"નિનાદ ,આજે છોકરી જોવા જવાનુ છે હો, સાંજે પાંચ વાગ્યે તૈયાર રહેજે," નિનાદ હજી ચાનો કપ લે ત્યાં મમ્મીએ કહ્યુ, અને નિનાદનો મૂડ ખરાબ થઈ ગયો, પેલા તો નિનાદનુ લગ્ન કરવા માટે હજી મન નહોતુ, બીજુ કરવા તો પ્રેમ લગ્ન જ઼ કરવા એવૂ પણ હતુ, અને રજા આવેકે મમ્મી આવુ કંઇક એને પૂછ્યા વગર ગોઠવી દેતા, એ ગમતુ નહોતુ.
બાકી હતુ તો અત્યાર સુધીમાં પાંચ છોકરી "જોઇ" લીધી હતી કે જોઇ લેવી પડી હતી. પણ એકેમાં રસ નહોતો પડ્યો. સામે પક્ષે હા જ હતી, મુખ્ય કારણ એક જ હતુ સરકારી નોકરી, 55 હજારની સેલરી, ફ્રી ક્વાર્ટર અને ગાડી, ઉપરાંત ભવિષ્ય માં છ આંકડા સુધી પહોંચવાની સેલેરી.
એને પણ ખબર હતી કે એ એના પ્લસ પોઈંટસ છે, પણ એને ઊંડે ઊંડે એવું લાગતુ કે એક જીવન સાથી તરીકે એનામાં હજી સુધી કોઈ છોકરીને રસ નહોતો પડ્યો, નિનાદ મહેતાને નહી જાણે એની સેલરી અને જોબને પરણવા માગતી હતી એ છોકરીઓ.
અણગમા સાથે સાંજે રેડી થયો, મમ્મી સાથે નીકળી પડ્યો. રાબેતા મુજબ સરસ સ્વાગત થયુ, ચા નાસ્તો છોકરીના મમ્મી લાવ્યા. એ રાહ જોઇ રહ્યો હતો ફોરમાલિટી પુરી કરવા માટે, પણ એ હજી આવી નહોતી. છોકરીનો ભાઈ એને ઘર બતાવુ કહીને અંદર લઇ ગયો
માય ગોડ એ મનમાં બબડ્યો. એ જૂલા પર બેઠી હતી. સિમ્પલ ડ્રેસ, નહીવત મેક અપ, ખુલ્લા લાંબા હેર, કાનમાં બુટ્ટી અને હાથમાં એક પાતળી ચેન્ જેવું કૈક બસ, અત્યાર સુધીનાઅનુભવ કરતા કંઇક જુદુ જ સાદગી ભર્યું મહેકતૂ રુપ ચહેરા પર તેજ ત્યાં એનો ભાઈ "આ કાવ્યા, નિનાદ તમે વાતો કરો" એમ ઓળખાણ કરાવીને ક્યાં સરકી ગયો એ વિચારતો રહ્યો. "કાવ્યા મસ્ત નામ છે.."ત્યાં કાવ્યાએ કહ્યુ "નિનાદ બેસો" એ ચેર ખેંચીને થોડુ અસહજ ફીલ કરતા બેઠો.
વાતો શરુ થઈ અને અચાનક એ એક્દમ સાહજિક ફીલ કરવા લાગ્યો. બાજુમાં બે ત્રણ બુક્સ પડી હતી, એનાથી પુછાઇ ગયું "વાંચવાનો શોખ છે?" અને કાવ્યા ખુલતી ગઇ. કાવ્યાએ પુછ્યું " છેલ્લે કઈ બુક વાંચી તમે?" અને એ બોલી પડ્યો.."તત્વમસી." કાવ્યાના ચહેરા પર સ્મીત આવી ગયુ, એણે 10માં ધોરણના વેકેસનમાં પહેલી વાર વાંચી હતી, બીજી વાર હમણા, રેવા રિલીઝ થયા પછી. બન્નેના પ્રિય લેખક, નવલ કથાઓ, વાતો ચાલતી જ ગઈ, કાવ્યાએ કહ્યુ, " આઈ એમ ટોટલ બૂક વોર્મ." નિનાદે કહ્યુ "સેમ પીન્ચ." , ત્યાં ખોંખારો સંભળાયો. મમ્મી, કાવ્યાનો ભાઈ, બધા દરવાજામાં હતા.
