Sapna advitanra - 46 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૪૬

Featured Books
Categories
Share

સપના અળવીતરાં - ૪૬

કોકિલાબેને કોલ કટ કર્યો પછી થોડીક ક્ષણો સ્તબ્ધતા છવાયેલી રહી. રાગિણી હળવેથી ઉભી થઈ કે તરત કેયૂરે તેની સાડીનો પાલવ પકડી રોકી લીધી. આઇબ્રો ઉંચી કરી ઇશારાથી જ પૂછી લીધું,

"ક્યાં? "

સામે રાગિણી એ પણ એવીજ આંખો ઉલાળી જવાબ આપ્યો,

"ચેન્જ કરીને આવું. "

"ઉંહુ... "

કેયૂરે પલ્લુ ખેંચ્યો અને રાગિણી તેના પર ઢળી પડી.

"શું જરૂર છે... "

રાગિણી ના ભવા સંકોચાયા એટલે કેયૂરે અધુરું વાક્ય પૂરું કર્યું,

"... બીજે જવાની? અહિંજ બદલી લે. રાધર, લેટ મી હેલ્પ યુ."

"ધત્... "

રાગિણી એ કેયૂર ની છાતી પર હળવી મુઠ્ઠી પછાડી અને તેના બાહુપાશમાં ભીંસાઈ ગઇ. કેયૂર સોફાચેર પર બેઠો હતો અને રાગિણી તેના ખોળામાં... રાગિણી એ કેયૂર ના ખભે માથુ ઢાળી જાણે કાનમાં કહેતી હોય એમ કહ્યું,

"આઇ વોન્ટ ટુ ટેલ યુ સમથીંગ. "

"હંમ્... ગો અહેડ. હુ સાંભળું છું. "

કેયૂરે રાગિણી ની લટ સાથે રમત કરતા કહ્યું.

"કેયૂર, હું એક અનાથ છું. "

"હવે નથી. "

કેયૂરે તેની વાત વચમાં જ કાપી નાંખી.

"પ્લીઝ કેયૂર, આઇ એમ સીરીયસ. હવે જ્યારે આપણી જિંદગી જોડાઇ ગઇ છે, તો આઇ થીંક મારો પાસ્ટ તમારે જાણવો જરૂરી છે. "

"વ્હોટ પાસ્ટ, ડિયર? ઇફ યુ વોન્ટ ટુ સે ધેટ તારી લાઇફમાં મારી પહેલાં પણ કોઈ... "

રાગિણી એ કેયૂર ના મોઢે હાથ રાખી તેને બોલતો અટકાવી દીધો. પણ કેયૂરે તેનો હાથ ખસાડી પોતાની વાત પૂરી કરી જ દીધી.

"ટ્રસ્ટ મી ડિયર. આઇ ડોન્ટ કેર કે તારી લાઈફમાં પહેલા કોઈ હતુ કે નહિ. હું બસ એટલું જાણુ છું કે તારુ પ્રેઝન્ટ અને ફ્યુચર માત્ર ને માત્ર મારી સાથે જોડાયેલા છે. એન્ડ ધેટ્સ ઇનફ ફોર મી. "

"નો કેયૂર. એવી કોઈ વાત નથી. આઇ ઇન્સિસ્ટયુ ટુ લીસન ટુ મી કેરફુલી. આઇ લવ યુ એન્ડ ઓન્લી યુ. અને એટલે જ હું નથી ઇચ્છતી કે મારા અતીતના પડછાયા તમારા સુધી પહોંચે ત્યારે તમે કોઈ ગફલતમાં રહો. "

રાગિણી ની પાંપણ પર એક આંસુ આવીને લટકી રહ્યું હતું. એ જોઈને કેયૂર પણ થોડો સિરીયસ થઈ ગયો.

"ઓકે. ટેલ મી. તારા મનમાં જે કંઈ હોય તે બધું જ બોલી દે... હળવી થઇ જા. આજથી તારી બધી તકલીફો અને બધા ટેન્શન મારા. જસ્ટ ફીલ ફ્રી એન્ડ ફ્લાય... "

"એજ તો ડર છે મને... કે ફરી ઉડવાની કોશિશ કરીશ અને ક્યાંક ફરી એ શિકારી ની નજરે ચડી ગઇ તો... "

રાગિણી ના શરીરમાં એક આછી ધ્રુજારી ફરી વળી. તેની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. કેયૂરે રાગિણી નો હાથ થપથપાવી તેને આગળ બોલવા પ્રોત્સાહન આપ્યું. રાગિણી એ કેયૂર ના ખભે માથુ ટેકવેલુ રાખી બોલવાનુ શરૂ કર્યું.

