Sambhandho ni aarpar - 32 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર.... પેજ - ૩૨

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર.... પેજ - ૩૨

અંજલિ એ અનુરાગ ને મેસેજ કર્યો છે કે પ્રયાગ આપનાં આશીર્વાદ લેવા આવવાનો છે. જેના સકારાત્મક અને અંજલિ ની અપેક્ષા મુજબ નાં જવાબ માં અનુરાગ સર પ્રયાગ નો હક છે કે તે...ગમે તે સમયે આવી શકે છે તેમ જણાવે છે. અંજલિ આ જવાબ થી ખુશી અનુભવી રહી હોય છે.

************* હવે આગળ પેજ -૩૨ **************

અંજલિ થોડીકવાર રહી ને પ્રયાગ ને ફોન કરે છે..
અંજુ નો ફોન જોઈ ને પ્રયાગ સમજી ગયો કે મમ્મી એ અનુરાગ સર નો ટાઈમ લીધો હશે. તરતજ ફોન ઉપાડ્યો..

હમમમમ ..બોલો મમ્મી.

બેટા...અનુરાગ સર ની સાથે મેસેજ થી વાત થઈ ગઈ છે. તને આજે જ્યારે અનુકૂળતા હોય ત્યારે તુ એમને મળવા જતો આવજે.

ઓ.કે. મમ્મી....હમણાં જમી ને જતો આવીશ.અને આજે બધા ફ્રેન્ડસ રાત્રે ઘરે મળવા આવવાના છે.

ઓ.કે.ગુડ બેટા...શુ બનાવડાવીશુ ?? જમશે બધા કે પછી ???
પ્રશ્ન અધૂરો હતો.

મમ્મી... બહુ ધમાલ જેવું નાં કરતા, ચોકલેટ મિલ્ક,ગરમ મસાલા મિલ્ક, અને એકસપ્રેસો કૉફી, અથવા ખજૂર શેક અને સાથે કશું નાસ્તો...કેવુ રહેશે મમ્મી ???

બેટા આઈડીયા તો સરસ છે. એક કામ કર જે તુ સેવક ને આ મુજબ ની ગોઠવણ કરવા માટે સૂચના આપતો જજે.

ઓ.કે મમ્મી..કહીને પ્રયાગે અને અંજુ એ ફોન પુરો કર્યો.

અંજલિ બેઠી હતી...અને હજુ શ્લોક અને સ્વરા માટે ની ગીફટ અંગે વિચારતી હતી. અંજુ ને કશુ યાદ આવ્યું...એટલે તેનું લેપટોપ ઓપન કર્યું.
અંજલિ એ તેનાં બેંગ્લોર પ્રોજેક્ટ નાં ભૂમિ પૂજન નાં બધા જ ફોટો ગ્રાફસ ને વારા ફરતી લેપટોપ પર જોયા.. એનાં માઈન્ડ માં કોઈ ગીફ્ટ આપવા નું સૂઝ્યું હતુ કદાચ.
બહુ બધા ફોટા જોયા પછી, અંજલિ એ અનુરાગ સર નો એક નેચરલ હસતો ફોટો નક્કી કર્યો..અને તેને ફોટો સ્ટુડીઓ માં મેલ થી મોકલીને...ત્યાં ફોન કર્યો...અને ફોટો ને બેસ્ટ માં બેસ્ટ બનાવી ને તેની કોપી અરજન્ટ માં ત્રિભોવન ભીમજી ઝવેરી માં મોકલી આપવા જણાવ્યું.

ઓ.કે મેડમજી કહી ને ફોટો સ્ટુડીઓ વાળા તરતજ કામે લાગી ગયા.
બીજો ફોન અંજુ એ ત્રિભોવન ભીમજી ઝવેરી માં કર્યો...
અંજલિ હંમેશા તેની બધી જ્વેલરી ટી.બી.ઝેડ માં થી જ કરતી હતી.
અંજલિ મેડમ નો ફોન જોઈ ને મેનેજર એ ખુબ આદર થી વાત કરી..