નિનાદ ઘડિયાળ જોઇ રહ્યો. ઓહ નો, દોઢ કલાક! પણ એને ખબર જ ન પડી અને એ મલકી પડ્યો. દરેક વખતે થતી એવી કોઈ જ વાત નહોતી થઈ, પણ અંદર જાણે કઈક ઝળહળી ગયુ હોય એવુ લાગ્યુ.
મમ્મી રસ્તામાં એને જોઇ રહી હતી, લાગતુ હતુ મમ્મી ખુશ નથી કે શું? ઘેર પહોંચતાં જ મમ્મી બોલી "ફોન નંબર આ રહ્યો, વાત કરી લેજે."
ચિઠ્ઠીમાં કાવ્યા નો નંબર હતો. મમ્મી એ કહ્યુ " પહેલી વાર એવુ બન્યુકે 'હા' નથી આવી." વ્હોટ? એનાથી ચીસ જેવા અવાજે બોલાઈ ગયુ, મમ્મીએ કહ્યુ "ના પણ નથી આવી, કાવ્યા એવુ કહે છે કે એક મુલાકાતમાં આખી જીંદગી નો નિર્ણય તો. થોડી વાતચીત ને એવુ . જોકે દેખાય છે સરસ."
એણે થોડી રાહત અનુભવી, નંબર સેવ કર્યો અને વ્હોટસ્એપમાં સર્ચ કર્યુ.
એ ઓનલાઈન જ હતી , સ્ટેટસ રસપ્રદ હતુ.. એણે ધડકતા હૃદયે મેસેજ કર્યો. " હાઈ ધીસ ઇસ નિનાદ.' અને સ્માઇલી મૂક્યુ.
રીપ્લાય આવ્યો,' હેલો, સો યુ રિચડ સેફલી " અને નિનાદને બધુ હળવુફૂલ લાગવા માંડ્યુ. મેસેજ રાત્રે , સવારે થતા રહ્યા, ઓહ તો કાવ્યાનુ કહેવું હતું કે "ફરી મળીએ, પણ વડીલો કે જગ્યાના બંધન વગર" એનુ દિલ ઉછળી પડ્યુ, "કાલે? " એણે ફટાફટ ટાઇપ કર્યું. "ઓકે" કાવ્યા એ સ્માઇલી સાથે રીપ્લાય આપ્યો.
નિનાદ ઓફિસેથી ચાર વાગ્યે નીકળી ગયો, પાંચ વાગવાને એક કલાક બાકી હતી , પણ કઇ સમજાતું નહોતું, મમ્મીને વાત કરાય? કે ના કરાય ? છેવટે ના કરી. ગિફ્ટ લઇ જવાય? જલ્દી વિચારવા માંડ્યો. આપોઆપ પગ બુક સ્ટોર તરફ વળ્યા, હમણાં જ પબ્લીષ થયેલી પાંચ બુક્સનું સરસ પેકીંગ કરાવ્યું, અને ફુલ...નક્કી ન કરી શક્યો ..અપાય કે નહીં, છેવટે સફેદ ગુલાબનો બુકે લીધો, ક્યારેય ડેટ પર નહોતો ગયો, જોકે આ ડેટ ક્યાં હતી!
શું થશે એ વિચારવા લાગ્યો. પાંચ ઉપર ચાર મિનીટ થઈ અને એ આવી, દુરથી જ હાથ હલાવ્યા અને જાણે એનુ બધુ ટેન્શન દુર થઈ ગયુ.
નિનાદે ફુલ અને બુક્સ આપ્યા. ફુલ લીધા પણ પેકેટ જોઇને એ અચકાઇ. નિનાદે કહ્યુ " જસ્ટ બુક્સ છે." અને એ ખીલી ઉઠી, ત્યાં ને ત્યાં રેપર ખોલીને જોવા લાગી, નિનાદ એને જોઇ રહ્યો, સી ગ્રીન કૂર્તી અને સફેદ લેગીન. કેટલી સિમ્પલ અને સુંદર લાગી રહી હતી, એને ક્યાંથી ખબર કે આ મારો ફેવરીટ કલર, એણે કાવ્યાને પુછ્યું, કાવ્યાની આંખો વિસ્ફારીત થઈ ગઇ, એનો પણ ફેવરીટ કલર હતો.