"કેયૂર, હું એક અનાથ છું. અહીં આવતા પહેલાં હું ગોવા હતી... મિસ્ટર એન્ડ મિસિસ મેકવાનની દત્તક પુત્રી..."

***

"પ્લીઝ ડોક્ટર.. મેક મી ક્લીયર. ઇઝ ધેર એની હોપ ઓર નોટ? "

કેદારભાઈ નો અવાજ ઘણી કોશિષ છતાં સ્હેજ ધ્રુજી ગયો. કેયૂર અને રાગિણી સાથે વિડિયોકોલ ચાલુ હતો ત્યારે જ નર્સે આવીને જણાવ્યું હતું કે ડો. જોનાથન અરજન્ટલી મળવા માંગે છે... અને અત્યારે, ડો. જોનાથન ચુપ હતા... એકદમ ચુપ... એમણે કેદારભાઈ ને કે. કે. ના લેટેસ્ટ રીપોર્ટ બતાવ્યા. કેદારભાઈ એ ઉપરછલ્લી નજર ફેરવી આખરે મનમાં ઘોળાતો સવાલ પૂછી જ લીધો.

"વેલ, અકોર્ડીંગ ટુ માય રિસર્ચ, વી મસ્ટ ગેટ રિઝલ્ટ બાય નાઉ. બટ, ટુ માય સરપ્રાઇઝ, કે.કે.ઝ બોડી ઈઝ નોટ રિસ્પોન્ડીંગ પ્રોપરલી. આઇ જસ્ટ કાન્ટ અંડરસ્ટેન્ડ ધ રીઝન, બટ ધેર શુડ બી સમ ફેક્ટર ફોર વ્હોટ હી હીમસેલ્ફ જસ્ટ ડઝન્ટ વોન્ટ ટુ બી ક્યોર્ડ... "

"વ્હોટ ડુ યુ મીન બાય યુ કાન્ટ અંડરસ્ટેન્ડ? આઇ મીન, યુ આર અ ડોક્ટર. એન્ડ વી આર હીયર જસ્ટ બીકોઝ વી ટ્રસ્ટ યુ. જસ્ટ ફોર યોર વર્ડસ, આઇ અગ્રીડ ટુ ફોલો ધ અન ઓફિશિયલ ટ્રીટમેન્ટ એન્ડ નાઉ યુ આર સેઈંગ ધેટ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ! "

"રીલેક્ષ મિ. ખન્ના. ધીઝ મે બી અ કાઇન્ડ ઓફ ડિપ્રેશન. આઇ જસ્ટ વોન્ટ ટુ સજેસ્ટ યુ અ સાઇકો-થેરાપી ફોર હીમ. વી હેવ ટુ એનલાઇટન હીઝ ડીઝાયર ટુ લીવ. ધેન ઓન્લી વી કેન ગેટ પ્રોપર રીકવરી. "

"ડુ વ્હોટ એવર યુ વોન્ટ ટુ ડુ. આઇ જસ્ટ વોન્ટ માય સન બેક... વીથ ફુલ ઓફ લાઇફ. "

***

"હેલો, ઇટ્સ મી. હવે નેક્સ્ટ ઓર્ડર શું છે? રાગિણી હવે અહીં નહી આવે. તે કેકે મેન્શનમા પહોંચી ગઇ છે અને ત્યાં આવી રીતે નજર રાખવી શક્ય નથી. મેં અહીં બધુ વાઇન્ડ અપ કરી લીધુ છે. નાઉ, વ્હોટ્સ નેક્સ્ટ? "

પોતાને કહેવાની બધીજ વાત એકીશ્વાસે બોલી દીધા પછી બોબીએ જવાબ સાંભળવા કાન સરવા કર્યા.

"ડુ વન થીંગ. ત્યા રાગિણી ગમે ત્યારે આવી શકે છે એટલે એક માણસ ત્યા મૂકી રાખ. કે. કે. મેન્શન પર પણ નજર રાખવી પડશે. અને એક હોંશિયાર માણસને રાગિણી પાછળ જ રોકી રાખ. તે કોઇ રીતે આપણા રડારમાંથી છટકવી ન જોઈએ. "

"ઓકે. અને મારી માટે શું ઓર્ડર છે? "

"સમીરા... સમીરાના કોઈ સમાચાર? "

"નોટ યેટ. પણ કોશિશ ચાલુ છે. "

"કોશિશ નહિ, પરિણામ જોઈએ. હવે તુ સમીરા પાછળ લાગી જા. મને સમીરા જોઇએ... એની હાઉ... "

" ઓકે. "

કોલ કટ કરી બોબી પોતાનો બધો સરંજામ સમેટી ત્યાંથી નીકળી ગયો... એ રીતે, જાણે તે ક્યારેય ત્યાં ગયો જ નહોતો!

