આજે અચાનક જ ઘરની દિવાળી કાઢતા એક જુના ખોખામાં ડાયરી મળી, હા, ફ્રન્ટ પેજ પર થોડી ધૂળ જામેલી હતી ; એક્ચ્યુલી, થોડી નહિ, ઘણી જ..! માત્ર "2008" નું સાલ લખેલું જ દેખાતું હતું..!
"આ ડાયરી તારી છે ?"
"અરર હા રે..! લાવ , બતાવ તો..!"
આમ કહીને મેં ડાયરી ભાવિશાના હાથમાંથી લઈ લીધી.
ડાયરી જોઈને અમુક યાદો તાજી કરવાનું મન થયું..! ઉપરથી 2008નું સાલ પણ મારા માટે કશું "ખાસ" હતું..!
ધૂળ ખંખેરીને ડાયરીના પન્ના એક એક કરીને ફેરવવાના શરૂ કર્યા..! દરેક પન્ના એક અલગ જ યાદ અને વાર્તા બયાન કરતા હતા..!
આમ જ પન્ના ફેરવતા ફેરવતા અચાનક જ તેનું નામ દેખાયું અને તે પન્ના પર હું અટકી ગયો ..!
"ઓકે, તેનું નહિ, તારું..! બસ ?"
પેજ પર શીર્ષક હતું ,
“તને જ્યારે પહેલી વાર જોઈ..!”
જામનગર જમ્મુતવી એક્સપ્રેસ
હું જામનગરથી ચડ્યો હતો , અર્લી મોર્નિંગ ટ્રેન..! અને એ કદાચ મારા પછી કોઈ સ્ટેશન કદાચ રાજકોટ થી હશે ..!
હું ફેમિલી સાથે વેકેશન કરવા નીકળ્યો હતો , કાશ્મીર …!!
ડાયરી લખવાની આડતના લીધે ટ્રેન માં પણ મારી ડાયરી સાથે જ હતી..!
"વહેલી સવારની ટ્રેન હતી અને લાંબી ટ્રીપ એટલે લાંબી પેકીંગ..! રાતે મોડે સુધી પેકીંગ અને બસ અમુક કલાકની ઊંઘ..!
ટ્રેનમાં ચડતાની સાથે જ મેં પપ્પાને કહ્યું, હું તો સુઈ જ જવાનો હવે , સામાન ગોઠવીને ..! સવારે ૫ વાગ્યાની ટ્રેન હતી અને હજુ હું ઊંઘમાં જ હતો , અલબત્ત બધા જ ઊંઘ માં હતા..!
બહુ ગરમી નો સમય હોવાથી ૩ ટાયર માં જ બુક કરાવી હતી બધી ..!
બસ, હું તો સમાન સેટ કરાવીને ઉપરની સીટ પર ઘોડા વેચીને સુઈ ગયો..!..આહા..! ઊંઘ જરૂરી છે ને ભાઈ ! થાકમાં થોડી ફરી શકાય !?
ટ્રેન છે , ઊંઘ થાય તો થાય , બાકી તો..!
બસ હજુ ઝોકું લીધું જ હતું, ત્યાં અચાનક જ જોરથી બુમો ચાલુ થઈ ..!
'ચાય , ગરમ ચાય … ગરમ ચાય …!'
નાસ્તા ..નાસ્તા બોલો ભાઈ નાસ્તા … “
મારી ઊંઘ અચાનક ઉડી … એસી માય આ આવે !! વાહ રે બાપુ …
ને આળસ ખંખેરતો હું ઉભો થયો.. ઝાંખું ઝાંખું દેખાતું તું ..પહેલા ચશ્મા કાઢ્યા ને પહેરીને નીચે ઉભો.. વાંકાનેર આયુ હતું ..હું પણ નીચે ઉતાર્યો ..ચા તો જોઈએ ને યાર …!