ગુડ આફ્ટર નુન મેડમ ...આપ આજે પધારો છો ?? હમણાં જ નવી ડિઝાઈન ની જ્વેલરી આવી છે.

ગુડ આફ્ટર નુન..મેનેજર સાહેબ....સોરી હું નથી આવી રહી પરંતુ તમારા લાયક મને એક અરજન્ટ કામ હતું..

ઓહ...સ્યોર મેડમ...હું આપની શું મદદ કરી શકું ??

મેનેજર..સાહેબ...હમણાં એકાદ કલાક માં આપને એક ૧૨×૧૬ ની સાઈઝ નો ફોટો કોપી પહોંચી જશે. તેના માટે મને એક ગોલ્ડ ની ફ્રેમ જોઈએ છે. મને આપના શોરૂમ માં જેટલી ફ્રેમ રેડી હોય તેમાં થી બેસ્ટ ફ્રેમ માં તે ફોટો ને તમે મઢી ને મને મોકલી આપી શકો ??

ઓહહ..સ્યોર..મેડમ...કેમ નહીં ?? હું આપને હાલ જ હાજર છે તેમાં થી બેસ્ટ ફ્રેમ નાં પિક્ચર્સ મોકલું છુ, આપ નક્કી કરી અને મને કહો...હું આપને સાંજે ૪ વાગે તે રેડી કરી ને આપની ઓફીસ માં મોકલી આપીશ.

ઓ.કે. ધેટ્સ ગુડ...તમે મને હાલ જ મોકલો.

જી..મેડમ..કહેતા જ ..ચાલુ ફોન માં જ મેનેજરે તેમની પાસે હાજર બેસ્ટ ફ્રેમ ના ફોટો ને અંજલિ ને વોટ્સેપ પર મોકલી આપ્યા.

અંજલિ એ તરતજ તેને બેસ્ટ લાગી તે ફ્રેમ ને ઓ.કે. કરી અને ઓર્ડર આપી દીધો.
સાંજે બરાબર ૪ વાગે અંજલિ ના ટેબલ પર પ્યોર ગોલ્ડ ની અને બ્લ્યુ કલર નાં મખમલ ના કવર માં રાખેલી ફ્રેમ , ગોલ્ડન બોક્ષ માં મુકી ને તૈયાર હતી.
અંજલિ ને પણ આ ફોટો જોવાની તત્પરતા હતી...અંજલિ એ બોક્ષ ખોલી ને જોયું...
બે ઈંચ જેવી પહોડી ગોલ્ડ ની ફ્રેમ હતી...અને તેના પર નકશી કરેલી હતી..ફકત નકશી વાળો ભાગ હતો તે શાઈનીંગ વાળો હતો...જ્યારે બાકી આખી ફ્રેમ મેટ ફીનીશ્ડ હતી. પ્યોર ગોલ્ડ ની ફ્રેમમાં અનુરાગ સર નો ફોટો ખુબ લાજવાબ લાગતો હતો. કદાચ અનુરાગ સર પોતે પણ આ ફોટોફ્રેમ જોવે તો તેમને પણ પસંદ આવી જાય તેવી શાનદાર લાગતી હતી.

એકદમ નિર્દોષ અને ખીલખીલાટ હાસ્ય...બ્લેક કલર ના ચશ્માં...અને તેમાં સોના ની ફ્રેમ માં મઢેલા ફોટો માં અનુરાગ સર ના ફોટો નાં લીધે ફ્રેમ શોભતી હતી.

અંજલિ નું ધ્યાન પણ ...તે ફોટો પર જ સ્થિર થઇ ગયું હતું. અંજલિ ને એક વાર તો થયુ કે આ ફ્રેમ...ને..
પણ પછી થયું કે ..નાના...કેવી સરસ ગીફ્ટ હશે....શ્લોક માટે પણ..એણે તો સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય, કે પ્રયાગ તેના માટે આ ગીફટ લઈને આવ્યો હશે.
અંજલિ એ ઓફીસમાં સ્ટાફ ને જણાવી દીધું કે આવતીકાલે પ્રયાગ બે વર્ષ માટે યુ.એસ. જવાનો છે...જેથી પોતે આજે ઘરે વહેલા જશે,અને આવતીકાલે તે ઓફીસમાં નહીં આવી શકે.

