Collage na divaso - Prem ni ek zalak - 13 in Gujarati Love Stories by મનિષ ઠાકોર ,પ્રણય books and stories PDF | કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 13

Featured Books
Categories
Share

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 13

*કોલેજ ના દિવસો*

*પ્રેમ ની એક ઝલક ભાગ-13*

એને મનીષાએ નિશાંત ને જોવે ત્યાં તો મનીષા હસતી હસતી કહે છે કે નિશાંત રહેવા દે. આમ ખોટી મહેનત ના કર લે આ થેલી નિશાંત કહે છે કે શું છે મનીષા આમ ત્યારે મનીષા કહે છે બસ કપડાં છે. નિશાંત કહે છે શું મનીષા તું પણ ક્યાં આવું કરવાની જરૂર હતી. તે સમયે મનીષા કહે છે કે હું નીચે ઘણો સમય વિતાવ્યો બાદ મને લાગ્યું કે તારા શર્ટમાં કોઈ ફરક નહિ પડ્યો હોય માટે હું એક્ટિવા લઈને નજીક ની બજાર માં જઈ ને કપડાં લઈને આવી અને મને ખબર છે કે જો હું તને જણાવ્યું હોય તો તું મને આમ ના કરવા દે પણ હવે તારે આ કપડાં પહેરીને આવું જ પડશે પ્લીઝ મારા બર્થડે નું માન રાખી દે પ્લીઝ.નિશાંત કહે છે ઓકે પણ તારે પણ મારી એક વાત સ્વીકારવી પડશે.

મનીષા કહે હા જરૂર બસ હવે હું તારી નીચે રાહ જોવું છું તું જલ્દી તૈયાર થઈ નીચે આવીજા. થોડીક ક્ષણોમાં નિશાંત નીચે આવે છે. પછી બન્ને આગળ વધે છે. નિશાંત એ મનીષાને એક ગિફ્ટની દુકાને લઈ જાય છે. અને કહે છે કે મનીષા મારે મારી એક બહેન સારી એવી ગિફ્ટમાં ઘડિયાળ આપવી છે કેમ કે તને હવે એક્ઝામ આવી રહી છે. ત્યારે મનીષા કહે છે ઓકે હું સારી પસંદગી કરું એમ નિશાંત કહે હા મનીષા. પછી બન્ને ગિફ્ટની દુકાનમાં ફર્યા બાદ કોઈ પસંદ આવતી નથી. પછી બીજી દુકાનમાં જાય છે. ત્યારે મનીષા કહે કે કે નિશાંત આ ઘડિયાળ સરસ રહેશે કેમ કે સમયની સાથે બીજા એવા ફ્યુચર ઓપ્શન છે. જેમાં સમય તો બતાવે છે પણ તે વ્યક્તિ ક્યાં છે એ પણ લોકેશન દ્વાર જણાવીશે અને માટે સુરક્ષા પણ થઈ જાય. નિશાંત એ ઘડીયાળને બિલ ચૂકવી પછી સુંદર પેક કરીને તેની બેગમાં મૂકે છે. પછી બન્ને કોલેજમાં આવીને ગેટ પર મનીષા પૂજાને ફોન કરે છે.

થોડાં સમય બાદ પૂજા આવીને તે જોવે છે તો નિશાંત સુંદર દેખાતો હતો. કપડાં પણ બદલાઈ ગયાં હતાં તે જોઈ ને કહે છે કે નિશાંત આજે સુંદર જોડી પહેરી છે.સારી પસંદગી કરી છે, ત્યારે મનીષા નિશાંત એકબીજા સામે જોઈને હસી રહ્યાં હતાં. પૂજા પણ સમજી જાય છે પછી મનીષા ને કહે કે ચાલ પૂજા મારી સાથે કોલેજમાં મારા બર્થડે ની ઉજવણીમાં ત્યારે પૂજા કહે છે હું મારાં જે કામ માટે આવી છું તે બાકી છે પણ હું તને સાંજે તારાં ઘરે મળીએ ઓકે.પૂજા એક્ટિવા લઈને જતી રહી અને મનીષા અને નિશાંત કોલેજ માં જાય છે ત્યારે કોલેજના મિત્રો સહેલીઓ મનીષા ના બર્થડે ની શુભકામનાઓ પાઠવે છે. કોઈ ગિફ્ટ આપે છે તો કોઈ પાટી માગે છે. પછી મનીષા તેનાં ક્લાસમાં જન્મદિન ની ઊજવણી કરવામાં આવી. પછી ક્લાસ ભરી છેલ્લે બધાં મિત્રો સાથે મળીને પાટી માટે બજાર માં જાય છે.

તે સમયે મનીષાની બહેન નિરાલીનો ફોન આવે છે અને ઘરે જલ્દી આવનું કહે છે અને જે કેક બનાવવા આપી છે તે લેતી જવાની વાત કરી પછી ફોન મૂકીદે છે. મનીષા અને તેનાં મિત્રો બધાં એક હોટેલમાં જઈને બધાં ખુબ સરસ મજામાં એન્જોય કરતાં હતાં. અને મિત્રો સાથે ફોટો પાડતાં તેથી મનીષા થોડીવારમાં આમતેમ તે ટેબલ થી બીજાં ટેબલ પર જાય તો કોઈ મનીષા બર્થ ડે ગર્લ જોડે ફોટો પડાવતાં હતાં. થોડી વારમાં બધાં એક પછી એક જવા લાગ્યાં અંતે મનીષા એ બીલ ચૂકવા જાય છે. નિશાંત તેનાં મિત્રો સાથે ટેબલ પર બેઠો હોય છે. પછી મનીષા બીલ ની રકમ પૂછે છે ત્યારે મનીષા હોટેલના માલિક ને બિલ ચૂકવા માટે તે બેગમાં પાકીટ શોધે છે પણ મળતું નથી. તે સમયે મનીષા આખી બેગમાં પાકીટને શોધે છે પણ મળતું નથી *ત્યારે તે વિચારે છે કે*................

*વધું આવતાં અંકે*
*to continue*
✍? *મનીષ ઠાકોર *❤પ્રણય❤*✍?