" 36 કલાક થઈ ચૂક્યા છે already યાર...કાર્તિક ઉઠતો કેમ નથી ... આટલા કલાકથી સૂતો પડ્યો છે આળસુ..કોક આના શ્વાસ ચેક કરો...જીવે છે કે નહીં આ રોમિયો" નૈતિક કાર્તિકના કાન પાસે આવીને જોરથી બોલ્યો...
" ભલે ને સૂતો યાર બિચારો ઉઠશે તો પાછો પેલી છોકરી ના વિચારો માં ખોવાઈ જશે...કેવો હતો યાર આપણો ભાઈ અને કેવો થઈ ગયો છે " ધ્રુવ એ કાર્તિક ના બચાવ માં કહ્યું .
" ધ્રુવ આવું સપના માં પણ ના વિચારતો કે કાર્તિક બિચારો છે...અને તે અત્યારે સૂતો છે ..તે જાગે જ છે પણ આંખ ખોલીને કોઈ જોડે વાત કરવા નથી માંગતો...." છેલ્લે હર્ષ બોલ્યો.
" કાર્તિક તો યાર હદ કરે છે એક છોકરી પાછળ આટલું પાગલ ના થવાનું હોય ... 36 કલાક થી કશું ખાધુ નથી પાણી પણ નથી પીતો ..તે કરવા શુ માંગે છે સૂતો રહીને .." નૈતિક બોલ્યો ..
વાત એવી છે કે કાર્તિક પોતાના હોસ્ટેલ રૂમ માં 36 કલાક થી સોફા પર જઈને સુઈ ગયો છે અને ધ્રુવ,નૈતિક અને હર્ષ તેના રૂમમેટ્સ છે અને તેના પાક્કા દોસ્ત પણ એટલે તે કાર્તિક ના આવા વર્તન થી ચિંતા માં છે પણ સવાલ એ છે કે આ બધી મને કેમ ખબર ?? તો હું સોફા માં પડ્યો પડ્યો બધું સાંભળી રહ્યો છું ...હા હું કાર્તિક જ છું...
સવાલ તો યાર એમ પણ હોય જ કે કાર્તિક સૂતો કેમ પડ્યો છે 36 કલાક થી???
તો યાર આંખ ખોલવાની ઈચ્છા જ નથી થતી કારણકે આંખ ખોલું તો સામે તે નથી જેને જોવી છે,પણ જો આંખ બંધ રાખું તો તેની યાદો તો છે જ મારી પાસે ....તમને એમ લાગશે કે એવી બધી કાઈ છોકરી છે જે જોવા નથી મળતી તો કાર્તિક આંખ જ ખોલવા નથી માંગતો અને એને બંધ આંખો માં પોતાની યાદો માં જોવે છે ..
અરે યાર એ છોકરી છે જ એવી કે એનાથી દૂર જવાનું વિચારી પણ ના શકે કોઈ . નહીંતર હું તો પ્રેમ નામ ની વસ્તુ માં પડવા જ નહોતો માંગતો કોઈ જોડે ..તમે લોકો માનશો નહીં પણ મેં મારી life સિંગલ તરીકે જ કાઢી હતી અને હજુ single રહેવાનો જ વિચાર હતો ...પણ હવે તો તે છોકરી ને જોયા પછી શક્ય જ નથી .
હું તો કૉલેજ ના third year માં study કરું છું મારા દોસ્તો સાથે .હકીકત માં છે એમ કે થોડાક દિવસ પેલા હું મારા એક દોસ્ત હર્ષ જોડે બસ સ્ટેન્ડ પર બેઠો હતો કોલેજ જવા માટે બસ ની રાહ જોઇને અને ગણેશ વિસર્જન હોવાથી બધી પબ્લિક જોરશોર થી ગણેશ વિસર્જન કરવા જઈ રહી હતી તે રસ્તા પર થી કારણકે તે રસ્તા પર જતાં થોડોક દૂર દરિયા કિનારો આવતો હતો અને બધા ત્યાં જ જતા હતા વિસર્જન કરવા અને અમે વાતો કરી રહ્યા હતા .
me : આપણી જિંદગી આવી રીતે ભણવામાં અને બસ ની રાહ જોવામાં જ જતી રહેવાની ....અને આ બધી પબ્લિક જો કેવી રીતે છોકરીઓ ને પાછળ બેસાડીને રખડે છે ...ગમે તે બોલો લાઈફ તો આ જ છે બોસ...
harsh : તું યાર આ બાબત પર તો બોલીશ જ નહીં ...કેટલી છોકરીઓ દેખાડી તને મેં ... બધી ની હા જ હતી તારી gf બનવાની પણ ભાઈ તમે તો ત્યારે ના પાડતા હતા કે ના આવી છોકરી ના ચાલે ..
me : પણ યાર છોકરી એવી હોવી જોઈએને કે એવું લાગે આ ગજ્જબ છે ...
harsh : જુઠ્ઠા મેં તને જેટલી છોકરીઓ દેખાડી તે બધી ગજ્જબ જ હતી ..
me : તને શું ખબર કે ગજ્જબ છોકરી કેવી હોય.... તે જ્યારે મળી જાય ને તો યાર એનાથી દૂર જવાની કલ્પના પણ ના કરી શકીએ ....
harsh : હશે ભાઈ હશે...તને કશું કહેવું જ નથી હવે ...
ત્યાં જ એક ટ્રેક્ટર ધીમે ધીમે આવતું હતું આ રસ્તા પર જેમાં બધા લોકો ગણપતિ બાપ્પા ની મૂર્તિ લઈને અમુક દાદીમા બેઠા હતા અને એમાં જોર જોર થી ગીત વાગી રહ્યું હતું... આમ ગીત તો બધા લોકો વગાડી રહ્યા હતા અલગ અલગ પણ આ ટ્રેક્ટર માં બે ખાસિયત હતી ...