બધાજ સ્ટાફ મેમ્બર્સ વારાફરતી અંજલિ મેડમ ને પ્રયાગ સર માટે શુભેચ્છાઓ પાઠવી ગયા.
મહેતા સાહેબે....અંજ્લી મેડમ ને યાદ કરાવી દીધુ કે...થોડાક બ્લેન્ક પેપર્સ પર પ્રયાગ સર ની સાઈન લઇ ને ઘરે સેફ માં મુકી રાખે.

અંજલિએ આચાર્ય સાહેબ ને ઇન્ટરકોમ પર ફોન લગાવ્યો..અને તેની કેબીનમાં તેમને બોલાવ્યા.
તરત જ આચાર્ય સાહેબ અંજલિમેડમ ની કેબીનમાં આવ્યા..
જી મેડમજી...કહી ને ઊભા રહ્યાં.

બેસો...આચાર્ય સાહેબ..!!

જી.મેડમજી..કહી ને તેઓ વિઝીટર્સ ચેર પર બેઠા.

અદિતી ની તૈયારીઓ થઈ ગઈ છે ને ??

જી...મેડમજી...બધુ રેડી જ છે.

અને, તમે યુ.એસ. ની ચિંતા કરશો નહીં, બધુ સારી રીતે સેટ થઈ જશે. બીજું કે, અનુરાગ સર સાથે મારે વાત થઈ ગઈ હતી...અદિતી ને લેવા માટે એરપોર્ટ પર તેમની કાર જવાની છે. અને અદિતી નું રહેવાનું અનુરાગ ગ્રુપ નાં ગેસ્ટહાઉસમાં ગોઠવેલુ છે.

જી..મેડમજી..યાદ છે મને...!!

હમમ..અને મારા લાયક કોઈ કામ હોય તો જણાવજો મને.

આવતી કાલે પ્રયાગ અને અદિતી સાથે જ જવાનાં છે. આવતી કાલે જ્યારે એરપોર્ટ પર મળીશું ત્યારે પ્રયાગ અને અદિતી ને એકબીજાની ઓળખાણ કરાવી લઈશું...જેથી અદિતી ત્યાં એકલી ના પડે...અને એક બીજાને કંપની રહે.

જી..મેડમજી થેન્ક યુ વેરી મચ...હું અને મારો પરિવાર આપનો તથા અનુરાગ સર નો આજીવન આભારી રહીશું. મારી બાકીની આખી જીંદગી હું પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ અને આપનાં થી દૂર નહીં જઉ તે હું આપને વચન આપુ છું.
આટલું બોલતા બોલતા આચાર્ય સાહેબ ની આંખો માં આંસુ ની રેલી આવી ગઈ.

અરે...આચાર્ય સાહેબ..આમ ઢીલા નાં પડશો,હજુ તો દિકરી ને ભણાવવા જ મોકલો છો..જ્યારે તેને સાસરે વળાવવા નું આવશે ત્યારે તો શું કરશો ??

જી..મેડમજી...અને મારી અદિતી ની ફી માટે પણ હું આપનો અને કંપની નો આભારી રહીશ.

અંજલિ ને યાદ આવ્યું ફરીથી, કે અનુરાગ સરે પ્રયાગ ની સાથે સાથે અદિતી ની ફી પણ... પરંતુ બોલી નહીં કશું. મન માં જ બોલી કે આભાર તો મારે પણ અનુરાગ સર નો માનવો પડે.
ઠીક છે....એ બધુ, આચાર્ય સાહેબ...હું મારી ઈચ્છા થી જ એ ધર્મ નું કામ કરુ છું, એમાં આભાર ના હોય.

જી..મેડમજી..હું રજા લઉ ???

