Chalo jaiye in Gujarati Fiction Stories by THE KAVI SHAH books and stories PDF | ચાલો જઈએ

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

ચાલો જઈએ

ચલો જઈએ.. હી રેડી??ચાલ જઈએ. હી કેટલી વાર યાર હું આવું પછી ચાલ જઇએ..
બે યાર કેટલી વાર લાગે તને ચાલને જઈએ મોડું થાય છે...ઓય હું આવી ગઈ ચાલ જઈએ...તું 5 વાગે રેડી રહેજે હું આવીશ પછી જઈસુ. ચાલ આજે તો કોઈ હિલ રોડ આગળ જઈએ.ચલો મૂવી જોવા જઈએ અરે ચાલો હવે એક લાંબી ટ્રીપ પર જઈએ.સામાન્ય રીતે આ વાક્યો આપડા બધા સાથે રોજ દરરોજ બોલાતા હશે ખરું ને!?હા આ જ વાક્યો આપડા ત્રણ ખાસ મિત્રો એટલે રિયા નિશા અને દેવ રોજ બોલતા.ગઈ કાલ રાત્રે જ રિયા સાથે છેલ્લે વિડ્યો કોલ મા આ વાક્ય ફરી સાંભળ્યુ.રિયા છેલ્લા 2 વર્ષથી યુએસએ મા હતી આજે એ ઇન્ડિયા પાછી આવવાની છે એટલે છેલ્લા વીડિયો કોલ માં નિશા અને દેવ સાથે એક જ વાત થઈ કે હવે હું આવું એટલે આપડે અંબાજી દર્શન કરવા જઈસુ.આટલું સંભળતા નિશા અને દેવ વિચારમાં પડી ગયા કે રિયા અને એ પણ દર્શન ની વાત કરે આબુ જવાનું કે તો એ બરાબર છે પણ અંબાજી?દેવ કહે અરે કદાચ આગડ પાછળ એના દાદી બેઠા હશે એટલે એ આબુની જગ્યાએ અંબાજી બોલી હશે .ચાલ છોડ તું એ બધું અને સુઈ જા કાલે તો આપડી દોસ્ત આવે છે બકા ઘણા ટાઈમ પછી, જો મે તો કાલે ઓફીસ બન્ધ જ રાખી છે તું પણ તારા બોસ ને કહી દેજે ઓકે આપડે કાલે ફુલ ડે રિયાના ઇન્તેજારી માં એના આવતા પેહલા જ એરપોર્ટ પોહચી જવું છે અને અંકલ ને મેં કહી દીધું છે હું અને નિશા આવવાના છે તમને લેવા એટલે તમે બીજા ને કેહતા નહિ. હા સારું ચલ તો હવે જઈએ બન્ને સાથે બોલ્યા અને રિયા ને યાદ કરી .ચલ બાય ગુડ નાઈટ કાલે સવારે મળીએ.બન્ને છુટા પડ્યા.નિશા ના મગજમાં હજી પણ પેલા અંબાજીના દર્શન વાળી વાત ગુંજતી હતી.કેટલુક વિચાર્યા બાદ એને ઊંઘ આવી જાણે કઈક અજાણ બનવાનું હોય એવો એને એહસાસ થતો હતો.
સવારે 12 વાગે રિયાની ફ્લાઇટ હતી એટલે દેવ વહેલી સવારે જ જલ્દી જલ્દી નિશાના ઘરે આવી ગયો રસ્તામાંથી રિયાનો ફેવરિટ ચોકલેટ મસ્કાબન અને કોકો સાથે લીધો અને નિશા ના ઘરે પોહચ્યો.નિશાને બૂમ પાડી એ નિશા ચાલ જઈએ નિશા એકદમ ઊંઘ માંથી ઉઠી નીચે જોયું તો દેવ રેડી થઇ ને આવી ગયો હતો.અરે દેવલી હજીતો વાર છે યાર શુ તું આટલો વહેલો આવી ગયો !?અરે ગાંડી ચલ ને તું આપડી રિયા આવાની છે યાર તું આમ કરીશ તને ખબર છે ને એને લેટિંગ્સ નથી ગમતું અત્યાર સુધીની આખી જિંદગીમા હું ક્યારેય ટાઈમે નથી પોહચ્યો આજેતો મારે ટાઈમે જ પોહચવું છે.હા સારું બસ 10મિનિટ આપ મને ત્યાં સુધી તું મમ્મી ના હાથ ની ચા પી લે.હા હો ચાંપલી તું જલ્દી કર હવે યાર.
બન્ને રેડી થઈને નીકળી પડ્યા એરપોર્ટના રસ્તે એફએમ ની મસ્તી અને રિયાની યાદો ને વાગોળતા બન્ને એમની મસ્તીમાં ખોવાયા અને એટલામાં જ દિલ ચાહતા હે નું સોંગ આવ્યું..
બન્ને જોર જોરથી ગાવા લાગ્યા...
હમ ના રહે કભી યારો કે બીન...હો...
ફિર ચાહે દૂર હો વો સમુંદર સે ભી..
હો વીડિયો કોલ પે હો બાતે સારી..
મસ્તી મે ડૂબા ડૂબા હે યે હમારા જહા..
બન્ને સાથે જોર જોરથી હસ્યા..?
દેવ બોલ્યો અલા નીસુડી આં વાળુ રીમિક્સ તું અઘરું લાવી આં વખત તો રિયા તને નય છોડે આ તો એનું ફેવરિટ સોંગ છે.હા ખબર છે મને હવે તો હું એને આનું રીયલ સોંગ ભુલાવી દઈશ સાલી મને મળ્યા વગર એ જતી રહી મને કીધું પણ નહિ અને આમ અચાનક જતી રહી એક જ રાતમા.અરે તને ખબર તો છે યાર એને જવું પડે તેમ હતું બાકી એતો તારી રાહ એરપોર્ટ ના છેલ્લા દરવાજે સુધી જોતી હતી.બન્ને થોડીક વાર મોન થય ગયા.

