Sangarsh - 2 in Gujarati Fiction Stories by વીર વાઘેલા books and stories PDF | સંઘર્ષ - એક અધૂરા સપના - 2

Featured Books
Categories
Share

સંઘર્ષ - એક અધૂરા સપના - 2

પ્રકરણ – 2

સવાર ના નવ વાગ્યા ત્યારે સંઘર્ષ ને રૂમ માં કોઈના આવવાનો અવાજ સંભળાયો...

“ લે આ ચા પી લે અને પછી તૈયાર થઈ ને આવી જા.. નાસ્તો અને ચા બનાવું છું.

.. માં નો આ રોજ નો ઉષ્માભર્યો અવાજ સાંભળી સંઘર્ષ બેઠો થયો...

એમ કહી સંઘર્ષ ની મમ્મી સંઘર્ષ ના રૂમ માં ટેબલ પર ચા મૂકી રસોડા તરફ ગયા...

પથારી માં બેઠા બેઠા એક હાથ માં ચા નો કપ અને બીજા હાથ માં મોબાઈલ.. સંઘર્ષ ને બેડ ટી ની આદત હતી..જાગ્યા પછી પાણી પી તરત ચા જોઈએ..અને ચા ની સાથે નાસ્તા માં ફેસબુક હોય જ... ચા પિતા પિતા ફેસબુક ઓપન કરી અપડેટ જોઈ રહેલો સંઘર્ષ એક બે મેસેજ જોઈ હંસી પડ્યો... રાતના બે વાગે આવેલા ફેસબુક મિત્ર ના મેસેજ સામાન્ય જ હતા... સંઘર્ષ ઘણીવાર મિત્રો ની સાથે મજાક માં કહેતો કે દુનિયા માં ઘણા પશુ પક્ષી અને પ્રાણીઓ ની જાતિ નષ્ટ થઈ જશે પણ ઘુવડ ની જાતિ નું અસ્તિત્વ ક્યારેય નષ્ટ નહીં થાય... મિત્રો ને મજાક માં ચીડવવા માં સંઘર્ષ ની તોલે કોઈ આવી શકે એમ નહોતું એના આખા સર્કલ માં...

સવાર ની ક્રિયાઓ પૂરી કરી તૈયાર થઈ ને બહાર આવ્યો ત્યાં સુધી માં ચા નાસ્તો તૈયાર હતો... ચા અને નાસ્તા ની સાથે મોબાઈલ માં જોઈ રહ્યો હતો ત્યારે જ રસોડા માંથી અવાજ આવ્યો...

હવે એ ડબલું સાઈડ માં મૂક અને નાસ્તો કરી લે... માં નો મીઠો ઠપકો જે રોજ નું હતું...

હજુ માં નો આવાજ પૂરો જ થયો હતો ત્યાં. બહાર ના દરવાજા તરફ થી ગૂડ મોર્નિંગ નો નાદ સાંભળયો..

સંઘર્ષ ની નજર એ તરફ પડી ત્યાં સુધી માં બ્રિજેશ નાસ્તા ના ટેબલ નજીક પહોચી ગયો હતો.. એને આવેલો જોઈને સંઘર્સ ની મમ્મી એના માટે પણ ચા અને નાસ્તો આપી ગઈ અને સાથે ટકોર પણ કરતી ગઈ કે આ તારા મિત્ર ને ફોન માથી બહાર કાઢ હવે...

સંઘર્ષ જ્યારે નોકરી કરતો હતો ત્યારે બ્રિજેશ પણ એની સાથે હતો અને નોકરી છોડી પોતાનો બિસનેસ ચાલુ કર્યા પછી પણ એ બંને ની મિત્રતા અકબંધ હતી.. બ્રિજેશ મૂળ તો ક્યાક ઉત્તર પ્રદેશ બાજુ નો હતો પણ વર્ષો થી ગુજરાત માં જ ઠરીઠામ થયો હતો અને એને ગુજરાત ને પોતાના માં અપનાવી લીધું હતું...ચા નાસ્તો પૂરો કરી ગાડી ની ચાવી લઈ..બહાર નીકળતા સંઘર્ષે મમ્મી ને રાડ પાડી કહી દીધું કે બપોરે જમવા નહીં આવે....

આજે તો કોઈ પરી ને મળવા જવાનું છે કે શું ?? સંઘર્ષ ને બ્લેક જીન્સ અને વાઇટ ટીશર્ટ માં તૈયાર થયેલો જોઈ બ્રિજેશે ટોણો માર્યો...