ઓ.કે. આપ જઈ શકો છો, અને એક કામ કરો આજે વહેલાં જાઓ ઘરે....અદિતી ને શક્ય એટલો સમય આપો. ફરીથી કદાચ આ સમય નહીં આવે.
અંજલિ ને બોલી ને અને આચાર્ય સાહેબ ને સાંભળી ને..મન માં પોત પોતાનાં સંતાન ની યાદ તાજી થઈ ગઈ.

અંજલિ અને આચાર્ય સાહેબ બન્ને પોત પોતાના ઘરે જવા નીકળી ગયા.

*****
પેલી બાજુ પ્રયાગ તેનું લંચ પતાવી ને અનુરાગ સર ને ફોન કરી ને તેમને મળવા માટે નીકળી ગયો હતો.
પ્રયાગ તેની રેડ મર્સિડીઝ કાર માં અનુરાગ સર ને કહ્યા મુજબ નાં સમયે અનુરાગ ગ્રુપ ઓફ કંપની નાં ગેટ પર ઉભો હતો.

આલીશાન ઓફીસ ની બહાર ની દિવાલ પર વ્હાઈટ કલર નો ઓરીજીનલ ઈટાલીયન માર્બલ લાગેલો હતો.. જબરજસ્ત મોટું કમ્પાઉન્ડ અને એક સાથે લગભગ ૭૦ કાર પાર્ક કરી શકાય તેટલું મોટું પાર્કિંગ હતુ.પાર્કિંગ પણ ઈમ્પોર્ટેડ મટીરીયલ્સ થી બનાવેલું હતું. અને ઓફીસ ની આગળ વિશાળ લોન હતી...જેમાં વચ્ચોવચ્ચ ફાઉન્ટન હતો. પાર્કિંગ ની બરાબર સામે સિક્યુરિટી નું કેબીન હતું.
પ્રયાગ નાં આગમન ની જાણ સિક્યોરીટી ને પહેલાથી જ કરેલી હતી, જેથી પ્રયાગ ની કાર ને જોતા જ સીક્યોરિટી વાળા ભાઈએ તરતજ ગેટ ખોલ્યો અને સેલ્યુટ કર્યું.

પ્રયાગ ની કાર પાર્કીંગ માં પહોંચી અને જેવો પ્રયાગ કાર માં થી બહાર આવ્યો કે તરતજ કંપની માં થી એક સ્ટાફ દોડી આવ્યો. વેલકમ સર..!!
વેલકમ ટુ અનુરાગ ગ્રુપ ઓફ કંપનીઝ...માય સેલ્ફ મી.સિન્હા..

પ્રયાગે પણ આદર થી તેમની સાથે હેન્ડ શેક કર્યું...થેન્ક યુ વેરી મચ મી.સિન્હા.....માય સેલ્ફ પ્રયાગ...ઝવેરી...સન ઓફ...

યસ યસ સર...આઈ નો ધેટ....સિન્હા સાહેબ, પ્રયાગ ની વાત પુરી થતા પહેલા જ બોલી ગયા. સર, અનુરાગ સર ની કેબિન આ તરફ છે.....હું આપને અનુરાગ સર ની કેબીનમાં લઈ જઇશ.

