mansainu tankhalu in Gujarati Moral Stories by karansinh chauhan books and stories PDF | માણસાઈનું તણખલું

Featured Books
Categories
Share

માણસાઈનું તણખલું

ગામડાનું એ વાતાવરણ, ગામડાના સંસ્કાર, ગામડાના આચારવિચારને ગામડાનો અતિથી સત્કાર આ બધું જ વખણાય છે. આવા એક ગામડામાં ઉછેર થયેલ અને હાલ શહેરમાં વસતા એક નવયુવાનની આ વાત છે.

દેવ નામના એક ૨૧ વર્ષીય નવયુવાને ખુબ લગન અને મહેનત કરી, સારા એવા ગુણ મેળવીને હાલ જ પોતાની ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી. તેના ઘરમાં તેની બહેન તેનો ભાઈ અને તેના માતપિતા સાથે તે રહે છે અને પોતાના માતા-પિતાને તેના કામમાં મદદ કરે છે. તેનો ભાઈ તથા બહેન પણ તેનું કામ કરે અને સાથે ભણવાનું પણ કરે. દરેક કામમાં દેવની મહેનત એટલે થાકને થોડીવાર માટે કઈ દે કે ભાઈ આજે તું ઘર ભૂલ્યો હોય તેવું લાગે છે! કહેવાનો મતલબ કે કોઈપણ કામ હોય તો તે પૂરી લગન સાથે કરે અને કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને આરામ કરવાનું મન તો થાય જ નહિ. જે કામ તેને સોંપવામાં આવે તે પૂરું થાય ત્યારે જ તે ઘડીભર ટાઢા છાંયે બેસે.દિવસ દરમ્યાનના તેના કામથી થાક્યા પાક્યા સૌ સંધ્યા ટાણે ઘરે આવે ત્યારબાદ તેની બા રોટલા અને શાક બનાવે, બાના હાથના રોટલા અને શાક ખાઈને મન તૃપ્ત થઇ જાય. જમ્યા બાદ દેવ રોજની પોતાની ટેવ મુજબ ગામમાં એક લટાર મારી આવે.તેની લટારમાં દિવસ દરમ્યાન કામ હોવાથી ન મળી શકાયું હોય તેવા તેના મિત્રોને મળવાનું હોય અને થોડી તેની સાથે હસી મજાક તથા સુખ દુઃખની વાતો હોય, આવી રીતે થોડો સમય વિતાવ્યા બાદ તેને યાદ આવી જાય કે મારે તો નોકરી લેવાની છે ને તેના માટે વાંચન કરવું પડે તે તો હજી મેં કાંઈ કર્યું જ નથી કે તરત જ તેના પગ તેના ઘરભણી ઉપડી જાય, બધાની વચ્ચેથી તેને આવી રીતે હળવા પગે જતો જોઇને તેના મિત્રો તેને થોડીવાર ખોટી થઇ જવા માટે કહે પણ મનનો વિચાર તેને ઘડીભર માટે ત્યાં રોકવા ના દે કાલે મળીશું તેમ કહી તે નીકળી જાય મિત્રોના વર્તુળમાંથી. પછી એક નવા વર્તુળમાં તે ચક્કર લગાવે તે વર્તુળ એટલે તેની પાસે રહેલ પેલી જનરલ નોલેજની ચોપડીઓ.રાત્રી દરમ્યાન તેનાથી જેટલું જ્ઞાન મળે તેટલું તે ઊંઘ ના આવે ત્યાં સુધી મેળવતો રહે અને નીંદરરાણીનું આગમન જેવું થાય કે તરત ઘસઘસાટ ઊંઘી જાય, આખા દિવસની મહેનત અને રાત્રિનું જ્ઞાનોપાર્જન તેને સુઈ જવા માટે મદદ કરે. નવો દિવસ ઉગે કે પાસો તેનો આ નિત્યક્રમ શરુ થઇ જાય. કોઈ દિવસ ખેતરે કામ ના હોય તો દિવસમાં પણ પેલી ચોપડીઓની સંગત મળેને આમ કરતા કરતા એક દિવસ તેની મહેનત રંગ લાવે છે, તેને પોતાના નજીકના શહેરમાં જ નોકરી મળી જાય છે.

