yara a girl - 2 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | યારા અ ગર્લ - 2

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

યારા અ ગર્લ - 2


સવારે ઓપરેશન ના અડધા કલાક પહેલા જ કમલભાઈ એ યારા ના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને યારા ને એકલી મૂકી વૈકુંઠધામે ચાલ્યા ગયા. યારા માટે આ આઘાત અસહ્ય હતો. મામા મામી અને આશાબેને એને સંભાળી લીધી.

નરેશભાઈ અને એમના પત્ની એ બધું સંભાળી લીધું. બધા ક્રિયાક્રમ પતી ગયા પછી એક દિવસ સાંજે દેવા એ યારા ને એક નાનકડી બેગ આપી.

નાનીબેન આ બેગ સાહેબે મને આપી હતી. એમણે મને કહ્યું હતું કે જ્યારે એ આ દુનિયામાં ના હોય ત્યારે આ તમને આપી દેવી.

યારા એ બેગ લઈ લીધી. Thank you દેવાકાકા. ને પછી પોતાના રૂમમાં ચાલી ગઈ. એણે એ બેગ ખોલી. એમાં એક ખૂબ જ સુંદર મખમલી મોટો રૂમાલ હતો. જેની અંદર એક લોકીટ હતું અને એમાં લીલા રંગ નો ચમકતો હીરો હતો. એક સરસ મજાનું નાના બાળકનું પોલકું અને ધોતી હતી. એ કપડાં ખૂબ સુંદર અને કિંમતી હતા. એમાં એક ડાયરી પણ હતી. યારા એ ડાયરી ખોલી. એ ડાયરી એની મમ્મી ની હતી.
એમાં એક સુંદર બાળકનું ચિત્ર હતું જે પેલા મખમલી રૂમાલમાં વિટાળેલું હતું અને એ બાળકે એજ કપડાં પહેર્યા હતા જે પેલી બેગ માં હતા. ને બાજુમાં લખ્યું હતું 'નાની યારા'. યારા સમજી ગઈ કે એ એના બાળપણ નું ચિત્ર છે. બીજું ચિત્ર બે મોટી મોટી આંખોનું હતું જે કોઈ સ્ત્રી ની આંખો હોય તેવું લાગતું હતું. એ ચિત્ર યારા ને ડરાવનું લાગ્યું. એમાં બે એવી આંખો હતી જે સફેદ રંગ ની હતી. ચહેરા પર બે અજબ લીટીઓ હતી. બે કાન ની બાજુમાં થી તલવાર જેવી બે અણીદાર સીંગડા જેવું હતું. ચિત્ર ખરેખર વિચિત્ર હતું.

બીજું એક ચિત્ર એક ગુફાનું હતું. જેમાં પ્રકાશ જ પ્રકાશ દેખાતો હતો. જેમાં કાચ જેવું પાણી હતું અને એજ પાણી ના ઝરણાં હતા. ત્યાં જે ફૂલો હતા એમાં થી પણ પ્રકાશ નીકળતો હતો. જાણે કે એક અદભુત નજારો. બિલકુલ સપના જેવું. યારા તો પોતાની મમ્મી ની પેંટીંગ બનાવવાની કલા પર વારી ગઈ. એને થયું આ પેંટીંગ જો પ્રદર્શનમાં મૂકે તો લોકો મોં માં આંગળા નાંખી જાય તેવા ઉત્તમ હતા.
ત્રીજું એક પેંટીંગ હતું જે એક જંગલનું હતું. એક અદભુત જંગલ. જેના વિશે કદાચ સપનું પણ ના જોવાય. યારા તો આશ્ચર્યચકિત થઈ ગઈ. આવું જંગલ કેવી રીતે હોય? કોઈ વ્યક્તિ ની કલ્પના આટલી અદભુત કેવી રીતે હોય શકે? યારા પાસે તેના વર્ણન માટે શબ્દો નહિ હતા. તેને તેની મમ્મી ની પેંટીંગ કલા પણ અભિમાન થયું.

ને પછી ડાયરીમાં લખ્યું હતું, આ બધા ચિત્રો મને સપનામાં દેખાય છે. જે મને કઈ કહેવા માંગતા હોય એમ લાગે છે. પણ મને સમજાતું નથી કે એ શુ કહેવા માંગે છે. પણ એકવાત ચોક્કસ છે કે આ સપનાઓ ને યારા સાથે કોઈ સબંધ જરૂર છે. કદાચ એ યારા ના જીવન સાથે સંકળાયેલા હોય શકે.