પ્રયાગ...તરતજ મી.સિન્હા ની સાથે અનુરાગ સર ની કેબીનમાં જવા તેમની સાથે ચાલ્યો. પ્રયાગ ને તેનું પોતાનું આવું સ્વાગત થતા અને સ્પેશિયલ આવી રીતે એને અનુરાગ સર ની ઓફિસમાં એસ્કોર્ટ કરીને જે રીતે લઈ જવા મા આવી રહ્યો હતો તે જોઈ ને પોતાની જાતને સ્પેશિયલ ફીલ કરવાને બદલે, અનુરાગ સર દરેક આવનાર વ્યક્તિ અને મહેમાન નું કેટલું બધુ ધ્યાન રાખતા હશે...તેનું અનુમાન લગાવી રહ્યો હતો.
દુધ જેવા સફેદ ઈટાલીયન મારબલ થી સજ્જ આખું ઓફીસ બિલ્ડીંગ, અને ઓફીસમાં એન્ટર થતા પહેલાજ એક અલાયદુ પાર્કિંગ અને તેમાં પડેલી કાર....દરેક કાર નો નંબર - ૧, જે કોમન હતો..મેઈન ગેટ ની બહાર એક ઈ- ક્લાસ પડી હતી...જેનો નંબર પણ ૧ જ હતો..જ્યારે પાર્કીંગ માં બીજી બી.એમ.ડબ્લ્યુ,, જગુઆર, કુપર, વોલ્વો અને મર્સીડીસ ની જ સી ક્લાસ પણ પડી હતી. દરેક કાર નો કલર વ્હાઈટ જ હતો.
પ્રયાગ નું ધ્યાન પળવાર માટે જ ગયુ , પરંતુ તેણે બધી વાત ને તેનાં મગજમાં નોંધી લીધી હતી...મન માં થયું તેને કે...આ બધી કાર એક જ સરખી છે, અને નંબર પણ એક સરખો....૧....એટલે શક્ય છે કે, અનુરાગ સર ને બધા માં નંબર એક રહેવું ગમતું હશે.

ઑફીસ નાં મેઈન ગેટ માં થી એન્ટર થતા જ...સામે મોટું રીસેપ્શન ટેબલ હતું,જે પણ વ્હાઈટ ઈટાલીયન માર્બલ નાં ટોપ થી સજ્જ હતુ...અને રીસેપ્શન ટેબલ પાસે બે ચેર હતી ..જેમાં બે રીસેપ્શનીસ્ટ ઓફ વ્હાઈટ યુનીફોર્મ થી સજ્જ હતી.
રીસેપ્શન કાઉન્ટર ની પાછળ દુનિયા નાં દરેક દેશ ના ટાઈમ દર્શાવતા અલગઅલગ ઘડિયાળ લગાવેલા હતા, જે માં જે તે દેશ ના સમય દર્શાવતા હતા. જેની નીચે બ્રાશ થી બનેલું અનુરાગ ગ્રુપ ઓફ કંપની અને તેનો કોરપોરેટ લોગો લગાવેલા હતા. ટેબલ ની જમણી બાજુએ દુનિયા નાં જેટલા દેશો માં અનુરાગ ગ્રુપ ની ઓફીસ હતી તેના એડ્રેસ અને ત્યાંના ફોટોગ્રાફ્સ લગાવેલા હતા.
ડાબી બાજુ ની દિવાલ પર ફુલ સાઈઝ નો સ્વામી વિવેકાનંદ નો ફોટો લગાવેલો હતો. આખી ઓફીસ ડબલ હાઈટ ની બનેલી હતી..રીસેપ્શન ટેબલ થી કેબીનો વચ્ચે આશરે ૩૦ ફૂટ જેટલું અંતર હતું. ઑફિસ નાં ઈશાન ખુણામાં મોટું મંદિર હતું,જેમાં મારબલ ની બનેલી અંબાજી માતા ની મોટી મુર્તિ મૂકેલી હતી. જેને લાલ કલર ની સાડી પહેરાવેલી હતી અને ચુંદડી ઓઢાડી હતી. અને સાથે ગણપતિ પણ બિરાજમાન હતા. મંદિર માં એક પુજારી બેઠા હતા જે હાથ માં માળા લઈને ફેરવતાં હતા. આખી ઓફીસમાં ક્યાંય સહેજ પણ ધૂળ નહોતી...અને અને ઓફીસ નાં સાઉથ વેસ્ટ કોર્નર ની સાઈડ સામાન્ય ઓફીસ ના એરીયા કરતા ઉંચો હતો...જ્યાં આશરે ૨૫×૨૫ ની સાઇઝ ની ઓફીસ માં અનુરાગ સર બેસતા હતા.
ઓફીસ માં અમુક વસ્તુઓ ઓ કોમન દેખાતી હતી...જેમાં દરેક સ્ટાફ ના ચહેરા પર સ્મિત હતુ...સ્ટાફ ની દરેક વ્યક્તિ ડીસીપ્લીન માં અને યુનિફોર્મ માં જ હતા. આખી ઑફીસ નો કલર, તેનું ફર્નિચર,ફલોરીંગ સફેદ કલર નાં જ હતા...ફર્નીચર બધુ ઈમ્પોર્ટેડ જણાતું હતું,જેમાં જ્યાં લેધર નો ઊપયોગ થયો હોય ત્યાં આગળ ઓરીજીનલ લેધર વ્હાઈટ કલર નું જ હતું.
વુડન ફર્નીચર હતું તે બધુ જ ઓરિજીનલ એબોની વુડ નું હતુ જે ડાર્ક બ્લેક અને બ્રાઉન કલર નું હતું. દરેક કેબીન ની બહાર સ્ટેનલેસ સ્ટીલની પ્લેટ પર જેની કેબીન હોય તેમના નામ અને તેમનુ ડેસીગ્નેશન એન્ગરેવીંગ કરેલું હતું. અનુરાગ સર ની કેબીન ને જોડતો એક બોર્ડ મીટીંગ રૂમ હતો, જેનો એક દરવાજો અનુરાગ સર ની કેબીનમાં પડતો હતો. અને અનુરાગ સર ની કેબિન ની સામે મોટો કોન્ફરન્સ રૂમ હતો.
મી.સિન્હા આગળ હતા...અને પ્રયાગ ને ઑફીસ ની માહીતી આપતા હતા...જ્યારે પ્રયાગ તેમને સાંભળી ને દરેક વાત ને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. બન્ને જણાં અનુરાગ સર ની કેબીન પાસે પહોંચી ગયા હતા.
અનુરાગ સર ની કેબિન ની બહાર ફક્ત ચેરમેન એટલું જ લખેલું હતું. એબોની વુડ નાં બનેલા દરવાજા પર મોટુ હેન્ડલ લાગેલું હતુ. આખી ઓફીસ માં સી.સી. ટીવી કેમેરા લાગેલા હતા. ઓફીસ નો દરેક એરીયા સી.સી. ટી.વી. ની નજર માં આવી જતો હતો.