***

"જિંદગી ની પરીક્ષાઓ સહેલી તો ક્યારેય નહોતી , પરંતુ નાપાસ થવું પડે એટલી અઘરી પણ કોઇ દિવસ નથી લાગી!

જ્યારથી આંખ ખૂલી અને સમજણી થઈ, મારી જાતને પોતાની જેવાજ અનેક બાળકો વચ્ચે અનુભવી. અનાથાશ્રમ ની એ ચાર દિવાલો વચ્ચે જ મારી દુનિયા સમાઇ ગઇ હતી. કોઈ દિવસ બહાર જવાનો વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક પણ નહોતો. ત્યાની સગવડો સારી હતી. જો કે આશ્રમ સિવાય બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક ન હોવાથી જે મળે તે બધું જ સારુ જ લાગતું.... સારા ખરાબ ની કોઈ સરખામણી જ શક્ય નહોતી!

હા, દીદી પાસે એક રેડિયો હતો, જેના પર માત્ર ને માત્ર સમાચાર જ સાંભળવામાં આવતા. દીદી... આશ્રમના સર્વેસર્વા... અને હું, સૌથી નાની હોવાના નાતે દીદીની અને આશ્રમમાં સૌ ની લાડકી... ક્યારેય કોઇ અસંતોષ નહોતો... પણ,

પણ દરિયો... વિશાળ જળરાશિ અને શાંત કિનારો... હંમેશા મને સપનામાં દેખાતા અને હું મનોમન એ દરિયાના પ્રેમમાં પડી ગઈ. પછી એક દિવસ અચાનક, એ દરિયા સાથે એકરૂપ થઈ જતા બે ચહેરા દેખાયા... વારંવાર દેખાયા... મેં દીદીને વાત કરી, પરંતુ કદાચ પોતાની વાત યોગ્ય રીતે સમજાવી ન શકી! દીદી પણ એ દિવસોમાં બહુ ટેન્શનમાં રહેતા...

પછી અચાનક આશ્રમમાં અજાણ્યા લોકોની અવરજવર વધી ગઈ. દર અઠવાડિયે - પંદર દિવસે કોઈ ને કોઈ આવતુ અને... મારા મિત્રો ની સંખ્યા ઘટતી ગઈ. આ બધું જ મારી સમજની બહાર હતું. કેમ મારા મિત્રો મને છોડીને, દીદીને... આ આશ્રમને છોડીને જતા રહે છે... ક્યા જાય છે... કેમ કોઈ દિવસ પાછા નથી આવતા... નાનકડું મગજ આવા વિચારો કરી કરી ને થાકી જતું... પણ જવાબો ન મળતા!

દસ વર્ષ ની નાની ઉંમરે પણ સમય સંજોગો એ ઘણી સમજદાર બનાવી દીધી હતી. એક દિવસ એક કપલ દીદીને મળવા આવ્યું, ત્યારે હું ઓફિસ માંજ હતી. મારી આંખો ચમકી... આ તો એ જ ચહેરા... પ્રેમ અને કરૂણા ભરેલા... દરિયા સાથે એકરૂપ થઈ જતાં ચહેરા... મારા આખા શરીર મા એક ઝીણી કંપારી છૂટી ગઈ... મેં એ લોકોની દીદી સાથે ની વાતચીત સાંભળી. એટલું જ સમજી શકી કે આજે ફરી મિત્રો ની સંખ્યામાં એકનો ઘટાડો થશે!

એક અજબ ઉદાસી મારા મનને ઘેરી વળી. હું દોડતી જઈ મારા બેડ પર બેસી ગઈ. નાની નાની હથેળીઓ મા ચહેરો છુપાવી આંસુ ખાળવાની કોશિશ કરતી રહી. થોડીવાર થઈ અને દીદી મારી પાસે આવ્યા. પ્રેમથી મારા માથે હાથ પસવાર્યો અને મેં ઊંચે જોયું. આંખમા આવેલ ઝળઝળિયાં ને કારણે દીદી નો ચહેરો એકદમ ધૂંધળો દેખાયો. "

એ સમયે અનુભવેલી લાગણી આજે પણ તેના મસ્તિષ્ક માં છવાઇ ગઇ.

