safad lagnjivan - 3 - Last part in Gujarati Classic Stories by Matangi Mankad Oza books and stories PDF | સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - 3 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - 3 - છેલ્લો ભાગ


નીરજા રાધા બંને મા દીકરી શહેર ના એક પોસ એરિયાના આલીશાન ફ્લેટમાં રહેતાં હતા. જે નીરજા એ લોન લઈ ને લીધો હતો. માતા પિતાના નિષ્ફળ લગ્નજીવનની માનસિક અસર નીરજાના દિલોદિમાગમાં એવી ઘર કરી ગઈ હતી કે લગ્નનું નામ પડે અને નીરજાનું મગજ સાતમાં આસમાને ચાલ્યું જાય. ત્યાં સુધી કે કોઈના લગ્નમાં હાજરી પણ આપવાનું ટાળતી હતી. કેટલાં વર્ષો તેણે તેની માને પતિના પ્રેમ માટે વિલખતી જોઈ હતી. સંઘર્ષ અને સમાધાન સિવાય કોઈ ત્રીજી વસ્તુ તેણે રાધાના જીવનમાં જોઈ ન હતી. સમાધાન પણ નામ અપાયેલ જે જિંદગી સજા બની ગયેલ તેને સહેલાઈથી પસાર કરી શકાય તે માટે. નીરજા તો હમેંશા કહેતી કે " મા નબળા લોકો જ સમાધાન કરે" રાધા કહેતી કે "ના સમજદાર લોકો સમાધાન કરે." નીરજા રાધાનો વર્ષો વરસ નો સંઘર્ષ જોઈ ભણવા અને કેરિયર બનાવવામાં લાગી ગઈ હતી. તેણે પહેલે થી જ વિચારેલ કે એક વખત પ ગ ઉપર ઊભી થઈ જાય એટલે રાધાને આ નર્કમાંથી બહાર નિકાળશે. ખૂબ મેહનત કરી રાધા કોલેજ પૂરી થઈ ને CA બની ગઈ સાથે સારા માં સારી બેંકમાં પરિક્ષા આપી ઓફિસર પણ બની ગઈ હતી. સંજ્યમાં કોઈ બદલાવ ન હતો એ જ છોકરીયું સાથે ના લફડા અને દારૂ પીવાનો. ઈચ્છા થાય તો પગારમાંથી ક્યારેક રાધાને આપે બાકી રાધા ટિફિન કરી ને જ તે ત્રણેયનું ગુજરાન ચલાવતી હતી.

