Jaane-ajaane - 27 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (27)

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

જાણે-અજાણે (27)

દરેક વ્યક્તિ રચના સાથે ચાલવા લાગ્યાં. પણ રચનાનું મન હજું ગભરાઈ રહ્યું હતું કે શું વાત કરશે અને કેવી રીતે!... પોતાની પહેલી જીદ્દ ને કારણે તેણે પોતાનાં પિતાને અને રચનાની માં એ પોતાનાં પતિનો સાથ છોડવો પડ્યો હતો અને આજે એ જ વ્યક્તિ માટે ફરી વાત કરવી થોડી અઘરી છે... ભલે વિનયનાં કારણે નહતું થયું કશું પણ રચના પોતાને કસુરવાર માનતી હતી. નીચી નજરો એ રચના પોતાની માં સામે જઈને ઉભી રહી. જીવનમાં જ્યારે પણ રચના તેની માં ને જોતી તે હંમેશા પોતાની ભૂલનો અહેસાસ કરતી એટલે આજે તો વિનયની સાથે પોતાની જ માં સામે જોવાની કે નજર ઉઠાવવાની હીંમત નહતી.

" રચના!.... " ઘણું જ ધીમેથી અને પ્રેમથી ભરેલી વાણીએ દિવાળીબેન એ વાત શરું કરી. " બેટાં મારી સામે નજર ઉઠાવીને જોઈશ પણ નહીં?!... તને ખરેખર લાગે છે કે તારી માં એટલી સ્વાર્થી છું કે પોતાની દિકરીની ખુશીઓ કચડી નાંખીશ?... કે તને મારી પર ભરોસો નથી કે તું એવું વિચારીને ચુપ છે કે હું સક્ષમ નથી તારી ઈચ્છાઓ ખરીદવાની! " રચના પોતાની પર કાબુ ના કરી શકી અને આંસુઓની ધાર વહેવા લાગી. પોતે શું બોલે! અને કયાં મોંઢે બોલે એ સમજાતું નહતું.

છતાં તેણે કોશિશ કરતાં કહ્યું " એવું નથી માં કે મને તમારી પર ભરોસો નથી. અરે ભરોસો તો મને તમારાં પેટમાંથી જ થઈ ચુક્યો હતો. એક શિશુને સૌથી વધારે ભરોસો પોતાની માં પર જ તો હોય છે... જ્યારે નવ નવ મહિના પોતાનાં ગર્ભમાં સાચવે, સંભાળે અને તેને બહારની દુનિયામાં લાવવાં અસહ્ય વેદના વેઠે તેનાથી વધારે કરૂણા અને સંવેદનાની આશા કોની પાસેથી હોય. અને જ્યારે એક દિકરીને આ વાત પુછવામાં આવે તો તેની પાસેથી શું જવાબની આશ હોય એ કહેવાની જરુર નથી... હા એ વાત સાચી છે કે દિકરીને પોતાનાં પિતાની જેમ રહેવાની ઈચ્છા હોય પણ દિકરી હંમેશા તેની માં ની જ છબી હોય છે એ સત્યને દબાવી ના શકાય... પણ આજે તમારી સાથે નજર મેળવી વાત કરવાની હીંમત એટલે નથી કે આખરે ના ઈચ્છતી છતાં હું જ તમારાં દુઃખનું કારણ બની ગઇ છું. તમારું જીવન આજે કંઈક અલગ જ હોત આરામદાયક હોત જો મેં સ્વાર્થીપણું બતાવ્યું ના હોત... જો મેં પપ્પાને વિનયનાં ગામ મોકલ્યાં ના હોત.. હા આજે એ સત્ય જરુર બહાર આવ્યું છે કે તેમાં વિનય કે તેમનાં પરિવાર કે કોઈ ગામવાસીઓની ભૂલ નહતી. પણ છતાં તેમની મોતની નિમિત્ત તો હું જ ને...."

