મનસુખ રામ બરોડા પાસે ના ગામ છાણી માં રહેતા એક પ્રામાણિક શિક્ષક.....
ખુબ જ સાદુ અને સરળ વ્યક્તિત્વ.......
મનસુખ રામ નો સ્વભાવ પહેલા થોડો તેજ હતો પણ સત્સંગ થયો ને પરિવર્તન આવ્યું...
મનસુખ રામ ને દરેક પૂનમ માં ડાકોર જવાની ટેક...
ડાકોર માં પૂનમ ભરવાનું એમનો નિયમ.....
પણ એ પૂનમ માં છોકરાનુ ભણતર પડે તો બીજા દિવસે એ પાછુ જે પડ્યું હોઈ તે કરવી દેતા.....પણ છોકરાનુ ભણતર બગડવા ના દેતા.....
આમ તેમનુ જીવન ચાલતું....
આમની જાણ ગામ લોકો ને થઈ....પછી તો વાત જ શું!!!
જ્યાં કોઈ સારું કાર્ય કરતું હોય પ્રામાણિક હોઈ તેની ઈર્ષા કરવા વાળા અઢળક મળી રહે છે.....
તે લોકો પાસે ગામ ની પંચાત અને કોઈ નું ક્યારે ખરાબ થાય બસ એ જ ફિરાક માં હોઈ છે...
બને છે તેવું કે ગામ ના લોકો ઉપરી અધિકારી ને જણાવે છે કે મનસુખ રામ છોકરાને ભણવામાં ધ્યાન નથી આપતા ને હાજર પણ નથી રહેતા અને તે લોકો બરાબર પૂનમ ના દિવસે જ અધિકરી ને તપાસ માટે બોલાવે છે...
અધિકારી પૂનમ ના દિવસે આવે છે ગામ ના જે ઈર્ષાળુ લોકો છે તે ખૂબ ખુશ થાય છે ને ખુબ સારી રીતે સ્વાગત કરે છે...
અધિકારી સાહેબ ને શાળા માં લઇ જાય છે.....મનસુખ રામ ના વર્ગખંડ માં જાઈ છે તો મનસુખ રામ ત્યાં હાજર છે...
બધા વિચાર માં પડે છે આમ કેમ બને.....????
બધા ના મો પડી જાઈ છે ...
અધિકારી મનસુખ રામ ને મળે છે પછી નીકળવાની તૈયારી કરે છે ત્યાં એક ત્યાં હાજર ગામ ના ટોળા માંથી બોલે છે સાહેબ છોકરાવ ની તપાસ તો કરી જુઓ ભણવામાં કોઈ કચાસ તો નથી ને....
અધિકારી સાહેબ પરિક્ષા કરે છે પેલા વર્ગ ના વિદ્યાર્થી ને પાંચમા ધોરણ નો સવાલ કરે છે....
"સાહેબ પુછે વર્ગ ને આડી અવળી વાત....
રામ એ કંસ ને માર્યો ત્યારે દિવસ હતી કે રાત..."
અધિકારી આડી રીતે અટપટો સવાલ કરે છે.....
મનસુખ રામ એક છોકરાને ઊભો કરે છે માથા પર હાથ ફેરવી કહે છે બોલ બેટા સાહેબ ને જવાબ આપ જોઈ....
છોકરો તરત જ જવાબ આપે છે....
"સાહેબ ભૂલ્યા છો તમે કૃષ્ણ એ માર્યો કંસ....
રામ એ તો અસ્ત કર્યો રાવણ કુલ નો વંશ...."
આવા અટપટા સવાલ ના સાચા જવાબ થી અધિકારી ખુબ ખુશ થયા અને મનસુખ રામ ના પગાર માં વધારો કરી ને નીકળ્યા.....
ગામ લોકો ના મો ઝંખવાઈ ગયા ....
સાહેબ રેલવે સ્ટેશન પહોંચ્યા ...ટ્રેન આવી ...
હવે બન્યું એવું કે સાહેબ ને જે ડબ્બા માં ચડવાનુ
હતું તે ડબ્બા માંથી મનસુખ રામ ઉતર્યા......
સાહેબ અને ગામ લોકો વિચાર માં પડ્યા આમ કેમ બને .....સાહેબ કહે મનસુખ રામ તમે હમણાં શાળા માં હતા ને અહીંયા કેમ કેવી રીતે પહોંચી ગયા ?.....
મનસુખ રામ કહે સાહેબ મને માફ કરશો હું આજે હાજર ના રહી શક્યો મારે ટેક છે ડાકોર પૂનમ ભરવાની....
સાહેબ કહે પણ તમે તો હમણાં ત્યાં હજાર હતા...
મનસુખ રામ:સાહેબ સાચે ત્યાં હું જ હતો?
સાહેબ:હા તમે જ હતા
મનસુખ રામ ની આંખ માંથી દડદડ આંસુ વેહવા લાગે છે છે....
મનસુખ રામ સાહેબ ને કહે છે તમારી પાસે કાગળ ને પેન હોઈ તો મને આપો ...
સાહેબ પેન કાગળ આપે છે
મનસુખ રામ ત્યાં. ને ત્યાં જ રાજીનામું આપે છે ..
સાહેબ પુછે પણ કેમ ???
મનસુખ રામ:હવે મારે નથી નોકરી કરવી....મારા લીધે મારા "હરી" ને છેક ડાકોર થી અહીંયા લાંબુ થવું પડે છે.....
પછી રાજીનામું આપી મનસુખ રામ ભક્તિ માં લીન રહે છે....
કેહવાય છે ને કે શ્રદ્ધા નો જ્યાં હોઈ વિષય ત્યાં પુરાવાની શી જરૂર....
તમે કોઈ પણ કાર્ય પૂરી શ્રદ્ધા પ્રમાણિકતા થી કરો તો ઈશ્વર તમારું કોઈ કામ બગડવા નથી દેતો...પૂરો સાથે આપે છે...
આરવિક......