બિરજુ... “ આ સંઘર્ષ ઘોડી એ ચડવા નહીં પણ ફાંસી એ ચડવા જન્મ્યો છે “... કહી સંઘર્ષ ગાડી માં બેઠો...એની બાજુ માં બ્રિજેશ પણ ગોઠવાઈ ગયો...સંઘર્ષ બ્રિજેશ ને બિરજુ કહીને જ બોલાવતો અને સર્કલ માં આ જ નામ પ્રખ્યાત હતું... ટીખળ માં બિરજુ બાવરો તો કેટલીયે વાર સાંભળવા મળતું...

જ્યારે પણ કોઈ મિત્ર કોઈ છોકરી ની વાત કરતો ત્યારે સંઘર્ષ ભગતસિંહ નું આ વાક્ય દોહરાવતો. એ હમેશ કહેતો કે આ દિલ માં ક્યાય જગ્યા જ નથી જ્યાં કોઈ છોકરી રહી શકે કારણ કે આખે આખું દિલ ફુલ થઈ ગયું છે અને આ દિલ ની પહાડો જેવી કઠણ દીવાલો માં છોકરી ની કોમળતા મૂરઝાઇ જાય એના કરતાં તો દરવાજો બંદ રાખવામા જ ભલાઈ છે.

શું કાકા શું છે નવા જૂની... છાપું વાંચતાં ગલ્લા વાળા ને ઉદેશીને સંઘર્ષ બોલ્યો...

કાઇ નહીં બેટા શું હોય..બસ એ જ નેતાઓ ના ભ્રષ્ટાચાર અને સ્ત્રીઓ ની છેડતી સિવાય આજકલ ન્યુસ માં હોય જ છે શું.. સિગારેટ નું પેકેટ આપતા કાકા એ કહ્યું..

સંઘર્ષ રોજ મૈન રોડ પર ના આ ગલ્લે થી સિગારેટ લેતો અને સાંજે કે રાત્રે ઇસછા થાય ત્યારે ચા પીવા આવી જતો..

સિગારેટ નું પેકેટ લઈ ગાડી ને હંકારી દીધી..નરોડા પાટિયા ક્રોસ કરીને ને ગાડી હીમતનગર બાજુ રવાના થઈ.... રસ્તામાં મે બૃજેશ સાથે વાતો કરતાં કરતાં હીમતનગર શામળાજી ચોકડી પર આવી ગાડી ઊભી રહી.. બન્ને બહાર નીકળી હોટલ પર ચા પીધી અને સિગારેટ સળગાવી પૂરી કરી ગાડી ને શામળાજી બાજુ હંકારી દીધી...

લાંબુ અંતર કાપ્યા પછી બૃજેશ થી ના રહેવાયું તો પૂછી લીધું કે આપણે ક્યાં ઊભા રહેવાના આજે...

“ એ તો ગાડી ને ખબર એને ક્યાં ઊભું રહેવું છે “ કહી સંઘર્ષ ખડખડાટ હસ્યો....

જો કે આ નવું નહોતું બિરજુ અને સંઘર્ષ ના સર્કલ ના બધા મિત્રો માટે કાયમી હતું.. એક ખાસ વાત હતી આ મિત્રો માં કે ગમે તે મિત્ર ક્યાક સાથે આવવાનું પૂછે તો બીજો મિત્ર ક્યાં જવાનું છે એ પૂછ્યા વગર જ સાથે નીકળી જતો હતો અને એમય સંઘર્ષ ની વાત આખી અલગ હતી.. રવિવાર ના દિવસે ક્યાં જવાનું છે એ તો ખુદ સંઘર્ષ ને પણ ખબર ના હોતી. બસ ગાડી લઈને નીકળી જવાનું અને જ્યાં મન મને ત્યાં ફરી લેવાનું..

