ચેન્નઈ એક્સપ્રેસ હવે ધીરે ધીરે ગતિ વધારી રહી હતી, દૂર દૂર સુધી દેખાતા પહાડો અને લીલીછમ હરિયાળી એકબીજાને મળી રહ્યા હતા.
બહારનો અવાજ A3 ડબ્બામાં ધીરે ધીરે ઓછો થઈ ગયો હતો.
અસ્થાના સાહેબ વિકાસની કહાની સાંભળી રહ્યા છે, વિકીનું અફેર સુચિત્રા નહિ પણ અફસાના સાથે છે એવું કહી અને કહાની આગળ કહે છે. અસ્થાના સાહેબ ના મગજમાં બેચેની વધતી જતી હતી.
"શું થયું અસ્થાના સાહેબ, તમેં શોકમાં કેમ ડૂબી ગયા, અરે આ તો બસ કહાની છે અને કહાની મારી છે, મને જેમ ગમે તેમ કરું..!"
અસ્થાના સાહેબ પોતાનું ખુલેલું મોં બંધ કરતા બોલ્યા " હા...હા.. સંભાળવો સંભળાવો કોઈ ચિંતા નથી."
તો પ્લાનિંગ તો મે પૂરેપૂરી કરી નાખી હતી, પણ મારે જોઈતો હતો એક મોકો, અને આ અવસર મને એ દિવસે મળ્યો કે, જ્યારે મારી પત્ની અફસાનાએ એક દિવસ મને કહ્યું કે એ પોતાની છોકરીના બર્થ ડે માટે માર્કેટમાં જઈને કંઇક સમાન ખરીદવા માંગે છે. હું જાણતો હતો કે ત્યાં અફસાના ને મળવા વિકી જરૂર આવશે, અને એ પણ જાણતો હતો કે અસ્થાના સાહેબ પોતાની પત્ની સુચિત્રા ઉપર ખાસ નજર રાખી રહ્યા છે. તો મે અફસાના ને કહ્યું કે હા તું જા એમાં કોઈ વાંધો નથી પણ ગાડી ખરાબ છે. તું એમ કરને કે તારી ફ્રેન્ડ સુચિત્રા ને ફોન કરીદે અને બને જતા રહો અને તને કંપની પણ મળી જશે. મારું તીર નિશાન પર લાગ્યું.
અફસાના સુચિત્રા સાથે ગાડીમાં બેસી ને મોલ પહોંચી તો અસ્થાના સાહેબ નો ડ્રાઇવર નજર જમાવીને બેઠો હતો. ડ્રાઈવરે વિકીને ત્યાં જોયો અને તરતજ અસ્થાના સાહેબ ને ફોન કરી દીધો...
ક્યાં ખોવાય ગયા અસ્થાના સાહેબ, આ એક સ્ટોરી છે."
પાણીની બોટલ ધરતા કહ્યું તો ચેહરા પર એક નકલી સ્મિત આવ્યું
જે પણ કંઈ થયું એ એક ક્રિમીનલ સાયકોલોજીસ્ટ ના મનમાં એક શંકાનું બિજ રોપવા માટે પૂરતું હતું. અને આજ તો સમય હતો આગળનું પગલું ભરવાનો.
એક દિવસ અસ્થાના સાહેબ ની પત્ની સુચિત્રા મારા ઘર પર આવી તો મોકો જોઈને મે એમની બેગ માંથી ફોન કાઢી લીધો.
એમના ગયા પછી મે મારા નંબર પરથી બેતાલીસ વખત મિસ્ડકોલ કર્યા અને અસ્થાના સાહેબના ઘરે જઈ અને નોકરને કહ્યું કે આ ફોન તારા માલિક ને આપી દેજે. માલિક એટલે કહ્યું કે નોકર ફોન અસ્થાના સાહેબ નેજ આપે.
આવુજ બન્યું થોડી વારમાં મારા ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. અવાજ અસ્થાના સાહેબ નો હતો.
મે કહ્યુ હું વિકી, તમે કોણ હાલો...હાલો...
બીજી બાજુ કોઈ અવાજ ન આવ્યો.
ચેન્નઈ એક્સપ્રેસ પૂરપાટ ઝડપે દોડી રહી હતી. કદાચ એટલી ગડપ પણ નહિ જેટલી અસ્થાના સાહેબ ની નસોમાં હેરાની દોડી રહી હતી.