નિશા ની નજર પાછળ સીટ પર પડી અરે તું મસ્કાબન અને કોકો લાયો છે વાહ દેવલા વાહ જોરદાર હો ચલો રિયાના દૂર ગયા પછી તને એની કદર તો થઈ બાકી તને એ કેટલીવાર કહેતી પણ તું ક્યારેય કસું જ લાવતો નહિ.
અરે તે પેલા રોઝ લીધા!??ના બે એતો હું ભૂલી ગયો..તો ચલ પછી કોમર્સ સિક્સ રોડથી લઇ લે કાર ત્યાંથી લઈ લઇસુ.હા એવું કરીયે ત્યાંથી નીકળીએ એટલે આપડી કોલેજની યાદ પણ ફરી વાગોળી જવાય.
બસ હવે કાઈ રહ્યું લાવાનું મેડમ?નિશા બોલી ના બસ હવે આપડે જ રહ્યા જવાના ચાલ જલ્દી ભગાડ કાર હવે તો એને જોવી છે યાર એની બકબક રૂબરૂ સાંભળવી છે એની બધી જ ટ્રીપ માં ચલ જઈએ નું વાક્ય ખૂબ જ યાદ આવે છે એની પેલી ટપલી મારવાની આદત યાદ આવે છે તમારા બન્ને ના મીઠા ઝગડા જોવા છે મારી એની સ્ફૂટી ની સવારી યાદ આવે છે...અરે હા પણ હવે થોડોક શ્વાસ લે બકા હવે એ આવે જ છે પછી આપણું ફરી ચાલુ જ રેહશે એ હેનગાઉટ્સ. અરે દેવ એક વાત કહું મને છે ને કાલનું કાંઈક અજાણ એહસાસ થાય છે જ્યારથી એ બોલી છે ને અંબાજીના દર્શન કરવા જઈસુ ત્યારથી મારુ મન ગભરાય છે એટલે મને કાલે રાત્રે ઊંઘ પણ ના આવી યાર બરાબર.અરે બકુડી તું ચિંતા ના કર એને આબુ જવું છે એતો આગળ પાછળ એની દાદી હશે એટલે એ એવું બોલી હશે બાકી આપડી રિયા અંબાજી બોલે અને આબુ ના જઈએ એવું બને જ નઇ.ત્યાં યુએસ માં એને અંબાજી આબુ જેવી જગ્યા નહી મળી હોય એટલે એની ઈચ્છા થઈ હશે.અને તને તો ખબર જ છે આબુ તો આપડું બીજું ઘર છે ત્યાં આપડને જે શાંતિ મળે છે. એ ક્યાય નથી મળતી ત્યાંની હવા જ કઈક અલગ છે અને એમાં પણ રિયા ને તો ત્યાં બેસી રેહવું બઉ જ ગમે છે તું યાર ખોટું ટેનસન ના લઇશ.લે આ ચિપ્સ તોડ અને પાછળ ડ્યૂ નો ટીન હશે લય લે અને જશન મનાય આપડી દોસ્તી પર.
એટલાં મા જ રિયાના પપ્પા નો કોલ આવ્યો અને કીધું કે જો તમે ના નીકળ્યા હોય તો મોડા નિકળજો પ્લેન 3કલાક લેટ છે હવે અમે 3વાગ્યા જેવું જ પોહચીસુ.ઓકે અંકલ ભલે અમે રાહ જોઈએ છે આવો તમે આમ કહી દેવે ફોન કાપ્યો અને કાર ડાયરેક્ટ એચ એલ ના ગ્રાઉન્ડ તરફ વાળી. નિશા ડ્યુ પીતા પીતા બોલી અબે ઓય હોશિયારી આ શું કરે છે આપડે એરપોર્ટ જવાનું છે અરે જીગી આપડે હવે 2વાગે જશુ રિયાના પપ્પા નો કોલ આયો પ્લેન લેટ છે 3 કલાક તો ત્યાં સુધી આપડે આપડા અડ્ડા પર જતાં આવીએ પછી નીકળીએ ઘણો ટાઈમ છે આપડી પાસે.એ હા હો તો તું આપડા રામુકાકા ની કીટલી એ જ લઈ જા ચા પીએ આપડે.આમ પણ સવાર સવાર માં તું આવી ગયો ઘરે મને ચા પણ ના પીવા દીધી પોતે તો પી લીધી. હા સારું હો તો ઉઠાય વહેલું એના માટે આમ બોલતા બોલતા બન્ને નીચે ઉતર્યા તો જોયું કીટલી જ બન્ધ છે આજુ બાજુ પૂછતા ખબર પડી કે રામુકાકા કાલે રાત્રે જ ભગવાનને વ્હાલા થઈ ગયા.નિશા અને દેવ આ સાંભળીને થોડાક ઢીલા પડી ગયા અને આગળ કોલેજના કેન્ટીન મા ગયા ત્યાં એમની જૂની યાદો વાગોળતા છેવટે એ જ કોફી અને સેન્ડવીચ લઈને એમના ટેબલ પર બેઠા.થોડીક વાર તો બન્ને કાંઈ બોલ્યા જ નહી પછી ધીરે ધીરે બધા પન્ના ખુલ્યા એ એમની ભૂતકાળની યાદ માં ખોવાયા.