હવે દેવ એક સરકારી નોકર બની ગયો છે, તેના માટે તેમના ઘરના સભ્યો એક નવી મોટર સાયકલની ખરીદી કરે છે. મોટર સાયકલ એટલા માટે લેવામાં આવે છે કે ભાઈને નોકરીએ જવાનું છે જો કોઈ વાહન દ્વારા તે જાય તો ઘણીવાર તે મોડો પહોંચે અને તેને ઠપકો પણ સંભાળવો પડે. સવાર પડે એટલે જાગીને પોતાનો નિત્યક્રમ પતાવ્યા બાદ તેનું હિરો –હોન્ડાનુ બાઈક એક કિક સાથે પોતાની મંજિલે જવા માટે ઉપડી જાય. રસ્તામાં આવતા જતા રાહદારીઓને પણ કોઈ કોઈ વાર તેની સવારી કરવા માટે મળે. જે કોઈ રસ્તમાં મળે તે કહે કે ભાઈ થોડું આગળ જવું છે લેતો જશે મને તો પોતાના સ્વભાવ પ્રમાણે તે કોઈને ના ન પડી શકે , ચલો તમને આગળ ઉતારી આપું આમેય એમાં ક્યાં મારું પેટ્રોલ વધારે બળવાનું છે. આમને આમ થોડા દિવસો, બાદ મહિનાઓ અને એક વર્ષ પણ થઇ ગયું.

પછી એક દિવસ એવો આવે છે જે દિવસની આ વાત છે, આજે સવારે તે વહેલો ઉઠે છે અને નાહિ ધોઈને સરસ મજાના નવા કપડા પહેરી ગામમાં થોડીવાર આંટો મારવા જાય છે, કારણ કે એ આજે વહેલો ઉઠેલો એટલે થોડો સમય બચ્યો હતો, તેના મિત્રો સાથે વાતચીત માટે સરસ મજાનો મિત્રો સાથે સંવાદ થાય છે, હવે તો તેને નોકરી મળેલ હતી. એટલે મીરો પણ તેના વખાણ જ કરવાના હતા. વખાણ સંભાળીને કોને મજા ના આવે. તે પણ હર્ષિત થઇ ગયો. ત્યારબાદ તે ઘરે પરત ફર્યો અને પોતાનું બાઈક લઇ તે નોકરી કરવા માટે નીકળ્યો એક ગામ બે ગામ એમ વારાફરતી એક પછી એક ગામમાંથી તે પસાર થતો ગયો. જેવો તે એક ગામની સીમમાં પહોંચ્યો કે તરત જ અવાજ સંભળાયો “ એ ભાઈ એ ગાડીવાળા ભાઈ મારે તમારી સાથે આવવું છે, મને તમારી ગાડીમાં બેસાડશો” તેણે તરત જ કહ્યું “ શા માટે નહિ, હું પણ તેજ બાજુ જાઉં છું, મને પણ તમારી સાથે વાતો કરવાની મજા આવશે” ત્યારબાદ તેની નજર તે ભાઈ પર પડી તેના કપડા સાવ મેલાઘેલા હતા તેના પર માટી ચોંટેલ હતી, ભીના એક હાથમાં દાતરડું હતું, તે ખેતરમાં ખડ કાઢવાનું કામ કરતા હશે તેવું પહેલી દ્રષ્ટીએ તેને લાગ્યું. તેથી તેણે તેને એક સવાલ કર્યો “ ભાઈ આ ખેતર તમારું છે?” સામેથી તેનો પ્રત્યુતર મળ્યો કે “ના આ ખેતર મારું નથી, હું તો અહિયાં ભાગ રાખું છું” દેવે પૂછ્યું “ તો તો તમારું ગામ તો અહીંથી દુર હશેને” જવાબ મળ્યો “હા ઘણું દુર છે” દેવે તો હાલ તમે ક્યાં જાવ છો” જવાબ મળ્યો “ મારે ગામ જ જાવ છું, પણ તમે મને થોડે આગળ ઉતારી દેશો તો મારા ગામ જવા માટેની રીક્ષાઓ મને ત્યાંથી મળી રહેશે. દેવે કહ્યું “ કોઈ વાંધો નહિ હું તમને આગળ ઉતારી દઉં, તમારે ઉતરવું હોય ત્યાં કહેજો “ પ્રત્યુતર મળ્યો “ભલે ભાઈ આગળ જ જે ગામ આવે છે, ત્યાં મને ઉતારી દેજો” ત્યારબાદ દેવથી એક પ્રશ્ન પુછાય ગયો કે તમે તમારે ગામ શા માટે જાવ છો? સામેથી જવાબમાં તેને સંભાળવા મળ્યું કે તેની ગાડીમાં બેઠેલ તે ભાઈનો દીકરો મૃત્યુ પામ્યો છે.તે પોતાના દીકરાના સ્નાનમાં જવા માટે ત્યાંથી નીકળ્યા હતા. તે ભાઈના બોલવાના આવજમાં પણ હવે થોડો ફેર જાણતો હતો.

