Avaaj - 4 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | અવાજ - 4

Featured Books
Categories
Share

અવાજ - 4

હુગલી નદીના પૂર્વ કિનારે વસેલું એક ઐતિહાસિક શહેર કોલકતા. 1911 સુધી તે ભારતની રાજધાની રહ્યું છે. વિકટોરિયા મેમોરિયલ, હાવરા બ્રિજ, ઇન્ડિયન મ્યુજીયમ,કાલીઘાટ, નિકકો પાર્ક, ઐતિહસિક ઇડેન ગાર્ડન, રોસગુલ્લા, ગુલાબ જાંબુન જેવી જ મીઠી બંગાળી ભાષા? ભારતમાં ઉદ્યોગ ક્રાંતિનો દાતા, અંગ્રેજોએ કોલકતા શહેર જ કેમ પસંદ કર્યું? વેપાર માટે અહીં વિશાળ દરિયા કાંઠો હતો. અંગ્રેજોના સમયની આજે પણ ઠેક ઠેકાણે જાખી પળે છે. કોલકતા એટલે, હવામાં ખરાસ અને ચામડીમાં કાળાશ! બોલીમાં પહેલો અક્ષર હંમેશા ઊંચેથી બોલવું! એટલે જ આપણે જેને કલકત્તા કહીએ છીએ, તે કોલકતા કહે છે. હુંગલી નદીના વિસ્તરમાં માછીમારોની વસ્તી જાજી હતી.તો પાસેની ઝૂંપળપટ્ટીઓમાં દેશના ખૂણે ખૂણેથી આવેલી મજૂર પ્રજા! અહીં ગદંકીવાળા, નળીયા, પતરાઓના કાચા મકાનમાં રહેતા,ચોરી,લૂંટ વેશ્યાવુર્તિ! અહીં બહુ સામાન્ય હતું. ઓનર કિલિંગ અહિ બહુ સામાન્ય હતું. રસ્તાના કાંટાને અહીં સરળતાથી દૂર કરી શકાતું હતું. બાકી સરકારી દફ્તરોમાં ઢીંગલાથી કામ થઈ જતું હતું.

" સુભાષીશ, કી કોરે છે?" સુભાષીશ એ કઈ જવાબ ના આપ્યો. સુભાષીશ વૈભવતી અને વિશ્વનાથની એકની એક સંતાન હતી. વિશ્વવનાથ, એક કંપનીમાં ઠેકો ચાલતો હતો. પોતે ઇંજિનિયર હોવા સાથે સાથે આ રીતે પણ નફો કામાઇ લેતો! કલકત્તાના રિચ વિસ્તરમાં થોડા સમયમાં જ તેનો ભવ્ય બંગલો પણ ખરીદી લીધો હતો. કામનો ઈમાનદાર હતો. એટલે ઘણાની આંખમાં કાંકરીની જેમ ખૂંચી જતો હતો.
લગભગ બધા મજૂર જઇ ચુક્યા હતા. કંપનીની મશીનરી બંધ થઈ ચૂકી હતી. ઘણા બધા ધંધાઓમાંનો એક તેનો આ લઘુ ઉદ્યોગ! તેની કપડાંની મિલ હતી. માન્ચેસ્ટરને પણ ટક્કર આપે તેવા કવોલિટી કાપડ અહીં કલકત્તામાં જ બનતું હતું.
તે કામમાં મશગૂલ હતો. છ-સાત બાંગ્લાદેશી સાથે રઘુ આવ્યો હતો.

"દાદા બે મિનિટ વાત થશે?"
"હા રઘુ, આવ બેસ...." કહેતા તેણે ખુરશી ધરી.

"શું થયું, કેમ તારા ચેહરા પર બાર વાગ્યા છે?"
" દાદા, તમે ખોટૂ કરી રહ્યા છો..."
"હું કઈ સમજ્યો નહિ, ઈકબાલભાઈએ મને અહીં મુક્યો છે. તમને સમજાવા, તમે બાંગ્લાદેશીઓ ને કામ પર રાખી લ્યો.."