મારા ઉપરના બર્થથી નીચે ઉતાર્યો ત્યારે સામેની સીટ પર હજુ એક ફેમિલી આયુ હતું, કદાચ રાજકોટથી ચડ્યું હશે .. અંકલ આંટી બેઠા હતા અને એક સીટ ખાલી હતી , કોઈ તેમના ભેગું હશે કદાચ , એવું મને થયું..
ચા તો પીધી , પણ સાલી હજી નીંદર આવતી હતી એટલે ચા પીને પાછો પપ્પાને કહીને હું ઉપરની બર્થમાં પાછો સુઈ ગયો..
પપ્પાએ પણ કહ્યું, ભલે સૂતો , થાકેલો હશે…!!
બસ, પછી શું હતું..! સાહેબ ફરી ઊંઘમાં..! અને ફરી વાર..એ જ..
“સમોસા, ૧૦ કા ૩, ગરમ સમોસા … ૧૦ કા ૩ … !!”
“એની માને, અમદાવાદ આયુ લાગે … ૧૦ ના ૩ વાળા આવી ગયા… હવે ઉઠી જવાનો કષ્ટ કરીએ…”
આંખો સાફ કરી , ચશ્મા પહેર્યા અને નીચે ઉતાર્યો ; પેલી ખાલી પડેલી સીટ હવે ખાલી નહોતી, ત્યાં એક ક્યૂટ છોકરી બેઠી હતી… પેલા ૧૦ ના ૩ વાળા સમોસા ખાતી હતી..!
સમોસા ખાતા ખાતા , એની થોડી ખાલ ને પેલી લાલ ચટણી..! તેના ગાલ પર રહી ગઈ હતી , સમોસા ખાધા પછી એ ગાલ અને હોઠ પર રહી ગયેલા કચરાને પોતાના હાથની કલાઈ વડે જ સાફ કરી રહી હતી, ને હું તેની આ હરકત ને જોતો જ રહ્યો હતો… કેવી મસ્ત લાગતી હતી યાર તું..! હા હા હા હા…..!!"
-----------------------------------------------------------------------------------
“સાલા કુતરા , હરામખોર અવનીત … ત્યારનો તું મારા પર ચાન્સ મારવાનો ટ્રાય કરતો તો , હલકો …” અને આમ કરી ભવિશાએ અવી ના માથા પર એક તાપલી મારી અને બંને જોર જોરથી હસવા લાગ્યા..!
“હવે તું બોલ , તે મને પહેલી વાર ક્યારે નોટિસ કરી તી.. બોલ..!” મેં કહ્યું..
“પછી કહીશ … અત્યારે કામ છે …”
“તું દર વખતે આવુ જ કરે છે હો ભાવલી , જા કિટ્ટી …!”
“હા હો , બહુ આવ્યો કિટ્ટી વાળો .. થોડી વારમાં રસોડામાં આવીશ ગલુડિયા ની જેમ , ભાવિ , ભૂખ લાગી ..”
અને બંને ફરી એકબીજામાં જોતા જોતા હસી પડ્યા.
હું એટલે અવનીત , અને ભાવિશા એટલે મારી પત્ની, હા હવે પત્ની જ ..! અમે ૨૦૧૪ માં લગ્ન કરેલા , પણ અરેન્જ જ હો ..! લવ મેરેજ તે કઈ કરાતા હશે … હા હા હા ..!! ??
આમ જ હસતા હસતા ભવિશાએ મારા હાથમાં રહેલી પેલી ડાયરી ખેંચી લીધી અને ત્યાંથી ભાગવા લાગી.
“ઓ ઓ ભાવિ , રૂક તો … મારીશ હો ..!”
“પકડો પકડો મને … નહિ પકડી શકો , બુઢ્ઢા થઈ ગયા..!”
“તને કહું ઈ … ડાયરી લાવ પાછી ..!”
“ના ના ન ના ના….. હા હા હા …!”
“યાર આવું ન કર હો ..!” હું થોડો ચિડાઇને બોલ્યો.