ને છેલ્લા પેજ પર લખ્યું હતું. હવે મને કોઈ સપના આવતા નથી. કે કોઈ ભ્રમ પણ થતો નથી. એ બધા સપના કદાચ સપના જ હશે. હું જ કદાચ એના વિશે વધારે વિચારતી હતી.

ડાયરી ત્યાં પુરી થઈ ગઈ. યારા ફરી ફરી પેલા પેંટીંગ ને જોવા લાગી. એનું મન હજુ જાણે એ પેંટીંગ જોઈ ને ધરાયુ ના હોય તેમ એને લાગતું હતું. ને એમજ એ સુઈ ગઈ.

સવારે આશાબેન બેસવા માટે આવ્યા. બધા મળી ને વાતો કરતા હતા.

યારા બેટા હવે અહીં બધું કામ પૂરું થઈ ગયું છે. જો તું કહે તો આપણે હવે ઘરે જઈએ, નરેશભાઈ એ કહ્યું.

મામા તમે લોકો જાવ હું તો અહીં જ રહીશ.

ના દીકરા હવે અમે તને એકલી નહિ મૂકીએ, મામી એ કહ્યું.

મામી હું એકલી ક્યાં છું? દેવાકાકા છે, આશામાસી છે, આ ઘર છે, કામ છે. બધું તો અહીં છે.

હા યારા પણ હવે તું એકલી અહીં કેવી રીતે રહીશ? ને એકલા રહેવા ની શુ જરૂર છે? અમે છીએ તારી સંભાળ રાખવા માટે, નરેશભાઇ એ કહ્યું.

મામા મેં કહ્યું ને કે હું એકલી નથી. મારા આ ઘરમાં મારા મમ્મી પપ્પા પણ છે મારી સાથે.

જો યારા તારી બધી વાત સાચી. પણ અમે તને એકલી તો નહિ રહેવા દઈએ, મામી એ કહ્યું.

મામી મને ખબર છે કે તમને લોકો ને મારી ચિંતા છે. પણ હું ક્યાં કોઈના ઘરે રહેવાની વાત કરું છું. આ મારુ ઘર છે મારુ પોતાનું મામી. ને આ જમીન, ખેતર, પશુઓ મારા પપ્પા ના સાથી હતા. એમને ખૂબ મહેનત થી એમનું જતન કર્યું છે. હું આ બધું છોડી ના શકું. હું અહીં રહી આ બધા ને સાચવીશ. ને સમય મળે તમને અને મામા ને મળવા આવીશ. ને તમને સમય મળે તમે મને મળવા આવજો.

જો યારા.....

નરેશભાઈ જો ખોટું ના લાગે તો એકવાત કહું, આશાબેન બોલ્યા.

અરે આ શુ કહો છો બેન? ખોટું શાનું? તમે અમારા ઘરના જ સભ્ય છો. તમે કઈ પણ બોલી શકો છો, નરેશભાઈ બોલ્યા.

ભાઈ તમે તમારે ઘરે જાવ. હું છું ને યારા નું ધ્યાન રાખીશ. ને એને કઈ તકલીફ નહિ પડવા દઉં. એને થોડો સમય આપો. ધીરે ધીરે બધું ઠીક થઈ જશે.

જેવી તમારી ઇચ્છા બેન. અમને તમારી પર પૂરો ભરોસો છે. સમયાંતરે અમે આવતા રહીશું. ને દેવા તું યારા નું ધ્યાન રાખજે. એને કોઈ મુશ્કેલી ના પડે એ જોજે.

તમે બિલકુલ ચિંતા ના કરો નરેશભાઈ, હું નાનીબેન નું ધ્યાન રાખીશ. એમને કોઈ તકલીફ નહિ પડવા દઉં, દેવા એ કહ્યું.

સારું સારું અમે કાલે નિકળીશું, નરેશભાઇ બોલ્યા.

બીજા દિવસે યારા ના મામા મામી એમના ઘરે જવા નીકળી ગયા. હવે ઘરમાં યારા અને દેવાકાકા બન્ને રહ્યા.