"જો રઘુ, હું તમારા ધંધામાં ક્યારે વચ્ચે નથી આવ્યો! ઈનફેક્ટ મને મજુરની જરૂર હોય છે. ત્યારે હું તમને જ સંપર્ક કરું છું. પણ હું બાંગ્લાદેશીઓનો સખત વિરોધ કરું છું. તેને કામ પર રાખી આપણા ભાઈભાંડુંઓ અને દેશને આર્થીક નુકશાન પોહચે છે."

"દાદા, ગંદા હૈ પર ધંધા હૈ, ક્યાં કરે? તમે તો જાણો છો, તેઓ મજૂરી ઓછી હોય છે. ઉપરથી પૈસા તો જે આવતા હોય તેજ આવે છે જેથી બે પૈસા અમે પણ કમાઈ જ શકીએ!"

"રઘુ, હું મારા ઉસુલોનો પાકો છું તે સિવાય કંઈ કામ હોય તો બોલ નહિતર જઈ શકે છે."

"દાદા, આ તમે ખોટું કરી રહ્યા છો, આનું પરિણામ સારું નહીં આવે..."

"પરિણામની ચિંતા છે, એટલે જ બાંગ્લાદેશીઓ ને નોકરીઓ નથી આપતો! રહી વાત તારી અને તારા બે ટકાના ગુંડાની ધમકી તો બધુંક ચલાવતા મને પણ આવડે છે."

"આનું પરિણામ ખરાબ આવશે.... બહુ જ ખરાબ, કહેતા તે બહાર નીકળી ગયો."

નેઉંના દશક નો કલકત્તા! આ અહીં ખૂબ સામન્ય હતું. શુભાષબાબુ આવા લોકો માટે લડ્યા હતા. બૈઈમાંન, બુઝદિલ...

"વૈભવતિ, સુભાષીશ.....ક્યાં છો?"
ઘરનો દરવાજો ખુલ્લો હતો.મા દીકરો બે માંથી એક પણ હજુ દેખાતો નોહતો!

"વૈભવતિ..... સુભાષીશ......" તે દાદરા ચડી રહ્યો હતો. સામેથી કોઈ પ્રત્યુતર ન મળતા તેના ધબકારા વધી ગયા હતા.
તે ધીમેકથી ઓરળામાં આવ્યું, મીણબતીઓ સળગી રહી હતી. અચાનક ઓરળાની લાઈટો શુરું થઈ! તેના મિત્રો,પત્ની, અને કેટલાક સ્વજનો, "હૅપી બર્થ ડે ટુ યુ.." ગાઈ રહ્યા હતા.

વૈભવતિ આગળ આવી..."ડરાવી જ દીધો...." વિશ્વનાથે કહ્યું.

"ચલો, કેક કાપીએ...."શુમોનાએ કહ્યું.

"શુમોના તું અહીં?" શુમોના વિશ્વનાથી કોલેજ સમયની ગર્લફ્રેન્ડ રહી હતી.

"એ બધું પછી, પહેલા આપણે કેક કાપીએ?"

"હા ચલો..." એક નાનકડી હાઉસપાર્ટીનો અંત આવ્યો.

શુમોનાને અમદાવાદમાં જોબ મળી હતી. આજે વર્ષો પછી તેને મળ્યો,આ રીતે મળવાની તેણે સપને પણ કલ્પના નોહતી! આજે તે અહિ જ રોકાઈ હતી. હું અગાશી પર આવ્યો. સુમોના ત્યાં જ હતી.
"બહુ સમય પછી જોઈ, બહુ જ બદલાઈ ગઈ છે."
"તું પણ, કેટલો બદલાઈ ગયો છે, જોને તારે તો હવે કલમના વાળ પણ સફેદ થઈ ગયા છે." તે જોરજોરથી હસી.

"શું કરે છે. તારા મિસ્ટર?"
વિશ્વનાથ પ્રશ્નથી તે ડઘાઈ જ ગઈ .
"હું સિંગલ છું."
"મને માફ કરજે તે દિવસ....." શુમોનાએ વાત વચ્ચે જ કાપી દીધી.

"હું બહુ આગળ નીકળી ગઈ છું. સારું રહેશે આપણા સબંધ માટે કે જૂની વાતોને દફન જ રહેવા દેવામાં આવે..."