સેન્ડવીચ આવી, આઈસ ક્રીમ આવ્યુ...વાતો ચાલતી રહી. કાવ્યાને પણ કોઈ બોયફ્રેન્ડ નહોતો મળ્યો." કૉલેજમાં એ બધા બબૂચક જ હતાં." "એય છોકરાઓ ને માનથી બોલાવવાના. " એણે ડોળા કાઢ્યા, એને ખુદને નવાઈ લાગી, ક્યારેય કોઈ છોકરી સાથે આટલો સાહજીક એ ક્યારેય ક્યાં થઈ શક્યો હતો! કંઇકતો એું હતુ કાવ્યામાં કે એની હાજરીમાં પોતે એક્દમ નિખાલસ, સહજ થઈ જતો.
છેવટે કાવ્યાની મમ્મી નો ફોન આવ્યો તો ખબર પડી કે એણે કોઈ ફ્રેન્ડનુ બહાનુ બનાવ્યુ હતુ. કાવ્યા એ કહ્યુ કે એને એરેન્જ મેરેજના કન્સેપ્ટથી અકળામણ થતી હતી, વિસ, ત્રીસ મિનીટ મળીને આવુ કેમ નક્કી થઈ શકે. અને નિનાદ હસી પડ્યો, કહયુ " સેમ પીન્ચ" આતો મારો પ્રોબ્લેમ હતો. અને બન્ને જાણે એક સુરમાં હસી પડ્યાં. કાવ્યાના ફેમિલીની તો હા જ હતી."બીજુ" કાવ્યા બોલી, "હુ તારી ઘરે આવવા માંગુ છું, એકવાર જોઇ તો લઉ નિર્ણય લેતા પહેલા કે હું એ માહોલમાં ફિટ થઈ સકિશ કે નહીં." નિનાદ ખુશ થઈ ગયો, પણ મમ્મી આવુ નહીં પસંદ કરે ,ચાલો કૈક પ્લાન બનાવી લઈશ. છેવટે ફરી મળીશું કહીને છુટ્ટા પડ્યા.
નિનાદને થયુ બસ જલદી કાવ્યા આવી જાય જીવનમાં, પણ મમ્મીનો સ્વભાવ યાદ આવ્યો એનેે નહી ગમે આ બધુ એને ખબર હતી. છેવટે આઈડિયા આવ્યો. થોડા દિવસ પછી મમ્મીનો જન્મ દિવસ છે, સવારના ઊઠીને પહેલું કામ મમ્મી નજીકમાં આવેલા મંદીરમાં જવાનું કરશે, છેવટે પ્લાન બન્યોકે કાવ્યા પણ કૈક બહાનૂ કરીને અજાણી થઈ ને એ મંદિરે આવે. બસ હવે એ રોજ સાંજ ની જ રાહ જોતો. મમ્મી એપુછતી કે "કેમ મોડુ થાય છે?" તો ઓવર ટાઈમ. ફ્રેન્ડ ને જોવા હોસ્પિટલ એવા કેટલાયે બહાના બતાવતો. કાવ્યાએ તો દાંડિયા કલાસનુ બહાનુ ઉભુ કરિ દીધેલુ, એલિબિ માં એની ફ્રેન્ડ અવની કામ આવતી.
થનગનતા મને એ મોડેથી માંડ સૂતો. સવારે મમ્મી માટે કાલે લાવી રાખેલી. ગિફ્ટ આપી, મમ્મીને આવડૂક નાનુ બોક્સ જોઇને નવાઈ લાગી ખોલ્યું તો આભી બની ગઈ,સોનાના સુંદર એર્રિન્ગસ "તને આટલૂ ,સરસ લેતા ક્યારે આવડી ગયું!" પૂછવા લાગી.
નિનાદ કહે" તમને ગમ્યાને મમ્મી" મનમાં વિચાર્યું, કાવ્યાની ચોઇસ છે એવુ થોડુ કહેવાય.
રેડી થઈને મંદિરે જવા નીકળ્યા, મમ્મીની ખુશી ચહેરા પર છલકાતી હતી, એર્રિન્ગસ સુંદર લાગતા હતાં એના પર.
મંદિરે પહોચયા અને હજી એણે ઘંટ વગાડવા હાથ ઊંચો કર્યો અને કાવ્યા દેખાઈ, એ સ્થિર રહી ગયો જરા વાર, મમ્મીએ તરત જોયું, અને બોલી પડી " આ કાવ્યા અત્યારે અહીયાં આટલે દુર!" ત્યાં કાવ્યા આવી " જે શ્રી કૃષ્ણ આંટી", અને હાથ જોડ્યા. મમ્મી શંકાથી પૂછવા લાગી,"અત્યારમાં અહિયાં?!" તરત કાવ્યા એ એની સહેલી બતાવી,"આ અવનીની માનતા હતી ને તો હુ સાથે આવી, કહે છે કે આ મંદીર બહુ પ્રભાવી છે" મમ્મી ખુશ થઈ ગયા, હા આ મંદીરને તો અમે પણ બહુ માનીએ છીએ, અહિયાં સુધી આવી છો તો ઘરે આવ ને , પાસે જ છે, પણ અવનીને મોડુ થતુ હતુ" અને કાવ્યા એ કહ્યુ હુ થોડી વાર જઈ આવુ, નહીતો આંટીને ખરાબ લાગશે,અને આંટીના એરીન્ગસ જોવા લાગી, બહુ સરસ છે, તમારી તો બાકી ચોઇસ છે આન્ટિ". આંટી એ પોરસાતાં કહ્યુ: " મારા નિનાદની પસંદ છે." અને ઘરે આવ્યાં.
નિનાદને લાગ્યું કે પીન્ક ચુડ઼િદાર પહેરી ને જાણે એની "પોતાની" વર્ષોથી જાણીતી ગર્લ ફ્રેન્ડ આવી છે. કેટલી પોતીકી લાગવા મંડી હતી એ.
કાવ્યા એને જાણે ઇગ્નોર કરી મમ્મી પર જ ધ્યાન આપી રહી હતી, કિચનમાં ચા પણ કાવ્યા એ જ બનાવી, માની જ નહીં, મમ્મીને ચામાં પ્રોબ્લેમ ના થયો હાશ. કાવ્યાના મોં પરથી તો લાગ્યું કે એ મનથી સેટ થઈ રહી છે અહિયાં.
ત્યાં મમ્મીએ કહ્યુ "નિનાદ તારો રૂમ તો બતાવ" અને નિનાદના પેટમાં જાણે પતંગિયા ઊડ્યા. આટલો પ્રેમ કેમ આવી રહ્યો હતો કાવ્યા પર . એ કાવ્યાને લઇને રૂમ માં ગયો અનેંધીરેથી હાથ પકડી ગાલે હળવું ચુંબન કરી લીધુ, કાવ્યા ઇનકાર કરવા ગઇ અનેં નીનાદે કહ્યુ," આમ જ ઘર સુધી તો આવી ગઇ, મારા જીવનની કવિતા. હવે જલદી લગન કરીને આવીજા."અને કાવ્યા નિનાદના આલિંગન માંથી છટકી ને દુર ઊભી રહી, એનાં લાલ લાલ ગાલ અને ઉછળતા શ્વાસ. નિનાદને લાગ્યું જાણે આખા શરીરમાં લોહી ડબલ સ્પીડથી દોડવા લાગ્યુ છે!
મમ્મીએ બહાર ખોંખારો ખાધો, જોયુ તો હાથમાં ગોળ ધાણા, "અર્રે મમ્મી આ શુ? "નિનાદ નવાઈ પામ્યો. મમ્મીનો ખીલી ગએલો ચહેરો હસુ હસુ થતો હતો." છુપે ઋસ્તમ મે કાવ્યાના ઘરે ફોન કરી દીધો છે, તમે તો પ્રેમી પંખીડા નીકળ્યા" આજે સરસ દિવસ છે તો ગોળ ધાણા કરીજ લઇએ, કાવ્યાના ઘરના પણ આવતા જ હશે!" અને મમ્મી ઉતાવળમા જતી રહી.
નીનાદે મસ્તી ભરયા સ્વરે કહ્યુ "નિનાદ મહેતા લવસ યુ, વિલ યુ મેરી મી"? ડબલ મસ્તિ ભરી આંખોએ નિનાદના ગાલે ચીન્ટિયૉ ભરતા કાવ્યાએ કહ્યુ " સેમ પીન્ચ!"