Man Mohna - 21 in Gujarati Horror Stories by Niyati Kapadia books and stories PDF | મન મોહના - ૨૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મન મોહના - ૨૧


નિમેશ હોસ્પીટલે પહોંચ્યો કે તરત જ સાજીદની મુલાકાત લઇ એનું નિશાન જોયું. અમરની અને એ સિવાયની બીજી બે લાશના શરીર પર હતા એવા જ બે દાંતના નિશાન સાજીદની ગરદન પર પણ હતા. પાતળી અણીદાર પેન્સિલ ખોસી દીધી હોય એવા એ નિશાન હતા. ફરક માત્ર એટલો હતો કે પેલા લોકો મરી ચુક્યા હતા જ્યારે સાજીદ હજી જીવિત હતો. હવે એ એકવાર કહી દે કે આ નિશાન એની ગરદન પર કેવી રીતે આવ્યા એટલી જ વાર હતી. નિમેશના ચહેરા પર કડવાશ આવી ગઈ, એ સ્વગત બબડ્યો હતો, હવે તું મારાથી નહિ બચી શકે મોહના!

સાજીદને બે બાટલાં લોહી ચઢાવ્યું પછી એ કંઈક ભાનમાં આવેલો. નિમેશ એને કશુંક પૂછી રહ્યો હતો, પોતે કોણ હતો અને અહીં કેમ આવેલો એ બધી વાત એણે સાચેસાચી જણાવી દીધી હતી. એનામાં હવે થોડી માણસાઈ જાગી ઉઠી હતી. પાછલા થોડા દિવસ એણે જે જે વેઠયું એ પછી એનો કુદરતની શક્તિ અને ન્યાય પરનો વિશ્વાસ વધી ગયો હતો. એની ગરદન પરના નિશાન વિષે નિમેશ પૂછી રહ્યો ત્યારે એ ચુપ થઇ ગયો હતો. એની આંખો ભયભીત થઇ ગયેલી. નિમેશ આટલે આવીને ખાલી હાથ પાછો જવા તૈયાર ન હતો એણે સામેથી જ કહ્યું,

“તારી ગરદન પર જે નિશાન છે એ મોહનાએ કર્યા છે ને? બોલીમાર જરાય ડર્યા વગર, કોઈ હવે તને ચુપ રહેવાનું નથી કહેતું. જે સાચું છે એ તું દુનિયા સામે ખુલ્લું કરીદે. મને તારી વાત પર વિશ્વાસ છે બોલ સાજીદ બોલ, આ બધું મોહનાએ કર્યું છે...! એ નોર્મલ સ્ત્રી નથી, કોઈ શેતાન છે. એણે જ તારી ઉપર જુલમ કર્યો છે, તને બંદી બનાવી એના ઘરમાં પૂરી રાખ્યો, એક પુતળાની જેમ તારા હાથપગ વાળીને તને કબાટમાં ભરી રાખ્યો હતો. તું એકવાર એનું નામ બોલ પછી જો હું એને જેલના સળીયા પાછળ ધકેલીને જ રહીશ. કર્નલ ગમે એટલી કોશિશ કરી લે આ વખતે એ મારા હાથમાંથી એમની દીકરીને નહિ બચાવી શકે, હું મોહનાને ફાંસીના માચડે લટકાવીને રહીશ.”

“સ્ટોપ ઈટ, સ્ટોપ ઈટ, યુ ફૂલ! શેતાન મોહના નહિ પણ તું જ છે. એક નિર્દોષ છોકરીને એટલી હદે પરેશાન કરી મૂકી છે એ બિચારી પાગલ થઇ જાય.”

નિમેશની પાછળ આવીને ઊભેલો મન તાડૂકી ઉઠ્યો હતો. ભરતને સાજીદ સાથે વાત કરવી હતી અને આ કામ નિમેશની મરજી વગર શક્ય ન હતું એટલે જ એ સવારે નિમેશના ઘરે ગયેલો ત્યાંથી જાણવાં મળેલું કે એ તો હોસ્પિટલ જવા નીકળી ગયો છે એટલે ભરત પણ સીધો હોસ્પિટલ આવવા નીકળી ગયો હતો. મનના ઘર આગળથી એ નીકળ્યો ત્યારે મન મોહનાની તબિયત પુછવા હોસ્પિટલ જ જઈ રહ્યો હતો. બંને સાથે હોસ્પીટલે આવ્યા ત્યારે ખબર પડી કે મોહનાને રજા આપી દેવાઈ હતી અને એ એના ઘરે હતી. ભરત સાજીદને મળવા એના ઓરડા તરફ ગયો ત્યારે મન પણ એની સાથે હતો અને દરવાજે પહોંચતા જ નિમેશની વાત સાંભળી ઉશ્કેરાઈ ગયો હતો.

