Ajanya sathe mitrata - 4 in Gujarati Fiction Stories by Radhika Kandoriya books and stories PDF | અજાણ્યા સાથે મિત્રતા - ૪

Featured Books
Categories
Share

અજાણ્યા સાથે મિત્રતા - ૪

ભાગ:4



રાધિકા હજી વિચાર મા જ હતી ત્યા તો રાહુલ બોલ્યો મને ખબર છે કે તને મારી સાથે મિત્રતા કરવાા મા વિચારવુ પડતુ હશે. byy, કાલે મળીએ એવુ કહીને રાહુલ જતો રહ્યો.
રાધિકા વિચારે છે એની સાથે મિત્રતા કરવામાં શુું વાંધો. ઘરે ખબર પડશે કે રાહુલ આવો છેે અને મેે એની સાથે મિત્રતા કરી છે તો બીજાનુ તો ખબર નઈ પણ મમ્મી મનેે મુકશેે નઈ. આવો વિચાર હજી કરતી જ હોય છે એમા તો એનો નાનપણનો દોસ્ત રાજ યાદ આવે છે અનેે દાયરેેક એને કોલ કરે છે, હેેલો રાજ, સામે થી અવાજ આવે છે હા બોલ ગાંંડી, તને અત્યારે મારી યાદ આવી, મગજ ના ખા પાર્ક મા આવ મારે કામ છે રાધિકા થોડિક અકળાય ને બોલી.
રાજ: ઓકે આવુ છુ પાંંચ મિનીટમાં.
રાજ અને રાધિકા એક જ સોસાયટીમાં રેહતા અને સાથે સ્કુલ જતા. બંને પાક્કા દોસ્ત છે નાનપણના.
થોડીકવાર મા રાજ આવે છે રાધિકા કાંઈ બોલે એ પેલા ચાલું થઇ જાય છે.
રાજ: મને કેમ બોલાવ્યો? એ છોડ અત્યારે તું અહીં શું કરે છે? 8 વાગા પેહલા તુ તો ઘરે ચાલી જાય છે ને તો આજે કેમ એટલું મોડું, કાંઈ થયું છે કે શું, આમ સામું શું જોવે ક્યારનો બોલું છું હું, હવે બોલીશ કાંઈ??
રાધિકા અકડાઈ ને બોલી તુ ચૂપ થા તો બોલું ને, કંઈક તારું કામ હશે તો જ બોલાવું ને.
રાજ: તો બોલશો શુ થયું
રાધિકા એ બધું કીધું અને આ સાંભળી ને રાજ બોલ્યો તો શું તારે એની સાથે મિત્રતા કરવી??
હા યાર તેની સાથે મિત્રતા કરી ને એની જે ખરાબ આદત છે તે છોડાવી શકીયે.
રાજ બોલ્યો હા પણ એના પર વિશ્વાસ કરી શકાય?? તને શુ ખબર એ સાચો જ છે.
રાધિકા: ના યાર તેની આંખો જોઇને લાગતુ ની હતુ કે એ ખોટું બોલે છે.
સારું એમ પણ જો કંઈ થાય તો હું બેઠો છું ને પણ ધરે ખબર પડી તો આવી બનશે રાજ બોલ્યો,
રાધિકા: હા, એ જ તો પ્રોબ્લમ છે યાર.., એક કામ કરીયે ઘરે વાત કરીયે જો બધા હા કેશે તો વાંધો જ નઈ આવે પણ ના કેશે તો... ત્યા જ રાજ બોલ્યો તો ફોડી લેશું યાર આમ પણ આપણે જે વિચારી લઈએ તે ગમે તે હાલત મા કરીયે છિયે. હા એતો છે રાધિકા એ હસતા હસતા કીધું, ત્યાં તો રાજ ના ફોન મા કોલ આવ્યો અને રાજે કટ કર્યો,
રાધિકા: કેમ કટ કરી દીધો કોનો કોલ હતો, રીયા નો કોલ હતો કે શું??
રાજ: હા તને કેવી રીતે ખબર
રાધિકા : યાર.. તને નાનપણથિ ઓળખુ આટલી તો ખબર હોય ને, બોલ હવે આ વખતે કોન કોના થી રિસાયું..
