"કયારેક હારવાની પણ તમારે તૈયારી રાખવી જોઈએ.
અને,જીતવાના પ્રયાસ તમારે છોડી દેવા ન જોઈએ"
લી. કલ્પેશ દિયોરા.
પણ,હું કવ તે તું સાંભળ આપડા ગ્રુપમાંથી કોઈને પણ આ વાતની ખબર પડવી જોઇએ નહીં કે આપડી પાસે
રેગીસ્તાનનો જાણકાર છે તેની પાસે પૂરતી માહિતી નથી.નહીં તો દરેકની અંદર ડર પેદા થશે.અને એ ડર
આપણને આગળ નહીં વધવા દે.જેવી સ્ફૂર્તિ તારી પેહલા હતી તેવી સ્ફૂર્તિ તું અત્યારે ફરી વાર ઊંટની સવારી કર ત્યારે પણ હોવી જોઈએ.
હા,મિલન....!!!!
************************
આગળ જોઈએ કોઈ સારુ ગામ આવે તો તે ગામમાં રેગીસ્તાનનો જાણકાર હોઈ તો આપણે તેની સાથે લઇ લેશું.અને હા,તને ફરીવાર યાદ અપાવી દવ કે
જેવી સ્ફૂર્તિ તારી પેહલા હતી તેવી સ્ફૂર્તિ તું ઊંટની સવારી કર ત્યારે હોવી જોઈએ..
હા,મિલન....!!!!
બપોર થવાને થોડી જ વાર હતી.સવારમાં વહેલા નીકળ્યાં હોવાથી ભૂખ પણ બધાને કડકડતી લાગી હતી.વાટ જોઈ રહિયા હતા,કે કોઈ સારી જગ્યા આવે તો જમી લઈએ.બધા પાસે જમવાનું પણ હતું.
બે દિવસનો નાસ્તો લઈને જ હોટલ પરથી નીકળ્યાં હતા.બે દિવસ પછી હોટલ પર ફરી પાછુ જવાનું હતું.
અને એ પછી રેગીસ્તાનના થારની ઉત્તર બાજુ જવાનું હતું.
જીગર મને તો હવે કડકડતી ભૂખ લાગી છે.કોઈ સારી જગ્યાએ આ ઊંટને ઉભા રાખીને આપણે જમી લઈએ.
હા,કિશન મને પણ..!!!
પણ,આ મિલન ઊંટને ઉભા જ નથી રાખતો.થોડીવાર પણ..!!!આની ઉપર બેસી બેસીને પણ હવે થાકી ગયા છીએ.કિશન મારાથી હવે આ તડકો સહન નથી થતો.બપોર બે વાગી ગયા છે,તમે ઊંટ પણ થોડીવાર ઉભા નથી રાખતા.
માધવી બસ હવે થોડી જ વારમાં કોઈ સારી જગ્યા આવે ત્યાં બેસવાનું છે.અને હા,હું રેગીસ્તાનનો જાણકાર નથી.જો જાણકાર હોત તો તને કહી દેત કે બસ સામે જ છે.
ત્યાં જ મિલને કહ્યું સામેની બાજુ એક સારી જગ્યા છે,ત્યાં આપણે બધા એ વિરામ લેવાનો છે.
બધા ને હાશકારો થયો...!!!!
થોડી જ વારમાં ઊંટ ઊભા રહયા બધા એ તે જગ્યા પર કાળઝાળ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો.યાર મિલન મને તો અહીંથી ઉભું થવાનું હવે મન જ નથી થાતું.
હા,તો તું અહીં જ રહી જા માધવીને અમે લેતા જઈએ છીએ.આરામથી તું રહેજે રેગીસ્તાનમાં.
નહીં મિલન મારો કહેવાનો મતલબ એમ છે,કે થાકી ગયા છીએ.અમે તો રેગીસ્તાન વિશે કઈ જાણતા નથી.તું થોડું ઘણું જાણે છે,એટલે અમે તારી સાથે આવિયા છીએ.
હા,કિશન બસ થોડું દૂર એક ગામ છે ત્યાં આપણે રાત રોકાવાનું છે.અને સવારે આપણે ફરી હોટલ પર જવા નીકળશું.આજે આગળ જવાય તેમ નથી.વાતાવરણ પવનને કારણે ખરાબ છે.
મિલન આપણે હોટલ તરફ ફરી જઈએ આગળ નથી જાવું?હા,પણ હવે નહીં જય શકીએ.આગળ એક ગામ છે ત્યાં રોકાવું પડશે.રાત્રિના રોકાણ પછી સવારે નીકળી જશું.હોટલ તરફ જવા..
ત્યાં જમવાનું મળશે ને?
હા,ત્યાં બધી જ વ્યવસ્થા હશે.રહેવાનું અને જમવાનું પણ.તારી માટેની બધી જ વ્યવસ્થા છે.મિલને પેહલા નાનકડા છોકરાને તેની નજીક બોલાવીયો.તું જાણે છે,આજુબાજુના કોઈ ગામનો રસ્તો.
નહીં સાહેબ હું અત્યારે ક્યાં છું,એની પણ મને જાણ નથી.હું હવે તમારી સાથે આવા પણ નથી માંગતો મને ડર લાગે છે.મને એક ઊંટ આપી દો.હું મારી રીતે વહી જશ.મને લાગતું નથી કે હું મારૂ ઘર હવે જોશ.
નહીં તું એવું નહીં કરે તું અમારી સાથે જ રશ.
નહીં સાહેબ હું તમારી સાથે હવે નહિ રવ મને કોઈ રસ્તાની જાણ પણ નથી.
તને કોઈ રસ્તાની જાણ નોહતી તો તારે અમારી સાથે આવું જ ન જોઈએ?
મારા બાપુને દસ દિવસથી મજા નથી.ઘરમાં કોઈ કામ કરવા વાળું બીજું છે નહીં.હું મારા બાપુ જોડે એકવાર અહીં આવેલો પણ આજ મને તે કોઈ વસ્તુ અહીં દેખાતી નથી.શાયદ આપડે બીજો રસ્તો લઈ લીધો હોય તેવું મને લાગી રહ્યું છે.
મિલન શું તું આની સાથે બકબક કરે છે...!!!
મહેશ હું બક બક નથી કરતો આ બધું તારા કારણે છે.
આ છોકરો આપડી સાથે આવવા નથી માંગતો હવે.
તે ડરે છે,અહીંથી આગળ જવા માટે અને પાછળ આપડે જય શકીએ તેમ પણ નથી.અને આગળ કોઈ ગામ છે કે નહીં તેની માહિતી પણ તેની પાસે નથી.
તો શું કરીશું આપડે..?
સાંજ પડે એ પહેલાં આપડે કોઈને કોઈ ગામ ગોતવું પડશે,નહીં તો રેગીસ્તાનમાં જ આજની રાત વિતાવી પડશે.અને સાંભળતું ડર નહીં અમે તારી સાથે છીએ. તારે અમારી સાથે જ આવાનું છે.તું જ અમને અહીં લઈને આવીયો છો.અને તારે જ અમને કોઈ ગામ ગોતી આપવું પડશે.
સારું સાહેબ હું કોશીશ કરીશ...!!!!
*************ક્રમશ**************
રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)