"બસ, જીવનનો એક અધ્યાય ત્યાં પૂરો થયો અને નવુ જિવન શરૂ થયું... ગોવા માં... મેકવાન દંપતિ સાથે... તેમની દિકરી બનીને! હું ખૂબ ખુશ હતી નવી જગ્યાએ, નવા વાતાવરણ માં. સૌથી મહત્ત્વની વાત - અહીં મળ્યો હતો એક ખાસ દોસ્ત... દરિયો...

ગોવા... તદ્દન અજાણ્યુ શહેર.. આઝાદી એટલે શું તે પહેલી વાર ખબર પડી. અહીં હું પ્રથમ વખત સ્કૂલ ગઈ. આશ્રમમાં તો દરેક બાળક ને તેની ઉંમર અને આવડત પ્રમાણે પર્સનલાઇઝ કોચિંગ મળતુ. મેકવાન દંપતિ ખૂબજ પ્રેમાળ હતું. અહીં જ જિંદગી ના નવા રૂપ જોવા મળ્યા. ગોવામાં પાર્ટી - ખાસ કરીને બીચ પાર્ટી નુ મહત્વ વધારે... અને એટલે જ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવામાં મને મજા આવતી. ધીરે ધીરે ફાવટ પણ આવી ગઈ.

જિંદગી મસ્ત રીતે આગળ વધી રહી હતી, ત્યા જિવનમા સુનામી આવી... મમ્મા પાપા અચાનક ગાયબ થઈ ગયા. ઘણી તપાસ કરી, પણ કોઈ સગડ ન મળ્યા. પોલીસ તપાસ મા પણ કશું હાથ ન લાગ્યું. મૂકબધિર શાળાના પ્રિન્સિપાલે થોડા દિવસ સાચવી, પણ એક દિવસ...

એક દિવસ ફરી એજ મિ. વ્હાઈટ મારી જિંદગીમાં આવ્યો. ફરી એક વંટોળ ફુંકાયો અને માંડ માંડ થાળે પડેલી જિંદગી ફરી હિલોળે ચડી. કેટલાક અજાણ્યા માણસો ગનપોઇંટ પર મને ઉપાડી ગયા... આખી સ્કુલ વચ્ચે... પ્રિન્સીપાલ ની નજર સામે... પણ કોઈ કંઇ કરી ન શક્યું. ફરી એ જ જાનીભાઇ ની શીપ... એજ રૂમ... એજ મિ. વ્હાઈટ અને એજ બ્લેક એન્ડ બ્લેક હથિયારધારી માણસો... "

કેયૂર ના કાન ચમક્યા. તેને સબ ઈન્સ્પેક્ટર શિંદે ના શબ્દો યાદ આવ્યા,"આ કોઈ સામાન્ય ટપોરીઓનુ કામ નથી. આની પાછળ એક આખી ગેંગ સક્રિય છે... ડ્રગ સમ્રાટ ડી ની ગેંગ... "

રાગિણી અત્યંત ભાવુક થઇ ગઇ હતી. તેનો અવાજ ગળગળો થઇ ગયો હતો અને પાંપણે આંસુના તોરણ બંધાયા હતા. કેયૂરે તેનો હાથ થપથપાવવાનુ ચાલુ રાખ્યું અને રાગિણી એ કહેવાનુ.

"બસ, હરીફરીને એક જ સવાલ... મેકવાન ક્યા છે? શું જવાબ આપુ હું? હું પણ તો શોધતી હતી મારા મમ્મા પાપા ને! કેટલાય દિવસ એમની કેદમાં રહી હોઈશ... પણ એક દિવસ મોકો મળતા ત્યાથી ભાગી છુટી. ન સમયનુ ભાન કે ન દિશાનું! જ્યાં ઉપરવાળો સુઝાડે ત્યા કદમ ઉપડતા... પૂરા ચાર દિવસ ની રઝળપાટ પછી પીછો છોડાવવામાં સફળતા મળી. અને ત્યારેજ સમીરા સાથે મારી પહેલી મુલાકાત થઇ. "

સમીરા નો ઉલ્લેખ આવતા ફરી તેનો અવાજ ધ્રુજ્યો. તેણે સમીરાને વચન આપ્યું હતું કે તેના ભુતકાળ વિશે ક્યારેય કોઈને કંઈ નહિ કહે, પણ આજે જ્યારે તે હૈયુ ખોલવા બેઠી છે, તો બધું જ કહી દેવુ છે... હળવા થઈ જવુ છે... વર્ષો થી સાચવી રાખેલો મુંઝારો ઓગાળી જ નાંખવો છે...