વીર...આ શ્લોકને જોવો તો જરાક આજે પણ તાવ આવી ગયો હોઈ એવું લાગે છે ..અંદરનાં રૂમમાંથી સ્નેહા બોલી વીર હૉલમાં રહેલા મખમલી સોફા પર બેઠો બેઠો લેપટોપમાં પોતનું કામ કરી રહ્યો હતો , સ્નેહાનાં બોલાવતાની સાથે જ તેને લેપટોપ બાજુમાં સોફા પર મૂક્યું અને રૂમ તરફ ચાલવા લાગ્યો , અરે હા આને તો તાવ છે ! ! ..પોતના દોઢ વર્ષનાં શ્લોકનાં કપાળ પર હાથ મુકતા વીર બોલ્યો ..
એક માંની ચિંતા વ્યક્ત કરતા સ્નેહા બોલી " શ્લોક હમણા ખૂબ બીમાર પડે છે , જરાક પણ રુતુમાં ફેરફાર થાય કે તરત જ બીમાર પડી જાય છે.." હકારમાં જવાબ પૂરતા વીર એ કહ્યું ..હા તારી વાત સાચી છે ..હમણા છેલ્લા એક મહિનામાં જ કેટલીએ વાર આપણે શ્લોકને ડૉક્ટર પાસે લઈ જવો પડ્યો.
ચાલ હવે વાતો ના કર અને શ્લોકને તૈયાર કર આપણે ડો.મહેતા ને ત્યાં જઈ આવીએ , હા હું શ્લોકનું બેગ તૈયાર કરી લવ એમ કહી સ્નેહા જલ્દીથી બેગ ભરવા લાગી , અને બંને તૈયાર થઈને ડૉક્ટરને ત્યાં જવા નીકળી ગયા . ડોક્ટરે બધી તપાસ કરી અને કહ્યું કે " રુતુમાં બદલવાનાં કારણે જરાક તાવ આવી ગયો છે , અને દવા આપી ફરીથી વીર અને સ્નેહા ઘર તરફ જવા લાગ્યા.
જયારે તે હોસ્પિટલથી પાછા ઘરે આવતા હતાં ત્યારે અચાનક જ વીરની નજર એક કચરાના ઢગલા પર બેઠેલા બાળક પર પડી અને તેણે કરની બ્રેક લગાવી , પેલું કચરાના ઢગલા પર બેઠેલું બાળક પણ આશરે બે ત્રણ વર્ષનું હશે , તેની માં અને સાથે બીજા બે થોડાક મોટા કહી શકાય એવા બાળકો હતાં , અને તે નાના બાળકનાં શરીર પર પૂરા કપડાં પણ નોતા એક ફાટેલું તૂટેલું ગંજી જેવું ટીશર્ટ પહેરાવ્યું હતું એના ભૂખરા વાળ પર તથા આખા શરીર પર ધૂળ ભરી હતી . વીર એકાએક તે બાળકને જોઈને બોલ્યો આ બાળક આવી રીતે કચરામાં આળોટે છે અને આખો દિવસમાં તો આવી કેટલીય જગ્યાએ જતું હશે..તો શું એ ક્યારેય બીમાર નઈ પડતું હોઈ ! ! ? ? ?
વીરની આ વાત સંભાળી સ્નેહા પણ વિચારમાં પડી ગઈ , અને વીર સામે જોઈ બોલી વાત તો સાચી છે તારી, શું બાળકને કંઈ નઈ થતું હોઈ ..આ બાળકોને જોઈને વીરને પોતના બાળપણનાં દિવસો યાદ આવી ગયા , તે બોલ્યો " તને ખબર સ્નેહા અમે પણ આવી જ રીતે ધૂળનાં ઢગલા પર રમતા આખા ગમમાં મન પડે ત્યાં ફરતા , અને પેલા લીમડાનાં અને વડલાના ઝાડ પર તો વાંદરા કરતા પણ વધુ ઝડપથી ચડી જતા ..અને આટલું બોલી એ હસવા લાગ્યો સાથે સ્નેહા પણ હસવા લાગી , કંઈક ઊંડું અર્થઘટન કરતા વીર બોલ્યો અરે યાર હવે સમજાણું મારા દીકરાને શું વાંધો આવે છે એ ..
વીરની આ વાતથી સ્નેહાનાં મોઢા પર ઉદભવેલા પ્રશ્નાર્થ ચિન્હો વીર સારી રીતે વાંચી શકતો હતો , તેને સ્નેહાને સમજાવતા કહ્યું કે " આપણે શ્લોકની જરૂરથી વધારે પડતી કાળજી રાખીએ છીએ , અને શ્લોકનું વારંવાર બીમાર પડવું એ જ આ વાતની સાબિતી છે ..સ્નેહાનાં મગજમાં હજું પણ થોડી અસમંજસ હતી તે બોલી ..પણ વીર નાના બાળકની કાળજી તો રાખવી જ પડે ને ...!