હવે તે ભાઈને જ્યાં ઉતારવાનું હતું તે ગામ આવી ગયું હતું. તેથી દેવે તેને જણાવ્યું કે “તમારે અહીં જ ઉતરવું છે ને? જવાબ મળ્યો “હા., પણ મારી પાસે પૈસા નથી મારા ગામમાં જવા , તમે મને સો રૂપિયા આપશો “ દેવે પોતાના ખિસ્સામાં હાથ નાખી જોયું તો તેના ખિસ્સામાં માત્ર રૂ. ૧૫૦ હતા જો તે પેલા ભાઈને આપી દે અને રસ્તામાં ગાડીમાં પંચર બંચર પડે તો પોતાની પાસે તેને આપવા માટે પણ પૈસા રહે નહિ. એવું તે જ્યાં વિચારતો હતો ત્યાં તેને તેના માતપિતાની વાત યાદ આવી કે “ બેટા ખિસ્સામાં પૈસા ન હોય તો પણ માનવતા ક્યારેય ભૂલવી નહિ “ અને તેણે પેલા ભાઈને તરત જ કહ્યું કે “ લ્યો ભાઈ આ સો રૂપિયા તમે તમારા ઘરે પહોંચી જાવ તમારું ત્યાં પહોંચવું ખુબ જરૂરી છે” પેલાભાઈ કહે “ તમારો ખુબ ખુબ આભાર, ભાઈ ભગવાન તમારું ભલું કરે” તેમ કહેતા કહેતા તે ભાઈ બાજુમાં પડેલ એક રીક્ષામાં બેસી ગયા.

“ માનવ થઇ માનવતા જ ભૂલી જશો,

તો ખાલી ઘડાને, શો ફેર તમારામાં કશો “

આમ બન્યા બાદ દેવ તેની ઓફિસે પહોંચે છે અને પોતાની સાથે આવેલ ભાઈની વાત તેના બધા મિત્રોને કહે છે. તેમાં કોઈ કહે છે કે તેનો દીકરો-બીકરો કાંઈ નહિ મરી ગયું હોય, તે તમારી પાસેથી પૈસા લેવા માટે ખોટું બોલતો હશે. દેવે તેને જવાબ આપે છે કે આપણા દીકરા હોય અને એને તમારે જોરથી જો મરાય ગયું હોય તો પણ તમારા મનમાં કેટલો વસવસો રહે છે, તો પછી કોઈ બાપ એમ કેમ કહી શકે કે મારો દીકરો મરી ગયો છે અને એ પણ ખાલી સો રૂપિયા માટે ? છતાં પણ પેલા સ્ટાફ મિત્ર કહે છે કે અત્યારે તો રૂપિયા માટે ગમે તે ખોટું બોલે. તેને દેવ કહે છે કે ભાઈ એ ભલે ખોટું બોલીને રૂપિયા લઇ ગયો પણ આપણે તો તેનો દીકરો મરી ગયો છે, તે વાત ઉપર રૂપિયા આપ્યા છે, જે આપણી ભાવના છે.

વાત વલોવી, નીચોવીને ના કરવી ક્યારેય કોઈને સહાય,

-કરણસિંહ ચૌહાણ