Mukti - 1 in Gujarati Horror Stories by MR.PATEL books and stories PDF | મુક્તિ - 1

Featured Books
Categories
Share

મુક્તિ - 1

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ માં અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો.
ધરમપુર કરીને 25000 જેટલી વસ્તી ધરાવતું એક નાનું એવું શહેર. આ નાના એવા શહેર માં રોનક, અભિષેક, દીપ, સોહમ અને ધ્રુવ કરીને પાંચ ખાસ મિત્રો .આ પાંચેય મિત્રો ધરમપુર શહેર માં આવેલી સ્વસ્તિક સ્કૂલ માં 12 માં ધોરણ માં અભ્યાસ કરે. બધા ની ઉંમર લગભગ 16-17 ની આસપાસ હશે. પાંચેય મિત્રો ભણવામાં ખૂબ હોંશિયાર. રોનક, અભિષેક, દીપ અને સોહમ આ ચારેય મિત્રો ભૂત-પ્રેત માં જરાય વિશ્વાસ નહોતા ધરાવતા. પણ આ બધા માં ધ્રુવ બધાથી અલગ. તે તો ભૂત-પ્રેત નું સાંભળતા જ ગભરાઈ જતો. તેના બધા મિત્રો ને આ વાત ની જાણ હતી. તેમણે તેની સાથે મશ્કરી કરવાનું નક્કી કર્યું. પણ તેઓ એક વાત થી અજાણ હતા કે તેમની આ રમત નું ભવિષ્ય મા શું પરિણામ આવશે અને તેની કેવી ભયંકર યાતના ઓ ધ્રુવ ને સહન કરવી પડશે.
એક દિવસ બધા મિત્રો સાંજના સમયે રમવા માટે ભેગા થાય છે. ત્યારે આ ચારેય મિત્રો ને ધ્રુવ ની મશ્કરી કરવાનું સુજે છે.તે ચારેય મિત્રો એ અંદર અંદર નક્કી કરી ધ્રુવ ને બોલાવ્યો અને કહ્યું કે આપણે એક રમત રમીએ કે એ રમત માં પાંચેય મિત્રો ના નામ લખેલી પાંચ ચીઠ્ઠી હશે. ચીઠ્ઠી ઉપાડનાર વ્યક્તિ જે ચીઠ્ઠી ઉપાડશે અને તેમાં જેનું નામ આવશે તેને ચીઠ્ઠી ઉપાડનાર વ્યક્તિ અને બીજા ત્રણ જણ નક્કી કરશે કે ચીઠ્ઠી માં જેનું નામ છે એ વ્યક્તિ એ શું કરવું.જો ચીઠ્ઠી માં નામ આવ્યા પ્રમાણે તે વ્યક્તિ કામ કરવાની ના પાડે છે તો બીજા મિત્રો કે એ પ્રમાણે શું કરવું ને શું ના કરવું એમ નક્કી કરે છે. તો સહુથી પહેલાં ધ્રુવ ને ચીઠ્ઠી ઉપાડવાનું કહેવામાં આવ્યું તો તેમાં સોહમ નું નામ આવ્યું. રમત ના નિયમ મુજબ ધ્રુવ, દિપ, અભિષેક અને રોનક સોહમ ને રમત નો ટાસ્ક આપે છે અને સોહમ તે ટાસ્ક પુરો કરી નાખે છે. આમ ને આમ બધા મિત્રો વારાફરથી ચીઠ્ઠી ઉપાડે છે અને જેનું નામ આવે એમ ટાસ્ક પુરો કરે છે. છેલ્લે એક ચીઠ્ઠી વધે છે અને ધ્રુવ એકલો જ બાકી રહે છે છેલ્લે તો આપ સમજી જ ગયા હશો કે હવે કોનો વારો હશે. તો બધા મિત્રો એ નક્કી કરેલું તે પ્રમાણે ધ્રુવ ને તે લોકો જ્યાં રહેતા હોય છે ત્યાંથી આગળ એક અવાવરુ વિસ્તાર હોય છે અને ત્યાંથી આગળ એક સ્મશાન હોય છે ત્યાં રાત્રે 12 વાગ્યે જવાનું ધ્રુવ ને કહેવામાં આવે છે અને ભૂત-પ્રેત ને આમંત્રણ આપવાનું કહેવામાં આવે છે. ધ્રુવ તો આ કામ સાંભળતા જ તેના ગાત્રો શિથિલ થઈ જાય છે. કારણકે તેણે ત્યાંના આજુ બાજુ વાળા જોડે સાંભડ્યું હોય છે કે ત્યાં રાત્રે 12 વાગ્યે એક અવગતિ પામેલી છોકરી ની આત્મા ભટકે છે અને જે એ બાજુ જાય છે તેના શરીર મા પ્રવેશી તેને તડપાવી તડપાવી ને મારી નાખે છે. આ વાત યાદ આવતા જ ધ્રુવ તે ત્યાં જવાની ના પાડી દે છે તો તે તેના મિત્રો એ નક્કી કરેલું તે મુજબ તે લોકો તેની સાથે મિત્રતા તોડવાનું કહી દે છે અને ધ્રુવ ને તેના જ ક્લાસ માં ભણતી એક છોકરી પસંદ હોય છે તેનું નામ શિખા હોય છે અને શિખા ને પણ ધ્રુવ પસંદ હોય છે.તે તેના મિત્રો ને જાણ હોય છે અને જો તે આ કામ નઈ કરે તો શિખા ના પરિવાર વાળા ને જણાવવા નું કહી દે છે અને તેના પપ્પા ને પણ જણાવવાનું પણ કહી દે છે.ધ્રુવ ના પપ્પા ખૂબજ ગરમ સ્વભાવ ના હોય છે અને તેમને ભણવાની આ ઉંમર માં આ બધી વસ્તુ પસંદ નથી હોતી.જો એમને આ વાત ની ખબર પડે તો તે ધ્રુવ ને મારી મારી ને તેની ચામડી ઉતારી નાખે.આ સાંભળતા જ ધ્રુવ ના મોતિયા મરી જાય છે કારણકે કે જો તેના પપ્પા ને શિખા વિષે ખબર પડે તો તેની તો આવી જ બને.એ મને કમને ત્યાં આવેલા અવાવરુ વિસ્તાર માં જવા તૈયાર થાય છે. રાત્રે તે લોકોએ 11 વાગે જવાનું નક્કી કર્યુ હોય છે.
નક્કી કર્યા મુજબ તે લોકો રાત્રે ધ્રુવ ના ઘરે જાય છે ધ્રુવ ને બોલાવવા માટે. તેઓ ધ્રુવ ના ઘરે પહોંચે છે અને ધ્રુવ ને બૂમ પાડે છે તો ધ્રુવ ના મમ્મી સરલાબેન બહાર આવે છે અને પૂછે છે કે તેઓને અત્યારે ધ્રુવ નું શું કામ હોય છે એમ પૂછે છે. જવાબ માં ચારેય મિત્રો પૂરતી તૈયારી સાથેજ આવ્યા હોય છે તેઓ જવાબ આપતા ધ્રુવ ના મમ્મીને તેમના હાથ માં રહેલા બેગ બતાવે છે અને કહે છે કે અમે ગ્રુપ સ્ટડી માટે એક ફ્રેન્ડ ના ઘરે જઈએ છીએ અને 12 વાગતા પાછા આવી જશું.તો તેના મમ્મી એ ધ્રુવ ને બૂમ પાડી ને બહાર આવવા કહ્યું.ધ્રુવ બહાર આવે છે તો એ તેના દોસ્તો ને જોવે છે અને તેને તેનો નક્કી કરેલો ટાસ્ક યાદ આવે છે અને તે તેના મમ્મી સામે જોવે છે અને વિચારે છે કે બધી સત્ય હકીકત તેના મમ્મી ને જણાવી દઉં પણ પછી તેને શિખા વિષે નો વિચાર આવે છે અને વિચારે છે કે જો આ લોકો તેના પપ્પા ને શિખા વિષે જો કઈ દેશે તો ઘરમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાયા વગર નહીં રે અને ધ્રુવ તે લોકો સાથે જવા તૈયાર થઈ જાય છે. જો કે ધ્રુવ નું ત્યાં જવા માટે તૈયાર થવું એ તેની જીંદગી ની સહુથી મોટી અને સહુથી ભયંકર ભૂલ સાબિત થવાની હતી કારણકે ધ્રુવ એ આવનારી રાત પછી ક્યારેય નોર્મલ નહોતો રહી શકવાનો. ખરેખર તો તેને તેના મમ્મી ને જાણ કરી દેવી જોઈતી હતી પણ કહેવાય છે ને કે વિકટ પરિસ્થિતિ મા તમને કઈ સુજે નહીં એવું જ કાંઈક ધ્રુવ સાથે થયું. જો તેને તેના મમ્મી ને કહી દીધુ હોત તો તે બહુ મોટી આફત માંથી બચી જાત. છેવટે ધ્રુવ બહાર નીકળે છે સ્કૂલ બેગ લઈને. બહાર આવતા જ ધ્રુવને તેના મિત્રો પૂછે છે કે તેને કોઈને કશું કહ્યું તો નથી અને ધ્રુવ તેની મુંડી હલાવીને ના માં જવાબ આપે છે. આ બાજુ ધ્રુવ ની મમ્મી ને પણ કાંઈક અમંગળ થવાની શક્યતા દેખાય છે અને કાંઈક અજીબ બેચેની તેમને થયા કરે છે. અને ધ્રુવ ને લોકો પણ એ અવાવરુ વિસ્તાર ની સફરે જવા માટે નીકળે છે.પણ એમને જરા પણ જાણ નથી હોતી કે આવનારા સમય માં તેના પર કેવા સંકટ ના વાદળ મંડરાવાના છે.આખરે તે લોકો એ અવાવરુ વિસ્તાર મા પોહચી જાય છે અને ત્યાં એક વૃક્ષ હેઠળ તેઓ ઊભા રહે છે અને નક્કી કરે છે કે ધ્રુવ ને થોડેક આગળ આવેલા કૂવા સુધી જવું અને ભૂતપ્રેત ને આમંત્રણ આપવાનું કહેવામાં આવે છે. હવે ચારેય મિત્રો ધ્રુવ ને મોકલીને તેની પર નજર રાખે છે. ધ્રુવ એ અવાવરુ કૂવા પાસે જાય છે અને ભૂતપ્રેત જેવી શક્તિઓ ને આહ્વાન આપે છે. થોડી વાર તો કઈ થયુ નહી પણ અચાનક વાદળો નો ગડગડાટ અને વીજળી ના ચમકારા ચાલુ થઈ જાય છે આ જોઈને ધ્રુવ અને તેના મિત્રો પણ જે ભૂત-પ્રેત માં વિશ્વાસ નથી કરતા હોતા તે પણ 2 મિનિટ માટે ગભરાઈ જાય છે અને ધ્રુવ તો સખત ડરી જાય છે. આમ વાદળો ના ગડગડાટ અને વીજળી ના ચમકારા વચ્ચે ધ્રુવ ની પાછળ થી અચાનક કાંઈક આવે છે અને ધ્રુવ કઈ સમજે એ પહેલાં કોઈ અદ્રશ્ય શક્તિ ધ્રુવ ને આગળ ઝાળી-ઝાંખરા વચ્ચે ખેંચી ને લઈ જાય છે. આ દ્રશ્ય ધ્રુવ ના મિત્રો જોઈ જાય છે અને તેમના શ્વાસ તેમના ગળા માં અટકી જાય છે અને થોડી વાર એ રીતે જ એ લોકો આમ કોઈ પૂતળા ની માફક ઉભા રહી જાય છે. થોડીવાર પછી એ લોકો ને કળ વળતા તેઓ ધ્રુવ ની પરવાહ કર્યાં વગર તે ચારેય મિત્રો ત્યાંથી ભાગી છૂટે છે. ખરેખર તો તેમને ધ્રુવ ને આ રીતે મૂકીને ભાગી નહોતું જવું જોઈતું.
ધ્રુવ જોડે શું થયું હશે ??? શું ધ્રુવ બચી જશે કે પછી કોઈ અદ્રશ્ય શક્તિ ધ્રુવ માં આવી જશે. જો કોઈ અદ્રશ્ય શક્તિ ધ્રુવ માં આવી જશે તો તેનું શું પરિણામ આવશે. તે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ મુક્તિ-2
હેલો મિત્રો તમને આ હોરર સ્ટોરી કેવી લાગી અને જો કંઈ લખવામાં ભૂલ થતી હોય તો આપ વિના સંકોચે મને મારા what's app નંબર 8511493260 પર આપનો અમૂલ્ય અભિપ્રાય આપી શકો છો.