈ પણ ત્યાં જાય તેનું મૃત્યુ થાય છે.
ના,કવિતા એ વાત ખોટી છે,એવા કોઈ ભૂત પ્રેત નવરા નથી હોતા તમારા માટે.
હોઈ છે,જીગર મેં પણ સાંભળ્યું છે,માધવી બોલી
મારા દાદા ઘણીવાર મને વાર્તા કહેતા ઘણા વર્ષો પહેલાની આ સત્ય કથા છે.એક પાપી દુષ્ટ માણસ એક સરસ મજાની રૂપસુંદરીને લઈને રેગીસ્તાનમાં આવીયો હતો.તે પાપી એ રેગીસ્તાનમાં જ તે રૂપસુંદરી સાથે દુષ્કર્મ કર્યું.એ દુષ્ટ પાપી એ દુષ્કર્મ કરી તે રૂપસુંદરીને ત્યાં જ છોડી દીધી.
ત્યાર પછી એ રૂપસુંદરીનો આત્મા રેગીસ્તાનમાં જ મુક્તિ માટે તે ભટકી રહયો છે,અને તેના પર દુષ્કર્મ કરનાર વ્યક્તિને પણ તે શોધી રહી છે.એ પાપી તે રૂપસુંદરીને રાતે લઈ આવીયો હતો,માટે રેગીસ્તાનમાં કોઈને પણ રાત તે રેહવા દેતી નથી.કોઈપણ રાત્રે રેગીસ્તાનમાં જાય તો એને જીવીત રહેવા દેતી નથી.
શું માધવી આવી બીક લાગે તેવી સ્ટોરી તું કહી રહી છે.કંઈક સારી વાત કર ને..!!જે પરિસ્થિતિ છે,તેનાથી મેં તમને વાકેફ કર્યા ખોટું શું કહ્યું.
આજુ બાજુ સુમસાન અંધારું હતું.સિસકારા મારતી રેતીનો અવાઝ ચારેય બાજુથી આવી રહ્યો હતો.ઉપર બાજ અને સમડીના અવાજ આવી રહિયા હતા.રાત્રીના લગભગ બે વાગી ગયા હતા,પણ આ રેગીસ્તાનમાં કોને નિંદર આવે.બધા જ એકબીજાની સામ સામે ટમટમતા તારલાની જેમ જોઈ રહિયા હતા.
કિશન અને અવની સવાર પડવાની રાહ જોઈ રહિયા હતા.અવની એટલી બધી ડરી ગઈ હતી.કે મિનિટે મિનિટે કિશનને પૂછી રહી હતી.આપણેને કઈ થશે તો નહીં ને?
મહેશ અને સોનલના પણ એ જ હાલ હતા.સોનલને કડકડતી ભૂખ લાગી હતી.પણ ઉપર બાજ અને સમડીના અવાજ સાંભળી તેની ભૂખ મટી જતી હતી.
મહેશના ખોળામાં માથું નાંખી સોનલ ધીમે ધીમે શ્વાસ લઈ રહી હતી.
*************ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)