Tiraskar - 2 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | તિરસ્કાર - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તિરસ્કાર - 2

પ્રકરણ-2

આજથી લગભગ 10 વર્ષ પહેલાં ની આ વાત છે.
પ્રગતિ ના ભૂતકાળ ની આ વાત છે.
પ્રગતિ નો આજે કોલેજ માં વિદ્યાર્થી તરીકે પહેલો દિવસ હતો. એણે બોટની માં એડમિશન લીધું હતું. કોલેજનો એ પ્રથમ દિવસ એને આજે પણ એટલો જ યાદ છે. કોલેજ નું એ પહેલું લેક્ચર જે એના પ્રિય પ્રોફેસર શિરીષ સર એ આપ્યું હતું. શિરીષ સાહેબ ની છટા જ એવી હતી કે એ એમના પર બધા જ વિદ્યાર્થીઓ ફિદા થઈ જતા. વિદ્યાર્થીઓ ને અભિભૂત કરવાની એમનામાં અજબ શક્તિ હતી. એ દરેક વિષય વાર્તા ની જેમ ભણાવતા, જેથી વિદ્યાર્થીઓ ને સરસ સમજાઈ જતું. અને અઘરું ના લાગતું. પહેલો લેક્ચર બધા વિદ્યાર્થીઓ નો એકસાથે હતો. જેમાં કોલેજ ની માહિતી, સ્ટાફ ની માહિતી અને વિદ્યાર્થીઓ ના વિવિધ વિષય તેમ જ તેના ભવિષ્ય માં શું સ્કોપ છે એના વિશેની હતી.
****
પહેલું લેક્ચર પત્યા પછી બધા પોતાના કલાસરૂમ માં દાખલ થયા.
પ્રગતિ પણ એના કલાસરૂમ માં દાખલ થઈ. અને એની નજર ઓમ પર પડી. એની અને ઓમની આંખો મળી. પ્રગતિ તો ઓમ ને જોતા પહેલી નજરમાં જ ફિદા થઈ ગઈ હતી. જાણે પહેલી નજર નો આ પ્રેમ હોય એવી આ વાત હતી. પણ શું ઓમ ને પણ પ્રગતિ પસંદ હતી? એ તો ઓમ જ જાણે!!!
આજે પહેલું લેક્ચર રશ્મિ મેડમ નું હતું. રશ્મિ મેડમ ઉંમરમાં તો મોટા હતા. પણ ખૂબ પાતળા હોવાને લીધે એમની ઉંમર ઘણી નાની લાગતી. રશ્મિ મેડમ કલાસ માં દાખલ થયા.
આજે પહેલો દિવસ હતો એટલે એમણે બધાને પહેલાં પોતાનો ઇન્ટ્રો કરાવ્યો અને પછી બધા વિદ્યાર્થી ઓ ને પોતાનો પરિચય આપવા કહ્યું.
એક પછી એક બધા પોતાનો પરિચય આપી રહ્યા હતા. પ્રગતિ એ પણ પોતાનો પરિચય આપતા કહ્યું, "મારું નામ પ્રગતિ જેઠવા છે અને હું વનસ્પતિ શાસ્ત્ર વિષય માં અભ્યાસ કરીને ભવિષ્ય માં એગ્રીકલ્ચર માં કેરિયર બનાવવા ઈચ્છું છું. હું આપણા સમાજમાં રહેલા ખેડુતો માટે કંઈક કરવા ઈચ્છું છું. જેથી આપના દેશમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબુર ના બને."

પ્રગતિ ના આ પરિચય ને સમગ્ર કલાસરૂમ એ તેમ જ રશ્મિ મેડમે પણ તાળીઓ થઈ વધાવી લીધો.

અને ઓમ? ઓમ તો બે ઘડી પ્રગતિ ને જોઈ જ રહ્યો. એ પણ પ્રગતિ ની વાતો થઈ ખૂબ જ પ્રભાવિત થયો અને કેમ ના થાય આખરે પ્રગતિ હતી જ સુંદર. લોકોને પ્રભાવિત કરવાની કલા એને વારસામાં મલી હતી. એના પિતા રાજનેતા જો હતા. હા, પ્રગતિ ના પિતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. પ્રગતિ મુખ્યમંત્રી ની દીકરી હતી. અને એની માતા તો બહુ નાનપણમાં જ મૃત્યુ પામી હતી. પિતા તો હંમેશા રાજકીય કામોમાં વ્યસ્ત જ રહેતા. એટલે પ્રગતિ ને સાચવવા માતે માટે આયા રાખી હતી. એમનું નામ મંજુબેન હતું. આ મંજુબેન પ્રગતિ માટે માં થી પણ વિશેષ હતા. મંજુબેન ને પણ કોઈ સંતાન નહોતા અને નાની ઉંમરે વિધવા થઈ ગયા હતા. એટલે પ્રગતિ માં જ એમને એની દીકરી ની છબિ દેખાતી. એમનો મોટાભાગનો સમય પ્રગતિ સાથે જ વિતતો. ભલે બંનેને લોહીની સગાઈ નહોતી પણ એમના સંબંધ ના સરવાળા ખુબજ મજબૂત હતા.
***
રશ્મિ મેડમ નો લેક્ચર પૂરો થયો. હવે શિરીષ સર નો લેક્ચર હતો. શિરીષ સર ભણાવતા ખૂબ જ સરસ પણ થોડાં સખત પણ હતા. એમણે બધા વિદ્યાર્થીઓ નો ઇન્ટ્રો લેવાનું ટાળ્યું.કારણ કે, એમાં એમને સમય ની બરબાદી લાગતી. એમણે વિદ્યાર્થીઓ ને માત્ર પોતાનો જ પરિચય આપ્યો. અને તરત જ ભણાવવાનું શરૂ કર્યું.

****

કોલેજનો આજનો દિવસ પુરો થયો. ઓમ ઘરે આવ્યો. ઓમ ખૂબ જ ગરીબ ઘરનો દીકરો હતો. ઓમ ના પિતા ખેતમજૂરી કરતા. અને એની માતા પણ એના પિતાને ખેતી માં મદદ કરતી. એવું ન હતું કે, એ પહેલેથી જ ગરીબ હતા. એક સમય એ ઓમના પરિવારની ખૂબ જ શ્રીમંત પરિવારો માં ગણના થતી. પણ સમય નું ચક્ર એવું ચાલ્યું કે, ઓમના કાકા એ જ એમના પિતાને દગો દઈ ને બધું જ ઝડપી લીધું અને ઓમનો પરિવાર સાવ રસ્તે રઝળી પડ્યો. પણ કહેવાય છે ને કે, કુદરત કંઈક લે તો સામે આપે પણ છે. મુશ્કેલીના સમયે એના મામા એમની મદદે આવ્યા અને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરી આપી.

***
આજે કોલેજ નો બીજો દિવસ હતો. પ્રગતિ અને ઓમની આંખો મળી. અને બંને એ એકબીજા પરથી ધ્યાન હટાવી લીધું અને પોતપોતાનું કામ કરવા લાગ્યા. પણ હજુ એ બંને એકબીજા જોડે વાત કરી રહ્યા નહોતા.

શું ઓમ અને પ્રગતિ વાત કરશે? શું એ બંને મિત્રો બનશે? શું ઓમ અને પ્રગતિ પ્રેમમાં પડશે?

***