Collage na divaso - Prem ni ek zalak - 12 in Gujarati Love Stories by મનિષ ઠાકોર ,પ્રણય books and stories PDF | કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 12

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 12

કોલેજ ના દિવસો
પ્રેમ ની એક ઝલક ભાગ -12

ત્યારે પૂજા મનીષાને બાજુમાં લઈ જાય છે, તેને મનીષાના ચહેરાં પર પાણી છાંટ્યું પછી મનીષા હોશમાં આવે છે. પૂજા મનીષાને પાણી પીવડાવે છે તે સમય દરમિયાન મનીષા પૂજાને નિશાંત વિશે પૂછે છે ત્યારે પૂજા કહે છે કે મની થોડીવાર તું અહી આરામથી બેસ પછી હોસ્પિટલમાં જશું. કેમ કે અહી લોકો કહે છે કે આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે. તેમાંથી એકનું ઘટનામાં સ્થળે મૃત્યુ થયું છે. પણ બીજાંને પણ હોસ્પિટલમાં માં ખેસડવામાં આવ્યો છે. આટલું સાંભળતાં મનીષાએ ખૂબ રડતી હતી. પણ પૂજા અને મનીષા તે હોસ્પિટલમાં જવા માટે નીકળે છે‌‌. ત્યારબાદ મનીષા અને પૂજા હોસ્પિટલમાં પહોંચીને પૂજાએ હોસ્પિટલમાં જઈને ત્યાંના એક ભાઈને નિશાંતના વિશે પૂછે ત્યારે તે ભાઈ જણાવે છે કે આ આખી હોસ્પિટલમાં કોઈ નિશાંત નામનું પેશન્ટ નથી પછી પૂજા કહે છે કે જે હમણાં અકસ્માત થયો તે પેશન્ટ ક્યાં છે.

ત્યારે તે ભાઈ જણાવે છે કે હા તે ઇમરજન્સી વિભાગ પાંચમાં છે. ત્યારે મનીષા આટલું સાંભળતાં પાંચમાં વિભાગ તરફ ભાગે છે. ત્યારે તેની પાછળ પૂજા પણ મની.... મની.... કહેતી તેની પાછળ જતી હોય છે. પછી મનીષા ત્યાં જોવે છે તો નિશાંતના મિત્રો તે રૂમ આગળ એકઠાં થયાં હતાં. તે સમય દરમિયાન સમીર નિશાંત દોસ્ત મનીષા પાસે આવે છે ને તે કહે છે કે મનીષા જો નિશાંત એટલું સાંભળતાં મનીષા રડી પડી છે. ત્યારે સમીર કહે છે કે કેમ મનીષા રડે છે. ત્યારે પૂજા કહે છે કે કેવા મિત્રો છો આજે તમારો મિત્ર કેવી હાલતમાં છે તમને કંઈ થતું નથી સમીર કહે છે શું થયું મનીષા તને ત્યારે મનીષાએ નિશાંત વિશે માહિતી આપે છે. ત્યારે સમીર કહે છે કે અમને અહી નિશાંતે કોલ કરી ને બોલાવ્યાં છે. મનીષા આટલું સાંભળતાં રડવાનું બંધ કરે છે. અને કહે છે કે નિશાંત ક્યાં છે. તે સમય દરમિયાન એક છોકરો જેના કપડાં લોહીના દાગ વારા હતા તે દવા લઈ આવતો હોય છે. તે નિશાંત હોય છે. નિશાંતને ઠીક જોતા મનીષા શાંત થાય છે ને પછી નિશાંત મનીષા પાસે આવી ને કહે છે કે કેમ રડતી હતી. કેમ આવી હાલત બનાવીશે શું થયું તને.....?

મનીષાએ નિશાંતને હેમખેમ જોતાં તે નિશાંતને ભેટી પડે અને ખુબ રડતી હતી. આ બાજુ નિશાંત મનીષાને પૂછે છે કે શું થયું તને એ જણાવીશ હવે..મનીષા અને પૂજા તે બધી ઘટના વિશે માહિતી આપે છે. ત્યાર બાદ નિશાંત અને તેનાં મિત્રો હોસ્પિટલમાંથી બહાર આવીને ગેરસમજ દૂર કરે છે. પછી નિશાંતના મિત્રો જતાં રહે છે. નિશાંત, મનીષા અને પૂજા એક જગ્યા જઈ ને બેસે છે. તે સમય દરમિયાન નિશાંત મનીષા ને કહે છે તને કેમ ખબર પડી કે હું આ અકસ્માતની જગ્યા હતો. મનીષા કહે છે કે હું તારી ઘડિયાળ અને બાઈક પરથી નિશાંત કહે છે હા મનીષા હું આ અકસ્માત થયો ત્યારે જોયું તો ત્યાં એક છોકરો તેની બાઈક નીચે પડીને તરફી રહ્યો હતો. હું તને મદદ કરવા માટે હું અને બીજા લોકો તે બાઈક હટાવતાં હતા તે સમયે મારી ઘડિયાળ તે બાઈક માં ફસાઈને તુટી ગઈ હસે.

પછી મનીષા કહે છે કે તો તારાં દોસ્તો કેમ આવ્યાં હતાં. તે સમયે નિશાંત કહેશે કે જેમ તે મારા બાઈક જોઈ ને અહી આવી તેમ મારા મિત્રો પણ આવ્યાં હતાં. કેમ કે મારો મોબાઈલ પણ તે સમયે બંદ થઈ ગયો હતો ને વાત ન થતાં તે અહી સુધી આવી ગયાં હતાં. પછી પૂજા કહે છે કે તમારે આજે કોલેજ નથી જવાનું કે શું ?

ત્યારે નિશાંત કહે છે કે આજે તો મનીષા નો બર્થડે છે તો જવું પડશે. પણ હું એ પહેલાં મારા મિત્ર ના હોસ્ટેલ માં જઈ ને આ કપડાં સાફ કરી કરવા પડશે.મનીષા પછી કહે છે હું પણ તારી સાથે આવું.
નિશાંત કહે છે કે હું સીધો કોલેજ આવીશ કેમ કે હજુ મારે બાઈક પણ લેવા જવું પડશે. તે સમયે પૂજા કહે છે કે તો નિશાંત તું મારું આ એક્ટિવા લઈજા અને મનીષાને પણ સાથે લઈજા અને હું કોલેજ ના ગેટ પર છું કોલેજ ની બહાર તમારાં બન્ને ની વાટ જોઈશ ઓકે.નિશાંત તેના મિત્ર દ્વારા બાઈક મંગાવી દે છે. આ બાજુ નિશાંત અને મનીષા હોસ્ટેલ માં જાય છે. પછી તેનાં મિત્ર પાસે કપડાં ના દાગ ધબ્બા દૂર કરવાનો પ્રયત્ન કરે છે થોડાં સમય બાદ પણ તે દાગ બરાબર દૂર થયા ન હતાં. તે સમયે નિશાંત નો મિત્ર તેને બીજા કપડાં આપે ને નિશાંત શર્ટ થોડું મોડું હોવાથી તે તેને સરખું કરતો હોય છે. ત્યારે મનીષા રૂમ માં પ્રવેશ કરે છે. *એને મનીષાએ નિશાંત ને જોવે ત્યાં તો......*

*વધું આવતાં અંકે*
*to continue*
✍? *મનીષ ઠાકોર*✍?