બધા લોકો ગણપતિ બાપ્પા ને લઈ જતી વખતે ગણપતિ બાપ્પા ના ગીતો વગાડતા હતા ....જ્યારે આ ટ્રેકટર માં ગો ગો ગોવિંદા નું સોન્ગ " ગોવિંદા આલા રે આલા " વાગી રહ્યું હતું .એ ટ્રેક્ટરમાં અમુક જ લોકો બેઠા હતા જ્યારે એમના સાથે આવેલા અમુક લોકો ચાલીને આવી રહ્યા હતા ગુલાલ ઉડાડતા ઉડાડતા .
જ્યારે બીજી ખાસિયત મારા જીવન માં પણ ખાસ બની ગઈ એ હતી પેલી છોકરી..
બધી જગ્યા એ હરે રામ હરે ક્રિષ્ના લખેલી full ઓરેન્જ કુર્તી પહેરી હતી અને orange કલર ના જ ગોગલ્સ પહેર્યા હતા નીચે torned gray jeans પહેર્યું હતું ,face એટલો નહોતો દેખાતો એક તો ગોગલ્સ પહેર્યા હતા અને પાછું આખા face પર ગુલાલ લગાડેલો હતો એના hair અમુક જગ્યા એથી highlight કરેલા હતા ટૂંક માં બોલું તો ગજ્જબ હતી એ અને ગો ગો ગોવિંદા ના સોન્ગ પર ટ્રેક્ટર પર ઉભી ઉભી ડાન્સ કરતી હતી...
હું વાતો કરતો કરતો જોતો હતો આજુબાજુ ત્યાં જ મને એ દેખાઈ ગઈ...જે રીતે તે ડાન્સ કરતી હતી એકલી ઉભી ઉભી એ પણ tractor માં એકદમ દિલ ને ત્યાં જ touch થઈ ગઈ ....
મને ભલે એનો face એટલો નહોતો દેખાતો પણ હવે એને જોવી હતી તો બસ જોવી હતી અને હું બધું ભૂલી ગયો કે મારે college જવાનું છે બાજુ માં હર્ષ બેઠો હતો અમુક દોસ્ત હજુ college માં રાહ જોતા હશે મારી અને હું ત્યાં જ side માં બેગ ફેંકી દીધું અને એ ટ્રેક્ટર તરફ જ્યાં બધી પબ્લિક ટ્રેક્ટર પાછળ જતી હતી તે તરફ ચાલતો થયો .
આ બાજુ મારો દોસ્ત હર્ષ લગભગ મારો ઈરાદો સમજી ગયો હોય એમ મને જતા જોઈ બોલવા લાગ્યો .
Harsh: kartik યાર આવું ના કર... કોક ની પાછળ આમ ના જવાય....ત્યાં બધી womens જ છે ટ્રેક્ટર માં ...તું માર ખાઇશ બધા પાસેથી ....
હું એને અવગણતો ત્યાં નાચતી ગાતી ગુલાલ ઉડાડતી પબ્લિક વચ્ચે ગયો અને મેં પણ ત્યાં જઈને ગુલાલ થી face રંગી લીધો અને બધા ભેગો નાચતો નાચતો ટ્રેક્ટર પાસે પહોંચ્યો જ્યાં પેલી નાચતી હતી ઉપર ચડીને ......હજુ નીચે જ ઉભો હતો હું અને પેલી ને સરખી રીતે જોઈ રહ્યો હતો .....
હર્ષ એ નૈતિકને ફોન કર્યો કે ,"કાર્તિક ના લગભગ માર ખાવાની શક્યતા બોવ વધારે છે ભાઈ ,ધ્રુવ અને તું બન્ને આવી જાવ એને પકડી ને લાઇ જવો પડશે આપણે એને પોતાનું બેગ પણ ફેંકી દીધું છે મારા બાજુ માં જલ્દી આવી જાવ બસ stand એ "
હું તો હજુ પેલી ને જ જોઈ રહ્યો છું ટ્રેકટર પાસે ઉભા રહીને ...એક બાજુ ટ્રેક્ટર ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું અને એકબાજુ હું આ છોકરી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો .....અને ત્રીજી બાજુ આ બધા મારા દોસ્ત મને પાછો લઈ જવા માટે આગળ વધી રહ્યા હતા ...
હવે તમને શું લાગે કાર્તિક હવે શું કરશે પેલી માટે ?? but main વાત તો તે જ કે કાર્તિક હજુ સુધી સૂતો છે કેમ ??અને ધ્રુવ અને નૈતિક હર્ષ જોડે મળીને કાર્તિક ને સમજાવી શકશે ?? બધું ખબર પડશે પણ next પાર્ટ માં ...ત્યાં સુધી બધાને મારા રામ રામ
ક્રમશઃ
એક personal વાત કે love નામ ના subject માં મારી પકડ થોડી ઢીલી છે તો હું એટલું બધું તમને ફિલ ના કરાવી શકું પણ try રહેશે મારી story ને સારી રીતે present કરવાની.
btw story ના part ક્યારે લખાય ને ક્યારે release થશે એનું કાંઈજ નક્કી નથી so don't ask me about next part... situation સમજો... busy schedule માંથી માંડ time કાઢીને story ચાલુ કરી છે.....advance sorry.. #keepsupport #staytuned #spreadlove
?????????????
DM me on insta : @ cauz.iamkartik
COMMENT. SHARE. FOLLOW.