એ નિશા તને યાદ છે રિયા એ કોલેજના પેહલા જ દિવસથી આ કેન્ટીન વાળા જોડે દોસ્તી કરી લીધી હતી. વળી ક્લાસના અડધા ઉપરના લોકો રિયા ને ઓળખતા થઈ ગયા હતા.એ બહુ જલદી બધા સાથે ભળી જાય છે નઇ અને. એ ભળે એટલે એના મિત્રો પણ આપડા મિત્રો થઈ જાય.
અલા દેવ એ બધું તો છોડ એતો પેલા પટાવાળાને અને કામવાળા ને પણ પોતાના બનાવી દેતી હતી.હા યાર તને યાદ છે એક વખત આપડા કીટલી વાળા રામુકાકા ને પોલીસ મારતા હતા ત્યારે પણ તેને ત્યાં જઈને રામુકાકા ને બચાવ્યા હતા.અરે હા મને એ વખતે શરમ આવી ગઈ કે હું છોકરો હોવા છતાં કંઈ કરીના શક્યો.અને ગર્વ એ વાતનો પણ થયો કે મારી દોસ્ત એક બહાદુર જવાન છે .હા અરે પણ તને ત્યારે ફ્રેકચર હતુંને બકૂડા.અરે હા યાર પણ તો પણ સાલું એ વખતે ખરેખર રિયા એ બહાદુરીનું કામ કર્યું હતું.હા રિયા તો યાર આપડી મલ્ટી ટેલેન્ટડ છે.પણ સાચું કહું નિશા રિયા વગર છે ને મને આખું વર્ષ મજા નથી આવી જાણે આમ કઈક ખૂટતું હોય એવું જ લાગે ..રોજ સવારે એનો સ્નેપ આવે રોજ રાત્રે એના ગુડ નાઈટ કીધા વગર આપડા ગ્રુપ માં રાતના પડે.નિશાને પેલી રામુકાકા વાળી વાત મનમાં હજી ખચકતી હતી એનો એહસાસ ધીરે ધીરે હકીકતમાં બદલાતો હોય એવું લાગતું હતું.એને દેવ ને કહ્યું અરે દેવ તને યાદ છે એ દિવસે રિયા એ રામુકાકાને બચાવ્યા હતા ત્યારે રામુકાકા બોલ્યા હતા બેટા રિયા આજે તું ના હોત તો કદાચ આ પોલીસવાડા મને મારી નાખતા.ત્યારે રિયા બોલી હતી કાકા તમારું મોત એમ થોડી આવશે કઈ હજી તો તમે જવાન છો તમારા પેહલા તો ભગવાન મને લેશે અને જે દિવસે હું ભગવાન જોડે જઈશ તો હું પેલા તમને બોલાવીશ સાલું મને તમારા સિવાય કોઈની ચા જ નથી ભાવતી અને ચા વગર મારી સવાર જ નથી થતી...ત્યારે આપડે બન્ને રિયા ને બવ લડ્યા હતા મરવાની બાબતે અને એને
હસતા હસતા બધું જવા દીધું હતું.અરે હા નિશા એતો રામુકાકા નો મૂડ સરખો કરવા એ મજાક કરતી હતી.બન્ને પાછા એમની કોલેજ ની યાદ માં ખોવાયા....નિશા ના મનમાં અઢડક મુંઝવણો હતી દેવને નિશાનો હાલ જોઈ ને ચિંતા થવા લાગી કે બધું બરાબર હશે ને કારણ કંઈ પણ અણબનાવ પેલા નિશાને જલદી જાણ થાય છે દેવ ભગવાનને પ્રથના કરતો હતો કે આ વખતે કઈ અણબનાવ ના થાય.
થોડીક વાર રહી બન્ને ત્યાંથી નીકળ્યા...12 જ વાગ્યા હતા એટલે પાછા તે લોકો એલડી કોલેજ ના કેનટીન મા ગયા ત્યાં મહારાજ એમને જોઈ ખુશ થાય ગયા અને તરત રિયાનું પૂછવા લાગ્યા દેવ હસતો હસતો બોલ્યો કાકા એને જ લેવા જઈએ છે બસ આશીર્વાદ આપો એ સહી સલામત હોય..
બન્ને થોડું જમીને એરપોર્ટ તરફ નીકળ્યા
એફ એમ પર આર જે વશિષ્ઠ નો શો આવ્યો..
બન્ને ખુશ થઈ ગયા કારણ એ રિયા નો ફેવરિટ આર જે છે..