રાજ: હુ રિસાયો..
રાધિકા: ??? તુ હે.. તુ રિસાયો, તને રિસાતા આવડે,
કેમ તમારે રિસાવુ પડ્યું??
રાજ: આપણે છેલ્લે 2 અઠવાડિયાં પેલા ભેગાં થયા હતા તો મે આ રવિવાર નુ કીધું એને ના પાડી તો હુ રિસાય ગયો.
રાધિકા: ઓહહ...ચાલ હવે ઘરે જઈએ, અને તારા ઘરે કહિ ડે મારા ઘરે જમવાનું છે,
ત્યાં તો રાધિકા પોતાનો ફોન જોવે છે,તો તેમા એની મમ્મી ના 5 મિસ કોલ હોય છે, અને તે રીયા ને કોલ કરે છે, સામે થી મસ્ત અવાજ સંભળાયો હા બોલ રાધિ, અત્યારે મારા ઘરે આવી જાય હું ને રાજ આવીયે અને મારા ઘરે સાથે જમી લેશુ. એમ કઈને કોલ મુકી દે છે. ત્યાં જ રાજ હસતા હસતા thank you yaar.. તેને બોલાવા માટે. હા હવે ચાલ ઘરે જઈએ મમ્મી ના 5 કોલ આવી ગયા છે તેમનું હજી સાંભળવાનુ છે ઘરે જઈને.
રાધિકા ને રાજ ઘરે પોચે ત્યાં સુધી તમને રીયા વિષે જણાવી આપું, રાજ,રાધિકા અને રિયા આ ત્રણેય નાનપણના દોસ્ત છે બાલમંદિર થી લઈને અત્યાર સુધી ભેગાં છે, રીયા દેખાવ મા સુંદર, વાળ લાંબા જે તેની કમર સુધી પોચે, બોલે બોવ ઓછુ, પણ નખરાળી, એ જયારે 12 નું દિવાળી વેકેશન 5 દિવસ નુ પડયું હતું તેમા રાજે રીયા ને પ્રપોસ કર્યુ હતુ.
હવે રાજ અને રાધિકા ઘરે પોહચે છે. મમ્મી બરાબર ખીજાયા અને રાધિકા ત્યા જ માફી માંગે છે અને બોલે રાજ સાથે હતી અને ફોન સાયલન્ટ મા હતો એટલે રીંગ ન સંભળાય, પપ્પા અને કાકા હજી નઈ આવ્યા?? ત્યાં તો તેની દાદી બોલ્યા હવે આવતા જ હશે, રાધિકા: સારુ ભાઇ ક્યાં છે મમ્મી,
મમ્મી: એના રૂમમા
સારું હું ને રાજ જઈએ છીએ મારા રૂમમાં, રીયા આવે તો એને મારા રૂમમાં મોકલજે એમ કઈ ને રાજ અને રાધિકા રૂમમાં ગયા.રીયા આવી, રાજ અને રીયા થોડીકવાર પોતાના મા મસ્ત હતા. થોડીકવાર પછી એના રૂમમાં રાધિકા નો ભાઇ આવે છે, રાધિકા બધી વાત જણાવે છે.ભાઇ એ પણ પપ્પા સાથે વાત કરવાનુ કીધું, જમવાનો સમય થવાથી બધા જમવા બેસે, જમીને બધા વાતો કરતા હોય છે ત્યાં જ રાધિકા ની ટોળકી આવે છે અને સંકોચ વગર પૂરો વિશ્વાસ મુકીને બધી વાત કરે છે પણ બધા નકારાત્મક જ જવાબ આપે છે, રાહુલ થી દુર રેવાનુ ક્યે છે.રાધિકાના દાદી તેને પાર્ક જાવાની પણ ના પાડે છે પણ રાધિકા પોતે પાર્ક માં તો જશે જ આવુ કઈને તણેય રાધિકા ના રૂમમાં ચાલ્યા જાય છે. રૂમમાં જઈને વિચારે છે કે આગળ શુ કરવુ.

thank you

આગળનાભાગમાં જોઈએ રાધિકા અને તેના મિત્રો શું નકકી કરે છે, શુ રાધિકા રાહુલ સાથે મિત્રતા કરશે જોઈએ આગળના ભાગમાં ત્યા સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ? ?