સ્નેહાને જવાબ આપતા વીર બોલ્યો .." હા એ વાત સાચી કાળજી રાખવી જ પળે નાના બાળકની પણ આપણે તેને કાળજીનાં બહાને ખૂબ જ માયકાંગલા બનાવી દઈએ છીએ , અને કોઈ પણ બારની વસ્તુને તેની પાસે નથી આવવા દેતા , ક્યારેય જમીન પર સુવડાવતા નથી , અરે એને કુદરતી પ્રક્રુતિથી પણ દૂર રાખીએ છીએ , તેને ક્યારેય ધૂળ કે માટી અડવા પણ નથી દેતા , તડકામાં તેને બાર નથી જવા દેતા , ઇન્ફેક્શનનું બહાનું કાઢી વરસાદમાં નહાવા નથી દેતા . આપણે એને પ્રક્રુતિનાં તમામ તત્વોથી દૂર રાખીએ છીએ , પછી તો તે બીમાર જે પળે ને ! ! ! ! ! !
હવે સ્નેહાને વીરની વાત બરાબર રીતે સમજાઈ ગઈ હતી ..એ બોલી " હા વીર સાવ સાચી વાત છે તારી , આપણે આજ સુધી શ્લોકને ધૂળ પર રમવા જ નથી દીધો અને વરસાદનો તો અનુભવ જ નથી કંઈ શ્લોકને , અને એ જ એક કારણ હશે કે જરા પણ વાતવરણમાં ફેરફાર થાય એટલે શ્લોક બીમાર પડી જાય છે . જયારે પેલા ઢગલા પર બેઠેલા બાળકનું શરીર આ તમામ તત્વો થી ટેવાઈ ગયું છે , શરીરને જેવી ટેવ પાડીએ તેવું તે બની જાય છે ....
હા , સ્નેહા એવું જ છે ! આપણે શ્લોકની કાળજી રખતા રખતા સૌથી જરૂરી વાત જ ભૂલી ગયા , તેની જરૂરિયાત... બાળકની પ્રક્રુતિ સાથે દોસ્તી કરાવવી એ પણ માતા - પિતાની જ ફરજ છે . બેટા ! ! ! હવે તું ક્યારેય બીમાર નઈ પડે.... સ્નેહાનાં ખોળામાં રમતા શ્લોકનાં માથા પર હાથ ફેરવતા વીર બોલ્યો .
વીર કાર સ્ટાર્ટ કરીને ઘર તારફ જવા લાગ્યો ..વીર તથા સ્નેહા કોઈ ખજાનાનો નકશો મળી ગયો હોય એવા ખુશ લગતા હતાં ...
વીર બીજા દિવસે સવારમાં શ્લોકને ઘરની પાસે રહેલા ગાર્ડનમાં લઈ ગયો , તેને શ્લોકને ત્યાં રહેલા મખમલી ઘાસ પર બેસાડ્યો , સૂરજનાં સવારના આછા આછા કિરણો શ્લોકના સુંવાળા શરીર પર પડતા હતાં . શ્લોક પણ જાણે એ કિરણોને પોતના હાથ પર પકડવાની કોશિશ કરતો હતો ..એવામાં એક ખિસકોલી ત્યાંથી નીકળી શ્લોક એને જોઈને ખિલખિલાટ હસતો હતો , વીરએ શ્લોકના માસૂમ ચહેરા પર પેલી વાર આટલી ખુશી અને ઉત્સાહ જોયા ..અને તેને સમજાણું કે શ્લોકને આ જ વસ્તુ ખૂટતી હતી . શ્લોકનો આટલો પ્રસન્ન ચહેરો જોઈને વીર પણ ખૂબ જ ખુશ થઈ ગયો ..
"નાના બાળકની જેટલી જરૂરિયાત કરતા વધારે કાળજી રાખીએ તેટલા જ તે માયકાંગલા બની જાય છે , તેનો શારીરિક વિકાસ પણ ઓછો થાય છે , એવું પણ કહેવામાં આવે છે
કે બળકોને પ્રક્રુતિથી દૂર રાખવામાં આવે તો એનામાં આત્મવિશ્વાસ પણ ઘટે છે , પ્રક્રુતિની ગોદમાં રમતા બાળકો બીમાર નથી પડતા અને તેનામાં કોઈ પણ રુતુની ક્યારેય અસર નથી પડતી ."
ખ્યાતિ કે.