nafrat se bani ek kahani pyar ki - 11 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | નફરત સે બની એક કહાની પ્યાર કી - 11

Featured Books
Categories
Share

નફરત સે બની એક કહાની પ્યાર કી - 11

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી પાસે માફી માંગવા જતો જ હોય છે ત્યાં જ પાર્થ આવી જાય છે અને પાંખી ને ત્યાં થી લઈ ને ચાલ્યો જાય છે.... તો બીજી તરફ કોઈ એવું છે જેના દિલ માં પાર્થ વસવા લાગ્યો છે....હવે આગળ...



પાંખી,પાર્થ અને સાંચી લંચ કરતા હોય છે....અને ત્યારે જ કોઈ એવું હોય છે જે સતત બસ પાર્થ ને જોયા કરતું હોય છે....જેના દિલ માં પાર્થ એ ખૂબ જ જગ્યા બનાવી લીધી હોય છે....અને તે હોય છે સાંચી.....



સાંચી છેલ્લા 6 મહિના થી પાર્થ ની બાજુ ની જ ઓફિસ માં કામ કરતી હોય છે...અને પાંખી ના આ ઓફિસ માં આવ્યા પહેલા થી તેને પાર્થ ને જોયો હોય છે...તે ઘણી વાર ઓફીસ આવવા સમયે કે જતા સમયે પાર્થ ને જોતી હોય છે....આ વાત થી પાર્થ એક દમ અજાણ જ હતો...



સાંચી આ વાત સારી રીતે જાણતી હતી...તેમ છતાં તેને પાર્થ તરફ એક અજીબ જ પ્રકાર નું આકર્ષણ હમેશા થી જ હતું....અને હવે તો પાંખી ના આવ્યા પછી જાણે એને પાર્થ ને વધુ જાણવા નો મોકો જ મળી ગયો હતો.....અને એ દિવસે ને દિવસે પાર્થ ને વધુ જાણીને તેને પસન્દ કરવા લાગી હતી...



સાંચી એ આ વાત કોઈ ને પણ કહી નહતી... કેમ કે એ સારી રીતે જાણતી હતી કે એનો અને પાર્થ નો કોઈ જ મેળ નથી...ક્યાં પાર્થ 4 કંપની ના માલિક નો છોકરો અને ક્યાં પોતે એક સામાન્ય નોકરી કરતા પિતા ની છોકરી.... આમ છતાં એ બસ પાર્થ ને જોઈ ને એને એક તરફી પ્રેમ કરી ને ખુશ હતી....અને આ જ કારણે એ હમેંશા પાર્થ ને મળવા માટે આતુર રહેતી...અને એને જોઈ ને જ ખુશ થઈ જતી...



લંચ પછી બધા પોત પોતાના કામ માં લાગી જાય છે....બધા કામ કરતા હોય છે અને સમર પણ પોતાનું કામ કરતો હોય છે ત્યાં જ એને ઘરે થી ફોન આવે છે અને એને ઘરે જવું પડે છે...કેમ કે એના મમ્મી સવિતા બેન ની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હોય છે....અને એના લીધે સમર તરત જ હોસ્પિટલ જાય છે... અને પાર્થ ને પોતાના જરૂરી કામ સમજાવી દીયે છે...



એમાં જ બે દિવસ નીકળી જાય છે...અને સમર ને પાંખી સાથે વાત કરવા નો કોઈ જ મોકો નથી મળતો...અને આ બે દિવસ માં ઓફિસ નું તો જાણે વાતાવરણ જ બદલાય જાય છે...કેમ કે બે દિવસ થી પાંખી પ્રોજેક્ટ ન મળવા ના અફસોસ ને લીધે કોઈ સાથે વાત જ નથી કરતી...હમેશા બધા સાથે મજાક મસ્તી કરતી પાંખી બે દિવસ થી બસ કામ જ કર્યા કરતી હતી...



આ વાત થી ઓફિસ ના બધા ને ખુબ જ નવાઈ લાગતી હતી...અને આ વાત ખુદ સમર એ પણ નોટ કરી હતી કે પાંખી ના ચુપચાપ કામ કરવા ને લીધે ઓફિસ ના બધા કર્મચારીઓ પહેલા ની જેમ રહેવા લાગ્યા હતા...અને ઓફિસ એક દમ શાંત થઈ ગઈ હતી...