મી.સિન્હા એ અનુરાગ સર નાં દરવાજા પર નોક કર્યું....અને પ્રયાગ નાં હ્રદય નાં ધબકારા તેજ થવા લાગ્યા હતા..
જે વ્યક્તિ ની ઑફીસ આટલી બધી શાનદાર હોય...તેમની કેબીન પણ કેવી હશે ?? અને કેટલી બધી પ્રતિભા તેમના માં હશે..!!
દરવાજા પર નોક કરતા જ દરવાજો આપોઆપ ખુલી જતો હતો...પરંતુ તે અનુરાગ સર ધારે તોજ...ખુલે તેમ હતું.

પ્રયાગ અને મી.સિન્હા ને પહેલાથી જ અનુરાગસરે પોતાના સી.સી.ટીવીમાં જોઈ લીધા હતા...એટલે જેવો પ્રયાગ અનુરાગ ની કેબીનમાં પ્રવેશ્યો કે સામેજ તેને આવકારવા માટે અનુરાગ સર જાતે જ આવી ગયા હતા.
વ્હાઈટ કલર નું પ્યોર લીનન નું શર્ટ અને ડાર્ક બ્લ્યુ કલર નું ફોર્મલ...પહેરેલુ હતુ..અને શર્ટ નાં ઉપર નાં ખીસ્સા માં મોન્ટ બ્લેન્ક ની લિમિટેડ એડીશન ની પેન શોભતી હતી.
પ્રયાગે જોયું કે અનુરાગ સર જાતે જ છેક દરવાજા સુધી આવી ગયા છે...એટલે તેમને જોતા જ કશુ જ આજુબાજુ જોયા વિના જ તરતજ તે અનુરાગ સર ને પગે લાગ્યો. મી.સિન્હા હજું પણ ત્યાં જ ઊભા હતા.
વેલકમ બેટા....વેલકમ ટુ અવર ઑફીસ....બોલી ને અનુરાગ સર ત્યાં જ પ્રયાગ ને ભેટી પડ્યા....અનુરાગ સર જેવા પ્રયાગ ને ભેટ્યા એવુ તરતજ પ્રયાગ ને કંઈક અલગ અને સુખદ એહસાસ થયો...તેને ફરીથી બેંગ્લોર વાળી ઘટના યાદ આવવા લાગી....
આવ બેટા બેસ...!!