વિકાસ પોતાની હેન્ડ બેગ સાઈડ પર રાખતા બોલ્યો.
તો પછી આવી પાર્ટી વાળી રાત, મારી પત્ની એટલી પણ નાસમજ ન હતી કે પોતાના અશિકને પાર્ટીમાં બોલાવે. એમને ખબર હતી કે, મારી હાજરીમાં એમનું વિકીની સાથે હોવું મારા મન માં શક પેદા કરી શકે છે. એટલે એમણે મહેમાનોની લિસ્ટમાં વિકીનુ નામ નહોતું લખ્યું. પણ હું જાણતો હતો કે અસ્થાના સાહેબ જરૂરથી આવશે. એટલે મે અફસાના ને કહ્યું કે,
" સાંભળ બધી વ્યવસ્થા તો થઈ ગઈ પણ ડીજે વાળાને શોધી રહ્યો છું, બે ત્રણ જગ્યાએ પૂછ્યું પણ બહુ મોંઘુ કહે છે, તું એમ કરને અરે શું નામ છે એમનું હા. .. વિકી એમને બોલાવી લે, તે પણ પાર્ટ ટાઈમ ડીજે વગાડે છે. તારી કોલેજ નો જુનિયર પણ છે કઇંક તો ડિસ્કાઉન્ટ આપી દેશે."
અફસાના ને બીજું શું જોઈએ એમના ચેહરો ચાંદની માફક ખીલી ઉઠ્યો. એજ સમયે વિકીને ફોન કર્યો અને પાર્ટીમાં ઇન્વાઇટ કરી દીધો. અને પાર્ટીમાં બિલકુલ એવુંજ બન્યું જે મે પહેલેથી વિચાર્યું હતું. અસ્થાના સાહેબે વિકીને જોયો અને એમનો શક વિશ્વાસમાં બદલાઈ ગયો.
ટ્રેનના ડબ્બામાં આવતું વાઈબ્રેશનથી અસ્થાના સાહેબ નો ચેહરો એકદમ ફિક્કો પડી રહ્યો હતો. ક્યારેક વિકાસને જોતાં તો ક્યારેક પેન્ટમાં પહેરેલી બેલ્ટ ને સરખી કરવાના બહાને ઉઠતા અને બેસતા. શરીરમાં બેચેની અનુભવાઈ રહી હતી. વિકાસે કહ્યું,
ના માં માથું હલવ્યું અને બોલ્યા " તમે આગળ સંભળાવો"
તો અસ્થાના સાહેબના મનનો શક મે વિશ્વાસમાં બદલી તો નાખ્યો. પણ કોઈના હાથે કોઈનું મર્ડર કરાવવા માટે પૂરતો નહોતો. મર્ડર કરાવવા માટે જોઈએ દિલમાં બેપનાહ નફરત, ખોફનાક ગુસ્સો, અને અસ્થિર મગજનો માણસ.
એટલે મે રમ્યો છેલ્લો દાવ.
નવા વર્ષની આજુબાજુ મે અફસાના ને કહ્યું કે ચાલ આપણે મસુરી ફરીને અવિયે. હું જાણતો હતો કે અફસાના ને મારી સાથે ફરવામાં કોઈ રસ નથી પણ એ ચાલક હતી, તે જાણતી હતી કે જો ના કહીશ તો મારાં મનમાં શક ઉઠશે. તૈયાર થઈ ગઈ.
હું અફસાના અને મારી છોકરી. મસુરી ની હોટેલ બ્લુ લગુનમાં રોકાયા અને પાછા પણ આવી ગયા. થોડા સમય પછી મે એક પબ્લિક ફોનથી અસ્થાના સાહેબ ને ફોન કર્યો અને હોટેલની સર્વિસ નો ફિડબેક માગ્યો.
ગુસ્સાની આગમાં સળગી રહેલ એક ક્રિમીનલ સાયકોલોજીસ્ટ એ વાત ભૂલી ગયો કે નામ બદલીને હોટેલમાં સ્ટે કરવા વાળા કમસે કમ પોતાનો સાચો ઘરનો નંબર તો નજ આપે. તોય એમણે હોટેલ નું એડ્રેસ પૂછ્યું અને ભાગતા ભાગતા હોટેલ પહોંચ્યા. રિસેપ્શન પર જઈને ત્યાં એન્ટ્રી રજીસ્ટર ચેક કર્યું તો ત્યાં તે નામ વાંચ્યું કે જ્યાં હું મારી પત્ની સાથે રોકાયો હતો.