છેવટે શામળાજી પહેલા એક જગ્યાએ ગાડી ઊભી રહી..બાજુ માં ગાડી જાય એવી જગ્યા જોઈ સંઘર્ષે ગાડી અંદર લીધી અને બહાર નીકળી બાજુ ના પડહ ની એક ટેકરી તરફ ઉપડી ગયો.. બ્રિજુ પણ તેની પાછળ પાછળ ગયો અને પહાડ ની એ ટેકરી પર પહોચતા જ સંઘર્ષ બે હાથ ખુલ્લા કરીને પહાડો ની આજુબાજુ ના ખેતરો માથી આવતી ઠંડી હવા ને જાણે પોતાના આત્મા માં ભરતો હોય એમ ઊભો રહી ગયો.. બિરજુ સમજી ગયો કે આજે આખો દિવસ આ પથરાઓ ની વચ્ચે જ પસાર કરવો પડશે... બધા માટે આ પથરા હતા પણ સંઘર્ષ માટે કુદરત ની અપ્રતિમ ભેટ.. કુદરત ની બનાવેલી વસ્તુઓ માં પહાડ સંઘર્ષ ના જીવન માં સૌથી મહત્વ ની રચના હતી. પોતાની પ્રેમિકા માટે એક નવા પ્રેમી માં રહલા પ્રેમ ના જેટલો જ પ્રેમ સંઘર્ષ ને પહાડો પ્રત્યે હતો.. ગમે ત્યાં જાય પણ જો કોઈ જગ્યાએ પહાડ દેખાઈ જાય એટ્લે વર્ષો પછી પોતાની પ્રેમિકા ને મળીને એક પ્રેમી જેટલો પ્રફુલિત થાય એવો જ આનદ સંઘર્ષ ને પહાડો જોઈને થતો હતો.. પહાડો ને જોઈને સંઘર્ષ ની મન ઊછળવા લાગતું. ગમે તેટલા ટેન્શન માં પણ પહાડો સંઘર્ષ ને આનદ આપી સકતા હતા અને એટ્લે જ ક્યારેક ક્યારેક તો એના મિત્રો ને પહાડો ની ઈર્ષા થતી.. એ હમેશા વિચારતો કે માણસે કોઈ ગુરુ બાનવવા ની જરૂર જ નથી..આ પહાડો ને એકવાર સમજવા લાગે તો એનાથી વધારે જ્ઞાન કોઈ આપી શકે જ નહીં.. અડગતા, સ્થિરતા, અચલતા , ધૈર્ય અને કોમળતા બધુ જ તો હોય છે પહાડો માં અને માણસ ને આટલા ની જરૂર હોય છે એક સારું જીવન જીવવા માટે. ગમે તેવા આંધી તોફાન ને પાણી ના પ્રવાહ ની સામે પણ અડીખમ થઈને ઊભા રહેતા આ પહાડો જીવન માં આવતી મુશ્કેલીઓ માં પણ અડગ રહેવાનુ શીખવે છે.. એ શીખવે છે કે જો તમે અડગ રહેશો તો આવનારા તોફાન કે મુશ્કેલીઓ પોતાનો રસ્તો બદલી દેશે અને સાચી વાત છે પાણી નો પ્રવાહ હોય કે પવન નું તોફાન એક પહાડ વચ્ચે આવે એટ્લે એમને બાજુ માં થઈને જ આગળ જવું પડે. સામાજિક બંધનો અને સંબંધો માં ઊભી થતી અસ્થિરતા વખતે માણસે પહાડો પાસે થી શીખવું જોઈએ સ્થિરતા જાળવી રખવાનું.... જીવન માં નોકરી વ્યવસાય કે અન્ય બાબતો મળતી નિષ્ફળતા વખતે માણસે પહાડો ની જેમ ધૈર્ય ધારણ કરી લેવું જોઈએ.. ના જાણે કેટલાય વર્ષો સુધી એક તપસ્વી ની માફક ધૈર્ય ધારણ કરીને ઊભા રહે છે ત્યારે એ આકાશ સુધી પહોચવા વાળા હિમાલય બને છે.. જીવન માં ઉપર ઉઠવા માટે કે આગળ વધવા માટે ધૈર્ય હોવું જરૂરી છે કારણ કે ઉતાવળા પણું તો ક્યારેક ઊંડી ખાઈને માં નાખી દેતું હોય છે.. અડગતા, સ્થિરતા હોવા છતાં પથ્થરો નું રદય તો ફૂલો જેવુ કોમલ જ હોય છે..વરસાદ ના પ્રેમ રૂપી બે ફોરાં નો સ્પર્શ થતાં ની સાથે જ પોતાના રદય ને ચીરીને નવા અંકુરો ને ખિલાવતા પહાડો એ નવા અંકુરો ના છાઇ જવાથી કેટલા હરિયાળા અને રમણીય લાગતા હોય છે..માણસે પણ રદય ની કોમળતા સાચવી રાખવી જોઈએ. ભૌતિકવાદ ના આ સમય માં માણસ માં જે વસ્તુ નો સૌથી વધુ અભાવ છે એ છે રદય ની કોમળતા. ભાગભરી જિંદગી માં ઠોકરો ખાઈ ખાઈ ને માણસ મુશ્કેલીઓ સામે લડવા માટે ની અડગતા અને સ્થિરતા તો મેળવી લે છે પણ એ અડગતા વધતાં રદય ની કોમળતા ગુમાવી બેસે છે અને જીવતો જાગતો પત્થર બની જાય છે..