યારા એ પોતાનું ધ્યાન કામમાં લગાવ્યું. રોજ સવારે ઉઠી પશુઓ ને જોવાના. દૂધ ની વ્યવસ્થા કરવાની. ને પછી ખેતરના કામ કરતી. એણે બે માણસો પણ મદદ માટે રાખ્યા હતા. આખો દિવસ કામમાં રહેવા લાગી. પણ રાત્રે પપ્પા ની યાદ તેની આંખો ભીની કરી દેતી. ગામના લોકો અને આશાબેન પણ યારા ની મદદ માં રહેતા. બધા જ કામ પર યારા પોતે ધ્યાન રાખતી. જ્યાં અટકી પડતી ત્યાં ગામના કોઈ અનુભવી ની સલાહ લઈ લેતી. એણે પોતાની જાત ને અને કામ ને ખૂબ સારી રીતે સંભાળી લીધું હતું. લોકો પણ તેના વખાણ કરતા.

પણ એ દિવસે યારા નું મન ક્યાંય લાગતું નહોતું. દૂધ ની વ્યવસ્થા કરી એ પોતાના રૂમમાં જઈને સુઈ ગઈ. આશાબેન આવ્યા પણ એને સુતેલી જોઈ દેવા ને મળી જતા રહ્યા. બીજા દિવસે પણ એજ પરિસ્થિતિ રહી.

ત્રીજા દિવસે આશાબેન આવી ને સીધા યારા ના રૂમમાં ગયા.

યારા શુ થયું દીકરા? તબિયત તો સારી છે ને? કેમ આમ ઘરમાં પુરાઈ ગઈ છે?

હા માસી તબિયત સારી છે. બસ એમજ થોડો થાક લાગ્યો છે.

પણ તારો ચહેરો તો કઈક અલગ જ કહે છે. કેમ રાત્રે ઉંઘ નથી આવતી કે શુ?

આશાબેન ના આ પ્રશ્ન થી એ ચોંકી. જેની નોંધ આશાબેને લીધી. એ એની નજીક જઈ ને એનો હાથ પોતાના હાથ માં લીધો ને પૂછ્યું,

બોલ દીકરા શુ થયું છે? કોઈ સમસ્યા છે?

યારા થોડી ખચકાઈ પણ પછી વિચાર્યું જો માસી સિવાય બીજું કોણ છે જેને એ કહી શકે? ને માસી બધું જાણે છે એટલે એને સમજશે પણ ખરા. એણે મમ્મી ની ડાયરી બેડ નીચે થી કાઢી.

માસી તમે તો મમ્મી ને સારી રીતે જાણતા હતા ને?

હા યારા તારી મમ્મી મારી ખૂબ જ સારી બહેનપણી હતી. અમે નાનપણ થી જ એકબીજા ને ઓળખતા હતા. તારા પપ્પા નું કોઈ ગામઘર હતું નહિ ને એટલે જ લગ્ન પછી મેં જ તારી મમ્મી ને અહીં વસવાટ કરવા બોલાવી લીધી હતી. પણ એનું અત્યારે શુ છે?

માસી તમે તો જાણો છો કે હું એક અનાથ છું. મારા મમ્મી પપ્પા ને હું જંગલમાં થી મળી હતી. ને એમણે મને મોટી કરી.

યારા આ શુ બોલે છે? તું અનાથ નથી. અમે બધા તારા જ છીએ.

હા માસી પણ એના થી હકીકત બદલાઈ જતી નથી. મમ્મી એ તમને એના સપના વિશે કહ્યું જ હશે.

હા યારા. જ્યારે જ્યારે તારી મમ્મી ને એ સપના આવતા ત્યારે એ ડરી જતી. એને લાગતું કે કોઈ આવી ને તને લઈ જશે. પણ પછી એ સપના બંધ થઈ ગયા.

હા માસી તમારી વાત બિલકુલ સાચી. માસી છેલ્લા બે ત્રણ દિવસ થી એજ સપના મને આવે છે યારા એ ચિંતાજનક સ્વરે કહ્યું.

શુ વાત કરે છે દીકરા?

હા માસી ને એટલે રાત્રે મને ઉંઘ નથી આવતી.

પણ યારા તને કેવી રીતે ખબર કે એ એજ સપના છે જે તારી મમ્મી ને આવતા હતા?

યારા એ પેલી ડાયરીના પેંટીંગ આશાબેન ને બતાવતા કહ્યું, જુઓ માસી આ એજ પેંટીંગ છે જે મારી મમ્મી એ બનાવી છે. ને આ પેંટીંગમાં જે પણ કઈ છે તે એને સપનામાં દેખાતું હતું. ને મને પણ આજ બધું સપનામાં દેખાય છે.