દરવાજા પર ચાઈ વળા એ ટકોર કરી તો વિકાસ બોલ્યો,
અસ્થાના સાહેબ જેમનુ ગળું સુકાય ગયું હતું તે બોલ્યા, " લઈ લઈએ ભાઈ, આપી દે બે ચા."
થોડા સમય પછી અસ્થાના સાહેબ ચા હાથમાં લઇ ને એકીટશે વિકાસને જોયે રાખતા હતા.
વિકાસે હસીને હાથથી ઈશારો કરતા કહ્યું, " અરે, ચા પીવો, ઇટ્સ જસ્ટ સ્ટોરી."
"યા...યા..ઑફકોર્સ ." કહેતા અસ્થાના સાહેબ ગભરાયેલા ચેહરે ચૂસકી ભરી.
તો બસ પછી તો હું પગ પર પગ ચડાવી અને આરામથી બેસી ગયો. કેમકે બાકી નું કામ તો અસ્થાના સાહેબ કરવાના હતા. ને આવુજ બન્યું.
જાન્યુઆરી મહિનામાં મને ખબર પડી કે વિકિની ખોવાઈ જવાની રિપોર્ટ લખાય છે. પોલીસે બહુજ તપાસ કરી પણ ક્યાંય કશુજ ના મળ્યું. મે મનમાં જ અસ્થાના સાહેબનો આભાર માન્યો. મારા દુશ્મનનો ખેલ ખતમ પણ થઈ ગયો હતો, અને મારા હાથ પર ખારોંચ પણ નહોતી આવી.
"એન્ડ ધીસ ઇસ વૉટ, આઈ કોલ પરફેક્ટ મર્ડર"
અસ્થાના સાહેબના હાથમાં ઠંડી પડેલી ચા નો કપ હતો. ચેહરા પર ખામોશી અને આંખોમાં લાલી. છેલ્લા અડધા કલાકમાં એમને એક પણ વખત પોતાની મૂછોને તાવ નહોતો આપ્યો. બારીની બહાર જોયું તો પુને રેલ્વે સ્ટેશન આવી ગયું હતું. બહાર પ્લેટફૉર્મ પરનો શોર હવે ધીરે ધીરે અંદર આવી રહ્યો હતો.
"તો અસ્થાના સાહેબ મારું સ્ટેશન તો આવી ગયું."
ટ્રોલી બેગ નીચેથી ખેંચીને બોલ્યો. " હું તો અહીં જ ઉતરી જઈશ, તમે કદાચ આગળ જવાના હશો.?"
" વિચારજો અને ફેંસલો કરી લેજો કે કોની કહાનીમાં મર્ડર પરફેક્ટ છે..આફ્ટર ઓલ ઇટ જસ્ટ એ સ્ટોરી.."
" હા.. હા..વેલ ઇટ વોઝ નાઇસ મિટિંગ યુ, વિકાસ"
અસ્થાના સાહેબે તૂટેલા શબ્દોમાં કહ્યું તો વિકાસે કહ્યું,
" આમ તો મારી આજે રાત્રે ફ્લાઈટ છે, પણ દુનિયા બહુજ નાની છે, અસ્થાના સાહેબ નસીબ મેળવશે તો ફરી મળીશું. ગુડ બાય.."
જિંદગીમાં અમુક લોકોને ભગવાન ક્યારેક જ મુલાકાત કરાવે છે પણ તેમની જલક હંમેશા યાદ રહે છે.
અસ્થાના સાહેબ પણ વિકાસને જતા જોઈ રહ્યા હતા, પણ આ નાનકડી સફર એ ક્યારેય ભૂલવા ન હતા. વિકાસ ના ગયા પછી પોતાની સીટ પર થોડો સમય આંખ બંધ કરી ને બેઠા.
જ્યારે ટ્રેન ચાલવા માંડી તો આંખ ખોલી અને માથું જોર થી ડાબી જમણી બાજુએ ફેરવ્યું. ગાલ ફુલાવીને એક ઊંડો શ્વાસ બહાર કાઢ્યો. આંખોના ભુવા ઊંચા કરી અને આંખો ખોલી, થોડીવાર પહેલાં જે થયું હતું એમની એક એક જલક એમની નજર સામે ફરી રહી હતી.