“મોહના પર પાગલપનના હુમલા થાય છે, મેં કાલે મારી નજરે એ જોયું અને એનું કારણ તું છે નિમેશ! તમે લોકો ભેગા મળીને એક નિર્દોષ છોકરીને ફસાવી રહ્યાં છો.”

“મોહના અને નિર્દોષ, માય ફૂટ! આપણે અંદરો અંદર આ બધી ચર્ચા કરવાની હવે કોઈ જરૂર જ નથી. સાજીદ એનો શિકાર થયેલો છે અને એ હજી જીવતો છે, એ જાતે કહી દે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી. બોલ સાજીદ, બોલ કે મોહના જ ગુનેગાર છે!” નિમેશ સાજીદની બાજુમાં એની ખુરસી ખેંચીને લઇ ગયો અને એની આંખોમાં આંખો પરોવીને બોલ્યો, “બોલ સાજીદ.”

“મોહના બે ગુના છે.” સાજીદ ધીરેથી બબડ્યો હતો.

“તું ખોટું ના બોલ સાજીદ. તું મોતના મોમાંથી બચીને આવ્યો છે તારું એક સચ કેટલાયની જીંદગી બચાવી શકે છે, સાજીદ..” નિમેશ આઘાતથી પોતાનો આપો ખોઈને ચિલ્લાઈ રહ્યો.

“તું એને ડરાવી રહ્યો છે નિમેશ. હું તારી કન્પ્લેઇન કરીશ.” મન બોલ્યો હતો.

“સાજીદ સાચું બોલ... તારે કોઈનાથી ડરવાની જરૂર નથી.” નિમેશ જાણે કંઈ સાંભળવા જ માંગતો ન હોય એમ સાજીદ પર ચિલ્લાઈ રહ્યો.

“તમે લોકો દર્દીને આરામ કરવા દેશો હવે?” ડોકટરે હવે વચમાં બોલવું પડ્યું. નિમેશ અને મન એકબીજા સામે ગુસ્સાથી જોઈ રહ્યાં હતા, ભરત મનના ખભે હાથ રાખી એને શાંત રહેવા ઈશારો કરી રહ્યો હતો. આ બંનેની લડાઈમાં જે વાત એને પુછવી હતી એ તો રહી જ ગઈ... એણે ધીમેથી સાજીદ પાસે કહ્યું,

“તારે પેલી ગુડિયા વિષે કંઈ નથી કહેવાનું?” ગુડિયા શબ્દ સાંભળતાજ સાજીદ ડરી ગયો હતો, એના ચહેરા પર, એની ચકળવકળ થતી આંખોમાં એ ભય સાફ સાફ દેખાઈ રહ્યો હતો. ભરતે આગળ જઈને સાજીદના કપાળે હાથ ફેરવ્યો હતો, એ સ્પર્શની ભાષા સાજીદ સમજ્યો હતો અને નાના બાળકની જેમ રડી પડ્યો હતો. એ પછી એણે જે ભયાનક ખુલાશો કર્યો એ કોઈનું પણ દિલ દહેલાવી દે એવો હતો...


સાજીદે જે કહ્યું એ એની જ જુબાની સાંભળીએ...