એક દિવસ સાંજે પાંખી ને ઘરે જવા માં ખૂબ જ મોડું થઈ જાય છે...અને તે દિવસે સમર ને પણ કામ ના લીધે મોડું થઈ ગયું હોય છે...પાંખી તો હંમેશા સાંચી સાથે જ જાય છે પણ મોડું થવાના લીધે આજે તે પણ ઘરે ચાલી ગઈ હોય છે....પાંખી રીક્ષા ની રાહ જોઈ ને ઓફિસ ની બહાર ઉભી હોય છે..પણ અંધારું થવાના લીધે કોઈ જ દેખાતું નથી...થોડી વાર રાહ જોયા પછી પાંખી થોડે સુધી ચાલીને જવાનું વિચારે છે...અને ચાલવા લાગે છે...



ત્યાં જ પાછળ થી કોઈ કાર આવે છે...તે પાછળ ફરી ને જોવે છે...તે કાર સમર ની હોય છે..પાંખી સમર ને જોવે છે અને આગળ ચાલવા લાગે છે....



સમર જોવે છે કે પાંખી એકલી રસ્તા પર જાય છે તો એ કાર પાંખી પાસે ઉભી રાખે છે...અને કાર નો કાચ ખોલીને પાંખી ને કહે છે કે....

"મિસ પાંખી તમે એકલા....કોઈ નથી સાથે??"

"ના સર...આજે લેટ થઈ ગયું તો મારી ફ્રેન્ડ ચાલી ગઈ...પણ હું આગળ થી બસ કે પછી રીક્ષા માં ચાલી જઈશ..."
પાંખી એક એક શબ્દ જોડતી જોડતી બોલી...

"હું તમને મૂકી જાવ છું તમારે જવું હોય ત્યાં...બેસી જાવ કાર માં...આમ પણ અત્યારે વાહન મળવા મુશ્કેલ થશે..ચાલો...."
સમર એ પાંખી ને ઓર્ડર આપતા કહ્યું...

"પણ સર...."
પાંખી હજી બોલવા જ જતી હતી ત્યાં જ એને થયું કે વરી ક્યાંક જો સમર ગુસ્સે થશે તો....એક તો આમ પણ પોતાનું ભૂલ નું લિસ્ટ ખૂબ લાબું છે...આ વિચારી ને એ બેસી જાય છે....



સમર પાંખી એ એડ્રેસ કહ્યુ એ રસ્તે કાર ચલાવા લાગ્યો...બંને થોડી વાર ચૂપ જ રહયા...ત્યાં સમર ને થયું કે આજ સમય સાચો છે જ્યારે તે પાંખી પાસે માફી માંગી શકશે...અને હજી પાંખી ના ઘરે પહોંચવા માં વાર હતી તો એ માફી માંગી લિયે.....



બીજી બાજુ પાંખી પણ મન માં વિચારે છે કે અત્યારે કોઈ જ નથી અને તે દિવસ માટે અને તે પ્રોજેક્ટ માટે તે સમર પાસે માફી માંગી જ લિયે....જો સમર કાઈ કહેશે તો ચુપચાપ સાંભળી લેશે..અને અત્યારે આમ પણ કોઈ જ નથી બને સિવાય તો બીજું કોઈ સાંભળશે પણ નહીં....


આમ બંને એક સાથે માફી નું વિચારી ને એક સાથે જ અચાનક બોલે છે...

"I am sorry"

અને બંને એક સાથે જ એક બીજા ને જોવા લાગે છે...આગળ શું બોલવું એ બંને માં થી કોઈ ને સમજાતું નથી....બંને ફરી ચૂપ થઈ જાય છે...થોડી વાર પછી સમર બોલવા નું ચાલુ કરે છે...

"મિસ પાંખી તે દિવસ માટે sorry... હું કંઈક વધારે જ બોલી ગયો...અને કદાચ એટલે જ તમે રડવા લાગ્યા...હું એ નહતો ઈચ્છતો...બસ લેટ થઈ ગયું એ કારણે મને ગુસ્સો આવી ગયો...."

ત્યાં જ પાંખી કહે છે...


"It's ok સર...ભૂલ મારી જ હતી..મારુ કામ માં ધ્યાન નહતું...અને મારા લીધે તમને પ્રોજેક્ટ પણ ન મળ્યો તે માટે હું ખૂબ જ દિલગીર છું... હું બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું...."



સમર "its ok''કહે છે...ત્યાં જ પાંખી નું ઘર આવી જાય છે...અને તે સમર ને કાર રોકવા નું કહે છે...સમર પાંખી નું ઘર દૂર થી જોવે છે...ત્યાં પાંખી નીચે ઉતરી ને સમર ને "thank you"કહે છે...



સમર પાંખી સામે થોડી સ્માઈલ આપે છે અને ચાલ્યો જાય છે...


શું હવે સમર અને પાંખી ભૂતકાળ ભૂલી ને નવી શરૂઆત કરશે??
જાણવા માટે વાંચતા રહો..."નફરત સે બની એક કહાની પ્યાર કી"દર મંગળવારે