કોઈ ને મન માં એમ થાય હાય હાય આ છોકરી તો જો કેવી વાત કરે છે?? બેશરમ !!! ના એમાં ક્યાં બેશરમ આવ્યું ??? એતો એક કુદરતી પ્રોસેસ છે , જે હરએક છોકરી કે મહિલા આનો સામનો કરે છે.
આપનો સમાજ આને ખુલ્લા માં પણ વાત કરવા માં શરમ અનુભવે છે. કેમ આ પીરિયડ્સ તમે કે મેં બનાવ્યું છે?? આતો એક કુદરતી પ્રોસેસ છે. પણ સમાજ ના , એવી વાત નહીં કરવાની !!! કેમ અમે કાંઈ ગુનો કરીયો છે??
આ એક માસિકધર્મ છે જે છોકરી કે મહિલા ત્રણ યા ચાર દિવસ માટે હોય છે. આ સમય દરમિયાન એને ફુલ બેડ ની જરૂર હોય છે . કારણ કે એના માં કામ કરવાની એનર્જી પુરી થઈ જાય છે . એ દરમિયાન એને સ્વીટ ખાવાનું મન થાય છે .
એ સમય દરમિયાન એને પગ માં પેઈન થવું , લેફ્ટ સાઈડ ના પેટ માં એને પેઈન થાય છે . પોતે કામ ના કરવાની ઈચ્છા અનુભવે છે .
હું ન્યૂઝ પેપર ઓછું વાંચું પણ એક દિવસ મેં વાંચ્યું હતું એમાં તમિલનાડુ ની એક 12 વર્ષ ની કિશોરીએ સ્યુસાઇડ કરીયું કેમ ? કેમ કે એ પીરિયડ્સ માં થઈ હતી તયારે એના ટીચરે એને સમજાવા ની જગ્યાએ એને બોવ બધું કહીયું ને એ કિશોરીએ ડિપ્રેસન માં આવીને સ્યુસાઇડ કરીયું .. ડેટ તો મને યાદ નથી પણ મેં આ વાંચ્યું હતું . જો પેહલા મહિલા જ આ વાત પર જાગૃત નથી તો સમાજ કેમ જાગૃત થશે??
તયારે આપણો સમાજ એમ કહે કે તારે કિચન માં નહીં જવાનું, મંદિર માં નહીં જવાનું, આ નહીં કરવાનું પેલું નહીં કરવાનું! એતો પેહલા ના સમય માં આ દિવસો દરમિયાન આરામ મળે એટલે પેહલા ના આપણા પૂવજો એમ કેહતા કે મંદિરે ના જતી ઘર નું કામ ના કરતી .. કારણ કે આ માસિક ધર્મ દરમિયાન મહિલાઓ પાસે પૂરતી એનર્જી ના હોય એટલા માટે એને ના કેહતા . પણ અત્યારે તો આપણે ટેકનોલોજી ના જમાના માં જીવીએ તો પણ એમ કહે કે મંદિર ના જતી . હું આને શ્રદ્ધા માનું કે અંધશ્રદ્ધા મને કંઈ સમજ નથી પડતી . કેમ તમે જેને ભગવાન માનો એને જ આ આપ્યું તો એની પાસે પણ નહીં જવાનું??
એતો ખબર ને આ પીરિયડ્સ ની પ્રોસેસ ના લીધે જ મમ્મી - પપ્પા બનવાનું સપનું પૂરું થાય છે. આ વાત પર જાગૃતા પેહલા આપણે જ મહિલાઓ એ જ લાવવાની જરૂર છે . ખુદ મહિલા જ આ વાત પર શરમ અનુભવે છે . ઇવન મેડિકલ માં પેડ લેવા માટે જાય તો પણ સાવ ધીમેકથી બોલે વિસ્પર આપોને . અરે યાર કેમ એમ?? ને હા બીજું કોન્ડોમ એતો હવે બધા યુઝ કરે છે તમને રાત ની પ્રોસેસ કરતા શરમ નથી આવતી તો મેડિકલ માં માંગતા કેમ શરમ આવે છે?? એના પર થી યાદ આવ્યું પીકે ફિલ્મ માં એક પાર્ટ્સ આવે છે કોન્ડોમ પર તમે બધાએ જોયું જ હશે! આમિર ખાન ઓફિસ પર બધા ને પૂછે છે આ કોનું છે ? આ કોનું છે ? પણ જેના પોકેટ માંથી પડીયું હોય એ પણ અકસેપ્ટ કરવા રેડી ના હોય . અરે યાર એ પ્રોસેસ તો બધા કરે છે તો પણ ખુલ્લે આમ વાત કરવા માં શરમ વાહ ..
અરે આના પર તો અક્ષય કુમાર ની ફિલ્મ " પેડમેન " સારી એવી સમજ બધાને આપી , હા બધાયે આ ફિલ્મ ને સારો રિસ્પોન્સ આપ્યો . ઓન્લી સારો રિસ્પોન્સ જ આપ્યો પણ પોતાની મેન્ટાલિટી એવી ને એવી !! ખબર નહીં કયારે આ બધું સમાજ સમજ છે.
મેં હજુ બે દિવસ પેહલા જ બીજા સોશિયલ મીડિયા મેં એક લેખ વાંચ્યો . કોલકાતા માં હાઈ સ્કૂલ માં અભ્યાસ કરવા વાલી અનુષ્કા દાસગુપ્તા નામ ની એક છોકરી અચાનક પીરિયડ્સ પર આવી , એને એ વાત ની ખબર પણ નહતી તો એ પોતાના ઘરે જઈ રહી હતી . પણ આપણો સમાજ છોકરા એના પર હસતા હતા ને આપણી સર્વગુણ ધારણ કરનારી નારી પણ એને ટી શર્ટ નીચે કરવાનું કહીયું . કેમ આ તો ખોટુ છે . તે અનુષ્કા એ શરમ રાખ્યા વગર પોતાનો પેન્ટ નો એક ફોટો પાડીને પોતાના સોશિયલ મીડિયા ના ફોટો શેર કરીયો ને લખ્યું " " હેપ્પી ટૂ બ્લીડ " આ પોસ્ટ બધી મહિલાઓ માટે છે જેને મારુ હુમનહુડ ને છુપાવવા માટે મદદ ની ઓફર આપી . ના હું આ વાત પર શરમ નથી રાખતી ! કારણ હું હર મહિના માં 28 - 30 દિવસ માં પીરિયડ્સ પર આવું છું , મને પણ પેઈન થાય છે તયારે હું મારા કિચનમાં જઈને ચોકલેટ કે બિસ્કૂટ ખાવ છું " આ પોસ્ટ ને સારો રિસ્પોન્સ મળીયો . સલામ છે તમને અનુષ્કાજી તમે થોડોક તો જાગૃતા લાવવા માટે પોતાનું યોગદાન આપ્યું.
હા આ લેખ વાંચ્યા પછી પણ તમને એમ લાગે કે આ બધું બકવાસ છે તો તમે ત્યાં ખોટા ...
મારો આ લેખ જેને સમજમાં આવે એને ખુબ ખુબ વંદન ને જેને સમજમાં ના આવે એને પણ વંદન . બસ આટલું જ હવે એના થી આગળ નહીં.
( સારું લાગે તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપજો ને સારું કે કોઈ ભૂલ હોય તો મને એકનેજ કહેજો ??)