માની લો હું એક ચોર છું. એ દિવસે હું એક ફાઈલની તલાશમાં મોહનાના ઘરે પહેલીવાર ગયેલો. એ ફાઈલના બદલામાં મને રૂપિયા મળવાના હતા. એ વખતે મોહનાના લગનની તૈયારીઓ ચાલતી હતી. હું મંડપ અને ડેકોરેશનવાળાની સાથે જોડાઈ ગયેલો જેથી ગમે ત્યારે એના ઘરે આવજા કરી શકું. મોહનાના રુમમાં જવાનો મોકો મને મળી ગયો. જે દિવસે એનાં લગ્ન હતાં અને બધા મહેમાનો બહાર લગનની વિધિ જોવામાં અને દાવત ખાવામાં વ્યસ્ત હતા ત્યારે. હું આખા ઘરમાં ફરી વળેલો અને ફાઈલ શોધેલી પણ ક્યાંય એ મળી ન હતી. છેલ્લે હું મોહનાના કમરા સુંધી પહોંચ્યો ત્યારે શાદીની બધી રસમો પૂરી થવામાં હતી અને એ કમરાને ફૂલોથી સજાવવા બીજા માણસો ત્યાં આવી ગયા હતા. હું પણ ત્યાં જઈને મદદ કરવાને બહાને તક શોધી રહ્યો હતો. એ તક મને દેખાઈ એ કમરાની બારીમાં. એ કમરામાં એક મોટી, સળીયા વગરની બારી હતી જેની બહાર બગીચો આવેલો હતો. એનો ગ્લાસનો બનેલો સ્લાઇડીંગ દરવાજો અંદરથી બંધ થતો હતો, મેં એ ખોલી નાખ્યો અને બારીમાં બહારના ભાગે ફૂલોની સેર લટકાવવાને બહાને હું એની બહાર પડતા બગીચામાં એક સીડી મૂકી આવ્યો હતો. રાત્રે બધા લોકો નીકળી ગયા ત્યારે હું એ સીડી ચઢીને મોહનાના કમરા સુંધી પહોંચી ગયેલો. મોહના એકલી બેઠી હતી. થોડીવાર રહીને એનો શોહર આવેલો. થોડીવાર બંને જણા એકબીજાને ગળે મળ્યા હતા અને તરત બંને સુઈ ગયા. એમની આવી ઠંડી સુહાગરાત જોઇને મને ખુબ નવાઈ લાગેલી પણ મારા માટે આજ સોનેરી મોકો હતો. હું અંદર ગયો અને બધા કબાટની તલાશી લઇ જોઈ, મને એ ફાઈલ ના મળી. હું ઉદાસ થયો હતો એકવાર થયું કે અમરના કપાળે મારો ઘોડો મૂકી દઉ એટલે એ સામેથી જ મને ફાઈલ આપી દેશે પણ મને એમ કરવાની મનાઈ ફરમાવી હતી, મારા બોસ અફઝલે, અમરને જાણ થાય કે ફાઈલ ખોવાઈ છે કે તરત એ બધાંને ચેતવી દે અને અમારું મિશન ફેઈલ જાય. એટલે જ બીજો રસ્તો હતો એને બ્લેક મેઈલ કરવાનો. એમની સુહાગરાતની વિડીઓ બનાવીને કે મોહનાને કોઈ રીતે ફસાવી કે કિડનેપ કરીને અમર ઉપર પ્રેસર લાવી શકાય. આ બધું મેં સેકન્ડોની અંદર જ વિચારી લીધેલું. એ બાબતે હું પહેલેથી જ ત્વરિત નિર્ણય લેનારો છું. ત્યાં જ મેં અમરનો અવાજ સાંભળ્યો હતો, હું એક બાજુએ ઉભો રહી ગયો. અમરે ધક્કો મારીને મોહનાને નીચે ફેંકી દીધી હતી. એ બેઠી બેઠી એનાં હોઠ પર જીભ ફેરવી હતી. એનાં હોઠ, એનું આખું મોઢું લોહીથી લથબથ હતું. એના ચહેરાં પર એક અજબ શરારત હતી. સાચું કહું તો એને જોઇને હું ડરી ગયેલો. આવો સીન મેં ફિલ્મોમાં જોયેલો, કોઈ ઔરત કોઈના ગાળામાં એના દાંત ઘુસાડીને લોહી પીવે, હું ત્યાંથી ભાગું એ પહેલા જ એની નજર મારા ઉપર પડી હતી. એ મારી સામે જોઈ હસી હતી. એના ઉપરનાં બે દાંત ઘણાં લાંબા અને ચમકતાં હતાં. એ ઉભી થઇ અને મારી સામે જોતી આગળ વધી. હું એક લાંબો કુદકો મારીને ત્યાંથી બચીને ભાગ્યો હતો અને બારી પર ચઢીને નીચે ભૂસકો મારી દીધેલો. બીજે માળથી હું નીચે પટકાયેલો, મારો પગ મચકોડાઈ ગયેલો તો પણ હું ભાગેલો, જીવ બચાવવા માણસ શું ના કરે? એ બારી પર ઉભી ઉભી મને જતો જોઈ રહી હતી. એનો લાંબો પડછયો હું જમીન પર પડેલો જોઈ શકતો હતો, મને થયું જાણે હમણાં એ એનો હાથ લાંબો કરશે અને મને પકડી લેશે! ડરનો માર્યો હું બસ, મુઠ્ઠીઓવાળીને ભાગેલો.” સાજીદ થોડીવાર અટક્યો હતો.