આશાબેન તો પેંટીંગ જોઈ ને આભા જ બની ગયા. કેટલા સુંદર છે આ ચિત્રો યારા?

હા માસી અદભુત છે આ ચિત્રો. ને આ બધું જ આબેહૂબ મને સપનામાં દેખાય છે. હવે તમે સમજ્યા હું શુ કહું છું તે?


હા યારા હું સમજી ગઈ કે તને અને તારી મમ્મી ને એક જેવાજ સપના આવ્યા છે. ને આનો જરૂર કોઈ ગર્ભિત અર્થ છે.

હા માસી હું પણ એ જ તમને કહેવા માંગુ છું. મને અજીબ પ્રકાર ની ગભરામણ થાય છે માસી. ને ડર પણ લાગે છે.

ડર? શાનો ડર યારા?

માસી આ સપના મને કેમ આવે છે? યારા ની આંખો ભરાઈ આવે છે.

અરે અરે દીકરા આમ રડે છે શા માટે? કઈ જ વાંધો નહિ. બધું સારું થઈ જશે. તું એટલી નિર્બળ નથી કે સપના થી ડરી જાય. અને આતો સપના છે હકીકત નહીં.

આશાબેને યારા ને સાંત્વન આપી સંભાળી લીધી. બીજા દિવસ થી યારા પોતાના કામમાં તો પરોવાઈ પણ છતાં પેલા વિચારો એ એનો પીછો ના છોડ્યો.

થોડા દિવસ પછી એક દિવસ રાત્રે અચાનક યારા "છોડી દો, છોડી દો" એવી બુમો પાડવા લાગી. દેવો દોડતો દોડતો યારા ના રૂમ પર આવ્યો ને દરવાજો ઠોકવા લાગ્યો,

નાનીબેન નાનીબેન શુ થયું? દરવાજો ખોલો નાનીબેન. દેવો જોર જોર થી દરવાજો ઠોકતો હતો. આ બધા અવાજો સાંભળી આશાબેન અને તેમના પતિ નીતિનભાઈ પણ આવી ગયા.

શુ થયું દેવા? દરવાજો ખોલ, આશાબેને દરવાજો ખખડાવતા કહ્યું.

દેવો મુખ્ય દરવાજા તરફ દોડ્યો ને દરવાજો ખોલ્યો.

શુ થયું દેવા? કેમ આટલો અવાજ આવે છે?

બેન જુવો ને નાનીબેન એમના રૂમમાં "છોડી દો, છોડી દો" ની બુમો પાડે છે ને હું દરવાજો ખખડાવું છું પણ એ ખોલતા નથી.

શાંતિ દેવા શાંતિ. હું કહું છું એને ખોલવા એટલું કહી આશાબેને યારા ને બુમ પાડી,

યારા યારા દરવાજો ખોલ દીકરા. શુ થયું?

એટલામાં યારા એ દરવાજો ખોલી દીધો ને આશાબેન ને વળગી પડી. માસી માસી આ લોકો એને મારી નાંખશે. તમે બચાવો.

આશાબેન અને દેવા એ અંદર રૂમમાં જોયું પણ ત્યાં કોઈ નહોતું. કોણ છે દીકરા? કોણ મારી નાંખશે? કોને મારી નાંખશે? અહીં કોઈ નથી.

પણ યારા હજુ પણ "છોડી દો, છોડી દો" ની રટ લગાવી રહી હતી.

દેવા એક કામ કર પાણી લઈ આવ. ને યારા તું અહીં મારી પાસે બેસ. આશાબેને તેને પોતાની પાસે પલંગ પર બેસાડી. દેવો પાણી લઈ આવ્યો. એમણે યારા ને થોડું પાણી પીવડાવ્યું.

શાંત થઈ જા યારા. જો અહીં કોઈ નથી.

યારા હવે થોડી શાંત થઈ ગઈ હતી. પણ એ હજુ પણ ડરેલી હતી. એના શરીર પર પરસેવો થયો હતો. હજુ એનું હૃદય જોર જોર થી ધડકી રહ્યું હતું. બધા શાંત થઈ ગયા. થોડીવાર પછી આશાબેને પૂછ્યું,

શુ થયું દીકરા? આમ ગભરાઈ કેમ ગઈ?