"વૈભવતી ખૂબ જ સારી છે. તે આપણા વિશે બધું જાણતી હોવા છતાં,એક અઠવાડિયા પહેલા મને તેનો ફોન આવ્યો! થોડી વાતો થઇ, પછી મને અહીં આવવા માટેનું આમંત્રણ આપ્યું. મેં ના કરી, પણ તે માની નહિ.."

"તું આવી, એ માટે થેંક્યું..." વાતાવરણ થોડો તંગ થઈ રહ્યો હતો.

"શુભાષીશ ખૂબ જ બુદ્ધિશાળી છે. તારા જેવો જ, મારી સાથે ભળી ગયો! આપણા કોલજના ફોટાઓ સાથે જોયા હશે! એટલે જ તે બોલ્યો, આ બીજી મમ્મી છે. વૈભવતિએ પણ તેને રોકયો નહિ! હું તેના રૂમમાં ગઈ ટેપ રેકોર્ડ, રેડીઓ, બધું જ ખુલ્લું પડ્યું હતું. તેણે દૂરબીનને કેમરાની આગળ બાંધ્યો હતો. ખબર નહિ શું કરી રહ્યો હશે, કરવા માંગતો હશે!"

"તે હજુ સાત વર્ષનો છે. તને ખબર છે. તેની જન્મ તારીખ શું છે?"
"ના...." શુમોના ધીમાં અવાજે કહ્યું.

"કુદરત મારી સાથે રમી ગયો.
તેની જન્મ તારીખ 13-4-1992 છે."

"તે મારી સામે જોઇને બોલી! તે વૈભવતીને સિઝરિંગ તો નથી કરાવ્યું ને?"
તે કઈ બોલ્યો નહીં. શુમોનાની ઘણી વાતોના જવાબ તેની પાસે નોહતા...

“એકદિવસ ખૂબ જ મોટો સાઈટીસ્ટ બનશે! વહુ ના લક્ષણ બારણાંમાં અને પુત્રના લક્ષ્ણ પારણાંમાં !” સુમોનાએ કહ્યું!
“ એ તો મોટો થઈને જાતે નક્કી કરશે કે તેણે શું થવું છે!’ વિશ્વનાથે કહ્યું.
“તે ફૂટબોલ રમે છે, સાઇન્સ મેગેજીન વાંચે છે, મના ડેને સાંભળે છે! લાગે છે એની મમ્મી કરતાં વધુ સમય તારી સાથે વિતાવ્યો હશે! તારી જ કાર્બન કોપી છે!” સુમોનાએ કહ્યું.
“ તો તું તે પણ જાણતી હોઈશ કે મૈં તેનું નામે સુભાષીશ કેમ રાખ્યું ?”
“હા, આપણે જ આપના બેબી માટે નામે નક્કી કર્યું હતું, સુભાષીશ,મારિયા “
“વૈભવતીને સારા દિવસો છે, બસ હવે મને મારિયા જોઈએ” તે બોલતા બોલતા રળી પળ્યો. સુમોના પણ પોતાની જાતને રોકી ન શકી!
ટાઈમ મશીનની આજે ખૂબ જ જરૂર હતી.
એક ટાઈમ મશીન આજે હોત તો! તે સમય પાછો લાવી શકાયો હોત! ફરી ભૂતકાળમાં જઈને થઈ ગયેલી ભુલ સુધારી શકાઈ હોત! ફક્ત એક સોરી, આટલા સુંદર સબંધને તૂટતા રોકી શકી હોત! આજે બધો જ ઈગો પીગળી ગયો! આજે અમે પાસે છીએ! કદાચ દુનિયાના નિયમો, નીતિઓ બંધનની ધજીયા ઉડાળી ફરીથી તેને મારી બાંહોમાં લઇ શકું છું. ફરીથી બેફિકરાઈથી તેના હોઠને ચૂમી શકું છું. ફરીથી બાઈકમાં બેસાડી કલકત્તાની સડકો પર ફરી શકું છું,પણ હું એવું નહિ કરું! કદાચ તે પણ નહીં! આજે ટાઈમ મશીનની અમારા સબંધને ખૂબ જ જરૂર છે.....

ક્રમશ