બિરજુ સેલ્ફિ લેવામાં જ વ્યસ્ત હતો.. જો કે આવો શોખ સંઘર્ષ ને નહોતો.. એ હમેશ કહેતો કે જો તમારે કુદરત ની વચ્ચે રહીને મજા માણવી હોય ને તો આ કેમેરા થી દૂર રહેવું જોઈએ નહીં તો બધી મજા કુત્રિમ બની જશે અને તમારું ફરવાનું ફોટા ની જેમ ફક્ત જડ બની જશે..

લાય ચાલ થોડા ધુમાડા કાઢીએ.. સંઘર્ષ નો અવાજ આવતા બિરજુ એ તરફ ગયો..

બન્ને એ સિગારેટ સળગાવી અને એક પથ્થર પર જઈને બેઠા..

બિરજુ.. તને ખબરછે એવું કહેવાય છે કે એક સમયે આ પહાડો માં બહુ વાઘ હતા.. સંઘર્ષ બોલી રહ્યો હતો..બિરજુ કે એના મિત્રો માટે આ નવું નહોતું.. સંઘર્ષ ક્યાં સમયે મસ્તી કરે અને બીજી જ ક્ષણે ગંભીર બની જવાની આદત લગભગ બધા મિત્રો ને ખબર હતી..

અરવલી ની આ પર્વત માળાઓ માં બિરાજમાન માં અંબે ના પ્રતાપે આખીય પર્વત માળાઓ વાઘ ની ત્રાડ થી ગુંજતી હતી અને માં જ્યારે જરૂર પડે ત્યારે એની સવારી લઈ ભક્તો ના દુખ દૂર કરવા નીકળતા હતા..

બિરજુ ને આમતેમ જોતાં સંઘર્ષતાડૂકયો.. એ ....... ત્યાં શું જોઈ રહ્યો છે બે..

હા.. શું કહેતો હતો તું.. બિરજુ એ એના તરફ ફર્યો..

ખબર છે તને એ બધા વાઘ ક્યાં ગયા.. સંઘર્ષ સિગારેટ ના ધુમાડા ની સાથે પોતાની હૈયા વરાળ પણ કાઢી રહ્યો હતો.. મારી નાખ્યા.. આપણે એમને મારી નાખ્યા..એમના અસ્તિત્વ ને ખાતમ કરી નાખ્યું આપણાં સ્વાર્થે. આપણે કેટલા સ્વાર્થી છીએ..આપની સુખાકારી અને સગવડો વધારવાના લોભ માં આપણે કુદરત ને ખતમ કઋ નાખી.. અરે આપણે તો ડાયનાસોર જેવા વિશાળકાલ પ્રાણીઓ ને પણ ભરખી ગયા અને છતાં આપની ભૂખ મટતી નથી.. દુનિયા ગ્લોબલ વોર્મિંગ નો શિકાર બની રહી છે છતાં આપણે તો વૃક્ષ, જંગલ, પહાડ નું નિકંદન કાઢવા આગળ ને આગળ વધી જ રહ્યા છીએ..શહેરીકરણ ગામડાઓ ને ભરખી ગયું અને ગામડા ના પતન સાથે જ જંગલો અને ઝાડીઓ ખતમ થઈ ગઈ અને એમાં રહેનારા પ્રાણીઓ નું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું. અને આપણે કેવા ભ્રમ માં છીએ. કા તો આપણે ખુદ નથી સમજતા અથવા તો આપણે કુદરત ને ઉલ્લુ બાનવવા માટે જ આપની સ્વાર્થ વૃતિ ને માનવ વિકાસ નું લેબલ લગાવીને કુદરત નો નાશ કારી રહ્યા છીએ.. ઉપરથી માનવતા અને દયા ના નામ ની રાડારાડ પણ ખરી.

પોતાની સિગારેટ પૂરી કારી બિરજુ ફરી પાસો સેલફી લેવામાં વ્યસ્ત હતો અને સંઘર્ષ બોલે જ જય રહ્યો હતો.

છોડ ને આ બધી માથાકૂટ યાર..આ બાજુ આવ મસ્ત સેલ્ફિ લઈએ.. બિરજુ એ કહ્યું..