માસી મેં સપનું જોયું. જેમાં પેલી આંખોવાળી સ્ત્રી ને કોઈ ખેંચી ને લઈ જતું હતું. ને એ સ્ત્રી બચવા માટે પ્રયત્નો કરી રહી હતી. માસી એક ભંયકર ચહેરો એને ખેંચી રહ્યો હતો. માસી ખૂબ ડરામણું દ્રશ્ય હતું એ. હું ખૂબ ડરી ગઈ હતી.

અરે દીકરા સપના થી કોઈ ડરતું હશે? અમે બધા ડરી ગયા હતા.

Sorry માસી.

કઈ નહીં. ચાલ તું આજે મારા ઘરે ચાલ. ત્યાં સુઈ જજે.

ના માસી હું અહીં જ સુઈ જઈશ. તમે જાવ. ને ફરી એકવાર sorry માસી. મારા લીધે તમે બધા પરેશાન થઈ ગયા.

કઈ નહિ બેટા જા તું સુઈ જા.

યારા સુવા માટે પોતાના રૂમમાં ચાલી ગઈ. ને આશાબેન અને એમના પતિ દેવા ને સંભાળવાનું કહી એમના ઘરે જતા રહ્યા.

યારા ને પછી ઉંઘ ના આવી. એ પોતાની મમ્મી ની ડાયરી લઈ ને પેલા ચિત્રો વારાફરતી જોવા લાગી. ને પોતાને આવેલ સપના વિશે વિચારવા લાગી. સવારે એણે પોતાનો સામાન બાંધ્યો ને જવા માટે નીકળતી હતી ત્યાં આશાબેન આવી ગયા.

ક્યાં ચાલી યારા?

માસી હું મામા ના ઘરે જાવ છું. થોડા દિવસ ત્યાં રહીશ પછી આવી જઈશ. તમે દેવાકાકા નું અને ઘર નું ધ્યાન રાખશો ને?

આશાબેન ને થોડી નવાઈ લાગી પણ એ કઈ બોલ્યા નહિ. એ યારા ની પરિસ્થિતિ જાણતા હતા. અરે એવું કહેવાનું ના હોય યારા. તું તારે શાંતિ થી જા. અહીં ની બિલકુલ ચિંતા ના કરતી. દેવો બધું સંભાળી લેશે. ને હું પણ છું ને.

Thank you માસી. દેવાકાકા તમે બધુ સંભાળી લેશો ને? તમને તકલીફ તો નહિ પડે ને?

નાનીબેન તમે શાંતિ થી જાવ. અહીં ની બિલકુલ ચિંતા ના કરતા. હું બધું સંભાળી લઈશ.

યારા ના ગયા પછી આશાબેને દેવા ને પૂછ્યું,

દેવા બધું બરાબર છે ને? આ યારા અચાનક મામા ના ઘરે કેમ ગઈ?

ખબર નહિ બેન. પણ નાનીબેન સવાર સવારમાં જ મને કહ્યું કે થોડું બહાર નિકળીશ તો સારું લાગશે. ને ફ્રેશ થઈ જઈશ એટલે થોડા દિવસ મામા ના ઘરે જઈ આવું.

સારું ચાલ કઈ વાંધો નહિ. એમ પણ કમલભાઈ ના ગયા પછી એ ક્યાંય ગઈ નહોતી. એ બાને થોડી ફ્રેશ થઈ જશે. તને કોઈ જરૂર હોય તો કહેજે.

જી બેન. આશાબેન પોતાના ઘરે જતાં રહ્યા.

યારા મામા ના ઘરે પહોંચી ગઈ. એને આમ અચાનક આવેલી જોઈ નરેશભાઈ ચોંકી ગયા.

યારા તું? આમ અચાનક? બધું બરાબર તો છે ને?

હા મામા બધું બરાબર છે. તમારા લોકો ની યાદ આવતી હતી એટલે થયું થોડા દિવસ તમારી સાથે રહું.

અરે બહુ સરસ દીકરા. પણ જાણ કરવી હતી હું તને લેવા આવત.

કઈ નહિ મામા હું આવી ગઈ ને? મામી કેમ છો તમે?

એકદમ સરસ. તું કેમ છે?

હું પણ સારી છું.

સારું ચલ ફ્રેશ થઈ જા પછી જમી લઈએ.

જી મામી. યારા ફ્રેશ થવા જતી રહી.

