Donation in Gujarati Motivational Stories by Green Man books and stories PDF | દાન - સ્વ-અધ્યન

Featured Books
Categories
Share

દાન - સ્વ-અધ્યન

મગનભાઇ કરીને એક માણસ બહુ ગરીબ હતો. તે પોતાનનુ ગુજરાન વનમાંથી લાકડા કાપી ચાલવતો. સવારના પહોરમાં મગનભાઇ કુહાડી લઇને નીકળી પડતા સવારે સુરજ દેવ જાણે પહાડોમાંથી ડોકયુ કરતા હોય તેવું લાગે છે તેનો આછો અને રતાશ પડતો પ્રકાશ જાણે મન મોહી લેય તેવો અને પક્ષીના કલરવથી વન આખું ગુંજી ઉઠે અને તેમાં મગનભાઇ પોતે પોતાની ધૂનમાં આ બધા સૌન્દર્યતાની મોજ માણતા જાય છે. આવી રીતે તે દરોજ લાકડાં કાપીને બજારમાં જઈને વેચી આવતા અને પોતાનુ ઘર ચલાવતા તેના ઘરમાં તેની પત્ની અને બે છોકરા હતા.
એકવાર મગનભાઇ આવી જ રીતે લાકડાં કાપીને બજારમાં વેચવા ગયા તે બધો ઘરવખરીનો સામન,શાકભાજી અને બાળકો માટે બિસ્કિટ લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યાં અચાનક રસ્તા વચ્ચે બિચારા ગરીબ બાળકો ભૂખથી પીડાતા હતા આ જોઈ મગનભાઇને તેના પર દયા આવી અને તેના બાળકો માટે લીધેલ બિસ્કિટ તે બાળકોને આપી દીધા.

દરોજ મગનભાઇ ઘરે જતા ત્યારે બાળકો માટે કઈ ને કઈ વસ્તુ લેતા જતા હતા અને બાળકો પોતાના પીતાજી ને આવતા જોઇ અને રાજી રાજી થઇ જઇ અને દૂરથી દોટ મુક્તા કારણે બાળકોને એવી આશા હોઈ કે મારા પીતાજી મારા માટે કશુક લાવ્યા હશે. આવી રીતે દરોજની જેમ આજે પણ એવું બન્યું. મગનભાઇને જોતા જ તેનાં બાળકોએ દોટ મૂકી અને તે મગનભાઇ વળગી પડ્યા અને દરોજની જેમ તેનાં પિતાની થેલી લઈને જોવા લાગ્યા પરંતુ કઈના જોવા મળ્યું તેથી બંને બાળકો નિરાશ થઇ તેના પિતા સામું જોઇ રહ્યા. મગનભાઇને તેના બાળકોના મોં ઉપરથી ખ્યાલ આવી ગયો કે આજે બાળકો નિરાશ છે. બાળકોએ તેના પિતાને પૂછ્યું-પીતાજી આજે કેમ કંઈ નથી લાવ્યા. મગનભાઇએ આશ્વશન આપતા જવાબ આપ્યો કે આજે બજારમાં લાકડાનો બરાબર ભાવ ન આવ્યો હોવાથી બેટા હું તમારા માટે આજે કાઇ લાવી ના શક્યો આવી રીતે બાળકોને પટાવી અને તેને રમાડવા લાગ્યાં

આવી રીતે મગનભાઇએ ઉદારતા દર્શાવી. આવી રીતે માણસે પોતે પોતાના જીવનમા, મગનભાઇના જીવનચરીત્રમાંથી સમજવા જેવું છે. માણસને જયારે કોઈ ચીજ વસ્તુની જરૂર હોય અને તે કોઈ ને જરૂરીયા વ્યક્તિને આપી હોય તે સાચા અર્થમાં દાન કર્યું કહેવાય.

હાલના સમયમાં દાનના નામે પૈસા પડાવવાની ઘણી પદ્ધતિ જોવા મળે, પણ તમને આના વિશે ખ્યાલ હશે કે એ મને ખબર નથી પણ ઘણી જગ્યાએ મેં આ બાબતનો ઊંડાણ પૂર્વક વિચારેલું છે.

બધા લોકો કોઈ સ્ટેજ પ્રોગ્રામ અથવા ડાયરામાં જતા જ હશો ત્યાં કલાકાર તમને એવુ કહેતા હશે કે "મિત્રો અહીંયા કંઈક આપ્યું હશે તો ઉપર વાળો તમને તેના બે ગણા આપી દેશે" આ વાક્ય જયારે બોલાતું હોઈ ત્યારે મને ખુબ હસવું આવતું.

બધા લોકો ડાયરામાં અથવા તો કોઈ પણ પ્રોગ્રામમાં પૈસા ઉડાવતા હોઈ છે અને મનમાં એવુ હોઈ કે હું દાન કરું છું અને આપણે હોંશે હોંશે પૈસા ઉડાવતા હોઈ છે. પણ મિત્રો હું માનું ત્યાં સુધી આ એક પણ દાનમાં સમાવેશ થતો નથી. ખાસ વાત એ છે કે આપણા જ મહોલ્લામાં બિચારા પાલતુ પ્રાણીઓ અને જીવજંતુ ભૂખથી પીડાતા હોઈ છે પણ બિચારા કંઈ કરી શકતા નથી અને બોલી પણ શકતા નથી જેથી તે કોને કહી શકે કે મને ભૂખ લાગી છે.

મિત્રો જયારે આવા પ્રાણીને તમે કોઈ દિવસ તેણે ખાવાનું આપ્યું હશે ને તો મિત્રો તે તમને જરૂર આશીર્વાદ આપશે અને આવા પ્રાણીઓ જેમકે બિલાડી, કુતરા, ગાયો વગેરે ઘણા પ્રાણીઓ તમને શહેર અને ગામમાં જોવા મળશે. હું માનું છું કે દરેક ઘર દીઠ માત્ર એક રોટલી તેના ભાગની દરરોજ કાઢવામાં આવે તો હું માનું શું ત્યાં સુધી ગામમાં અથવા તો શહેરનું એક પણ પ્રાણી ભૂખ્યું રહશે નહિ. જેથી મિત્રો આ પ્રાણીની ભૂખ સંતોષવાના આશીર્વાદ તમને જરૂર મળશે.

આટલુ જ નહિ પરંતુ જયારે આપણને દાન કરવાની ઈચ્છા થાય તો મિત્રો હું માનું છું કે તમે લોકો બીજે કોઈ જગ્યાએ પૈસા ઉડાવવા કરતા કોઈ ગૌશાળા અથવા કોઈ અનાથ આશ્રમ અથવા તો વૃદ્ધાશ્રમમાં તમે થોડી એવી પણ રકમ આપશો તો મિત્રો ઉપરવાળો તમને જરૂર બે ગણા કરી આપશે. હું માનું છું કે તમને લોકોને સાચા અર્થનું દાન વિશે ખ્યાલ આવ્યો હશે અને તમે જરૂર મારી વાતનો જીવનમાં ઉપયોગ કરશો.