ગુજરે હુએ કલ કો ભુલાયા નહીં જાતા
બેફામ લમહે કો યુ યાદ કિયા નહિ જાતા
ચલે જાતે હે લોગ મીઠીસી યાદે દેકર
એસી યાદો કો કભી દિલસે મીટાયા નહિ જાતા..
કયું કુદરત કા એ નિયમ હે આજ જન્મ તો કલ મોત હે...
છોટી છોટી આંખો મે બડે સપને હે
કભી ખુલે રસ્તો પે નઈ સફર હે
મેરે દોસ્ત મેરા ગુરુર હે...
કભી પાસ હોકે ભી વો બહોત દૂર હે તો કભી દૂર હોકે ભી વો દિલ કે કરીબ હે..
પતા નહિ અબ યે આખરી પલો મે મુલાકાત હોગી કી નહિ ઉનસે
પર હા જહા પે ભી હે વો મેરે દિલ કે કરીબ હે...

ખેર યે એક દોસ્ત ને અપને દોસ્તો કે લિયે લીખા હે માફ કરના નામ બતા નહિ સકતા મે પર હા જિસકે ભી દોસ્ત હે સમજ તો ગયે હોગે આપની દોસ્ત કી દાસ્તાન
એક મેસેજ હે ઉન્કે લિયે કે યારો જહા ભી હો જલદી સે મિલતે હે ક્યુકી
પેહલે વકત હમારા થા
પર અબ મે વકત કા નહિ રહા.

ઇસી બાત પે દોસ્તી કા યે સોંગ હો જાયે આપ સૂન રહે હો રેડિયો મિર્ચી 98.3 સિર્ફ વસિષ્ટ કે સાથ..stay tune..

यारी का कैसा असर था
ना कोई फिक्र ना गम था
जिंदा यारी से जीते थे
अब वक्त हमसे खफा है
जीने की अब ना वजा है
ये कैसा तुफा आ गया।।।

નિશા ની સામુ જોઈને દેવ એ તરત સ્ટેશન ચેન્જ કર્યું..બીજા સ્ટેશન પર સોંગ આવ્યું

રૂઠે તો ખુદા ભી રૂઠે સાથ છૂટે ના
હો અલ્લહવારિયા મે તો હારિયા
જૂઠી યારિયા મિલા દે હો ....