સાંજે બધા જમી ને સાથે બેઠા.

મામા મારે તમારી અને મામી સાથે વાત કરવી છે.

હા બોલ દીકરા.

મામા તમને તો ખબર છે કે પપ્પા એ એમના મૃત્યુ પહેલા મને મારા જન્મ વિશે વાત કરી હતી.

હા દીકરા ખબર છે મને.

હા તો મામા છેલ્લા કેટલાય સમય થી મને મમ્મી ને જે સપના આવતા હતા તેજ સપના આવે છે.

એટલે તું કહેવા માંગે છે કે તને પણ તારી મમ્મી ના જેવા સપના આવે છે? નરેશભાઈ એકદમ આશ્ચર્ય સાથે પૂછે છે.

હા મામા એજ સપના મને આવે છે. ને હમણાં તો એક સપનું કઈક અલગ આવ્યું હતું.

પણ યારા તને કેવી રીતે ખબર કે એ એજ સપના છે જે તારી મમ્મી આવતા હતા? મામી એ પૂછ્યું.

યારા એ તરત એની મમ્મી ની ડાયરી બતાવી. જુઓ મામી આ ડાયરી માં જે ચિત્રો છે એ મમ્મી એ દોર્યા છે અને લખ્યું છે કે આ આ જગ્યાઓ એના સપનામાં આવતી હતી. ને આજ સપના મને આવે છે. એવા જ સપના મામી.

મામા મામી એ બધા ચિત્રો જોયા. બન્ને જણ ચિત્રો જોઈને દંગ રહી ગયા. કેટલા સુંદર ચિત્રો છે યારા? મામી એ કહ્યું.

હા મામી ખૂબ સુંદર છે. મામા કેટલાય દિવસો થી આ સપનાના લીધે હું પરેશાન થઈ ગઈ છું. મારુ મન કહે છે કે આ સપના ને મારા જીવન સાથે જરૂર કોઈ નિસ્બત છે. નહીંતો વર્ષો પહેલા જે સપના મમ્મી ને આવતા હતા એ અત્યારે મને કેમ આવે છે? ને એ પણ same to same.

પણ દીકરા આ સપના ને જો તારી સાથે કોઈ સબંધ હોય તો પણ આપણે શુ કરી શકીએ? મામા એ પૂછ્યું.

મામા એટલે જ હું અહીં આવી છે.

એટલે?

મામા હું એકવાર એ જગ્યા એ જવા માંગુ છું જ્યાં થી પપ્પા મમ્મી મને લાવ્યા હતા.

યારા એ જગ્યા તારા મમ્મી પપ્પા સિવાય કોઈ એ જોઈ નથી. ને એ જંગલો છે. આટલા વર્ષો માં ત્યાં ઘણો બદલાવ આવી ગયો હશે. ને તું એકલી ત્યાં કેવી રીતે જઈ શકે?

મામા તમારી વાત સાચી છે. પણ એ જગ્યા નું વર્ણન મમ્મી એ આ ચિત્રમાં કર્યું છે. ને વળી પપ્પા એ કહ્યું હતું એ જંગલો ના પાંજરી આદિવાસીઓ ને એ કેટલીવાર મળવા જતા હતા અને મારા વિશે પૂછતાં હતા. તો એ લોકો મને મદદ કરશે મામા.

પણ યારા એ લોકો તને મળશે એની શુ ખાતરી? ને એ લોકો તને કેવી રીતે ઓળખે?

મામા એ મને ના ઓળખે પણ મારા પપ્પા મમ્મી ને તો ઓળખે છે ને? આ ચિત્રમાં ના બાળક ને તો ઓળખે છે ને? હું આ ઓળખ સાથે લઈ જઈશ.

ના ના એવી કોઈ જરૂર નથી યારા. આપણે ક્યાંય જવું નથી અને કઈ જાણવું નથી, મામી બોલ્યા.

પણ મામી મારે જવું છે. મારે મારા જન્મ અને જન્મદાતા ની જાણકારી મેળવવી છે.

પણ યારા આટલા વર્ષો થી કોઈ ના મળ્યું કે કોઈ માહિતી ના મળી તો પછી અત્યારે શુ મળશે તને બેટા? મામા એ કહ્યું.