સિન્હાસાહેબ જે ત્યાં જ ઉભા હતાં,તે અનુરાગ ની રજા લઈને તેમની પોતાની કેબીનમાં ગયા. પરંતુ જતા પહેલા ફરી થી પ્રયાગ ને હેન્ડ શેક કરી ને ગયા.
હવે અનુરાગ ની કેબીનમાં ફકત બે જ વ્યક્તિ હતા... અનુરાગ પોતે અને પ્રયાગ.
પ્રયાગ તેની વિઝીટર્સ ચેર પર બેઠો....અને તેના આશ્ચર્ય વચ્ચે અનુરાગ સર પણ તેમની ચેર માં બેસવાની જગ્યાએ પ્રયાગ ની બાજુમાં જ રહેલી બીજી વિઝીટર્સ ચેર પર બેઠા.

પ્રયાગ બોલ્યો...સર...ત્યાં સામે રહેલી આપની ચેર આપની રાહ જોવે છે. જે આપનું સાચું સ્થાન પણ છે, અને તે ખુરશી ની પણ શાન,શોભા અને ઈજ્જત પણ આપનાં ત્યાં બેસવાથી જ છે અને જળવાયેલી પણ છે.
અનુરાગ..પ્રયાગ ની વાત કરવાની પધ્ધતિ થી ખુશ થયો...મન માં જ કશુ બોલી ને અનુરાગે પોતાની જાત સાથે કંઈક વાત કરી લીધી.

બેટા..તારા થી વિશેષ મારા માટે કશુંજ નથી. . મારા માટે તો શ્લોક હોય કે પ્રયાગ બન્ને સરખા જ છે.

પ્રયાગ મનમાં ખુશ થયો..કે આટલા મોટા વ્યક્તિ નાં વિચારો પણ કેટલા મોટા છે.
તેમ છતાં પણ આપ ત્યાં જ બરાબર છો. કહીને પ્રયાગે અનુરાગ સર ને તેમની ચેર માં બેસાડ્યા.
હવે પ્રયાગ ની નજર અનુરાગ સર ની કેબીનમાં ફરી રહી હતી...વ્હાઈટ કલર નાં ઈટાલીયન માર્બલ નું મોટા ટોપ વાળું ટેબલ, પ્યોર એબોની વુડ નુ બનેલું ફર્નિચર અને ટેબલ પર પ્યોર ગોલ્ડ થી બનેલી ફ્રેમમાં બ્લેક એન્ડ વ્હાઈટ કલર નાં ફોટો માં ટફ અને થોડીક થોડીક ઉગેલી દાઢી, નાક અને નકશો અદ્દલ અનુરાગ સર જેવો જ...અને આંખો પણ લગભગ અનુરાગ સર જેવી જ દેખાતી હતી...ખીલ ખીલાટ હસતો ચહેરો ખરેખર એકદમ સૌમ્ય લાગતો હતો. અનુરાગ સર નાં ટેબલ પર ક્રિસ્ટલ નું પેન સ્ટેન્ડ હતું જેમાં દુનિયા ની સારા માં સારી પેનો રાખેલી હતી.અને સાઈડ પર તેમનું લેપટોપ પડ્યું હતુ.
રૂમમાં એક સાઈડ માં એક કોર્નર માં અંજલિ ની કેબીનમાં હતું તેવી જ રીતે અલગ જમવાનું ટેબલ અને ચેર રાખવામાં આવ્યા હતા. અને ભગવાન નુ મંદિર પણ યોગ્ય જગ્યાએ ગોઠવાયેલું હતું. અનુરાગ ની જમણી બાજુ ની દિવાલ પર સોના ના વરખ થી બનેલો શ્રીનાથજી ભગવાન નો મોટો ફોટો લગાવ્યો હતો. ઑફીસ ની બધીજ ચેર હાઈ બેક ની હતી અને વ્હાઈટ કલર નાં પ્યોર લેધર ની બનેલી હતી. આખી ઑફીસ ભવ્ય લાગતી હતી.

