Facebook Prem Shu shaky chhe ??- 1 in Gujarati Love Stories by કુંજલ books and stories PDF | ફેસબુક પ્રેમ...શું શક્ય છે ??

Featured Books
Categories
Share

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ??

કાવ્યા ક્યારની તેના ઘડિયાળ માં જોતી હતી કે ક્યારે ક્લાસ પૂરો થશે.આજે તેને ખુબ જલ્દી હતી કારણ કે આજે તે પ્રથમ ને મળવાની હતી. પહેલા કાવ્યા કોણ છે તે જાણીએ.
કાવ્યા એકદમ બોલકી અને આંખો માં સપનાઓ થી ભરેલી છોકરી. તેનું હંમેશા થી એક સપનું હતું પરફેક્ટ લાઈફ પાર્ટનર નું,તે એકદમ સુલજેલો અને સમજણ શકતી વાળો , સ્વતંત્ર અને થોડા આધુનિક વિચારો વાળો, બુદ્ધિમત્તા થી ભરેલો અને સ્ત્રીઓ નું સમ્માન કરે એવો હોવો જોઈએ. કાવ્યા ના પોતાના વિચાર પણ એકદમ અલગ જ હતા , તેને પોતાની મરજી થી પોતાનું જીવન જીવવાનું પસંદ હતું એટલે તે એવા પાત્ર ની ઈચ્છા રાખતી હતી જે તેને આવી જ સ્વીકારે. તેને ઘણા છોકરાઓ પસંદ કરતા હતા પરતુ કાવ્યા ને જેવો જોઈએ એવો હજુ મળ્યો ન હતો તેને.
આજે સવારે કાવ્યા ફેસબૂક ચેક કરતી હતી. એક request આવી, પ્રથમ નાયક. કોઈ mutual friend નઈ હતું. પરંતુ કાવ્યા ને કંઇક લાગ્યું એવું એનું નામ વાંચીને કે કોણ હશે આ. કાવ્યા એ request accept કરી લીધી. અને તેના ફોટોઝ જોવા લાગી. તેને પહેલા તો લાગ્યું કે કઈ બો ખાસ લાગતું નથી. એક ફોટો જોયો જેમાં પ્રથમ તેના ડોગી સાથે હતો. કાવ્યા ને તે ફોટો ગમ્યો અને ક્યૂટ!! એવી કોમેન્ટ કરી.
થોડી જ વાર માં પ્રથમ નો મેસેજ આવ્યો hello!! કાવ્યા એ જોયું અને reply આપ્યો hi!!.
પ્રથમ : કેમ છે?
કાવ્યા : તું મને ઓળખે છે?
પ્રથમ : ના રે...આ તો આપને ગુજરાતી કોઈ ને પણ મળે કેમ છે એવું જ પેહલા પૂછે ને એટલે!!!
કાવ્યા : અચ્છા એવું...હું મસ્ત!! તું કેમ છે?
પ્રથમ : બસ તારા જેવો?
કાવ્યા : અચ્છા પહેલી વાર વાત કરે એમાં પણ ફ્લર્ટિંગ!!
પ્રથમ : ના ના બસ મસ્તી !! બોલ બીજું શું કરે છે તું? એટલે સ્ટડી કે જોબ?
કાવ્યા : કમ્પ્યુટર ઇજેરીની ના 3rd year માં છું.
પ્રથમ : ઓકે.
કાવ્યા : ચાલ મને કામ છે , પછી વાત કરું.
પ્રથમ : okay bye.


એક અઠવાડિયું થઈ ગયું હતું પણ કાવ્યા આ સામેથી કોઈ મેસજ નહિ કર્યો... પ્રથમ ને થયું કાવ્યા attitude વારી છે. પણ આ બાજુ કંઇક અલગ જ વાત હતી, કાવ્યા નો ફોન બગડી ગયો હતો.

કાવ્યા એ ૧૦ દિવસ પછી પ્રથમ ને મેસેજ કર્યો
કાવ્યા: હેય પ્રથમ, કેમ છે?
પ્રથમ : ઓ હો મેડમ, તમે ફ્રિ થયા એમ ને.
કાવ્યા : ઓ હેલ્લો..મારો ફોન બગડી ગયો હતો યાર, શું તું પણ!!
પ્રથમ : ઓકે.મને થયું કે તુ પણ Miss attitude છે !!
કાવ્યા : આહ.. કઈ પણ. બોલ હવે કેમ છે?
પ્રથમ : ઠીક.
કાવ્યા : તું શું કરે છે? જોબ કે સ્ટડી?
પ્રથમ : લાસ્ટ યર.. એન્જિનિયરિંગ
કાવ્યા : હમમ ઓકે.
પ્રથમ : હમમ...બોલ બીજું
કાવ્યા: કંઇ નઇ..

બંને વચ્ચે વાત નો સેતુ બંધાતો નહિ હતો.
પ્રથમ ને થોડી ગેરસમજ થઈ હતી.
આજના યુવાનો માં ધીરજ અને સમજણ શક્તિ નો ઘણો અભાવ છે. પહેલા ના સમય માં એક બીજા સાથે ફક્ત આંખો ના ઈશારા થી વાત થતી હતી તે પણ દિલ ને ઠંડક પોહચડતું. જ્યારે અત્યારે તો વાત કરવી એક આંગળી ના ટેરવા જેટલું દૂર છે તો પણ તે પૂરતું નથી યુવાનો માટે.

આ બંને યુવા હૈયાઓ નું પણ એવું જ હતું.

આ હતું મારી 'ફેસબૂક પ્રેમ...શું શક્ય છે??' વાર્તાનુ પ્રથમ પ્રકરણ.
શું પ્રથમ અને કાવ્યા એક બીજા ને ઓળખી શકશે?
શું કાવ્યા ના મન માં કંઇક હતું?

વાચક મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તેનો પ્રતિભાવ જરૂર થી આપજો.