પછી આખરે નિશા નો મૂડ સરખો કરવા દેવ એ એની પેન ડ્રાઈવ ચડાઈ અને એ લોકોનું એવરગ્રીન સોંગ વગાડ્યું

યાર જી ભરકે જીલે પલ
લગતા હે આજકલ
દોર અપના આયેગા..
હે જુનુનન......

નિશા એ હલકી સ્માઇલ આપી ને બારી બાજુ મો કરી ધીરે રહીને આસુને લૂછી નાખ્યા.

દેવ અંદર ને અંદર રડતો રહ્યો...

નિશા થોડીક વાર સૂઈ ગઈ..
3 વાગવામાં 30 મિનિટ બાકી હતી નિશા અને દેવ બહું જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા એમની નજર ફકત ને ફકત દરવાજા પર હતી...દૂર થી રિયાનો ભાઈ દોડતો આવ્યો દેવ જોડે...અને એકદમ થી બાજી પડ્યો પાછડ થી એક પેટી ગઈ સાથે રિયાના પપ્પા અને મમ્મી તથા દાદી વ્હીલ ચેર માં આવ્યા.

રિયા ક્યાંય દેખાઈ નહીં..બધું જ નજરો સમક્ષ ધૂંધળું થઈ ગયું જેનો ડર હતો એ જ થયું.છેલ્લા ક્ષણે પણ રિયાને જોઈ ના શક્યા..
રિયાના પપ્પા નિશા જોડે આવ્યા અને બોલ્યા ચલ જઈએ....રિયા એ કીધું છે....
નિશા કશું જ બોલી ના શકી એ દેવ ને શોધતી રહી...

દેવ દેવ આ અંકલ કેમ આમ બોલે છે યાર અલા દેવ તું ઉભો રે ક્યા જાય છે..આમ સાંભળતા દેવ એ એકદમ શોર્ટ બ્રેક મારી અને નિશા ને જગાડી... અરે એય નીશુડી શું બબડે છે??હું અહી જ છું નિશા એકદમ જબકી પડી પરસેવાથી રેબઝેબ થઇ ગઇ અને ગાડી માંથી ઉતરી બાર આવીને એ બોલી દેવ મારું દિલ ગભરાય છે મને સારું નથી લાગતું યાર રિયા ને મારે જોવી છે તું હમણાં જ એને વીડિયો કોલ કર.અરે પણ એ પ્લેન માં છે એ વીડિયો તો શું કોલ પણ રિસિવ નહિ કરી શકે.

હવે આપડે જઈએ જ છે ને તું લે પેહલા પાણી પી અને ચલ ફટાફટ બેસ હવે નજીક જ છે એ લોકો નું પ્લેન પણ હવે લેન્ડ થશે જ ચલ તું હિંમત રાખ બધું જ સારું થશે.કસુ ગભરાવાની જરૂર નથી.

0૩:૪૫એ દૂર થી રિયાનું ફેમિલી આવ્યું બન્ને હરખપદુડા થઈ ગયા.રિયાનો ભાઈ નિશા ને આવીને એકદમ બાજી પડ્યો અને બોલ્યો દી તમને બઉ જ મિસ કર્યા જાવ લેવા એને અને દૂરથી વ્હીલચેર માં દાદીની જગ્યાએ રિયા દેખાઈ.દાદી રિયાને લઈને આવતા હતા.નિશા આગળ પાછળ બધાને જ ભૂલી રિયા ને જઈને એકદમ ભેટી પડી.અને ધીરે રહીને આંસુને એના લૂછી લીધા..દેવ પેહલા દાદી ને મળ્યો દાદીએ એના કાન ખેચીને કહ્યું બઉ મોટા થઈ ગયા તમે ખાલી રિયા જોડે જ વિડીઓ કોલ કરવાનો?, અમે પણ હતા ત્યાં. અરે દાદી તમે તો મોડર્ન દાદી થઈ ગયા પાયે લાગું કે ગળે લગાવું? દેવ આમ બોલીને દાદીને ભેટી પડ્યો
બધા હસવા લાગ્યા.
રિયા ની તબિયત હજી સારી ન હતી થઈ એટલે એ ધીરે રહીને બોલી ચલો જઈએ ...દેવ અને નિશા એકબીજાની સામે જોઈને હસ્યા અને રિયા બોલી ઘરે જઈએ...
બધા ધીરે ધીરે હસી પડ્યા...
રિયા ને સહી સલામત જોઈને નિશા ના મનને શાંતિ થઈ.