Collage Life - 2 in Gujarati Fiction Stories by Jayesh Lathiya books and stories PDF | કોલેજ લાઈફ - ભાગ ૨

Featured Books
Categories
Share

કોલેજ લાઈફ - ભાગ ૨

જેવી સ્થિતિ મારી હતી તેવી સ્થિતિ મારી સાથે ઉભેલા તમામ સ્ટુડન્ટની હતી.
બધા પોતપોતાની રીતે એકલા ઉભા હતા અને મોબાઈલમા ઘુસીને ઉભા હતા.
લોબી બહુ મોટી નહોતી એટલે ભીડ વધારે લાગતી હતી અને બહાર અસહ્ય ઉકળાટ થતો હતો.
અડધો કલાક થયો હશે ત્યાં એક પ્રોફેસર આવ્યા અને બધાને કોન્વેનસન હોલમા બેસવા માટે કહ્યું.
હોલ ધણો મોટો હતો ૧૫૦ જેટલા સ્ટુડન્ટ બેસી શકે એટલી ખુરશી ગોઠવાયેલી હતી. હોલના એ સી ના પવનને કારણે કંટાળાનો અંત આવ્યો અને જયારે ખુરશીમાં બેઠા ત્યારે આનંદનો અનુભવ થયો.
હોલમા આગળના ભાગમાં એકાદ ફુટ જેટલુ ઉચું સ્ટેજ હતુ એક છેડે સ્પીકર માટે બોલવા ટેબલ હતુ.
થોડી વારમાં એક પ્રોફેસર આવ્યા જેમણે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતુ. કાળા કલરની ફ્રેમ વાળા ચશ્માં પહેર્યાં હતા. તેને જોતા આસીસ્ટન્ટ પ્રોફેસર હોય તેવુ અનુમાન લગાવી શકાય.
તેમણે બોલવાની શરૂઆત કરી માય શેલ્ફ અશોક પટેલ.
આઈ એમ આસીસ્ટન્ટ પ્રોફેસર ઈન ધીસ કોલેજ સીન્સ લાસ્ટ ટેન યર અને પછી તેને જે ભાષણ આપ્યું તે હુ અગાઉ કોલેજના પ્રોસ્પેકટસમા વાચી ચુક્યો હતો.
કોલેજના છેલ્લા વર્ષ ના પરિણામ, પ્લેસમેન્ટ માટે આવતી પ્રાઈવેટ કંપનીઓ, ફેકલ્ટીનો સપોર્ટ, અને બ્લા બ્લા બ્લા...
આ બધુ મને ખબરજ હતી છેવટે બે ત્રણ સીનીયર સ્ટુડન્ટસ સ્ટેજ પર આવી અને તેની સફળતાની વાતો બધા સમક્ષ શેર કરી. ઘણી સીનીયરસ ના રીઝલ્ટ કોલેજમાં સારા આવ્યા હતા જે મને ગમ્યું હતુ.
થોડી વાર બાદ અમને જુદાં ક્લાસ વહેચી દેવામાં આવ્યા.
મારા ક્લાસમાં મારી ક્લાસમેટ દિવ્યા અને અને નીશા હતી તેને મે જોઈ.
નીશાએ મારી સામે જોયુ થોડા સમય માટે અમારી નજર એકબીજાને મળી અને પછી તેણે મો ફેરવી લીધું.
તેમણે બ્લેક ટી શર્ટ અને વાઈટ જીન્સ પહેર્યું હતુ સ્કુલ કરતા આજે તે વધારે આકર્ષક લાગતી હતી કેમ કે સ્કૂલમાં તો હંમેશાં તેને સ્કુલ ડ્રેસમા જ જોઈ હતી.
અમારા ક્લાસમાં ૬૦ સ્ટુડન્ટસ હતા. થોડી વારમા એક મેડમ આવ્યા આજે કોલેજમાં પહેલા દિવસનો પહેલો લેક્ચર હતો તેથી તે મેડમે બધાની ઈન્ફોર્મેશન મેળવી.
બધાને ઉભા થઈ પોતાનો પરીચય આપવાનો.
સૌથી પહેલા તેમણે પરીચય આપ્યો.
મારૂ નામ અંજલી દેસાઈ છે અહી આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લા સાત વર્ષથી જોડાયેલી છુ હુ તમારો ઈકોનોમિકસ
અને અકાઉન્ટનો લેકચર લઇશ.
એક પછી એક બધા પોતાનો પરીચય આપવા લાગ્યા.
માય શેલ્ફ ચિરાગ રામાણી આઈ એમ કમ્સ ફ્રોમ પી પી સવાણી વિધ્યાલય હિરાબાગ: મારો વારો આવ્યો એટલે હુ બોલ્યો
બધાનો પરીચય પુર્ણ થયા બાદ અંજલી મેડમે લેક્ચર ચાલુ કર્યો.
તમે બધા મેનેજમેન્ટ ફિલ્ડમાં પ્રવેશ લીધો છે તો તેમા તમારી કારકિર્દી માટે ડિબેટ, ગ્રુપ ડિસ્કશન, લીડરશીપ બધુ ખુબ જરૂરી છે.
આજે આપણે કોઈ પણ એક ટોપીક પર ડિબેટ કોમ્પીટીશન કરીશુ
ટોપીક હતો : લવ મેરેજ અને અરેન્જ મેરેજ તેના ફાયદા અને નુકસાન
લવ મેરેજ કરતા એરેન્જ મેરેજ સારા તેમા ફેમીલી સપોર્ટ મળે: નીલમ નામની એક છોકરીએ કહ્યુ
એરેન્જ મેરેજમા સામેના પાત્રને સમજવાનો વધારે સમય નથી મળતો એટલે લવ મેરેજ જ સારા: કશ્યપ જે મારી બાજુમા બેઠો હતો તેણે કહ્યું
લવ મેરેજ કરીને સમાજમાં કોઈ સફળ નથી થયુ એવુ તારણ કાઢવામાં આવ્યું છે કે ૮૦ લવ મેરેજ સફળ થતા નથી એટલે એરેન્જ મેરેજ જ સારા: શીતલે કહ્યુ
એરેન્જ મેરેજમા આપણે આપણો પક્ષ ખુલી રીતે રજુ નથી કરી શકતા ક્યારેક સામેનુ પાત્ર આપણને પસંદના હોય પણ આપણા મમ્મી પપ્પાને પસંદ હોય એટલે તેની શરમે હા પાડવી પડે છે : ટ્વીકલે કહ્યુ

મને આ ડિબેટ કોમ્પીટીશનમા બિલકુલ રસ નહોતો મારૂ ધ્યાન મન બીજે ક્યાંક ઘુમતુ હતુ જેવી મે નિશાને જોઈ મને પાયલની યાદ આવી ગઈ મારો એક તરફી પહેલો પ્રેમ જેને હુ કદી મારા મનની વાત પુછી ના શક્યો