ભરતે પાણીનો ગ્લાસ ભરીને સાજીદ આગળ ધર્યો. સાજીદે આભારવશ નજરે ભરત સામે જોઈ એ ગ્લાસ લીધો હતો અને એકીશ્વાશે એ બધું પાણી પી ગયો. એકધારું બોલવાથી, ડર લાગે એવું યાદ કરીને બોલવાથી એનું ગળું સુકાઈ ગયું હતું. પાણી પી લીધા બાદ એણે મન અને નિમેશ સામે જોયું.

“આગળ શું થયું સાજીદ? તું મોહનાથી એટલો ડરેલો હતો છતાં ત્યાં ફરીથી કેમ ગયો?” નિમેશ પાછો સવાલ કરવા લાગ્યો. એને હવે આ કેસ સોલ્વ કરવાની ઉતાવળ આવી હતી.

સાજીદ હસ્યો હતો થોડું. એની સામે એક પોલીસવાળો ઉભો હતો. જો કોઈ બીજો વખત હોત તો એ ગમે એટલો માર સહન કરી લેત પણ જુબાન ના ખોલત જ્યારે આજે એની પાસે છૂટકો જ ન હતો, નિમેશ આગળ બધું સાચું કહ્યા સિવાય. એણે ફરીથી પોતાની વાત શરુ કરી.
હું અમારી ગેંગનો એક ચોર છું. જ્યારે પણ કોઈ વસ્તુ તફડાવવાની હોય ત્યારે મને જાણ કરવામાં આવતી. એ વસ્તુ શું છે, કોને અને શા માટે જોઈએ છે, એ સવાલો મારે પૂછવાના નથી હોતા. અહી પણ હું એક ફાઈલ ચોરવા આવેલો. એના બદલામાં મને રૂપિયા મળવાના હતા. મેં મારા બોસને બધી વાત કરી હતી. મોહનાના રૂમમાં જવાની ચોખ્ખી ના કહી હતી પણ, એ ના માન્યો. મારી મદદ માટે એણે લતીફને સાથે લઇ જવા કહ્યું. સવાલ જો ફક્ત મોહનાનો જ હોય તો એની ઉપર નજર રાખી એ જ્યારે ઘરમાં ન હોય ત્યારે જવાનું કહેલું. એની આ વાત મારાં ગળે ઉતરી અને મેં મોહનાના ઘર પર નજર રાખવાનું ચાલુ કર્યું. તમારા ત્રણેય ઉપર પણ મારી સતત ચોકી હતી. હાઇવે પર આવેલી હોટેલમાં તમારી વાતો સાંભળી મને લાગ્યું કે હવે મારું કામ થઇ જશે. મોહના લાયબ્રેરી જવાની છે અને એજ વખતે મન પણ ત્યાં હાજર રહી એની સાથે સમય પસાર કરશે એ જાણી હું ખુબ ખુશ થઇ ગયો હતો. લતીફ સાથે હું મોહનાના ઘરમાં ટેલીફોનની લાઈન ચેક કરવાને બહાને ઘુસ્યા હતા. અમારા સદનસીબે એ વખતે ઘરમાં ખાસ કોઈ માણસો હાજર ન હતા. બે ગાર્ડ દરવાજે હતા, ડ્રાઈવર મોહના સાથે બહાર હતો, કર્નલ દિલ્હી ગયેલો અને માળી એની ઓરડીમાં સુતો હતો. મહારાજને વાતોમાં ફસાવી લતીફ નીચે રહ્યો અને હું ઉપર પહોંચી એક પછી એક કમરાની તલાશી લઇ રહ્યો. મને એ ફાઈલ ના મળી. છેલ્લે નાછૂટકે હું મોહનાના રૂમમાં ગયેલો... જવું પડેલું! એનું કબાટ ફેદતો હતો ત્યારે... એમાંથી મને એક ઢીંગલી મળેલી. દુલ્હનના વેશમાં સજાવેલી એ ઢીંગલી ખૂણામાં પડી પડી જાણે મારી સામે જ જોઈ રહી હોય એમ મને લાગેલું. ખબર નહિ કેમ પણ મેં એ ઢીંગલી ઉઠાવી હતી. એ મારી સામે જોઈ હસી હોય એમ મને લાગ્યું. હું એની તરફ આકર્ષાયો હતો. મેં એના ગાલે હાથ ફેરવ્યો હતો અને,
સાજીદની આંખોમાં પાછો ભય ડોકાયો હતો. એ જાણે હજી એ દિવસે અનુભવેલુ નજર સામે જોઈ રહ્યો એમ બોલતો હતો...