આત્મસંતોષ, શાંતિ એ વાત ની કે મેં મારા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. મેં મારા જન્મદાતાઓ ને શોધવા નો પ્રયત્ન કર્યો. મને અને મમ્મી ને આવતા સપનાઓ શુ છે તે સમજવાનો પ્રયત્ન કર્યો. કેમ એ સપના અમને આવતા છે? મામા હું એકવાર આ પ્રયત્ન કરવા માંગુ છું. હું મારી જાત ને ઓળખવા માંગુ છું, યારા એકદમ ભાવુક થઈ ગઈ.

મામા મામી એકબીજાની સામે જોવા લાગ્યા. પછી મામા બોલ્યા, પણ યારા તું એકલી કેવી રીતે ત્યાં જઈશ? ને બેટા તને કઈ થઈ ગયું તો?

મામા મને કઈ નહિ થયા. મને ભરોસો છે કે હું ચોક્કસ કઈ જાણી શકીશ. ભલે મને કઈ ના મળે પણ મને સંતોષ થશે કે મેં પ્રયત્ન તો કર્યો. બસ તમે મને જવા ની પરવાનગી આપો.

સારું જેવી તારી ઇચ્છા. પણ આ તારો પહેલો અને છેલ્લો પ્રયત્ન હશે. હવે પછી હું ફરી તને આવી કોઈ પરવાનગી નહિ આપું.

યારા એકદમ ખુશ થઈ ગઈ. એને એના મામા ને પકડી લીધા. Thank you thank you મામા. You are the best mama. મામી ને પણ પકડી ને ગોળ ફેરવી દીધા.

અરે અરે પડી જઈશ હું યારા ધીમી પડ દીકરા મામી એ કહ્યું. જો બેટા તું હવે છેલ્લી નિશાની છે તારા મમ્મી પપ્પા ની. આ પરવાનગી તને એટલે આપી છે કે ભવિષ્યમાં તને એ અફસોસ ના થાય કે અમે તને કઈ કરવા રોકી હતી. પણ તારા મામા એ કહ્યું એમ આ પહેલો અને છેલ્લો પ્રયત્ન. પછી તું તારા જીવનમાં સેટ થઈ જઈશ.

ચોક્કસ મામી. Love you. યારા ખૂબ ખુશ હતી. મામા હું કાલે જ નીકળી જઈશ. તમે ઘરે જતા રહેજો. દેવાકાકા ને મદદ મળી જશે ને કઈ તકલીફ હશે તો તમને પૂછી લેશે.

હા એની તું ચિંતા ના કરીશ હું જોઈ લઈશ. જા હવે સુઈ જા.

Ok good night. યારા ખૂબ ખુશ હતી. પણ છતાં ક્યાંય કોઈક છૂપો ડર પણ હતો કે, " હું જે કરી રહી છું તે બરાબર તો છે ને? " પણ પછી તરત જ વિચારવા લાગી બધું સારું થઈ જશે. જો પ્રયત્ન કરીશ તો જ સફળતા મળશે. તેણે પોતાની પૅકિંગ બરાબર ચેક કરી લીધુ. જે જરૂરિયાત હતી તે બધું એણે લઈ લીધું.

યારા યારા ચાલ જલ્દી બસ નીકળી જશે.

એ આવી મામા. યારા પોતાનો સમાન લઈ ને આવી ગઈ.

લે યારા આ નાસ્તો છે તને રસ્તામાં કામ લાગશે.

Thank you મામી. યારા એ નાસ્તો લઈને બેગમાં મૂકી દીધો.

યારા આ થોડા પૈસા છે તને રસ્તામાં કામ લાગશે.

મામા મારી પાસે પૈસા છે. મને જરૂર નથી.

જો બેટા તું એક અજાણી જગ્યાએ જાય છે. ખબર નહિ ક્યાં કેવી જરૂરિયાત પડી જાય. આ પૈસા તને કામ લાગશે. ભલે જરૂર ના હોય હમણાં તેને તારી પાસે રાખ.

યારા એ પૈસા લઈ ને પોતાની પાસે રાખી લીધા. ચાલો મામી હું જાવ.

યારા અને મામા બસ સ્ટેશન જવા નીકળ્યા. ને નરેશભાઈ યારા ને બસમાં બેસાડી ઘરે નીકળી ગયા. ને યારા એક નવા સફર પર નીકળી ગઈ. એક એવી સફર જેનું ભવિષ્ય શુ હતું એની એને કોઈ જ માહિતી નહોતી.


ક્રમશ..............