નોકરી મળીને મહિનો થઈ ગયો હતો પગાર આવ્યો તે જ દિવસે નીરજા એ એક ફ્લેટ ભાડે લઈ લીધો. બેંક તરફથી ભાડું તો મળવાનું જ હતું અને મહિના પહેલાં જ રાધા ના જેટલાં ટિફિન હતાં તે બધા લોકો ને ફોન કરી જણાવેલ કે આવતાં મહિને થી બીજી કોઈ ટિફિન સર્વિસ શોધી લે. આજે નીરજા વહેલી આવી ગયેલ અને સીધી સામાન ભરવા લાગી રાધા ને પહેલાં થયું કે કદાચ ટ્રેનિંગ વગેરે માં જવાનું હશે. તે નીરજા માટે ચા નાસ્તો કરી નીરજા ને બોલવા ગઈ ત્યાં તો નીરજા રાધા ના પણ કપડાં અને જરૂરી વસ્તુ ભરતી હતી. રાધા એ પૂછ્યું "અરે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ક્યારે પાછા આવશું? મારા ટિફિન નું શું?' નીરજા એ સામાન પેક કરી સાઈડ પર રાખ્યો. રાધાને ખુરશી પર બેસાડી પછી કહેવાનું શરૂ કર્યું "મા તારી પોણી જિંદગી સંસ્કાર, સંધર્ષ અને સમાધાન વચ્ચે પૂરી થઈ ગઈ ખરું ને ? બીજા માટે જીવવા માં તારી અંદર પણ શ્વાસ ચાલે છે તે તું ભૂલી ગઈ છો. તારા જીવનના અમૂલ્ય વર્ષો તે મારી પરવરિશ પાછળ ખર્ચી નાખ્યા હવે આ જે ખર્ચો કર્યો છે તે વસૂલવાનો સમય આવી ચુક્યો છે. તારી આ નીરજા હવે પોતાનો અને તારો સંપૂર્ણ ભાર ઉપાડી શકે એટલી સક્ષમ થઈ ચુકી છે હવે અહીં મરી મરી જીવવાનો સમય ચાલ્યો ગયો છે. હવે તારી બાકી નું જીવન લોકો શું કહેશે માં નહીં તને શું ગમશે માં કાઢવાનો આવી ગયો છે. " "પણ બેટા તારા પપ્પા ને મૂકીને કેમ આવું" રાધા ના અવાજમાં ગર્વ સાથે એક હિચક પણ હતી. "મા એ માણસ ન તો મારો બાપ છે ન તો તારો વર, જો તે રિપોર્ટ ન બદલ્યા હોત તો કદાચ આજે હું હોત પણ નહીં" રાધા ને નવાઇ લાગી કે નીરજા ને આ વાત કેમ ખબર પડી. "હા મને ખબર પડી ગઈ છે, કારણ ગયા મહિને હું એક કાગળ શોધી રહી હતી મારા ઓફિસ માં જમા કરાવવા ત્યારે તે રિપોર્ટ હાથમાં આવ્યો. સાથે બીજો રિપોર્ટ હતો એટલે હું તપાસ કરવા તે હોસ્પિટલ ગઈ હતી. જોગાનુજોગ તે જે નર્સ આગળ રિપોર્ટ બદલાવેલ તે નર્સનો નોકરીનો છેલ્લો દિવસ હતો, મેં રિપોર્ટ બતાવી બધી વાત પૂછી તો તેને બધું જ જણાવ્યું. આમ પણ મારા બાળમાનસ માં છપાયેલ હતું જ કે મને તારી સિવાય આ દુનિયામાં કોઈ પ્રેમ નથી કરતું , કારણ ક્યારેય ખબર ન પડતી. હવે ખબર પડી ગઈ બસ ત્યારથી નક્કી કરેલ કે હવે આ ઘરમાં મારે રહેવું જ નથી." "બેટા પણ" રાધા એ અચકાતાં કહ્યું"પણ નહિ બહુ પણ થી જીવન કાઢ્યું". "આપણે આજે જ રાત્રે પેલો માણસ ઓફિસ થી આવે ઍટલે ફ્લેટમાં ચાલ્યા જશું " "બેટા એ તારા પિતા" રાધા અટકી ગઈ કારણ તે પણ સમજતી હતી કે નીરજા જે કરી રહી છે તે સ્વાભાવિક છે.

સાંજે સંજય આવ્યો અને રોજની જેમ તૈયાર થઈને કલબમાં જવા નીકળતો હતો ત્યાં રાધા એ ચાવી આપી ઘરની અને લોકરની , કેટલાં વર્ષો થી જરૂરી જ વાતો નો સંબંધ રહી ગયેલ એટલે બીજું કંઈ કહેવા કરતાં મૂંગા ચાલ્યા જવાનું જ રાધાને યોગ્ય લાગેલ. આજે જોતાં જોતામાં પાંચ વર્ષ થઈ ગયા હતાં સંજય ને અફસોસ થયો જ ન હતો. નીરજાની પણ બદલી થઇ ગઇ હતી મેટ્રો શહેરમાં અને ત્યાં તેણે પોતાનું ઘર પણ લઈ લીધું હતું. રાધાને તેની કડવી યાદો થી બહુ દૂર લઈ ગઈ હતી. રાધાના દરેક શોખ ને તેણે ફરી જીવંત કરી દીધાં હતાં. સોશ્યલ મીડિયા દ્વારા રાધાના જૂના મિત્રો નું ગ્રૂપ પણ બનાવી દીધું હતું. (#MMO) સંજય શું કરે છે તે પાછું વળી રાધા ન જોવે તેનો પૂરતો ખ્યાલ રાખતી હતી. ડાયવોર્સ લેવાની વાત કરી હતી પણ કાગળ ના જ રહેલાં સબંધોને સંસ્કારના નામે કાગળ પર જાળવી રાખવા ની રાધાની ઈચ્છા નું નીરજા એ માન રાખ્યું હતું.
સાંજ પડવા આવી નીરજા ઓફિસ થી આવી ગઈ હતી. રાધા એ નીરજા ને જમવાનું આપતાં કહ્યું કે "હું તને ફોર્સ નહીં કરું લગ્ન કરવા માટે પણ મારા નસીબ નો ભાર તારા જીવનમાં પડછાયો બનીને ન રહેવા દે, તું આવતાં અઠવાડિયાની રજા મૂકી દે જે આપણે બંને ગોવા ફરવા જવાનું છે આ ટિકિટ ને હોટલ બુકિંગ" રાધા એ નીરજા ના હાથ પર એક કવર મુકતાં કહ્યું .

(#સમાપ્ત)