Love with luck in Gujarati Love Stories by Vanraj books and stories PDF | પ્રેમ સાથે કિસ્મત

The Author
Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

Categories
Share

પ્રેમ સાથે કિસ્મત

અબજો ની વસ્તી ધરાવતા આ વિશ્વમાં ભૂલા પડેલા આપણને કોનો હાથ પકડવો, એ કેમ ખબર પડે❓?

એક તકલીફ એ પણ છે કે આટલી સરસ જિંદગી જેની સાથે શેર કરી શકાય, ક્યારેક એ વ્યક્તિની શોધમાં જ જિંદગી સમાપ્ત થઈ જતી હોય છે !!!

આજે તો પ્રેમમાં પડવું જ છે એવા નિશ્વય સાથે નીકળેલી વ્યક્તિ પણ ક્યારેક આજીવન પ્રેમમાં નથી પડી શકતી.

અડધા લોકોનું જીવન ગમતી વ્યક્તિની શોધમાં નીકળી જાય છે અને અડધાનું ગમતી વ્યક્તિની પ્રતીક્ષામાં.⏳

આ જગતમાં દ્રઢ મનોબળ અને પરિશ્રમ દ્વારા કંઈ પણ મેળવી શકાય છે. કશું પણ અશક્ય નથી, પણ આ દુનિયામાં એક જ એવી વસ્તુ છે જે મહેનત થી નહિ , કિસ્મત થી મળે છે અને એ છે "પ્રેમ "??

આપણા માં રહેલાં કેટલાક પરમાણુઓ બીજા કોઈના માં રહેલાં પરમાણુઓ મેચ થઈ જાય ત્યારે ચારેય દિશાઓ માંથી સિગ્નલ આવવાં લાગે છે.

ત્યારે વાદળ ગરજવા ⛈️લાગે છે કે વીજળી ⚡ચમકવા લાગે એવું જરૂરી નથી ,,,,

પ્રેમ માં પડીએ ત્યારે બહારનું નહિ, અંદર નું વાતાવરણ બદલાય જાય છે.??️?

એક એવી વ્યક્તિ જેની સાથે જબરદસ્ત કનેક્શન ફીલ થાય , એવું લાગે કે આ પહેલા પણ ક્યારેક મળ્યા હસે અથવા તો એવું લાગે છે કે કયારેય છૂટા જ પડ્યા નથી . એવું લાગે કે વર્ષો થી જેની શોધ માં હતા , આ એ જ વ્યક્તિ છે.?

એક મસ્ત કેન્ડલ લાઇટ ડિનર અને અફલાતૂન ઓર્ગેઝમ પછી પણ આ જીવ અતૃપ્ત j રહેતો હોય છે.

જ્યાં સુધી કોઈ એવું નથી મળતું જેના ખોળા માં માથું મૂકી ને જિંદગી સાથે ફ્લર્ટ કરવાનું મન થાય .?

જેની સાથે દરિયા કિનારે ચાલતા ચાલતા સમય ને "સ્ટેચ્યુ" કહી દેવાનું મન થાય.??️

જેના વિરહ ને પણ એના પ્રેમ નો પ્રસાદ માની ને ગળે લાગવા નું મન થાય.?

જે હાથ ? પકડે અને હથેળી પર ગુલમહોર ઊગવા લાગે .

જેની સાથે રહેવાનું મન થાય એવું નહિ , જેની વગર જીવી નહિ શકાય એવું લાગવા લાગે .

રૂટીન કરતા ચંદ્ર ? થોડો વધારે ક્યૂટ લાગવા લાગે,

વરસતા વરસાદ ને ચૂમવાનું મન થાય ,?️

રેડિયો પર વાગતા દરેક ગીત સાથે "રેલેવન્સ" ફીલ થાય.?

જેને મળી ને આપણે બની જઈએ એક એવી વ્યક્તિ, જેને આપણે પહેલા ક્યારેય ઓળખતા જ નહોતાં.?

જેનો વિચાર કરીએ તો એકાંત ગમવા લાગે , અને વાતો કરીએ તો ઉજાગરા ,,,,?️

એ સપના માં ? આવી શકે એટલે બંદ પાપણો પર બારી મુકવા નું મન થાય અને હૃદય ઉપર દરવાજા...

કોઈજ કારણ વગર કોઈની હાજરીથી જ ખુશ રહેવા નું મન થાય તો સમજવું કે આપણા માંથી છુંટો પડી ગયેલો આપણો જ કોઈ ટુકડો બ્રહ્માંડે અપણ ને પાછો આપી દિધો .✨

ગમતાં લોકો પરફેક્ટ હોવા જોઈએ એવો આગ્રહ છોડી દઈએ ત્યારે તેઓ વધારે ગમવા લાગે છે.?

જેની લાગણી મળી છે એને પામી લેજો ,,,

જિંદગી માં થોડું જતું કરીને હસતાં શિખી લેજો,,,,

અપરિચિત લોકો આ દુનિયા માં કેટલાય મળશે ,પણ જે તમારા બની જાય એને સાચવી લેજો.

જેની હાજરી માં આપડી જાત ગમવા લાગે , સપના જોવાની ઈચ્છા થાય , ડૂબતો સૂરજ ગમવા લાગે, અંધારું સુગંધી લાગે અને મૌન અર્થસભર. .

બસ, એ વ્યક્તિ નો હાથ પકડી રાખજો ,કારણ કે લાખ પ્રયત્નો છતાં પણ આ વિશ્વમાં બીજું કોઈ એવું નહિ મળે જેની સાથે એવું કનેક્શન ફીલ થાય.?



?❤️ VANRAJ RAJPUT ❤️?