મનની વાત આજે ખુલ્લાપણે બહાર આવી રહી હતી. " હું જાણું છું કે તું શું વિચારે છે.. તને શું લાગે છે આટલાં લાંબા સમય સુધી મેં જોયું નથી તારાં ચહેરાં પર! તારાં મનમાં શું ચાલે છે ખબર નથી મને?!.. પણ દરેક વાતનો એક સમય હોય અને દરેક સમયની એક વાત. અને આજે એ જ સમયની વાત છે. હું તને દોષી નથી ગણતી તારાં પિતાની મોત માટે. તું માત્ર નિમિત્ત હતી દોષી નહીં. અને બીજી એક વાતનો આજે સમય છે એ છે વિનય. તારું ભવિષ્ય અને તારી ખુશીઓ. તારાં પિતા પછી મેં દરેક કોશિશ કરી છે તને ખુશ રાખવાની. તો આજે હું તારી આટલી મોટી ખુશી જે હાથે કરીને સામે આવી છે તેને કેવી રીતે જવાં દઉં?.. હા હું જાણું છું વધારે ધૂમધામથી નહીં થાય પણ મારી તાકાત પ્રમાણે તો કરી જ શકું છું ને!.." માં દિકરીનો પ્રેમ વાતાવરણમાં પ્રસરી રહ્યો હતો. એક અલગ જ વાતાવરણ સર્જાય રહ્યું હતું અને તેમાં ખુશીઓની સુગંધ.

રચનાએ તરત કહ્યું " કોઈ જબરજસ્તી નથી. તમેં ફરી વિચારી લો. તમેં જે નિર્ણય કરશો તેમાં હું ખુશ છું. "

" જો એવી વાત હોય તો...." દિવાળીબેન એ થોડું ગંભીરતાથી કહ્યું. આ સાંભળી દરેક વ્યક્તિનાં મન ઉંચા થઈ ગયાં કે કદાચ ના પાડી ના દે... પણ રચના નિસ્વાર્થ ભાવે તેની માં નો નિર્ણય સાંભળવા ઉભી રહી. અને અધુરું વાક્ય પૂરું કરતાં કહ્યું " જો એવી જ વાત હોય.. તું મારી વાતથી ખુશ હોય તો હું ચાહું છું કે તું વિનયનો હોથ પકડે આખી જિંદગી માટે અને પોતાનાં દરેક સપનાં, ઈચ્છાઓ, ખુશીઓ, દુઃખ અને દરેક એ દરેક લાગણી તેની સાથે માણે. " આ સાંભળી બધાનાં જીવમાં જીવ આવ્યો અને ખુશીથી ઝુમી ઉઠી આનંદ ગીતો શરૂ થઈ ગયાં. રચનાની ખુશીઓનો પાર ના રહ્યો. તરત તે તેનાં માં ને ગળે વળગી ગઈ અને અંતે રચનાની જીવનની એકમાત્ર સાર નો પણ આશીર્વાદ મળી ગયો.

વંદિતા: અરે વાહ... આજે તો શું શુભ દિવસ છે બધું ધારેલું કામ પાર પડી રહ્યાં છે! હવે તો દિવાળીમાસી પણ માની ગયાં છે તો હવે શું?

પ્રકૃતિ: હવે આનંદ મંગલ, ધૂમ-ધડાકા અને લગ્ન ગાન...

અનંત, કૌશલ અને રેવા એકસાથે: હા.... સાચી વાત.... ચલો ચાલું કરી દો તૈયારીઓ....

રચના: હા, તમારે ચારેય એ જ કરવાનું છે બધું કામ.

રેવા: એ તો કાંઈ કહેવાની વાત છે દીદી!.. અમેં જ કરીશું ને એ અમારો હક છે..

અંદરોઅંદર વાતો શરું થઈ ગઈ એટલે માંજી અને દિવાળીબેન બોલ્યા. "ચાલો તમે કામ વહેંચી લો . ત્યાં સુધી અમેં એક સારું મુહૂર્ત કઢાવીએ."
માંજી અને દિવાળીબેન ત્યાંથી ચાલ્યા ગયાં પણ રચના સાથેની કોઈની વાતો ખુટી નહીં. આખો દિવસ પસાર થઈ ગયો અને સાંજ થવાં આવક એટલે વિનયે કહ્યું " હવે મારે જવું પડશે. "

વંદિતા: આટલી જલદી?