સંઘર્ષ ઊભો થયો અને બિરજુ નો મોબાઈલ છીનવી લીધો.. બન્ને જણા થોડી મસ્તી કરી પાછા એક જગ્યાએ પથ્થર પર જઈને બેઠા જ્યાથી અન્ય પહાડો નું રમણીય દ્રશ્ય મન ને આનંદ થી ભરી દેતું હતું.. પહાડો ની વચ્ચે આવેલા ખેતરો માં પથરાયેલી હરિયાળી આંખો ને ઠંડક આપ રહી હતી. દૂર ચરતા ઢોર અને એ ઢોર ને પ્રેમ થી ડચકારો દેતા ગોવાળો ના સુમધુર દેશી ગીતો વાતાવરણ ને વધુ આહલાદક બનાવી રહ્યા હતા.. કુદરત ની આવા મોહક સર્જન માં વિજ્ઞાન હમેશા બાધારૂપ બન્યું છે.. કુદરત ના આવા સર્જન માં ગળાડૂબ થઈ ગયેલા સંઘર્ષ માટે પણ કઈક એવું જ બન્યું.. એકદમ શાંત બનીને કુદરત ના રંગીલા વાતાવરણ માં ખોવાયેલા સંઘર્ષ ના ફોન ની રીંગટોન અચાનક વાગી અને સંઘર્ષ જાણે ગહેરી નીંદ માથી બહાર આવ્યો હોય એમ સચેત થયો.. એના મોઢા પર અણગમાં ના ભાવ ઉપસી આવ્યા અને એ જ અણગમાં સાથે એને ફોન ઉઠાવ્યો...

“ હેલ્લો .. થેન્ક યૂ સંઘર્ષ... એક સુમધુર અવાજ સામે છેડેથી સંભળાયો..

છોકરીઓ ના ફોન નવું નહોતું સંઘર્ષ માટે..રોજ ધંધા ના કામ થી કેટલીય છોકરીઓ સાથે વાત થતી હતી પરંતુ રવિવારે ભાગ્યેજ કોઈ છોકરી નો ફોન આવે . અને એમય પાછું સામે છેડેથી કોઈ નામ લેવાની સાથે આભાર માની રહ્યું હતું એટ્લે સંઘર્ષ માટે આ નવું જ હતું.. પાયલ ત્રિવેદી ..નામ પણ નવું હતું.. પોતાના ક્લાયન્ટ માથી કોઈનું નામ સંઘર્ષ ને યાદ નહોતું આવતું.. સંઘર્ષ વિચાર માં ખોવાયેલો હતો એટ્લે કઈ બોલતો નહોતો ત્યાં સામેથી થી હેલ્લો હેલ્લો બે ત્રણ વાર સંભળાયું એટ્લે સંઘર્ષ વિચારો માથી બહાર આવ્યો અને સામે અભિવાદન કરી વાત કરવા માટે ઓળખાણ પૂછી...

“ ઓહ આટલી જલ્દી ભૂલી પણ ગયા “ સામેથી થી પાયલ બોલી રહી હતી પણ એના શબ્દો જાણે કોઈ પોતાનું બોલી રહ્યું હોય એવા ભાવ થી ભરેલા હતા.. પછી એને જ ઓળખાણ આપી.. અને આખી વાત કરી..

પાયલ એ છોકરી હતી જેની સાથે આગલી રાત્રે જ સંઘર્ષ નો અકસ્માત થયો હતો અને જેને એ દવાખાને લઈ ગયો હતો અને અંત સુધી દવાખાના માં રહ્યો હતો..

ઓહ ગોડ.. સંઘર્ષ ને હવે યાદ આવ્યું કે એ સમગ્ર ઘટના દરમિયાન એ એટલો ટેન્શન માં હતો કે એ છોકરી નું નામ પૂછવાનું પણ ભૂલી ગયો હતો.. પાયલ ની તબિયત ના સમાચાર પૂછી થોડી વાતચીત કરી ફોન પૂરો કર્યો અને પાછો પોતાની મસ્તી માં ખોવાઈ ગયો..

સાંજ થવા આવી હતી પરંતુ સંઘર્ષ નું મન કેમેય કરીને એ જગ્યાએ થી નીકળવા રાજી નહોતું.. છેવટે બિરજુ એકલો જલ્દી થી નીચે ઉતરી ગયો એટ્લે સંઘર્ષે પણ જવું પડ્યું..બંને ગાડી માં ગોઠવાયા અને ઘર તરફ ગાડી હંકારી મૂકી...