“કેવું ન કરું, મારો હક છે લે આ તો ..! તારી અર્ધાંગિની છું. હા હા ..!”
“આ લો તમારી ડાયરી, આ તો તમારું , સોરી ‘તારું’ માન છે એટલે , બાકી હું ન આપું .. ને આ શું હે , ટ્રેન માં હું સમોસા ખાતી તી ને એમાંય તું .. સાવ આમ..! હાથથી મોઢું લૂછયું એ જોતાં તા ..કેવા છો સાવ ..! ચાલુ આઈટમ અવનીત..!??"
“તને કાઈ શેર કરવાની જરૂર જ નહોતી યાર ..!”
“કેમ કેમ ..લે ..! પણ પછી આખી ટુર માં તે , સોરી ‘તમે’ મને ક્યાં ક્યાં નોટિસ કરી ને ચાન્સ મારવાનો ટ્રાય કર્યો એ કહો તો જરા . !”
“પેલા તું કે , તે ક્યાં મને નોટિસ કર્યો તો પછી કહું..!”
“તો મારેય નથી કહેવું જા “
“ચલો સાંજના 5 થવા આવ્યા , આપણે બહાર નથી જવું ?”
“હા , પણ પહેલા તું બોલ..!”
“પછી વાત , હવે જા તૈયાર થા જલ્દી .. ઉભો થા.. ! હે ભગવાન , કેટલો જાડો થઈ ગયો છો તું ..ઉઠ હવે..”
“હા બાપા ઉઠું , ચા બનાવ ચાલ…!”
“હા અડધો કપ , કડક અને અડધી ચમચી સુગર ફ્રિ પાવડર ..!”
“હમ્મ બરાબર … મારી વ્હાલુ ભાવલુ ..!”
“એ તો હવે આવવાનું છે ભાવલી …!”
“લે , માલી ભાવિછા શરમાઈ ગઈ .. હા હા..!”
“લે એમા શર્માવાનું શું? આપણું બેબી થોડા મહિનામાં આપણી સાથે હશે ને પછી તારી જેમ જ હેરાન કરશે !”
ને હું ભવિષાના પેટ પર હાથ ફેરવી તેના માથા પર હળવું ચુંબન આપતો બોલ્યો , “આઇ લવ યુ ભાવિ …!”
“બસ હવે, તમે તો ઇમોશનલ થઈ ગયા..! હાહા ..!”
“મારા આઈ લવ યુ નો જવાબ પણ નહીં આપે હવે તો.. ભાવ ખાતી ભાવિ ..હુહ ..!”
“અલેલે .. આઈ લવ યુ ટુ ..બસ ..! ચાલો હવે જલદી .. જવાનું છે આપણે..!”
“હવે તો જવું જ પડશે..! ચલો ચલો.. !”
--------------------------------------------------------------------------------
અરે, હવે તમે શાની રાહ જુઓ છો ? બધી વાતો અત્યારે જ ?
અમને થોડી તો પ્રાઇવેટ સ્પેસ આપો..! બધું જાણવું હોય તમારે તો..! ??
અરે હા તમને બધાને જ કહું છું, બધાની બધી પર્સનલ વાતો ન સાંભળવાની હોય , ને થોડી ધીરજ રાખો ; એકસાથે આટલી બધી વાતો ન હોય , ફરી ક્યારેક બીજી વાતો કરશું , ત્યાં સુધી આવજો ..!! હા હા હા ..!!
ત્યાં સુધી, તમે પણ તમારા અવનીત કે ભવિશા સાથે શેર કરો કે તમે તેમને પહેલી વાર ક્યાં જોઈ હતી ને નોટિસ કરી હતી ને મન મેં લડડું ફુટા થા..! મળીએ આવતા ભાગમાં અવનીત ને ભવિશાની આ ચુલબુલી વાતો સાથે !
પણ ક્યારે ? એ તો ખબર નહિ..! કદાચ ભાવિશા કહે ત્યારે, બીજું શું..!
#experimental_Novel