વિનય: હા જેટલો જલદી જઈશ એટલો જ જલદી પાછો પણ આવીશ ને. હક્કથી મારું છે તેને લેવાં.

રચના શરમાઇ ગઈ અને વિનય બસ એકીટશે તેને જોતો જ રહ્યો. એટલે બંને વચ્ચે ચાલતો મૌન પ્રેમ જોઈ દરેક વ્યક્તિ મંદ મંદ હસવા લાગ્યા.
વિનયે ફરી કહ્યું " ચાલો હુ નીકળું હવે. " થોડે સુધી ચાલીને " રચના...જરાં અહીં આવજે ને.." બુમ પાડી. દરેકને ખબર હતી કે રચનાદીદી ને મળવા ના બહાનાં શોધે છે. રચના વિનયની નજીક પહોચી થોડું શરમાતી, થોડું ગભરાતી, મોં જમીન તરફ કરી વિનયની વાત સાંભળવા લાગી. વિનય રચનાનો આવો ચહેરો જોઈ પોતાને રોકી ના શક્યો અને તેનો હાથ પોતાનાં હાથમાં આમ જોરથી પકડીને જરાંક પોતાની તરફ ખેંચી બોલ્યો " આ શરમ છે ને તે લગ્નના દિવસ માટે સાચવી રાખ. બસ થોડા દિવસોની વાર છે એકવાર પોતાની બનાવી ને તો પછી ક્યારેય તને છોડીને નહીં જઉં અને પછી તો આમ બહાનાં પણ નહીં કરવાં પડે. જ્યારે ચાહે તારો હાથ પણ પકડી શકીશ અને તારાં પર હક્ક પણ કરી શકીશ. "
રચના આ સાંભળી મનમાં ને મનમાં ખુશીથી હસવા લાગી પણ તેની ખુશી તેનાં ચહેરાં પર દેખાતી હતી એટલે વિનય ફરી બોલ્યો " આમ તો મને પણ કોઈ વાંધો નહીં આવે જો તું મારાં પર હક્ક જમાવીશ. હું તારો જ છું બોલવું, ઝઘડવું, હઠ કરવી કે મોં ફૂલાવવું ચાહે જો મરજીથી કરી લે.. પણ છેવટે બસ તારો પ્રેમ ભર્યો હાથ મારાં હાથમાં અને તારી નજર મારી નજરોમાં મળવી જોઈએ. તારાં મરજી મુજબ રહેવામાં મને કોઈ વાંધો નથી. બસ તોરો સ્નેહ અને તારો સાથ મારી તાકાત બનવો જોઈએ. " રચનાએ વિનયની આંખોમાં જોયું અને હકારમાં માથું હલાવ્યું. વિનયે પોતાનાં પ્રેમનો મૌનભરી રીતે જયઘોષ કર્યો અને ત્યાંથી ચાલી નિકળ્યો.

થોડાં દિવસ વિતી ગયાં. ધીમે ધીમે બધાં પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયાં. એટલામાં ગામનાં સરપંચ રઘુવીરજી એ માંજી, રચના અને તેની માં દિવાળીબેનને પોતાનાં ઘેર બોલાવ્યાં અને કહ્યું " વિનયનાં પિતા શેરસિંહ એ કહેવડાવ્યું છે કે આ માસની પૂનમનાં દિવસનું શુભ મુહૂર્ત નીકળ્યું છે લગ્ન માટે તો આપણે સહમત છે કે નહીં!" બધાની હા સાથે રઘુવીર દ્વારા લગ્નને સ્વીકૃતિ અપાયી. રઘુવીરજીનાં કહેવા મુજબ રચનાએ બધાને કામની વહેચણી કરવા બોલાવ્યાં. સમય ઓછો હતો અને કામ વધારે.
રેવા, અનંત, પ્રકૃતિ, કૌશલ અને વંદિતા એક જગ્યા ભેગા થયાં અને ચર્ચા શરૂ થઈ.

રચના: વિનયનાં પિતાનાં કહેવાં પ્રમાણે પૂનમનાં દિવસનું શુભ મુહૂર્ત નીકળ્યું છે. અને કામ વધારે છે એટલે આપણે થોડું થોડું કામ વહેંચી લઈએ. તમારાં સિવાય કોઈ છે પણ નહીં જેને હું કામ આપું એટલે તમને અહીં બોલાવ્યા છે.