"થેંક ગોડ, ઇટ વોજ જસ્ટ એ સ્ટોરી."
તે બોલ્યા અને બાજુમાં રાખેલું છાપુ પાછું વાંચવા લાગ્યા.
પણ વિકાસની વાતો એમના કાનમા ગુંજી રહી હતી અને પોતાની જાતને છાપામા પરોવી રહ્યા હતા. અડધા કલાકમાં ટ્રેન આગળ નાં સ્ટેશન પર પહોંચી.
થોડા સમયમાં એક અવાજ થયો તો તે પલટીને જોયું. એક નવયુવક હતો કે જેમણે એક લેપટોપ બેગ લઈને આવી રહ્યો હતો.
અસ્થાના સાહેબે પણ હલોના ઈશારમાં માથું હલાવ્યું.
એ ચોત્રીસ પાત્રીસ વર્ષના યુવાને પોતાનો સમાન સેટ કરી અને સામેની સીટ પર બેસી ગયો.
સીટ પર રાખેલી અસ્થાના સાહેબ ની નોવેલ ઉઠાવવાની કોશિશ કરી તો અસ્થાના સાહેબે તરતજ બુક ખેંચી લીધી.
" છે કોઈ,..પણ બહુજ એવરેજ છે.."એમણે બુક બેગમાં મૂકતા કહ્યું.
"બહુ ભીડ હતી આજ, અરે કોઈ goverment જોબ ની એક્ઝામ હતી." યુવાન બોલ્યો.
" જી...જી.." અસ્થાના સાહેબ સામે જોયા વિનાજ બોલ્યા.
" મારે તો કલ્યાણ થી જ બેસવાનું હતું, ટીકીટ પણ ત્યાંથી હતી, પણ પ્લેટફોર્મ પર ભીડ એટલી હતી કે ટ્રેન જ મિસ થઈ ગઈ."
અસ્થાના સાહેબ ફરી ચોંકી ગયા,
" શું, તમારી ટીકીટ કલ્યાણ થી હતી.?"
"જી, બાય કાર અહીંયા આવ્યો ત્યારે મને આ ટ્રેન મળી, બાકી તો ચેન્નઈ પહોંચવું બહુ મુશ્કેલ થઈ જાત."
"શું નામ છે આપનું?" અસ્થાના સાહેબે પૂછ્યું.
તો તે બોલ્યો, " વિકાસ, વિકાસ યાદવ".
અસ્થાના સાહેબ ના કાન માં આ નામ બહુ લાંબો સમય ગુંજતું રહ્યું.
એમણે માથું પકડી લીધું, અરે વિકાસ યાદવ આ છે તો પેલું કોણ હતું...?????????
આ સવાલ માથા પર ભમી રહ્યો હતો. એમને આ માણસની એક એક વાત યાદ આવી રહી હતી, એમના હસવાની અવાજ આવી રહી હતી.
" આર યુ ઓકે સર..?" નવા વિકાસે પૂછ્યું જો છાપુ એમના હાથમાં લઈને વાંચી રહ્યો હતો. અસ્થાના સાહેબે ઈશારો કર્યો કે તે ઠીક છે તો તે પાછો છાપુ વાંચવા લાગ્યો.
ત્યારે એમને યાદ આવ્યું કે આ વ્યક્તિએ છાપા પર પેન ચલાવવાની કોશિશ કરી હતી અને કહ્યું હતું કે, પેન ચલાવવાની કોશિશ કરતી વખતે નવાણું ટકા લોકો પોતાનું નામ લખતાં હોય છે..
અસ્થાના સાહેબે કશું પણ કહ્યા વગર છાપુ જુંટવી લીધું. અને છાપાનું પહેલું પાનું જોયું તો અટકેલી પેનની શાહીમાં લખેલું હતું
હવે તમારે કદાચ પહેલો ભાગ વાંચવો પડશે..
આપનો પ્રતિભાવ જણાવવા વિનંતી..આપના રસસભર પ્રતિસાદથી હું એક નવી કહાની લખવા પ્રેરાઈશ...તમે મને પ્રતિભાવ 8780931156 પર પણ આપી શકો છો.