સર...આપની ઓફીસ ખુબજ સુંદર છે,અને સ્ટાફ પણ ખુબજ ડીસીપ્લીન માં છે.
અને ,સર....આ ફોટો માં જે છે..તે ????
સર..આ કોનો ફોટો છે ???
પ્રયાગ થી રહેવાયું નહીં એટલે પૂછી જ લીધું.

બેટા....તે "શ્લોક" છે....અને તારે તેની સાથે જ રહેવાનું છે, એટલીસ્ટ બે વર્ષ માટે....અને હાં.....દિકરો છે મારો ..એ..

ઓહહહ...ગ્રેટ સર...બહુ સ્માર્ટ લાગે છે...શ્લોકભાઈ તો..

તો...બેટા તુ પણ ક્યાં ઓછો સ્માર્ટ લાગુ છુ ?? બન્ને એકબીજાને ટક્કર આપો એવા જ છો. અનુરાગે હળવી મજાક કરી પ્રયાગ સાથે.

એની વે...બેટા...શું લઈશ ?? શું ખાવુ પીવુ છે ??

સર...હું તો ફ્કત આપનાં આશીર્વાદ લેવા જ આવ્યો છુ. આપ હજુ પણ મમ્મી ને આટલું માન આપો છો...તે પણ ક્યાં ઓછુ છે.

બેટા....અનુરાગ અને અનુરાગ ગ્રુપ માટે અંજલિ એ લાઈફ લાઈન હતી.આજે પણ મારા પ્રોગ્રેસ માં સૌથી મોટો કોઈ નો હાથ હોય તો તે અંજલિ નો જ છે.હું આજે જે કંઈ પણ છું તે તેનાં લીધે જ છુ.
જીવનમાં એવા અનેક પ્રસંગો બનેલાં છે...કે જ્યાં અંજુ નો હાથ નાં હોત તો શું થાત ?? એનો જવાબ દુનિયા ની કોઈ બુક માં નથી મળી શકે તેમ.અને કદાચ અંજુ માટે કશુ કહેવું હોય તો વર્ષો ના વર્ષો નીકળી જાય છતાં પણ મારી પાસે શબ્દો નાં ખૂટે. સમય આવે કદાચ તને પણ સમજાશે કે અંજુ મારા માટે શુ છે..છતાંય એક વાક્યમાં કહુ તો....
અંજલિ વિનાં નું અનુરાગ ગ્રુપ એટલે...."ભગવાન ની મુર્તિ વગર નું મંદિર છે. ...આ અનુરાગ ગ્રુપ"

પ્રયાગ આ છેલ્લું સાંભળી ને ગળગળો થઈ ગયો. બાપરે...
મમ્મી ની આટલી બધી ઇજ્જત તો...પપ્પા પણ નથી કરતા..અને પપ્પા તો કેવા શબ્દો બોલતા હતા....અનુરાગ સર માટે..કે મમ્મી એ ઢસરડા કર્યા છે, અને આ સ્ટેજ પર પણ અનુરાગ સર મમ્મી ની આટલી બધી ઇજ્જત કરે છે અને કેટલું બધું માન આપે છે.

સર...થેન્કયુ સો મચ....આપ મમ્મી ને આટલું રીસ્પેક્ટ આપો છો...તેનાં માટે.

તો..બેટા..એમાં કશુ નવાઈ નથી...અંજુ ડીસર્વ કરે છે...કદાચ એના થી પણ વધારે. પણ જો બેટા હાલ તો તું તારા ભણવા પર જ ધ્યાન આપજે. શ્લોક તારા મોટા ભાઈ જેવો જ છે..એટલે તેની સાથે નિશ્ચિંત થઈ ને રહેજે.
જી....ચોક્કસ સર....!! થેન્ક યુ વેરી મચ...!!


*********** ( ક્રમશ:) ***********