રેવા: દીદી કેવક વાત કરો છો. અમને ખુશી થશે તમારી મદદ કરતાં.

પ્રકૃતિ : હા.. રેવા સાચું કહે છે. તમેં કામ બોલો શું કરવાનું છે.

રચના: સારું તો મેં વિચાર્યું છે કે 2-2નાં ભાગમાં કામ થાય. પ્રકૃતિ અને અનંત તમેં જમવાનું અને રહેવાની અને તેને સંબંધિત બીજી તૈયારીઓ કરાવો. વંદિતા, તું માંજીની મદદમાં રહેજે અને લગ્નનાં દિવસે આદર સત્કારની તૈયારીઓ કરાવજે.અને....

દરેક લોકો રેવા અને કૌશલ સામે જોવાં લાગ્યા. રચનાએ કહ્યું બે-બે ના ગ્રુપમાં કરવાનું કામ પણ હવે માત્ર રેવા અને કૌશલ જ બચ્યાં હતાં.

રેવા: ના દીદી હા... હું આની સાથે કામ નહીં કરું. મારાં કામની જરાં પણ કદર નથી આ વ્યક્તિને.

કૌશલ: ઓ હેલો... મને પણ તારક જોડે કામ નથી કરવું. દીદી.. હું એકલો કરી લઈશ. હવે મોટાં કામમાં માત્ર મંડપ અને સજાવટ અને હસ્તમેળાપનું મંડપ જ બાકી છે. હું બધી મોટી સજાવટ જોઈ લઈશ.

રેવા : હા અને હું લગ્નવિધિનું બધું વ્યવસ્થિત કરીશ અને તમાંરા કપડાંથી માંડી દરેક શણગાર હું વ્યવસ્થા કરી દઈશ.

રચના: એક મીનીટ... મારી વાત તો સાંભળો તમેં... હું તમને એકલું કામ કરવાં નથી આપી શકતી. લગ્ન કોઈ રમત નથી કે ચપટી વગાડતાં થઈ જાય.

વંદિતા: તો રેવા અને અનંતને જોડી બનાવી દો ને... મતલબ કામ માટે...

રેવા: હા એ ચાલશે મનેં.

અનંત: હા..હા મને પણ વાંધો નથી.

રચના: ના...... અનંત સાથે પ્રકૃતિ બરાબર છે. તેમનાં કામ કરવાની ઢબ સરખી છે કામ જલદી થઈ જશે. અને ભલે કોઈ માને નહીં પણ રેવા અને કૌશલ પણ અંદરથી એકજેવા જ છે. એટલે મેં જેમ કહ્યું તેમ કરો... અથવા છોડો મારે લગન જ નથી કરવાં.

બધા એકસાથે: ના ના દીદી. તમેં ગુસ્સો ના કરો.

રેવા( મન મારીને): સારું. હું કૌશલ સાથે કામ કરી લઈશ. અમેં સજાવટ, મંડપ અને બજારનાં દરેક કામ જોઈ લઈશું.

કૌશલ: હા ..

કૌશલ અને રેવા એકબીજા તરફ તીરછી નજરે જોવાં લાગ્યા. બંનેની આંખોમાંથી એકબીજા માટે આગ વરસતી હતી. આ તરફ અનંતની નજર રેવા પર હતી કે તેને રેવા સાથે કામ કરવું હતું. વંદિતા આ વાત જાણતી હોવાથી તે અનંતને જ જોઈ રહી હતી. રચના અને પ્રકૃતિ એકબીજા સામે જોઈ જાણે ઈશારાથી વાત કરતાં હતાં. દરેકનાં મન આજે વિપરિત દિશામાં જ ફરતાં હતાં. અને રચનાની ઈચ્છા મુજબ કામ કરવાં જતાં કોનાં કામમાં કેવો ભલીવાર આવશે અને કોનાં મન કોની તરફ ભાગશે તેં માત્ર સમય આધારિત હતું.


ક્રમશઃ